Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 23
________________ જી પત પ્રબળ પુણ્યવંત મરીચિ ! પરમાત્મા ઋષભદેવ તમારા દાદા. ચક્રવર્તી ભરત તમારા પિતા અને તમે પોતે ભાવિમાં વાસુદેવ પણ થવાના અને આ અવસર્પિણીકાળના ચરમ તીર્થકર પણ તમે પોતે જ થવાના. કદાચ તમારા આ પુણ્ય જેવું પ્રચંડ પુણ્ય અવસર્પિણી કાળમાં કોઈનું ય નહોતું. વળી, જનમતાની સાથે જ તમારા શરીરમાંથી કિરણો નીકળ્યા છે એટલે તમારું નામ મરીચિ પડ્યું છે પણ કમાલ તો તમે એ કરી છે કે પરમાત્માના ઋષભદેવના સમવસરણની ઋદ્ધિ જોવા માત્રથી વૈરાગી બની જઈને તમે સંયમજીવન અંગીકાર કરી લીધું છે. સંયમજીવનના તમારા દિવસો આમ તો ભારે પ્રસન્નતાપૂર્વક પસાર થઈ રહ્યા છે પણ બન્યું છે એવું કે સંયમજીવનની કઠોર ચર્યાઓથી તમે અકળાઈ ગયા છો. ખુલ્લા પગે તડકામાં વિહાર, સખત ઠંડી, જાલિમ ગરમી, અસ્નાન, પાંચેય ઇન્દ્રિયોના વિષયો પર સંખ્યાબંધ નિયંત્રણો, સુખશીલતા પર કાપ, સ્વચ્છંદમતિ પર લાલ આંખ. આ બધું તમને ફાવ્યું નથી અને તમે સંયમજીવનનો ત્યાગ કરી દીધો છે. અલબત્ત, તમે પુનઃ સંસારમાં પાછા નથી ગયા. પિતાજી ભરતને ત્યાં જઈને જલસા કરવાના શરૂ નથી કરી દીધા. તમે રહ્યા તો પ્રભુ ઋષભદેવ સાથે જ પરંતુ ત્રિદંડીપણાનો વેશ તમે ધારણ કરી લીધો છે. ભગવા કપડાં, સોનાની જનોઈ, પગે પાવડી અને ખભે ખેસ. મસ્તકે ચોટલી પણ ખરી. આવો વેશ ધરીને તમે વિચારી રહ્યા છો પ્રભુ સાથે. ક્યારેક યોગ્ય જીવ કોક આવી જાય છે તો તમે એને ઉપદેશ પણ આપો છો અને જો સંયમજીવન અંગીકાર કરવાની એને ભાવના થઈ જાય છે તો તમે એને મોકલી આપો છો પ્રભુ ઋષભદેવ પાસે. ‘પણ તમે જ ચારિત્ર આપો ને?” ‘પણ કેમ?' ‘મારી પાસે ધર્મ નથી” તમારો આ સ્પષ્ટ જવાબ હોય છે. વિહાર પ્રભુ સાથે. ઉપદેશ આપવાનો પ્રભુનો પણ શિષ્ય એક પણ બનાવવાનો નહીં. આ બાબતમાં તમે કોઈ જ બાંધછોડ કરતા નથી. પણ, એક દિવસ બન્યું છે એવું કે તમારું સ્વાથ્ય એકદમ કથળ્યું છે. તાવ, શિરદર્દ, શિથીલ શરીર. નથી તમને ચાલવાના હોંશ કે નથી તમને બેસવાના હોંશ. બીજાની સહાય લીધા વિના તમને ચાલે તેમ નથી અને સાથે રહેલા કોઈ સાધુ તમારી સેવા કરતા નથી. તમારા દુર્ગાનનો પાર નથી. “આખી જિંદગી મારે આ રીતે જ પસાર કરવાની? ના. હું એકાદ શિષ્ય કરી લઉં. બીમાર પડું તો કમ સે કમ એ મારી સેવા તો કરે !' અને એક દિવસ, કપિલ નામનો રાજકુમાર આવી પહોંચ્યો છે તમારી પાસે. તમારી પ્રભાવક વાણીથી તમે એને બનાવી દીધો છે વૈરાગ્યવાસિત. સંયમજીવન અંગીકાર કરવા એ થઈ ગયો છે તૈયાર અને તમે એને સરનામું બતાવી દીધું છે પ્રભુ 28ષભદેવનું.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100