Page #1
--------------------------------------------------------------------------
________________
આવશ્યક ક્રિયાના સૂત્રોનાં રહસ્યોનું વર્ણન મુનિ શ્રી નરવાહનવિજયજી
દરેક તીર્થંકરના કાળમાં તીર્થંકર પરમાત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય અને તે સમયે દેશના આપીને ગણધર ભગવંતને યોગ્ય જે આત્માઓ આવેલા હોય છે તે આત્માઓ દેશના પૂર્ણ થતાં જ સંયમની માગણી કરે છે. તીર્થંકર પરમાત્માઓ સંયમ આપે છે એ સંયમનો સ્વીકાર કરે કે તરત જ તત્વ જાણવાની જિજ્ઞાસા પેદા થાય છે અને તીર્થંકર પરમાત્માને ક્રમસર ત્રણ પ્રશ્નો કરે છે અને શ્રી તીર્થંકર પરમાત્માઓ ક્રમસ૨ ત્રણવાર જવાબ આપે છે. એ જવાબ સાંભળીને ચૌદ રાજલોકમાં રહેલા સઘળા પદાર્થોનું યથાર્થ રૂપે જ્ઞાન પેદા થાય છે અને તીર્થંકર પરમાત્મા તમોને થયેલું જ્ઞાન બરાબર છે એમ મહોર છાપ મારે છે અને અનુજ્ઞા આપે છે અને તે ગણધર ભગવંતોના આત્માઓ સૂત્ર રૂપે દ્વાદશાંગીની રચના કરે છે. તેજ સમયે પોતાના જીવનમાં રોજ ઉપયોગી ક્રિયા કરવામાં સહાયભૂત એવા સૂત્રોની રચના સૌ પ્રથમ કરે છે. શરીરને મુકીને સાધપણું લેવાતું નથી. શરીર સાથે રાખીને જ સાધુપણાનો સ્વીકાર થાય છે માટે શરીરથી જે જે ક્રિયાઓ થતી હોય જેમકે ચાલવાની, બેસવાની, ઉઠવાની તેવી રીતે વચન બોલવાની ને મનથી વિચારવાની ક્રિયાઓ થતી હોય તે ક્રિયાઓમાં અશુભયોગ રૂપે છદ્મસ્થ હોવાથી ઉપયોગ થી અથવા ઉપયોગ રહિતપણે એટલે કે જાણતા કે અજાણતા જે કાંઇ ક્રિયાઓ થતી હોય તે ક્રિયાઓથી પાછા ફરવા માટે આત્માને શુભયોગમાં જોડવા માટે જે જે સૂત્રોની જરૂર પડે તે સૂત્રોની રચના ગણધર ભગવંતો સૌ પ્રથમ કરે છે માટે તે સૂત્રોને અવશ્ય કરવા લાયક, શુભયોગની પ્રવૃત્તિને વિષે આત્મિક વિશુધ્ધિની સ્થિરતાની પ્રાપ્તિ માટે તેમાં ઉપયોગી બને તેવા સૂત્રોની જે રચના કરાય તેને આવશ્યક સૂત્રો કહેવાય છે.
ગણધર ભગવંતોએ સૂત્રોની રચના કરેલી હોવાથી દરેક સૂત્રો- એ સૂત્રોના અક્ષરો-એ સૂત્રોના શબ્દો મંત્રાક્ષર રૂપે ગણાય છે કારણ કે એ દરેક સૂત્રો-એના અક્ષરો અને એના શબ્દો દેવતાઓથી અધિષ્ઠિત થયેલા હોય છે. આ કારણોથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે-કાળ વેળાના ટાઇમ સિવાય એટલે કે જે કાળે જે સૂત્રો બોલવાના કહ્યા હોય એ કાળે જ એ સૂત્રો બોલી શકાય. એ કાળ સિવાય બીજા કાળે સૂત્રો બોલવામાં આવે એટલે કે જે કાળે સૂત્રા બોલવાના કહ્યા ન હોય એ કાળે બોલવામાં આવે તો એ સૂત્રોની ધારણા લાંબા કાળ સુધી રહી શકતી નથી અને એ સૂત્રો આત્માને વિષે પરિણામ પામી શકતા નથી અને કેટલીકવાર એવી રીતે સૂત્રો બોલતા કોઇ દેવતાઓ પસાર થતા હોય તો સૂત્રો બોલનારને વિઘ્ન પણ પેદા કરી શકે છે. માટે જે ટાઇમે જે સૂત્રો ગોખવાના કહ્યા હોય, બોલવાના કહ્યા હોય અને વિચારવાના કહ્યા હોય, એ સૂત્રોના શબ્દોનું ચિંતન કરવાનું કહ્યું હોય, એનાથી બીજા ટાઇમે એ સૂત્રો બોલી શકાતા નથી પણ એક અપવાદ જ્ઞાની ભગવંતોએ કહ્યો છે કે વિધિ અનુષ્ઠાન માટે જે જે સૂત્રોના ઉપયોગ થતો હોય તો તે સૂત્રો ગમે ત્યારે બોલી શકાય છે. એટલે કે વિધિના ઉપયોગમાં એ સૂત્રોનો ઉપયોગ કરી શકાય છે.
સૂર્યોદય પહેલાની બે ઘડીનો કાળ (અડતાલીશ મિનીટ) સૂર્યાસ્ત પછીની બે ઘડીનો કાળ અને મધ્યાન્હ
Page 1 of 75
Page #2
--------------------------------------------------------------------------
________________
કાળે પુરિમઠું પચ્ચખાણના સમયથી એક ઘડી આગળનો અને એક ઘડી પાછળનો કાળ એજ રીતે રાતના મધ્યાહ કાળથી એક ઘડી આગળ અને એક ઘડી પાછળનો કાળ એ કાળવેળા કહેવાય છે. એ કાળને વિષે સુત્રોનું ચિંતન વગેરે થઇ શકે નહિ એટલે કે ગોખી કે વિચારી શકાય નહિ પણ તેના અર્થનું ચિંતન કરી શકાય
નવકાર મંત્ર
(૧) મહાનિશિથ સૂત્રમાં નવકાર મંત્રને પંચમંગલ મહાશ્રુતસ્કંધ નામ કહેલું છે. (૨) અભયદેવ સૂરિ મહારાજાએ ભગવતી સૂત્રમાં પરમેષ્ઠિપંચક નામ કહેલું છે. (૩) કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશાસ્ત્રમાં પંચ પરમેષ્ઠિ નમસ્કાર નામ કહેલું
(૪) આચાર્ય ભગવંત હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ આવશ્યક ટીકામાં પંચ નમસ્કાર સૂત્ર કહેલું છે. (૫) આવશ્યક સૂત્રોની કથામાં નમક્કાર કહેલું છે. (૬) આચાર્ય ભગવંત જયસિંહસૂરિએ ધર્મોપદેશમાળામાં પંચ નમોક્કાર મહામંત નામ આપેલુ છે. (૭) લઘુ નમસ્કાર ફળને વિષે નવકાર નામ આપેલું છે. (૮) બૃહન્નમસ્કાર ફળને વિષે પંચ નમુક્કાર નામ આપેલું છે. (૯) શ્રાવક દિન કૃત્ય પ્રકરણમાં પરમેષ્ઠિ નમસ્કાર નામ આપેલું છે. (૧૦) કુલમંદન સૂરિએ વિચારામૃત સંગ્રહમાં નમસ્કાર નામ આપેલું છે. (૧૧) સજઝાયમાં મહામંત્ર નવકાર નામ આપેલું છે. (૧૨) લાભ કુશલસૂરિ ભગવંતે જે છંદો બનાવેલા છે તેમાં સિધ્ધમંત્ર તરીકે કહેલો છે.
આવી રીતે જુદા જુદા ગ્રંથોમાં મહાપુરૂષોએ નવકાર મંત્રનું બહુ માન અને આદર ભાવ આત્મિક ગુણોનું ઉત્થાન કરવા માટે સહાયભૂત થનાર નવકાર મંત્રને જુદી જુદી રીતે જણાવેલો છે.
નવકાર મંત્રના નવપદ છે અને અડસઠ અક્ષર થાય છે. એક એક અક્ષરની વિચારણા કરતા કરતા ધ્યાનરૂપે બનાવીને એ અક્ષરનું ગુંજન જેટલા લાંબા કાળ સુધી ચાલે તેમાં અશુભ ર્મો થોકના થોક નિર્જરાને પામે છે. જો એ જીવોના અંતરમાં ધ્યેય શુધ્ધિ હોય અને ધ્યેય શુધ્ધિની સાથે અત્યારે વર્તમાનમાં દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમભાવ પેદા કરવાની ભાવના રાખીને પ્રયત્ન કરવામાં આવે તો એ અડસઠ અક્ષરના કોઇપણ અક્ષરમાં
વિી શક્તિ રહેલી છે કે દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમભાવ પેદા કરાવીને સમકતની પ્રાપ્તિ કરાવ્યા વિના રહેતી નથી. એ સમકીત પેદા થયા પછી લાંબા કાળ સુધી સમકતને ટકાવવા માટે એ અડસઠ અક્ષરમાનો કોઇપણ અક્ષર જીવને સહાયભૂત થયા વિના રહેતો નથી.
જો વર્તમાનમાં આટલી શક્તિ નવકાર ધરાવતો હોય તો પછી સારાકાળમાં પહેલા સંઘયણના ઉદયકાળમાં મનુષ્યગતિને વિષે આઠ વર્ષની ઉપરની ઉંમરમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરાવીને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત થતી હોય તો તેમાં આશ્ચર્ય શું છે? આથી જ્ઞાની ભગવંતોએ જગતમાં રહેલી સઘળી વિદ્યાઓના શિરોમણી રૂપે નવકાર મંત્રને જ ઉત્તમ વિદ્યા કહેલી છે. એવી જ
Page 2 of 75
Page #3
--------------------------------------------------------------------------
________________
રીતે જગતમાં રહેલા સઘળાય મંત્રો, એ મંત્રોનો શિરોમણિ નવકાર મંત્ર ગણાય છે. તેમજ જગતમાં રહેલા જેટલા તંત્રો છે તે સઘળાય તંત્રોનો શિરોમણિ નવકાર તંત્ર ગણાય છે. વિદ્યા મત્ર અને તંત્રમાં શ્રેષ્ઠ કોટિમાં નવકાર મંત્ર છે.
