Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 51
________________ વિ અને મલ એમ બે શબ્દ છે. વિ = વિશેષે કરીને. મલ = બન્ને પ્રકારનો માલ એટલે કે શરીરનો મલ અને કર્મનો મલ. શરીરનો મલ અને કર્મમલ વિશેષે કરીને જેમના નાશ પામ્યા છે એમને વિમલ કહેવાય. બીજા અર્થમાં વિમલનાથ થવામાં વિશેષ કારણ સુમતિનાથ ભગવાનની જેમ એક દિકરો છે ને બે સ્ત્રીઓ છે. એમાં સાચી માતા કોણ છે એ ખબર પડતી ન હોવાથી માતા ગર્ભવતી થયા તે વખતે ગર્ભના. પ્રભાવથી કહ્યું કે દિકરો જન્મ પામ્યા પછી યુવાન ન થાય ત્યાં સુધી રાહ જુઓ દીકરો જુવાન થશે ત્યારે જવાબ આવશે આ જવાબથી જે સાચી માતા હતી તે દીકરા વગર એક મુહૂર્ત પણ રહી શકે તેમ નથી અને જે ખોટી માતા હતી તેણે કબુલ કર્યું આથી સાચું કોણ અને ખોટું કોણ એ જણાવાથી વિમલ બુધ્ધિ પેદા થઇ માટે ભગવાનનું નામ વિમલ રાખવામાં આવ્યું છે. (૧૪) અનંતનાથ ભગવાન અનંતજ્ઞાન, અનંત વીર્ય, અનંતબળ, અનંત શાશ્વત સુખ આદિ હોવાના કારણે અનંત કહેવાય. બીજા અર્થમાં માતાના ગર્ભમાં જિનનો આત્મા આવ્યા પછી માતાએ સ્વપ્નમાં રત્નનો જડેલો. મોટોહાર જોયો માટે ભગવાનનું નામ અનંત રાખવામાં આવ્યું છે. (૧૫) ધર્મનાથ ભગવાન ધર્મના દ્ય સ્વરૂપ રૂપ વગેરે ગુણના સમુદાયથી યુક્ત અને ધર્મનો ઉપદેશ આપનારા ભગવાન જ્યારે સાક્ષાત ધર્મરૂપે જ છે તે રૂપે જણાય તે ધર્મ કહેવાય છે. બીજા અર્થમાં ભગવાન માતાના ઉદરમાં હતા ત્યારે માતાને ધર્મને વિષે અધિક ઉત્સાહ પેદા થયો. માટે ભગવાનનું નામ ધર્મ રાખ્યું છે. (૧૬) શાંતિનાથ ભગવાન શાંતિ = પ્રશમ જેનું સ્વરૂપ પ્રશમ રૂપે છે તે શાંતિ કહેવાય છે. બીજા અર્થમાં ગજપુર નગરને વિષે કોઇ દેવનો મહા ઉપદ્રવ હતો અને ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સૂર્યોદય થતાની સાથે અંધકાર નાશ પામે એની જેમ દેવનો ઉપદ્રવ નાશ પામ્યો. (શાંત થઇ ગયો.) માટે શાંતિનાથ નામ રાખ્યું છે. (૧૭) કુંથુનાથ ભગવાન ભગવાનના માતા સ્વમમાં ઘરના આંગણે મહારત્નમય સ્તૂપને જોઇને જાગી ગયા માટે ભગવાનનું નામ કુંથું રાખવામાં આવ્યું છે. કુંથુ = સ્તુપ. (૧૮) અરનાથ ભગવાન અ અને ર એમ બે શબ્દો છે. અ = નિષેધાત્મક (નકરાત્મક રૂપે) ર = આપનાર Page 51 of 75

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75