Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 8
________________ (૩) શ્રાવક અને શ્રાવિકા ઉપધાન આદિ તપ કરવા પૂર્વક યોગ્ય ગણાય છે. (૪) સાધુ ભગવંતો મહાનિશિથ આદિ સૂત્રોના યોગ કરનારા સંયમી કહેલા છે. આ રીતે પાંચ પરમેષ્ઠિમાંથી કોઇપણ પરમેષ્ઠિને નમસ્કાર કરવાથી ચાર ઘાતી કર્મોનો ક્ષયોપશમભાવ પેદા કરવામાં સહાયભૂત થાય છે. જ્ઞાન, અજ્ઞાન રૂપે કામ કરતુ હતુ તેના બદલે જ્ઞાન રૂપે પરિણાવવામાં સહાયભૂત થાય છે. ઇન્દ્રિયો અપ્રશસ્ત રૂપે કામ કરતી હતી તે પ્રશસ્ત રૂપે ઉપયોગી થાય છે. મિથ્યાત્વની મંદતા થતાં અવિવેક નાશ પામે છે. વિવેક ચક્ષુ પેદા થતી જાય છે અને એ વિવેકમાં સ્થિરતા પેદા કરાવે છે તથા મન, વચન, કાયાના યોગો અશુભ રૂપે કામ કરતા હતા તે શુભ રૂપે કામ કરવામાં સહાયભૂત થાય છે. આથી આત્મિક ગુણોના વિકાસમાં સહજ રીતે જીવ આગળ વધતો જાય છે. આ નવકારનું પ્રત્યક્ષ ફળ કહેવાય છે અને પરોક્ષ ફળ મોક્ષની પ્રાપ્તિ કહેલી છે. એટલે કે જ્યાં સુધી મોક્ષે ન જાય ત્યાં સુધી સદ્ગતિની પ્રાપ્તિ અને પરંપરાએ સિદ્ધિગતિ પેદા કરાવે છે. એ પરોક્ષ ફળ કહેવાય છે. નવકાર મંત્ર બે રીતે ગણી શકાય. (૧) અનાદિ કાળના સ્વભાવને બદલવા માટે નવકાર ગણી શકાય. (૨) અનાદિ કાળના સ્વભાવને એવોને એવો રાખીને પણ નવકાર ગણી શકાય છે. નવકાર મંત્ર ગણવો જેટલો હેલો છે એના બદલે એ ગણતા ગણતા અનાદિનો સ્વભાવ બદલવા પ્રયત્ન કરવો એ બહુ અઘરો છે. અનુકૂળ પદાર્થોના સુખનો રસ જીવને અનાદિ કાળનો છે. જ્યારે ધર્મનો રસ જીવને પુરૂષાર્થથી પેદા કરવાનો છે. મમતા પૂર્વકની સમતામાં જીવોનો સ્વાર્થ રહેલો હોય છે. મમતા જાય ત્યારે જ જીવને સાચી સમતા આવે. મમતાને આધીન થઇને ગણાતો નવકાર એ નવકાર મંત્ર પામવાની દુર્લભતા પેદા કરાવે છે. મમત્વ ભાવ, દર્શન મોહનીય કર્મના ઉદયથી પેદા થાય છે. સમત્વ (સમતા) ભાવ દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમ ભાવથી પેદા થાય છે. દુઃખમાં દીન ન બનવા દે અને સુખમાં લીન ન બનવા દે એ નવકાર મંત્રનું પ્રત્યક્ષ ફળ કહેલું છે. નવકાર મંત્ર મમતાથી ગણો છો ? કે સમતાથી ગણો છો ? એનું રોજ આત્મામાં નિરીક્ષણ કરો. નવકાર મંત્ર બોલો અને સુખની લીનતા તૂટવી જ જોઇએ. એજ પ્રત્યક્ષ ફળ કહ્યું છે. જેટલે અંશે સુખની લીનતા તૂટે એટલે અંશે વૈરાગ્ય ભાવ પેદા થાય જ એ પ્રત્યક્ષ ફળ કહેવાય. આથી એ નિશ્ચિત થાય છે કે અનંતી પુણ્ય રાશિથી જે નવકાર મંત્ર પ્રાપ્ત થયો છે અને પરિણામ પમાડવા માટે રોજ બોલતા બોલતા ગણતા ગણતા એનું ધ્યાન ધરતા ધરતા સુખની લીનતા ઓછી થતી જાય છે કે નહિ? એ જોતા જવાનું છે. પાપના ઉદયથી દુઃખ આવે અથવા દુઃખ આવવાનું છે એમ ખબર પડે તો નવકાર ગણતા ગણતા એની દીનતા ઓછી થાય છે કે નહિ અને આવેલા દુઃખમાં સમાધિ ભાવ ટકે છે કે નહિ એ રોજ જોતા જવાનું છે તો પામેલા નવકારને પરિણામ પમાડી રહેલા છીએ એનો આનંદ પેદા થતો જશે આને જ જ્ઞાની ભગવંતોએ પ્રત્યક્ષ ફળ રૂપે નવકાર મંત્ર કહેલો છે. Page 8 of 75Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75