નવકાર મંત્ર ગણતા શું વિચારણા કરવી ? (રાખવી)
૧. બહારગામ જવા નીકળતા નવકાર મંત્ર ગણીને નીકળવાનું કારણ જીંદગીભર સુધી બહારગામ જવાનું બંધ થાય એ છે.
૨. જે સ્થાને નિર્વિઘ્ને પહોંચ્યા પછી એ સ્થાનમાં સાવધ પ્રવૃત્તિ કરતા રાગાદિ પરિણામની મંદતા થાય તે માટે નવકાર મંત્ર ગણી શકાય એટલે કે ઓફીસે જતાં, ઓફીસ ખોલતા, ઓફીસમાં ભગવાનનો દીવો કરતા, ઓફીસમાં સાવદ્ય વ્યાપારનું કામકાજ કરતા પાપ પ્રવૃત્તિ પાપરૂપે લાગ્યા કરે અને એ પાપની પ્રવૃત્તિથી છૂટવાની તાકાત આવે, એ પાપની પ્રવૃત્તિ છોડવાની ભાવના લાંબાકાળ સુધી ટકી રહે એ માટે નવકાર મંત્ર ગણી શકાય. ૩. જેટલો ટાઇમ ઘરમાં રહે ત્યાં સુધી પુણ્યથી મળેલા અનુકૂળ પદાર્થોમાં રાગાદિ પરિણામ મંદ થયા કરે એટલે કે રાગાદિ પરિણામ પજવે નહિ અને વૈરાગ્યભાવ પેદા કરવામાં સહાયભૂત થાય એ માટે નવકાર મંત્ર ગણી શકાય.
૪. રાતના સુતા પહેલા પંચ પરમેષ્ઠિને યાદ કરીને સુવાની પ્રવૃત્તિ કરતા રાતના કોઇ ખરાબ સ્વપ્ર આવે નહિ, ઉંઘમાં પણ આત્મિક ગુણની વિચારણાઓ ચાલ્યા કરે એ માટે નવકાર ગણી શકાય.
૫. ઉંઘમાંથી ઉઠતી વખતે સૌથી પહેલા પંચ પરમેષ્ઠિને યાદ કરતા સંસારના અનુકૂળ પદાર્થો જેમણે ત્યાગ કર્યા છે એમને યાદ કરવાથી જ્યાં સુધી સુવા માટે ફરીથી ન આવું ત્યાં સુધી એ પદાર્થોને છોડવાની બુધ્ધિ અંતરમાં સતત ચાલ્યા કરે એ માટે નવકાર મંત્ર ગણી શકાય.
૬. અનુકૂળ પદાર્થો પુણ્યના ઉદયથી મળેલા છે એને વધારવામાં, ટકાવવામાં, સાચવવામાં જે કાંઇ વિઘ્નો આવે અને ધાર્યા મુજબની સફળતા ન મલતી હોય તો સમાધિભાવ ટક્યો રહે એ માટે નવકાર મંત્ર ગણી શકાય પણ વિઘ્નો દૂર કરવા માટે ગણાય નહિ.
૭. લગ્નની ક્રિયા એ પાપ ક્રિયા છે. દિકરા-દિકરીએ સંયમનો સ્વીકાર ન કર્યો માટે પાપની ક્રિયાથી સંસારમાં ખીલે બાંધવા પડે છે. ખીલે બંધાયા પછી પોતાનું જીવન સંયમવાળું બનાવી ને સારી રીતે જીવે એ રીતે એનામાં જીવન જીવવાની શક્તિ આવે એ માટે નવકાર મંત્ર ગણી શકાય.
૮. ઘરમાંથી કોઇ મરણ પામીને સ્વર્ગલોકમાં જાય તો તે વખતે આત્મામાં રાગાદિ પરિણામથી અતિ શોક પેદા ન થાય અને જીવને સમાધિમાં ટકાવી રાખવા અને જે આત્મા ચાલ્યો ગયો છ એના ગુણોનું સ્મરણ ચાલ્યા કરે અને એવા ગુણો મારામાં જલ્દી પેદા થાય એ હેતુથી નવકાર મંત્ર ગણી શકાય.
૯. જે આત્મા છેલ્લી ઘડીએ રહેલો હોય એને નવકાર મંત્રનું સ્મરણ કરાવવાનું કારણ એ છે કે શરીરની વેદના ભુલી જઇને નવકારના શબ્દોમાં એકાગ્ર થાય કે જેના કારણે આયુષ્ય ન બંધાયુ હોય તો અને આ સ્થિતિમાં બંધાવાનું હોય તો સદ્ગતિનું બંધાય એટલે કે નવકાર મંત્રના શબ્દો સાંભળતા સાંભળતા એકાગ્રતા આવી જાય તો સદ્ગતિનું આયુષ્ય બંધાય છે અથવા જીવ બાંધી શકે છે અને કદાચ એ પહેલા અશુભ આયુષ્ય
Page 3 of 75
Page #4
--------------------------------------------------------------------------
________________
બંધાઇ ગયું તો દુઃખ વેઠવામાં, દુઃખમાં સમાધિભાવ ટકાવી રાખવામાં એ નવકાર મંત્રની એકાગ્રતા સહાયભૂત થાય છે માટે નવકાર મંત્ર સંભળાવાય છે.
૧૦.જયારે બાળકનો જન્મ થાય તે વખતે મારે ત્યાં આવેલો આત્મા પોતાના આત્માનું કલ્યાણ કરતો કરતો મારા આત્માનું કલ્યાણ કરવામાં સહાયભૂત થાય એટલે કે પોતે ભગવાનના શાસનન પામે અને અમને પણ પમાડે તે માટે નવકાર મંત્ર કાનમાં સંભળાવાય છે.
આ રીતે નવકાર મંત્ર ગણવાથી-સાંભળવાથી ને સંભળાવવાથી જીવ જો કર્મની લઘુતા લઈને આવ્યો હોય તો એ જીવની યોગ્યતા પેદા કરવામાં, યોગ્યતાને વધારવામાં સહાયભૂત થતો જાય છે અને આ રીતે યોગ્યતા પેદા કરતા કરતો મન, વચન, કાયાના યોગના વ્યાપારથી સત્વ પેદા કરીને દર્શન મોહનીય કર્મ નબળુ પાડતો જાય છે અને એ કર્મનો ક્ષયોપશમ ભાવ જલ્દીથી પ્રાપ્ત થાય એ શક્તિ પ્રાપ્ત કરવામાં આ નવકામંત્ર સહાયભૂત થતો જાય છે.
નવકાર મંત્રનો મહિમા, પ્રવચનસારોદ્ધારની ટીકામાં મહાપુરૂષો જણાવે છે કે - (૧) નવકાર મંત્ર સર્વમંત્ર રત્નોની ઉત્પત્તિનું મૂળ સ્થાન છે. (૨) સર્વ ઇચ્છિત પદાર્થોને પૂર્ણ કરવા માટે અદ્વિતીય કલ્પવૃક્ષ છે.
(૩) વિષ = ઝેર-વિષધર - શાકિની, ડાકિની, યાકિની આદિ ઉપદ્રવોનો નિગ્રહ કરનાર = નાશ કરનાર છે.
(૪) સકલ જગતનું વશીકરણ કરવા માટે આવ્યભિચારી છે. અવ્યભિચારી = સાચું. (૫) પ્રૌઢ પ્રભાવ સંપન્ન નવકાર મંત્ર છે.
(૬) ચૌદ પૂર્વના રહસ્યભૂત શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારનો મહિમા ત્રણે જગતને વિષે સર્વકાળ માટે સૌથી શ્રેષ્ઠ અને અતિ અદ્ભુત છે. આ છ એ પ્રકારના વિશેષણોને સિધ્ધાંતના જાણકાર મહાપુરૂષો નિર્વિવાદપણે જાણે છે, માને છે અને સ્વીકારે છે.
નવકાર મંત્રના વિશેષણો
પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ પંચપરમેષ્ઠિ ગીતામાં (ગીતા = ગાયન) અલંકારીક શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતા કહ્યું છે કે
(૧) પર્વતોમાં જેમ મેરૂપર્વત છે એમ સઘળાય મંત્રમાં એક નવકાર મંત્ર શ્રેષ્ઠ છે. (૨) વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ. (૩) સુગંધમાં જેમ ચંદન. (૪) વનમાં જેમ નંદન. (૫) મૃગમાં (હરણમાં) જેમ મૃગપતિ = સિંહ. (૬) ખગમાં (પક્ષીમાં) જેમ ખગપતિ = ગરૂડ. (૭) તારામાં જેમ ચંદ્ર. (૮) નદીઓમાં જેમ ગંગા.
Page 4 of 75
Page #5
--------------------------------------------------------------------------
________________
(૯) રૂપવાનમાં જેમ અનંગ = કામદેવ. (૧૦) દેવોમાં જેમ ઇન્દ્ર.
(૧૧) સમુદ્રમાં જેમ સ્વયભૂરમણ સમુદ્ર. (૧૨) સુભટોમાં જેમ ત્રિખંડાધિપતિ = વાસુદેવ.
(૧૩) નાગમાં જેમ શેષનાગ અથવા નાગરાજ.
(૧૪) શબ્દમાં જેમ ગર્જના એટલે કે અષાઢી મેઘની ગર્જના.
(૧૫) રસમાં જેમ ઇક્ષુરસ (શેરડીનો રસ).
(૧૬) ફુલમાં જેમ કમળ.
(૧૭) ઔષધિઓમાં જેમ અમૃત.
(૧૮) રાજાઓમાં જેમ રામચન્દ્ર. (૧૯) સત્યવાદીઓમાં જેમ યુધિષ્ઠિર. (૨૦) ધીરતામાં જેમ ધ્રુવ એટલે નિષ્મકંપ. (૨૧) માંગલિક વસ્તુઓમાં જેમ ધર્મ. (૨૨) સામુદાયિક સુખમાં જેમ સુ સંપ. (૨૩) ધર્મમાં જેમ દયાધર્મ.
(૨૪) વ્રતમાં જેમ બ્રહ્મચર્ય.
(૨૫) દાનમાં જેમ અભયદાન. (૨૬) તપમાં જેમ સત્ય.
(૨૭) રત્નમાં જેમ હીરો (વ્રજરત્ન).
(૨૮) મનુષ્યોમાં જેમ નિરોગી મનુષ્ય.
(૨૯) શીતલતામાં જેમ હીમ.
(૩૦) ધીરતામાં જેમ વ્રતધારી (વ્રત અખંડ રીતે પાળે).
