Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 32
________________ પચાશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = બે લોગસ્સ. સો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = ચાર લોગસ્સ. એકસો આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = ચાર લોગ. ૨૭ પદવાળા. એકસો બાર શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = ચાર લોગસ્સ સંપૂર્ણ. ત્રણસો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = બાર લોગસ્સ. પાંચસો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = વીશ લોગસ્સ. એક હજાર આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = ચાલીશ લોગસ્સ ઉપર એક નવકાર. મુખ્ય ચાર દોષથી રહિત જૈન શાસનની બધી ક્રિયાઓનાં અનુષ્ઠાન કરવાનું વિધાન કહેલું છે. (૧) અતિ પરિણત દોષઃ- જે અનુષ્ઠાનમાં જેટલું કરવાનું કહેલું હોય એથી અધિક કરવું એવી જ રીતે જે સૂત્રોમાં જેટલા શબ્દો આવેલા હોય તે પ્રમાણે તેટલા જ શબ્દો બોલવા ડબલ ન બોલાય એની કાળજી રાખવાની એટલે ઉપયોગ એ રાખવાનો કે ડબલ શબ્દો બોલાય નહિ તેમજ ઓછા પણ બોલાય નહિ. એવી જ રીતે કાઉસ્સગમાં જેટલા લોગસ્સનો કાઉસ્સગ કરવાનો કહ્યો હોય તેમાં જેટલા પદો કે શબ્દો આવતા હોય એનાથી અધિક પદો કે શબ્દો બોલવા તે અતિ પરિણત દોષ કહેવાય છે. એટલે કે એક લોગસ્સનો કાઉસ્સગમાં પચ્ચીશ પદ બોલવાના હોય છે એમાં એ બોલતા કે વિચારતા લોગસ-લોગર્સ અથવા ચંદેસુ-ચંદેસુ એમ કોઇ પણ પદમાં બે વાર બોલવામાં વિચારવામાં આવે એને અતિપરિણત દોષ કહેવાય છે. દા.ત. સાધુ ભગવંતોના મોટા જોગમાં એટલે આગમ સૂત્રોની અનુજ્ઞાના યોગમાં જે સૂત્રો બોલવામાં આવે છે કાઉસ્સગ કરવામાં આવે છે તે આજ રીતે એટલે કે એક પદ કે શબ્દ બે વાર ન બોલાય એની કાળજી રાખીને બોલવાના હોય છે. જો એ ડબલ બોલાય તો એ ક્રિયા ફરીથી કરવી પડે છે અથવા એ ક્રિયા એ દિવસની ફોક થાય છે. આ રીતે બોલવાથી એટલે ઉપયોગ પૂર્વક બોલવાથી ડબલ ન બોલાઇ જાય એની કાળજી રાખીને બોલવાથી મનની એકાગ્રતા થતી જાય છે અને એ મનની એકાગ્રતાથી ઉપયોગ બરાબર જળવાય છે અને એથી એ ક્રિયામાં આનંદ પેદા થતો જાય છે અને આથી ખરી વિધિ આખું પ્રતિક્રમણ પૂર્ણ થવા આવે અને શાંતિના કાઉસ્સગમાં અથવા શાંતિ બોલતા ડબલ વાર શબ્દો બોલાય તો આખું પ્રતિક્રમણ ફરીથી કરવાનું વિધાન કહેલું છે આજે એ થતું નથી માટે જ ક્રિયાની કિંમત-બહુમાન અને આદરભાવ વધતો નથી. (૨) ન્યૂન દોષ:- જે ક્રિયાના અનુષ્ઠાનો જે રીતે કરવાના હોય એનાથી ઓછા કરવા અથવા જે સૂત્રો બોલવાના હોય તે સૂત્રો બોલતા વચમાં વચમાં શબ્દો ઓછા બોલવા અથવા કાઉસ્સગ કરવામાં વચમાં વચમાં પદો રહી જાય, શબ્દો રહી જાય, શબ્દો ખોવાઇ જાય એ રીતે કાઉસ્સગ કરવા તે ન્યૂન દોષ કહેવાય છે. આથી એ નિશ્ચિત થાય છે કે જૈનશાસનની ક્રિયાની કેટલી મહત્તા કહેલી છે. એકાગ્રતાપૂર્વક અને ઉપયોગપૂર્વક ક્રિયા કરવામાં આવે તો કેટલા કર્મોનો ભુક્કો જીવ બોલાવી શકે છે. સકામ નિર્જરા કરીને થોકની થોક કર્મ નિર્જરા કરી શકે છે. પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે અને બંધાયેલા અશુભ કર્મોનો રસ તીવ્રરૂપે સત્તામાં રહેલો હોય તો તે મંદરસવાળો થાય છે. તેમજ જન્મ મરણની પરંપરા પણ જરૂરથી ઘટાડે છે. (૩) શન્ય દોષ :- મનની એકાગ્રતા રહિત વ્યગ્રચિત્તે ધર્મ આરાધના કરવી તે. ચંચળ મન રાખીને ઉતાવળ પૂર્વક ધર્મના અનુષ્ઠાનોનું સેવન કરવું તે શૂન્ય મન દોષ કહેવાય છે એટલે કે ક્રિયા કરવામાં મન ચોટે Page 32 of 75

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75