Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 22
________________ મુંઝવણ પામતો નથી પણ એ સામગ્રીથી સાવધ રહે છે. → સ્વાર્થવૃત્તિ નાશ પામે-નિઃસ્વાર્થવૃત્તિ પેદા થાય તો જ ઉચિત વ્યવહારનું પાલન થતું જાય છે. અંતરમાં ધર્મની પ્રાપ્તિ થતી જાય તો અનુકૂળ પદાર્થોની સામગ્રી સુખરૂપ લાગે જ નહિ, દુઃખરૂપ જ ઈરિયાવહિયા સૂત્ર અશુભ યોગમાં જોડાયેલ મન-વચન-કાયાના વ્યાપારથી પાછા ફરવા માટે એટલે કે મન-વચન-કાયાના યોગને શુભયોગમાં જોડવા માટે સૌથી પહેલા સામાન્યથી જે કોઇ જીવોની હિંસા થયેલી હોય અને એ હિંસાથી જે કાંઇ પાપ લાગ્યા હોય તે સામાન્ય પાપથી છૂટવા માટે એટલે આત્માને સામાન્ય પાપથી રહિત કરવા માટે, શુભયોગની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. જ્યારે જીવો સ્વાધ્યાય કરતા કરતા સ્વાધ્યાયની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે આ સૂત્ર બોલીને સામાન્ય પાપથી નિવૃત્ત થાય એટલે એને ખ્યાલ આવે છે કે હવે પાપની પ્રવૃત્તિ મેં બંધ કરી છે અને આત્માને શુભયોગમાં જોડી રહેલો છું અને એ રીતે મનને શુભયોગમાં જોડીને આત્મિક ગુણની વિચારણા કરવામાં આત્મિક ગુણોમાં સ્થિર થવા પ્રયત્ન કરું છું એને સ્વાધ્યાય કહેવાય છે. લાગે. (૨) સામાયિક અને પૌષધમાં સો ડગલાની ઉપર જવામાં આવે તો એમાં જે કાંઇ પાપ થઇ ગયું હોય એનાથી પાછા ફરવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. (૩) સામાયિક કે પૌષધમાં માત્ર (પેશાબ) કરવા ગયા હોય તો એને સારી રીતે ઉપયોગ પૂર્વક પરઠવીને પોતાના આત્માને, જે ક્રિયા કરી રહ્યો છે તેની સ્થિરતા માટે અને સ્વાધ્યાય માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. આના ઉપરથી એ નક્કી થાય છે કે ચંચળ મનને સ્થિર કરવા માટે અને પોતાનું જીવન જીવતા મન-વચન અને કાયાથી જાણતા-અજાણતા-ઉપયોગથી અથવા અનઉપયોગથી અથવા ઉતાવળથી જે કોઇ જીવોની હિંસાનું પાપ લાગ્યું હોય એનાથી પાછા ફરીને મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે મનની જેમ વચનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે એટલે ભગવાનની આજ્ઞા મુજબ વચન બોલાય એનો ઉપયોગ પ્રાપ્ત કરવા માટે અને કાયાથી જ્ઞાનીની આજ્ઞા મુજબ નિરવદ્ય પ્રવૃત્તિ કરવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. જે જીવોને ચિત્તની પ્રસન્નતા પેદા થાય એ જીવોને સુખની લાલસા પજવે નહિ અને દુઃખની નારાજી પજવે નહિ. મનની એકાગ્રતા-સજાગતા-લાવવા અને સ્થિર કરવા માટે પ્રયત્ન કરો. , ચપળતાનો નાશ અને ચિત્તની પ્રસન્નતા એનાથી પાપનો નાશ થાય છે એ આ સૂત્રનું પ્રત્યક્ષ ફળ છે. ઇરિયાવહિયા સૂત્ર પાપના નાશ માટેનું જ સૂત્ર છે અને એ એકાગ્રચિત્તે બોલવાથી પાપનો નાશ થાય સુખની લાલસા કરવી એ જ આત્માની હિંસા કહેલી છે. દુઃખમાં નારાજી એ પણ આત્માની હિંસા કહેલી છે. > સુખની લાલસા રૂપ સુખ, દુઃખની નારાજી રૂપ દુઃખ એ સુખ-દુ:ખ જ આત્મિક ગુણોનું કતલખાનું Page 22 of 75

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75