તેમ સર્વ મંત્રોમાં શ્રી નવકાર મંત્ર એ સારભૂત અને શ્રેષ્ઠ છે. એના સઘળાય ઉપકાર હજાર મુખથી પણ કહી શકાય એવા અથવા વર્ણવી શકાય એવા નથી.
નવકાર મંત્ર ગણતા ઉપકાર બુધ્ધિનો સંચાર થાય છે.
(૧) નમો અરિહંતાણં :
નમો અરિહંતાણંનું ધ્યાન ધરતાં જીવને પોતાના આત્માનું કલ્યાણ કરવાનું લક્ષ્ય પેદા થવા સાથે માર્ગે ચઢાવવા માટેનો રસ્તો હાથમાં આવે છે. એ રસ્તે ચઢવા માટે જેમ અનાદિકાળથી મનુષ્ય જન્મને પામીને ઉપકારી પ્રત્યે ઉપકારની બુધ્ધિ પેદા કરે છે અને જ્યારે રસ્તો હાથમાં આવે છે ત્યારે અપકારી પ્રત્યે પણ ઉપકાર કરવાની બુધ્ધિ અંતરમાં પેદા થતી જાય છે અને પોતાની શક્તિ મુજબ અપકારી જીવોને દુશ્મન ગણવાને બદલે ઉપકારી ગણીને અહોભાવ પેદા કરતો જાય છે આનેજ ભગવાનના શાસનનો માર્ગ કહેવાય છે.
Page 5 of 75
Page #6
--------------------------------------------------------------------------
________________
આ માર્ગની પ્રાપ્તિ નમો અરિહંતાણં પદને જાણતા એને માનતા અને એનો સ્વીકાર કરતાં અંતરની સ્થિરતા મજબુત થતી જાય છે. આ ગુણને આપનારા અરિહંત પરમાત્મા હોવાથી એટલે કે પેદા કરાવનારા હોવાથી અરિહંત પરમાત્માઓ ઉપકારી ગણાય છે. (૨) નમો સિધ્ધાણં -
નમો સિધ્ધાણં પદનો જાપ કરતા એ પદનું ધ્યાન ધરતા ધરતા વિનાશી એવા અનુકૂળ પદાર્થો, એ પદાર્થોનું જે સુખ વિનાશ પામવાવાળું જ છે, અવિનાશી રૂપે કાયમ રહેવાવાળું નથી જ માટે વિનાશી પદાર્થોનું સુખ વિનાશી રૂપે જ છે, એવી બુધ્ધિની સ્થિરતા અંતરમાં પેદા થતી જાય છે અને એનાથી પ્રતિપક્ષી અવિનાશી સુખ દુનિયામાં છે અને તે મારા આત્મામાં રહેલું છે આવી બુધ્ધિ પેદા થતાં થતાં આંશિક અનુભૂતિ અને સ્થિરતા પેદા થતી જાય છે એને જ અવિનાશી ગુણ કહેવાય છે. જ્યાં સુધી વિનાશી પદાર્થોનું સુખ વિનાશી રૂપે લાગે નહિ ત્યાં સુધી અવિનાશી સુખ જગતમાં છે એવી બુધ્ધિ મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય જીવને પેદા થવા દેતી નથી. અવિનાશી સુખની આંશિક અનુભૂતિમાં એટલી શક્તિ રહેલી છે કે નરકમાં રહેલા જીવોને નરકના દુ:ખમાં અને તિર્યંચમાં રહેલા જીવોને તિર્યચપણાના દુ:ખમાં સમાધિભાવ પેદા કરાવે છે તેમજ મનુષ્યોને મનુષ્યોના સુખમાં દેવલોકમાં રહેલા દેવોને દેવોના સુખમાં વૈરાગ્યભાવની સ્થિરતા પેદા કરાવે છે. (૩) નમો આયરિયાણં -
નમો આયરિયાણં પદના ધ્યાનથી જીવોને આચાર શુધ્ધિ પેદા થતી જાય છે. આચાર શુધ્ધિ એટલે સત્ પદાર્થોને સત્ પદાર્થો રૂપે અને અસત્ પદાર્થોને અસત્ પદાર્થો રૂપે ઓળખાણ પેદા કરાવીને સત્ પદાર્થોનું શક્તિ મુજબનું આચરણ પેદા કરાવે તેને આચાર શુધ્ધિ કહેવાય છે.
- જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર આ પાંચ આચારનું સંપૂર્ણ આચરણ અથવા આંશિક આચરણ તે સત્ આચરણ કહેવાય છે.
એ પાંચ આચારથી વિપરીત આચરણ જેમકે ઘરે જવું, ધાતુના વાસણ એટલે પાત્રમાં ભોજન કરવું એ વગેરે અસતુ આચરણ કહેવાય છે. (૪) નમો ઉવઝાયાણં -
નમો ઉવજઝાયાણં પદનું ધ્યાન કરતા કરતા વિનય ગુણની પ્રાપ્તિ થાય છે. વિનય એટલે વિશેષે કરીને આત્માને આત્મિક ગુણ તરફ લઈ જાય એને વિનય કહેવાય છે. આ વિનય ગુણ પેદા કરીને જે જ્ઞાન ભણવામાં આવે તે જ્ઞાન આત્મામાં પરિણામ પામતું જાય છે અને વિનય વગરનું જ્ઞાન આત્માને પંડિત બનાવે પણ જ્ઞાન પરિણામ પામે નહિ. (૫) નમો લોએ સવ્વસાહૂણં -
નમો લોએ સવ્વસાહૂણં પદનો જાપ કરતા કરતા આત્મામાં સહાય કરવાનો ગુણ પેદા થતો જાય છે.
Page 6 of 75
Page #7
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગમાં દાખલ થયેલા જીવાને અથવા મોક્ષમાર્ગમાં દાખલ કરવામાં જીવોને સહાય કરી કરીને મોક્ષમાર્ગમાં આગળ વધારવા, વધેલાને સ્થિર કરવા અને એમ કરતાં કરતાં આત્મિક ગુણોમાં સ્થિરતા પેદા કરવા, સહાય કરવાનું મન થાય. સહાય કરતો જાય તે આ જાપનો ગુણ કહેવાય છે અને એ સહાયથી પોતે પણ મોક્ષમાર્ગમા આગળ વધતો વધતો મોક્ષે પહોંચી જાય છે.
આ રીતે પાંચે પદોથી અથવા પાંચ પદોમાંથી કોઇપણ એક પદના ધ્યાનથી એટલે કે ભાવપૂર્વક મન-વચન-કાયાના યોગના વ્યાપારપૂર્વક નમસ્કાર કરવામાં આવે તો હજારો ભવો સુધી દુઃખ ભોગવવા લાયક કર્મો બાંધેલા હોય એ જો નિકાચીત રૂપે થયેલા ન હોય તો નાશ પામે છે. એટલે કે હજારો ભવો ભટકવાનું બાકી હતું તેનાથી મુક્ત થવાય છે અને જીવને સમકીતની પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત થાય છે અને જો સારો કાળ હોય, લઘુકર્મી આત્મા હોય તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવીને ભવનો નાશ કરાવવામાં સહાયભૂત થાય છે.
આથી જ્ઞાની ભગવંતો કહે છે કે ધર્મની તાકાત કેટલી છે ? કોઇ જીવે ક્રુર અને ઘાતકી પરિણામવાળા સિંહ, વાઘ આદિ તિર્યંચનું પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધ્યું હોય અને તે નિકાચીત ન હોય તો એ એકાગ્ર ચિત્તે કરેલી આરાધના એ આયુષ્યને ઓછું કરતા કરતા એક અંતર્મુહૂર્તનું કરી શકે છે અર્થાત્ થાય છે. આથી એ સમજવાનું છે કે એ જીવ પૂર્વક્રોડ વરસના આયુષ્ય રૂપે ઉત્પન્ન થઇ ક્રુર અને ઘાતકી પરિણામોથી પાપ બાંધતો બાંધતો પોતાનો સંસાર સંખ્યાતા ભવોનો અસંખ્યાતા ભવોનો કે અનંતા ભવોનો વધારીને દુઃખ દુઃખ અને દુઃખ જ પામવાનો હતો એના બદલે એ બધા કર્મોના બંધથી અટકી જઇને એક અંતર્મુહૂર્તમાં જ એ તિર્યંચપણામાંથી મનુષ્યપણું પામી શકે એવો પરિમિત સંસાર એકાગ્રચિત્તે કરેલો ધર્મ જીવને કરાવી શકે છે. આટલી શક્તિ વર્તમાનમાં મળેલા ધર્મની છે એમ જ્ઞાની ભગવંતો કહે છે.
પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ નમસ્કાર મંત્રની ગીતામાં કહ્યું છે કે – જેનું ચિત્ત પાંચ પરમેષ્ઠિ પદમાંથી કોઇપણ પદથી વાસિત થયેલું હોય એટલે કે ઓતપ્રોત બનેલું હોય તેનું જીવન ધન્ય બનતું જાય છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધતો બાંધતો ઉદયમાં લાવીને ભોગવતો જાય છે અને એ સુખના કાળમાં જીવતો હોવા છતાંય એ સુખની સામગ્રી આર્તધ્યાન પેદા કરાવતી નથી અને આથી જ એ સુખની સામગ્રી દુર્ગતિમાં લઇ જનારી બનતી નથી. તથા સુકૃતની પ્રાપ્તિ કરતો કરતો એ જીવ સંસારનો ક્ષય જેમ બને તેમ જલ્દી થાય એ રીતે પ્રયત્ન કરતો જાય છે.
જ્ઞાનીઓએ નવકાર મંત્રને જાંગુલીમંત્ર તરીકે કહેલો છે એ જેની પાસે હોય એને મોહરાજા રાગ દ્વેષના ઉછાળા પેદા કરાવી શકે નહિ.
આચાર્ય ભગવંત હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે સિધ્ધયોગી એવા અરિહંત પરમાત્માઓ-ગણધર આદિ મહારાજાઓ યોગ એવા બે અક્ષરો પણ વિધાનપૂર્વક સાંભળનાર આત્માને અત્યંત પાપના ક્ષય માટે થાય છે એમ કહે છે.
આ બે અક્ષરો પાપના ક્ષય માટે થતાં હોય તો પંચ નમસ્કાર આદિ અનેક અક્ષરો માટે તો કહેવું જ શું ? (૧) શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારના સાચા અધિકારી શ્રધ્ધા- સંવેગ આદિ ગુણોથી યુક્ત હોય એવા પુરૂષ
રત્નો કહેલા છે.
(૨) ભદ્રક પરિણામી એટલે સરલ સ્વભાવી જીવો કહેલા છે.
Page 7 of 75
Page #8
--------------------------------------------------------------------------
________________
(૩) શ્રાવક અને શ્રાવિકા ઉપધાન આદિ તપ કરવા પૂર્વક યોગ્ય ગણાય છે. (૪) સાધુ ભગવંતો મહાનિશિથ આદિ સૂત્રોના યોગ કરનારા સંયમી કહેલા છે.
આ રીતે પાંચ પરમેષ્ઠિમાંથી કોઇપણ પરમેષ્ઠિને નમસ્કાર કરવાથી ચાર ઘાતી કર્મોનો ક્ષયોપશમભાવ પેદા કરવામાં સહાયભૂત થાય છે. જ્ઞાન, અજ્ઞાન રૂપે કામ કરતુ હતુ તેના બદલે જ્ઞાન રૂપે પરિણાવવામાં સહાયભૂત થાય છે. ઇન્દ્રિયો અપ્રશસ્ત રૂપે કામ કરતી હતી તે પ્રશસ્ત રૂપે ઉપયોગી થાય છે. મિથ્યાત્વની મંદતા થતાં અવિવેક નાશ પામે છે. વિવેક ચક્ષુ પેદા થતી જાય છે અને એ વિવેકમાં સ્થિરતા પેદા કરાવે છે તથા મન, વચન, કાયાના યોગો અશુભ રૂપે કામ કરતા હતા તે શુભ રૂપે કામ કરવામાં સહાયભૂત થાય છે. આથી આત્મિક ગુણોના વિકાસમાં સહજ રીતે જીવ આગળ વધતો જાય છે. આ નવકારનું પ્રત્યક્ષ ફળ કહેવાય છે અને પરોક્ષ ફળ મોક્ષની પ્રાપ્તિ કહેલી છે. એટલે કે જ્યાં સુધી મોક્ષે ન જાય ત્યાં સુધી સદ્ગતિની પ્રાપ્તિ અને પરંપરાએ સિદ્ધિગતિ પેદા કરાવે છે. એ પરોક્ષ ફળ કહેવાય છે.
નવકાર મંત્ર બે રીતે ગણી શકાય. (૧) અનાદિ કાળના સ્વભાવને બદલવા માટે નવકાર ગણી શકાય. (૨) અનાદિ કાળના સ્વભાવને એવોને એવો રાખીને પણ નવકાર ગણી શકાય છે.
નવકાર મંત્ર ગણવો જેટલો હેલો છે એના બદલે એ ગણતા ગણતા અનાદિનો સ્વભાવ બદલવા પ્રયત્ન કરવો એ બહુ અઘરો છે.
અનુકૂળ પદાર્થોના સુખનો રસ જીવને અનાદિ કાળનો છે. જ્યારે ધર્મનો રસ જીવને પુરૂષાર્થથી પેદા કરવાનો છે.
મમતા પૂર્વકની સમતામાં જીવોનો સ્વાર્થ રહેલો હોય છે. મમતા જાય ત્યારે જ જીવને સાચી સમતા આવે.
મમતાને આધીન થઇને ગણાતો નવકાર એ નવકાર મંત્ર પામવાની દુર્લભતા પેદા કરાવે છે.
મમત્વ ભાવ, દર્શન મોહનીય કર્મના ઉદયથી પેદા થાય છે. સમત્વ (સમતા) ભાવ દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમ ભાવથી પેદા થાય છે.
દુઃખમાં દીન ન બનવા દે અને સુખમાં લીન ન બનવા દે એ નવકાર મંત્રનું પ્રત્યક્ષ ફળ કહેલું છે. નવકાર મંત્ર મમતાથી ગણો છો ? કે સમતાથી ગણો છો ? એનું રોજ આત્મામાં નિરીક્ષણ કરો.
નવકાર મંત્ર બોલો અને સુખની લીનતા તૂટવી જ જોઇએ. એજ પ્રત્યક્ષ ફળ કહ્યું છે. જેટલે અંશે સુખની લીનતા તૂટે એટલે અંશે વૈરાગ્ય ભાવ પેદા થાય જ એ પ્રત્યક્ષ ફળ કહેવાય.
આથી એ નિશ્ચિત થાય છે કે અનંતી પુણ્ય રાશિથી જે નવકાર મંત્ર પ્રાપ્ત થયો છે અને પરિણામ પમાડવા માટે રોજ બોલતા બોલતા ગણતા ગણતા એનું ધ્યાન ધરતા ધરતા સુખની લીનતા ઓછી થતી જાય છે કે નહિ? એ જોતા જવાનું છે. પાપના ઉદયથી દુઃખ આવે અથવા દુઃખ આવવાનું છે એમ ખબર પડે તો નવકાર ગણતા ગણતા એની દીનતા ઓછી થાય છે કે નહિ અને આવેલા દુઃખમાં સમાધિ ભાવ ટકે છે કે નહિ એ રોજ જોતા જવાનું છે તો પામેલા નવકારને પરિણામ પમાડી રહેલા છીએ એનો આનંદ પેદા થતો જશે આને જ જ્ઞાની ભગવંતોએ પ્રત્યક્ષ ફળ રૂપે નવકાર મંત્ર કહેલો છે.
Page 8 of 75
Page #9
--------------------------------------------------------------------------
________________
પંચિંગ સૂત્ર
આ સૂત્રને વિષે ગુરૂ ભગવંતોના એટલે કે આચાર્ય ભગવંતોના છત્રીશ ગુણોનું વર્ણન આવે છે. સામાન્ય રીતે અહીં છત્રીશ ગુણોના નામો જણાવેલ છે. બાકી તો વિસ્તારથી આચાર્ય ભગવંતોના છત્રીસ Xછત્રીશ = બારસો અને છ ગુણો થાય છે. એમાંના કોઇપણ છત્રીશ ગુણોથી યુક્ત હોય તે આચાર્ય કહેવાય છે. અહીં આ સૂત્રમાં જે છત્રીશ ગુણો જણાવેલા છે તેના સાત વિભાગ પાડવામાં આવેલા છે.
(૧) પાંચ ઇન્દ્રિયોનો સંવર. (૨) નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ = નવવાડ. (૩) ચાર કષાયથી મુક્ત થયેલા.
આ અઢાર ગુણો પુરૂષાર્થથી પેદા કરવાના હોય છે અને આ અઢાર આત્મિક ગુણને પેદા કરવામાં, પેદા થયેલા ગુણોને વિકસાવવામાં, એ ગુણોને વિશે સ્થિરતા પેદા કરવા અને સંપૂર્ણ આત્મિક ગુણોને પેદા કરવામાં સહાયભૂત થાય છે માટે એનો ગુણો રૂપે વિભાગ પાડવામાં આવ્યો છે.
(૪) પાંચ મહાવ્રતનું પાલન. (૫) જ્ઞાનાચાર આદિ પાંચ આચારનું પાલન કરવામાં સમર્થ જોઇએ. (૬) પાંચ સમિતિનું પાલન અને (૭) ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત પણે રહેલા.
આ અઢાર વ્રતરૂપે કહેવાય છે. ગુણ અને વ્રત બન્ને ભેગા થવાથી જ્ઞાન અને સંયમ બન્ને આવી જાય છે. જ્યાં સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્ર હોય ત્યાં અવશ્ય સમ્યગુદર્શન હોય જ છે આથી એ છત્રીશ ગુણો કહેવાય
આ સૂત્રમાં છત્રીશ ગુણોના સાત વિભાગ પાડેલા છે તે સાત વિભાગના નામમાંથી કોઇપણ નામ આ સૂત્રનું રાખી શકાય છે પણ પહેલો વિભાગ પાંચ ઇન્દ્રિયોનો સંવર હોવાથી અહિ પંચિંદિય સૂત્ર નામ રાખેલું છે.
જેમકે બ્રહ્મચર્ય ગુણિ સૂત્ર, કષાય મુક્ત સૂત્ર, મહાવ્રત સૂત્ર, આચાર સૂત્ર, સમિતિ સૂત્ર અને ગુપ્ત સૂત્ર એમ બાકીના છ નામો થઇ શકે છે. પણ પહેલું પદ સંવરનું હોવાથી સંવર સુત્ર પણ કહેવાય છતાં પણ પંચિંદિ પદ પહેલું હોવાથી અહીં પંચિંદિય સૂત્ર તરીકે નામ કહેલ છે.
અનાદિ કાળથી જગતને વિષે પરિભ્રમણ કરતા જીવો અનુકૂળ પદાર્થોને મેળવવા માટે પાંચ ઇન્દ્રિયોને આધીન થઇને, અનુકૂળ પદાર્થોની સાથે ઇન્દ્રિયોને જોડીને, પ્રતિકૂળ પદાર્થોને વિષેથી ઇન્દ્રિયોને પાછી ખસેડીને દુઃખી થતો જાય છે. તેમ એ જીવોને ખબર પડે કે ઇન્દ્રિયોનો સંવર કરીને જીવન જીવતા જીવતા અનુકૂળ પદાર્થો સારા પ્રાપ્ત થઈ શકે છે એટલે કે દુનિયાના સારા અનુકૂળ પદાર્થો જોઇતા હોય તો ઇન્દ્રિયોનો સંવર કરીને સારી રીતે જીવન જીવીએ તો જરૂર મળી શકે છે એમ ખબર પડે, શ્રધ્ધા પેદા થાય તો તે અનુકૂળ પદાર્થોને મેલવવાના હેતુથી પાંચ ઇન્દ્રિયોનો સંવર કરીને સારી રીતે જીવન જીવે છે પણ એનાથી આત્માને શું થાય છે એ ખબર ન હોવાથી એવા સંવરના જીવનથી જીવો પોતાનો સંસાર વધારી દુઃખ દુઃખ અને દુઃખને પામે છે પણ એમાં એટલું વિશેષ છે કે ઇન્દ્રિયોનો સંવર કરનો જીવન જીવ્યો છે માટે એક ભવ દેવલોકના સુખોનો પ્રાપ્ત થાય છે અને એ
Page 9 of 75
Page #10
--------------------------------------------------------------------------
________________
દેવલોકના સુખોને પ્રાપ્ત કરે તો તે ભવમાં પણ મળેલા સુખોને સુખરૂપે ભોગવી શકતો નથી કારણ કે એ મેળવવાના હેતુથી સંવર કરેલો માટે દેવલોકના સુખો મળતાની સાથે બીજાને એ સુખો મળેલા જુએ છે અને અધિક પણ મળેલા જુએ છે એટલે તરત જ અંતરમાં ઇર્ષ્યા ભાવના વિચારો પેદા થતા જાય છે. મેં મહેનત કરેલી એ મહેનતના ફળ સ્વરૂપે મને સુખો મલ્યા તો આને શાથી મલ્યા? એને મલવા જોઇએ જ નહિ ઇત્યાદિ અનેક પ્રકારના ઇર્ષાના વિચારો કરીને એ સુખોને ભોગવે છે, સાચવે છે, ટકાવે છે અને એનાથી દુર્ગતિમાં જવા લાયક કર્મો બાંધતો જાય છે અને આવા જીવો દેવલોકમાંથી તિર્યંચમાં અથવા અનાર્ય ક્ષેત્રવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થઇ અનેક પ્રકારના પાપ કર્મોને કરીને નરકાદિ દુર્ગતિમાં ભટકવા ચાલ્યા જાય છે. આથી અનુકૂળ પદાર્થોના અર્થિપણા રૂપે ઇન્દ્રિયોની સંવરતા કરવાનો પ્રયત્ન જીવ અનાદિ કાળથી કરતો આવ્યો છે એટલે ઇન્દ્રિયોનું સંવરપણું કરવું એ ક્રિયા રૂપે જીવને અનાદિ કાળનો સંસ્કાર પડેલો જ છે એ સંસ્કાર મનુષ્યપણાને પામે અને ધર્મક્રિયા કરતા કરતા એ સંસ્કાર તાજો થાય અને સંવર કરતો થાય એમાં કોઈ આશ્ચર્ય નથી. આ અનાદિનો સંવરનો સંસ્કાર એ મનુષ્યપણામાં જ્યારે જીવ પુરૂષાર્થ કરીને સંયમનો સ્વીકાર કરે ત્યારે ઉદયમાં આવે અને સંવરને પ્રાપ્ત થઇ નિરતિચાર ચારિત્રનું પાલન કરાવો દેવલોકમાં મોકલે આ રીતે જીવો અનંતીવાર મનુષ્ય જન્મ પામીને અનંતીવાર સંવરને કરી ચુક્યો છે છતાંય સંસાર ઘટતો નથી. ઉપરથી જન્મ મરણની પરંપરા વધતી જાય છે માટે એ સંવર ઔદયિક ભાવવાળો હોવાથી પાપાનુબંધી પુણ્ય બંધાવી-અકામ નિર્જરા કરાવી જન્મ મરણની પરંપરા વધારનારો કહેવાય છે.
જયારે જીવ પોતે મનુષ્ય જન્મ પામીને પુરૂષાર્થ કરતા કરતા લઘુકર્મી બને અને ગ્રંથીદેશે આવી પોતાના આત્મામાં રહેલી ગ્રંથીને ઓળખવાની ઇચ્છા કરે ત્યારે એ લઘુકર્મી બની શકે છે. ગ્રંથી એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ વૈષ કે જે આ પરિણામ જ્ઞાનાવરણીય કર્મના - દર્શનાવરણીય કર્મના અને અંતરાય કર્મના ક્ષયોપશમભાવથી પુષ્ટ થતો જાય છે અને ગ્રંથી કહેવાય છે. એ ગ્રંથીના પરિણામ પોતાના આત્મામાં રહેલા છે તેને જોવાનું, જાણવાનું, ઓળખવાનું મન થાય. ઓળખીને પોતાના રાગાદિ પરિણામથી બચવાનું મન થાય ત્યારે જીવ લઘુકર્મી બને છે. જ્યાં સુધી પોતાના આત્માના પરિણામોને જોવાની, જાણવાની, ઓળખવાની ઈચ્છા પેદા ન થાય ત્યાં સુધી જીવ ભારે કમી કહેવાય છે.
આ રીતે પોતાના આત્માના રાગાદિ પરિણામોને ઓળખવાનો પ્રયત્ન કરતા જીવ પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયો અને તેના બસોને બાવન વિકારો એમાં જે અનુકૂળ હોય તેની સાથે ઇન્દ્રિયને જોડતા અને પ્રતિકૂળથી ઇન્દ્રિયોને પાછી ખસેડતા ગ્રંથી મજબુત બને છે અને સંસાર વધે છે મારે સંસાર વધારવો નથી એમ જાણીને ઇન્દ્રિયોનો સંયમ કરવાનો પ્રયત્ન કરે એટલે ઇન્દ્રિયોના કહ્યા મુજબ જીવન જીવવાનો પ્રયત્ન કરે નહિ તે સંવર કહેવાય છે.
આ રીતે સંવર કરવાનો પ્રયત્ન કરતો કરતો ઇન્દ્રિયોને પોતાને સ્વાધીન બનાવે તો એનાથી મિથ્યાત્વ મોહનીયની મંદતા થતી જાય છે અને એ મંદતા વધતી જાય તેમ સંવરની અનુભૂતિ પેદા થતી જાય છે. આથી ઇન્દ્રિયોના સંયમથી જીવને સંયમનો આસ્વાદ પેદા થતો જાય છે. આ રીતે પરિણામ પેદા કરતા કરતા ગ્રંથભેદ કરી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી તાકાત હોય તો સંયમનો સ્વીકાર કરે છે. જે સંયમ ભાવ ચારિત્ર રૂપે કહેવાય છે. આ રીતે કરેલો સંવર પુણ્યાનુબંધિ પુણ્ય બંધાવે છે, તત્કાલ ઉદયમાં આવે છે અને તે સંયમની સ્થિરતા એટલે ભાવ
Page 10 of 75
Page #11
--------------------------------------------------------------------------
________________
ચારિત્રની સ્થિરતા-એનો આસ્વાદ પેદા કરાવી એમાં સ્થિરતા લાવે છે અને એ જ સંવર સકામ નિર્જરા કરાવે છે તથા અશુભ કર્મો જે બંધાતા હોય છે તે મદરસે બંધાતા જાય છે અને જુના અશુભ કર્મો તીવ્રરસે બાંધેલા સત્તામાં રહેલા હોય તેને શિથિલ કરે છે. એટલે મંદ રસવાળા બનાવે છે. આવા પરિણામના કારણે જન્મ મરણની પરંપરાનો નાશ થતો જાય છે. આરીતે જો કોઇ નિકાચીત કર્મો પૂર્વે બાંધેલા ન હોય તો કેટલાક જીવો એકવારના ભાવ ચારિત્રથી, કેટલાક જીવો બે વારના ભાવ ચારિત્રથી અને એમ કરતા કરતા ઉત્કૃષ્ટથી કેટલાક જીવો સાત અથવા આઠ ભવના (વારના) ભાવ ચારિત્રથી સકલ કર્મોનો નાશ કરી મોશે પહોંચી જાય છે.
ભગવાન મહાવીરના આત્માને ભાવ ચારિત્ર પોતાના સ્થલ સત્તાવીશ ભવમાં કેટલીક વાર પ્રાપ્ત થયું ? (૧) મરીચિના ભવમાં ભાવ ચારિત્ર પ્રાપ્ત થયું અને હજારો વર્ષ સુધી પાલન કર્યું. (૨) સોળમા વિશ્વભૂતિના ભવમાં ભાવ ચારિત્ર પ્રાપ્ત થયું અને તે પણ હજારો વર્ષો સુધી પાલન કર્યું.
આ ભાવ ચારિત્રના પરિણામમાં જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પણ એવો પેદા કર્યો કે શ્રી આચારાંગ આદિ અગ્યાર અંગ ભણીને દેશના લબ્ધિ પેદા કરેલી છે. ગીતાર્થ બનેલા છે અને એકાકી વિહાર કરી શકે એવી યોગ્યતા પણ પ્રાપ્ત કરેલી છે.
ત્રીજીવાર પ્રિય મિત્ર ચક્રવર્તીપણાના ભાવમાં ભાવ ચારિત્રની પ્રાપ્તિ થયેલી છે અને હજારો વર્ષ સુધી પાલન કરેલું છે. ચોથીવાર નંદન ઋષિના ભવમાં ભાવ ચારિત્રની પ્રાપ્તિ કરી એક લાખ વરસ સુધી સંયમનું પાલન કરતા કરતા અગ્યાર અંગનો અભ્યાસ કરી યાવતુ જીવ સુધી માસખમણને પારણે મા ખમણ કરતા કરતા અગ્યાર લાખ એંશી હજાર છસો અને પીસ્તાલીશ માસ ખમણ કરી તીર્થંકર નામકર્મની નિકાચના કરી દેવલોકમાં ગયા અને પાંચમી વાર શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના ભવમાં ભાવ ચારિત્રની પ્રાપ્તિ કરી સકલ કર્મોનો એટલે ચાર ઘાતી કર્મોનો નાશ કરી તીર્થની સ્થાપના કરી જગતને વિષે તીર્થ મુકીને એટલે મોક્ષમાર્ગ મુકીને અઘાતી કર્મોનો નાશ કરી મોક્ષે ગયા.
આથી એ તીર્થંકર પરમાત્માના આત્માને પણ પાંચમી વારનું ભાવ ચારિત્ર ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિનું કારણ બન્યું અને મોક્ષ આપનારું બન્યું.
મરીચિના ભવમાં બે વાર ભાવ ચારિત્ર આવ્યું અને ગયું. પહેલા કુલના મદથી ભાવ ચારિત્ર ગયું અને પહેલા ગુણ સ્થાનકને પામીને નીચ ગોત્રનો રસ સત્તાવીશમાં ભવ સુધી ભોગવવા લાયક નિકાચીત રૂપે બાંધ્યો એટલે કે એક કોટા કોટી સાગરોપમ કાળ સુધી ભોગવવી પડે એવો નિકાચીત બાંધ્યો ત્યાં ભાવ ચારિત્ર ગયું.
પછી ફરીથી પુરૂષાર્થ કરીને ભાવ ચારિત્ર પ્રાપ્ત કરી એ બીજીવાર ભગવાનના શાસનમાં ધર્મ અને મારા પાતાના ત્રિદંડીપણામાં પણ ધર્મ છે એમ બોલવાથી ભાવ ચારિત્ર ગયું, દેશવિરતિપણું ગયું, સમીત ગયું અને મિથ્યાત્વનો ઉદય થુલ બારભવ સુધી ભોગવવો પડ્યો અને એકેન્દ્રિયાદિના અસંખ્યાતા ભવો સુધી સમકત મલ્યું નહિ. જેમાં વીતરાગ દેવના દર્શન ન મલ્યા, સુસાધુના દર્શન ન મલ્યા અને વીતરાગે કહેલો ધર્મ પણ મલ્યો નહિ.
ભાવ ચારિત્ર ઉત્કૃષ્ટથી સાતમી વાર જીવને પેદા થાય એટલે નિયમો મોક્ષે જાય.
મરીચિના ભવમાં છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનકના પરિણામ હતા. નયસારના ભવમાં ચોથા ગુણસ્થાનકના પરિણામ હતા.
Page 11 of 75
Page #12
--------------------------------------------------------------------------
________________
ગુરૂની સ્થાપના કરીને ક્રિયા કરવામાં સતત યાદ રહેવું જોઇએ કે હું ગુરૂને આંખ સામે રાખીને ક્રિયા કરું છું તો જ સામાયિક આદિમાં સાવદ્ય વ્યાપાર કરવાના વિચારો પેદા થશે નહિ. નિરવઘ પ્રવૃત્તિ ચાલુ રહેશે અને એ નિરવદ્ય પ્રવૃત્તિનો આનંદ પેદા થતો જશે.
આત્મિક ગુણોને પેદા કરવાના હેતુથી જીવ ઇન્દ્રિયોનો સંવર કરતો જાય એટલે અવિરતિ-કષાય અને યોગ દ્વારા જે સાવદ્ય પ્રવૃત્તિ કરતો હતો તેનાથી છૂટવા માટે નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે, નિરવદ્ય પ્રવૃત્તિ મન-વચન અને કાયના યોગ દ્વારા એકાગ્રતા પૂર્વક કરવા માટેની શરૂઆત કરતો જાય છે. આ ક્રિયાની શરૂઆત કરતા આત્માના ગુણોનો વિકાસ થતાં થતાં એ ગુણો પેદા થતાં જાય છે આથી સંવરમાં આત્માના બધાય ગુણોનો સમાવેશ થતો જાય છે.
આથી સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરીને નિરવદ્ય પ્રવૃત્તિમાં આગળ વધવાનું છે તો જ સંયમની સ્થિરતા આવે. પંચિદિય સૂત્ર આશ્રવનો ત્યાગ અને સંવરના પાલન માટે છે.
આથી આ પંચિન્દ્રિય સૂત્રને આશ્રવના ત્યાગનો અભ્યાસ અને સંવર એટલે નિરવદ્ય પ્રવૃત્તિના અભ્યાસ માટે કહેલું છે. આથી જે જીવો ગુણાભાસનો ત્યાગ કરીને ગુણ પ્રાપ્તિના હેતુથી નિરવદ્ય પ્રવૃત્તિનું આચરણ કરે છે એમનો નંબર ગુરૂમાં આવે છે એટલે પંચિંદિય સૂત્રમાં નંબર આવે છે કારણ કે ગુણમાં ગુણીનો આરોપ કરેલો છે.
આથી ગુણમાં ગુણીનો આરોપ કરીને ધર્મની જે કોઇ પ્રવૃત્તિઓ કરવાનું વિધાન કહેલું છે તે વીતરાગ પરમાત્મા દેવની સાક્ષીએ અથવા ગુરૂની સાક્ષીએ કરવાનું વિધાન કહેલું છે માટે સામાયિક આદિ ક્રિયા કરતા ગુરૂની સ્થાપના કરવાનું અવશ્ય વિધાન કહેલું છે માટે આ સુત્રને સ્થાપના સુત્ર પણ કહેવાય છે.
આત્મિક ગુણો પેદા કરવાના હેતુથી જે જીવો પાંચે ઇન્દ્રિયોનો સંવર કરે છે એ જીવો જ નવ પ્રકારના બ્રહ્મચર્યના પાલન માટેની વાડનું અખંડપણે પાલન કરી શકે છે. આ રીતે પુરૂષાર્થ કરતાં જીવોને એના પાલનમાં આનંદ વધતો જાય છે એટલે અપ્રશસ્ત ક્રોધ-માન-માયા અને લોભ એ ચારે પ્રકારના કષાયોથી મુક્ત થાય છે અને પ્રશસ્ત ક્રોધ માન-માયા અને લોભ એ ચારે કષાયનો ઉપયોગ એક માત્ર આત્મ કલ્યાણ માટે કરતો જાય છે. આ રીતે પુરૂષાર્થ કરતો કરતો અઢાર ગુણોને પ્રાપ્ત કરીને જીવન જીવતો હોય તો પોતાનું જીવન સંપૂર્ણ પાપ રહિત છે એમ સાક્ષી રૂપે પોતાના આત્માને મનાવવા માટે જેનાથી સંસાર ચાલે છે એ મોટા પાંચ પાપોનો સર્વથા ત્યાગ કરે છે. જે મોટા પાપો પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુન અને પરિગ્રહ એ પાંચેનો સર્વથા ત્યાગ એટલે મન, વચન, કાયાથી એ પાપો પોતે કરવા નહિ, બીજા પાસે કરાવવા નહિ અને જે કોઇ કરતા હોય એને સારા માનવા નહિ. આ રીત જીવન જીવવાનું સત્વ પેદા કરી પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. એ મહાવ્રતોના પાલનને સારી રીતે કરવા માટે જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર–તપાચાર-વીર્યાચાર એમ પાંચ આચાર રૂપે પાલન કરે છે. એ પાલનને ટકાવવા, સ્થિર કરવા માટે પાંચ સમિતિનું પાલન અને ત્રણ ગુપ્તિનું પાલન જીવ કરતા જાય છે અને આવા છત્રીશ ગુણોનું પાલન કરવામાં સત્વ પેદા કરતા જાય ત્યારે નિરતિચાર સંયમનું પાલન થાય છે. આવા જીવો જે પાલન કરી જીવતા હોય છે તે મારા ગુરૂ ગણાય છે અને એ ગુરૂની સાક્ષીએ હું મારા આત્માના કલ્યાણ માટે ધર્મની આરાધનાના અનુષ્ઠાન કરું છું એવો ભાવ અંતરમાં સતત રહ્યા કરે એ હેતુથી ગુરૂની સ્થાપના કરવા માટે નવકાર મંત્ર અને આ પંચિદિય સૂત્ર સ્થાપના રૂપે બોલીને ગુરૂની સ્થાપના કરું પછી જ આરાધનાના અનુષ્ઠાનોની શરૂઆત કરું છુ માટે આ સ્થાપના સૂત્ર કહેવાય છે.
Page 12 of 75
Page #13
--------------------------------------------------------------------------
________________
વંદન સૂત્ર અથવા પ્રણિપાત સૂત્ર
સંસાર અનાદિ કાળનો છે એમ મોક્ષ પણ અનાદિ કાળથી છે. સંસારમાં જીવો અનાદિ કાલથી રહેલા છે તેમ મોક્ષમાં પણ જીવો અનાદિ કાળથી રહેલા છે. જ્યારે જ્યારે જે જે જીવોને પુરૂષાર્થથી ઘાતિ કર્મોનો નાશ થાય છે ત્યારે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ કેવલજ્ઞાની જીવો પોતાના જ્ઞાનથી સંસારને અનાદિનો જુએ છે એમ માક્ષને પણ અનાદિ કાળથી છે એમ જુએ છે અને જાણે છે અને એ જ વસ્તુ જગતને વિષે પ્રગટ કરે છે માટે સંસાર અને મોક્ષ અનાદિ કાળથી છે એમ કહેવાય છે.
છદ્મસ્થ જીવો પુરૂષાર્થ કરીને સૌ પ્રથમ સમકીતની પ્રાપ્તિ કરે છે એ સમકીતી જીવોને જે આનંદ અનુભવાય છે અર્થાત્ આનંદની અનુભૂતિ થાય છે એ આનંદને કેવલી ભગવંતો પણ શબ્દથી વ્યક્ત કરી શકતા નથી એટલે કે કહી શકતા નથી, વર્ણવી શકતા નથી. એવો આનદ સમકીત પામનાર જીવોને પેદા થાય છે આથી એમ કહેવાય છે કે જે જીવોને સમકીત પેદા થાય એ પણ પોતાના આનંદને શબ્દથી કહી શકતા નથી પણ અનુભવ કરી શક છે.
એવી રીતે અનાદિ કાલથી જગતને વિષે તીર્થંકરના આત્માઓ રહેલા છે એ આત્માઓ મનુષ્ય જન્મને પામીને પુરૂષાર્થ કરી સમકીતની પ્રાપ્તિ કરે છે અને તીર્થંકર નામકર્મ નિકાચીત કરી છેલ્લે ભવે તીર્થંકર તરીકે ઉત્પન્ન થઇ સૌ પ્રથમ સંયમનો સ્વીકાર કરે છે અને એ સંયમનો સ્વીકાર કરી નિરતિચારપણે સંયમનું પાલન કરતા જે કાંઇ પરિષહો અને ઉપસર્ગો આવે તે અપ્રમત્ત ભાવે સમાધિ ભાવ પૂર્વક સહન કરી ક્ષપક શ્રેણિ માંડી મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરી ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે અને તે ક્ષાયિક ચારિત્રના કાળમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને જગતને વિષે મોક્ષે જવાના માર્ગની સ્થાપના કરી મોક્ષમાર્ગ પ્રગટ કરે છે એ મોક્ષમાર્ગ તીર્થંકર પરમાત્માઓનું શાસન હોય ત્યાં સુધી રહે છે પછી એ માર્ગ ઝાંખો પડવા લાગે એટલે બીજા તીર્થંકર પરમાત્માઓનો જન્મ થાય એ પણ પુરૂષાર્થ કરી કેવલજ્ઞાન પામી ઝાંખા પડેલા મોક્ષમાર્ગને પ્રકાશમાં લાવે છે આ રીતે એમનાં શાસનનો કાળ હોય ત્યાં સુધી મોક્ષમાર્ગ રહે છે આ રીતે પાંચ ભરત-પાંચ ઐરવત ક્ષેત્રને વિષે ચોવીશ-ચોવીશ તીર્થંકર પરમાત્માઓ થાય છે અને સૌ મોક્ષમાર્ગની સ્થાપના કરે છે. ચોવીશે-ચોવીશ તીર્થંકરો દશ કોટાકોટી સાગરોપમ કાળ રૂપ એક અવસ૨પીણી અથવા ઉત્તરપિણી કાળને વિષે એક કોટાકોટી સાગરોપમ કાળમાં જ ઉત્પન્ન થાય છે અને ભગવાનનું શાસન રહે છે. આથી અનાદિ કાળથી મોક્ષ છે, મોક્ષમાર્ગ પણ છે, જીવો છે, જીવો કર્મોના કર્તા પણ છે, કર્મોના ભોક્તા પણ છે અને સંસારને વિષ પરિભ્રમણ કરનારા હોય છે.
તીર્થંકરના આત્માઓ જ્યારે પુરૂષાર્થથી સૌ પ્રથમ સમકીતની પ્રાપ્તિ કરે તો કોઇને કોઇ ગુરૂ ભગવંતના ઉપદેશથી જ પ્રાપ્ત કરે છે એટલે ગુરૂ ગમથી સમકીત પામે છે છતાં પણ એ આત્માઓને ક્ષયોપશમ ભાવ એવો વિશિષ્ટ કોટીનો પેદા થાય છે કે જેના કારણે એમ કહેવાય છે કે એ આત્માઓ સ્વયં પોતાની જાતે જ સમકીત પામ્યા કારણ કે દુનિયામાં પણ એમ કહેવાય છે કે બધા વિદ્યાર્થીઓને ગુરૂ એકસાથે ભણાવતા હોય છતાં પણ કોઇ હોંશિયાર વિદ્યાર્થી હોય તો તે વિદ્યાર્થીને જ્ઞાન ગુરૂ કરતા વધારે અને જલ્દી પેદા થાય તો ગુરૂ પણ કહે છે કે એ વિદ્યાર્થીને હું ભણાવતો નથી પણ એની પાસેથી હું શીખું છું એમ અહીં ગુરૂના ઉપદેશથી સમકીત પામતા
Page 13 of 75
Page #14
--------------------------------------------------------------------------
________________
હોવા છતાં પોતે સ્વયં સમકિત પામે છે એમ કહેવાય છે આથી એ તીર્થંકર પરમાત્માઓનું સમકીત વરબોધિ રૂપે કહેવાય છે.
આ રીતે તીર્થકરના આત્માઓ સમકતની પ્રાપ્તિ કરીને સંયમના સ્વીકાર કરીને નિરતિચારપણે સંયમનું પાલન કરે છે એ સાધુપણાના પાલનમાં જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરે છે અને શરીર પ્રત્યેનું ભેદજ્ઞાન પેદા કરતા જાય છે એટલે શરીરના મમત્વનો નાશ કરતા જાય છે એટલે કે એ સંયમના પાલનના કાળમાં પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં એવો સ્થિર રાખે છે કે શરીરને કોઇ વાંસલાથી છોલી જાય તો તે જીવ પ્રત્યે દ્વેષભાવ પેદા થવા દેતા નથી અને કોઇ શરીરને ચંદનનો લેપ કરી જાય તો તેના પ્રત્યે રાગ થવા દેતા નથી. આ રીતે રાગ-દ્વેષના ઉદય કાળમાં રાગ દ્વેષના ઉદયનો નાશ કરતા જાય છે એટલે રાગ દ્વેષના ઉદયને આધીન થયા વગર પરિષહ અને ઉપસર્ગોને વેઠીને પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરતા કરતા તીર્થંકર નામકર્મ નિકાચીત કરતા જાય છે અને એ તીર્થંકર નામકર્મ નિકાચીત કરી નરક ગતિમાં કે દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
જે જીવો એ તીર્થંકર નામકર્મ નિકાચીત કરતા પહેલા-મિથ્યાત્વની હાજરીમાં નરક આયુષ્ય બાંધ્યું હોય તો એવા જીવો તીર્થંકર નામકર્મ નિકાચીત કરી નરકગતિમાં જાય છે. બાકીના જીવો તીર્થંકર નામકર્મ નિકાચીત કરી વૈમાનિક દેવલોકમાં જાય છે. ત્યાર પછી નરકગતિ અથવા દેવગતિમાંથી ચ્યવન પામી મનુષ્યપણાને પામે છે અને તીર્થકર તરીકે ઉત્પન્ન થાય છે એટલે તીર્થકર બને છે.
એ તીર્થંકરપણાના ભવમાં ભોગાવલી કર્મો નિકાચીત રૂપે બાંધીને આવેલા હોય છે તે નિકાચીત ભોગાવલી કર્મોને ઉચ્ચકોટિનો વૈરાગ્ય ભાવ રાખીને ભોગવે છે કે જેથી એ ભોગાવલી કર્મો ભોગવતા ભોગવતા પોતાના આત્માને ત્રીજા ભવે જે શ્રુતજ્ઞાન હતું તે સાથે લઈને આવતાં એ જ્ઞાનના સ્વાધ્યાયમાં સુખની સામગ્રીનો કાળ પસાર કરે છે આથી એ આત્માઓને આ મને અનુકૂળ છે, ભવિષ્યમાં મને અનુકૂળ સુખ આપશે માટે સાચવું, આ ઋતુ મને અનુકૂળ છે એવા કોઇપણ જાતના વિચારો કોઇપણ સારામાં સારા અનુકૂળ પદાર્થો પ્રત્યે ભાવ પેદા થતા નથી. ઉપરથી એ પદાર્થોના ભોગવટામાં વૈરાગ્યભાવના કારણે નવા ભોગાવલી કર્મોનો બંધ કરતા નથી કે જેથી બીજા ભવોમાં એ ભોગાવલી કર્મો ભોગવવા પડે ! આ રીતે સંસારનો કાળ પૂર્ણ કરી સંયમનો સ્વીકાર કરી જ્ઞાનના ઉપયોગના આનંદની મસ્તીમાં આત્માને ઓત પ્રોત કરી ઘર પરિષહો ઉપસર્ગો વેઠી શરીર પ્રત્યેના ભેદ જ્ઞાનમાં સ્થિર થઇ ક્ષેપક શ્રેણિ માંડી મોહનો નાશ કરી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અંતરાયનો નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને મોક્ષમાર્ગની સ્થાપના કરે છે. મોક્ષમાર્ગની સ્થાપના કરતી વખતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ જ્યાં થાય ત્યાં દેવતાઓ આવીને સમવસરણની રચના કરે છે અને એ તીર્થકરના આત્માઓ એ સમવસરણને પ્રદક્ષિણા દઇને નમો તિત્યસ્સ કહી પૂર્વ દિશાથી પ્રવેશ કરે છે અને ઉપર જઇ સિંહાસન ઉપર બેસે છે તે વખતે ત્યાં રહેલા મનુષ્યો, દેવતાઓ અને તિર્યંચો સમવસરણમાં દાખલ થઇ પોત પોતાના સ્થાને ગોઠવાઇ ભગવાનની દેશના સાંભળવા બેસે છે. ભગવાન પણ તે વખતે જે મનુષ્યો આવેલા હોય છે તેમાં ગણધરને યોગ્ય જે આત્મા હોય તેઓને ઉદ્દેશીને દેશના આપે છે. એ દેશના સાંભળીને દેશના પૂર્ણ થતાં ગણધરને યોગ્ય એવા આત્માઓ ઉભા થઇ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપી દિક્ષાની માંગણી કરે છે એટલે કે દિક્ષાં દેહિ ! આથી ભગવાન ત્યાં દિક્ષા આપે છે. દિક્ષા લીધા બાદ ગણધરને યોગ્ય એવા આત્માઓના અંતરમાં
Page 14 of 75
Page #15
--------------------------------------------------------------------------
________________
તત્વ જાણવાની જિજ્ઞાસા થાય છે તેમાં ત્રણ પ્રશ્નો પૂછે છે. પહેલી વાર પૂછે છે કે ભગવદ્ કિમ્ તત્વમૂ? ભગવાન ઉત્તર આપે છે કે ઉપઇ વા ! જગતને વિષે જે પદાર્થો ઉત્પન્ન થવા લાયક હોય છે તે ઉત્પન્ન થયા જ કરે છે. આ સાંભળતાની સાથે ચૌદ રાજલોક જગતમાં જયાં જયાં જે જે પદાર્થો ઉત્પન્ન થવા લાયક હોય તે ઉત્પન્ન થયા જ કરે છે એવું જ્ઞાન પેદા થાય છે પણ પાછી મનમાં શંકા થાય છે કે ઉત્પન્ન જ થવું, ઉત્પન્ન જ થવું એટલે શું? આટલાથી તત્વના જ્ઞાનનો સંતોષ થતો નથી એટલે બીજીવાર પ્રશ્ન પૂછે છે કે ભગવદ્ કિમ્ તત્વમ્ ? ભગવાન જવાબ આપે છે કે વિગમેઇ વા ! એટલે કે જગતને વિષે જે પદાર્થો ઉત્પન્ન થાય છે એ અવશ્ય નાશ પામે છે. આ સાંભળતા ગણધર ભગવંતના આત્માઓમાં ઉત્પન્ન થવા લાયક પદાર્થોનું જ્ઞાન પેદા થયેલું છે એ અવશ્ય નાશ પામે છે એમ જ્ઞાન થાય છે તો પણ અંતરમાં થાય છે કે ઉત્પન્ન થવું-નાશ પામવું એટલે શું? હજી પણ સંતોષ થતો ન હોવાથી ત્રીજીવાર પ્રશ્ન પૂછે છે ભગવન્! કિમ્ તત્વ? એટલે ભગવાન જવાબ આપે છે કે ધુવે ઇ વા! જે અવશ્ય જે પ્રમાણે રહેવા લાયક છે તે પ્રમાણે કાયમ એટલે શાશ્વત રહ્યા કરે છે. આ સાંભળતાની સાથે જ સંતોષ પેદા થાય છે એટલે કે જે પદાર્થો જે સ્વરૂપે કાયમ રહેવા લાયક હોય છે તે તે પ્રમાણે અવશ્ય રહે છે જ. આ સાંભળી અંતરમાં ચૌદ રાજલોકમાં રહેલા પદાર્થોનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં જ્ઞાન સ્થિર રૂપે થાય છે એ પેદા થયેલા જ્ઞાનને તીર્થકરના આત્માઓ કેવલજ્ઞાનથી જુએ છે અને મારે જગતના જીવોને જે જ્ઞાન આપવું છે તે જ્ઞાન યથાર્થ રૂપે આ જીવોના અંતરમાં પેદા થયેલું છે એમ જાણે છે આથી સિંહાસન ઉપર ઉભા થઇ, ઇન્દ્ર મહારાજા સુવર્ણના થાળ માં સુગંધ ચૂર્ણ લઇને ઉભા હોય છે તેમાંથી મુઠો ભરીને આ ગણધરને યોગ્ય આત્માઓના મસ્તક ઉપર નાંખીને તમોને જે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થયો છે એટલે શ્રતજ્ઞાન પેદા થયું છે તે જ્ઞાન યથાર્થ છે અને હું તમોને તમારી પાસે જે કોઈ જીવો આવે એ જીવોને એ જ્ઞાન આપવાની અનુજ્ઞા આપું છું એટલે અનુમતિ આપું છું. આ રીતે ગણધર તરીકેની સ્થાપના કરે છે ત્યાર પછી એ ગણધરના આત્માઓ દ્વાદશાંગીની રચના કરે છે, આવશ્યક સૂત્રોની રચના કરે છે અને પોત પોતાના શિષ્ય પરિવારને એ સુત્રો આપે છે. આને જ ભગવાનના શાસનની સ્થાપના એટલે મોક્ષમાર્ગની સ્થાપના કરી કહેવાય છે. તીર્થની સ્થાપના કરી કહેવાય છે. આથી જગતને વિષે સૌ પ્રથમ સાધુ થયેલા હોય તો શ્રી તીર્થંકર પરમાત્માઓના આત્માઓજ થયેલા હોય છે માટે શ્રી તીર્થંકર પરમાત્માઓને સૌ પ્રથમ ક્ષમાશ્રમણ કહેવાય છે. આથી સાધુપણું પોતે પોતાના જીવનમાં નિરતિચારપણે પાલન કરી જગતને વિષે એ સાધુપણાનો માર્ગ મુકીન મોક્ષે ગયેલા હોવાથી એજ ખરેખરા ક્ષમાશ્રમણ કહેવાય છે. એવા ક્ષમાશ્રમણને હું ઇચ્છું છું? શું વંદન કરવાને માટે.
આથી ભગવાનના મંદિરમાં તીર્થંકર પરમાત્માઓને એજ ખમાસમણ આપીએ છીએ અને સાધુ ભગવંતોને પણ એજ ખમાસમણ આપીએ છીએ.
જ્યારથી ભગવાનના શાસનની સ્થાપના થઈ ત્યારથી ભગવાનના સાધુ ભગવંતો શરૂ થયા અને જ્યાં સુધી ભગવાનનું શાસન રહેશે ત્યાં સુધી સાધુ ભગવંતો રહેવાના જ છે. ભગવાનનું શાસન આ ભરત ક્ષેત્રને વિષે સાડી પચ્ચીસ આર્યદેશને વિષે હાલ વિદ્યમાન છે અને જ્યાં સુધી શાસન રહેશે ત્યાં સુધી સાડી પચ્ચીશ આર્યદેશમાં ધર્મ રહેશે જ.
આથી શ્રી તીર્થંકર પરમાત્માઓને જે ખમાસમણ દઈએ છીએ તેજ ખમાસમણ સાધુ ભગવંતોને આપીએ છીએ અર્થાત અપાય છે કારણ કે ક્ષમા આદિ ગુણોને ધારણ કરીને શરીર પ્રત્યેના ભેદ જ્ઞાનને પેદા કરવા માટે
Page 15 of 75
Page #16
--------------------------------------------------------------------------
________________
સાધુ ભગવંતો અભ્યાસ કરવા નીકળેલા છે. ભગવાનની આજ્ઞા મુજબ સાધુપણાનો સ્વીકાર કરી ક્ષમા આદિ ગુણોને ધારણ કરતા કરતા શરીરના ભેદ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે અને એનો અભ્યાસ કરવા માટે એટલે કે પ્રયત્ન કરવા માટે ઘર-પેઢી-કુટુંબ-પરિવાર-પૈસો ટકો છોડીને સંસારનો ત્યાગ કરીને સાધુપણું લઇ પ્રયત્ન કરી રહ્યા છે માટે એજ ખમાસમણથી વંદન કરાય છે.
તીર્થંકરો એ જે કર્યું તે ક૨વાની શક્તિ તીર્થંકરો સિવાય કોઇનામાં હોતી નથી માટે ભગવાને જે કર્યું તે આપણે ક૨વાનું નથી પણ ભગવાને જે કહ્યું તે આપણે કરવાનું છે. એટલે કે ઉપદેશ આપીને જે સાધુપણાનો માર્ગ બતાવ્યો તેનું પાલન કરતા કરતા શુધ્ધ સ્વરૂપ પેદા કરવાનો પ્રયત્ન કરવાનો છે. અ પ્રયત્ન કરવા માટે જે નીકળેલા હોય તેમને ગુરૂ તરીકે માનીને-સ્વીકારીને તીર્થંકર પરમાત્માઓની જેમ એ જ ખમાસમણથી વંદન કરવાનું છે.
‘હે ક્ષમાશ્રમણ’ એટલે
(૧) ક્ષમા = પોતાના પૌદ્ગલિક સ્વાર્થની ગમે તેવી હાનિ થતી હોય અથવા તો એવા જ કારણે પોતાના ઉપર અનેક પ્રકારની આફતો ઉતરી આવે તે છતાં પણ ક્રોધાય માન નહિ થવા રૂપ ક્ષમા એ ક્ષમાને ટકાવવા માટે અને ક્રોધ કષાયના ઉદયને નિષ્ફળ કરવા માટે રોજ ઉદ્યમ કરે તે ક્ષમા શ્રમણ કહેવાય છે.
(૨) મૃદુતા = પોતાની જ મહત્તાને સ્થાપિત કરવા માટે અથવા તો અનેક પ્રકારની અક્કડ બનાવનારી સાધન સામગ્રીનું સ્વામિત્વ હોવા છતાં પણ અક્કડ નહિ બનવા રૂપ મૃદુતાને ધારણ કરી એને ટકાવવા માટે માન કષાયનો જ્યારે જ્યારે ઉદય થાય ત્યારે એનાથી એ માન કષાયને નિષ્ફળ બનાવવા માટે પ્રયત્ન કરે, ઉદ્યમ કરે તે મૃદુતા શ્રમણ કહેવાય છે.
(૩) સંતોષ = પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિનો જે લોભ તેના અભાવ રૂપ સંતોષ એને ધારણ કરીને ટકાવવાનો પ્રયત્ન કરતા કરતા લોભ કષાયના ઉદયને નિષ્ફલ બનાવવાનો પ્રયત્ન કરે અને લોભના ઉદયને આધીન ન થાય એવા સંતોષ શ્રમણ કહેવાય છે.
(૪) શૌચ = મન-વચન અને કાયાને આરંભ આદિ પાપ પ્રવૃત્તિથી મલિન નહિ કરતા નિરારંભ આદિ શુધ્ધ ધર્મના આસેવનથી પવિત્ર થવારૂપ જે શૌચ. એ શૌચને ધારણ કરવાનો પ્રયત્ન કરતા કરતા પરિગ્રહના આરંભના વિચારોને નિષ્ફળ કરતા કરતા એટલે પાપના વિચારોને નિષ્ફલ કરવાનો પ્રયત્ન કરતા કરતા જીવન જીવે છે તે શૌચ શ્રમણ કહેવાય છે.
(૫) સરલતા = પૌદ્ગલિક પદાર્થોની સાધનામાં જે પ્રપંચભરી પ્રવૃત્તિઓ અને માનસિક વૃત્તિઓનું સેવન, તેના અભાવ રૂપ સરલતાને ધારણ કરવાનો અભ્યાસ કરવા માટે માયા કષાયનો જ્યારે જ્યારે ઉદય પેદા થતો જાય તેને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરતા જાય એવા સરલતા શ્રમણ ભગવંતો કહેવાય છે.
(૬) વિમુક્તિ = પૌદ્ગલિક પદાર્થો ઉપરની જે મમતા તેના ત્યાગ રૂપ વિમુક્તિ ને ધારણ કરવા માટે લોભ કષાયનો જ્યારે જ્યારે ઉદય થાય તેને નિષ્ફલ કરવાનો પ્રયત્ન કરતા જાય એટલે એને આધીન ન થાય તે વિમુક્તિ શ્રમણ ભગવંતો કહેવાય છે.
(૭) તપ = પૌદ્ગલિક લાલસાઓ અને એના સાધનો તેના ત્યાગ રૂપ તપની સાધના કરવા માટે વિઘ્ન રૂપ થતાં રસનેન્દ્રિયના પદાર્થોની જ્યારે જ્યારે લાલસાઓ પેદા થતી જાય તો તે લાલસાઓને આધીન ન થતાં
Page 16 of 75
Page #17
--------------------------------------------------------------------------
________________
એ લાલસાોને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરતા જાય તે તપ શ્રમણ ભગવંતો કહેવાય છે.
(૮) સંયમ = ઇન્દ્રિયો આદિને મુક્તિની સાધના માટે કાબુમાં રાખવા રૂપ સંયમને ધારણ કરનારા અને એનો અભ્યાસ કરવા માટે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો મલે અને રાગાદિ પેદા થતા હોય તો તેને નિષ્ફલ કરવાનો પ્રયત્ન કરતા તથા પ્રતિકૂળ વિષયો ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય તો તેમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવાનો પ્રયત્ન કરતા એટલે નિષ્ફલ કરવાનો પ્રયત્ન કરતા જાય તે સંયમ શ્રમણ ભગવંતો કહેવાય છે.
(૯) સત્ય = અસત્યનો ત્યાગ અને હિત સાધક વસ્તુનું જ પ્રતિપાદન જેના દ્વારા સાધ્ય છે એવા સત્યને ધારણ કરનારા અથવા ધારણ કરવાનો અભ્યાસ કરનારા અને જ્યારે જ્યારે બોલવાનો વખત આવે ત્યારે ત્યારે અસત્ય ન જ બોલાય એની કાળજી રાખનારા તેમજ સત્ય પણ બીજા જીવોને અહિતકારી ન થાય એવા સત્યનો પણ ત્યાગ કરી એવા વિચારો-વચનોને નિષ્ફળ કરવાનો ઉદ્યમ કરનારા જીવોને સત્ય શ્રમણ ભગવંતો કહેવાય છે.
(૧૦) બ્રહ્મચર્ય = શીલ અથવા તો સઘળાય વિષયોથી પર થઇ કેવલ આત્મ ૨મણ કરવા રૂપ બ્રહ્મચર્યને ધારણ કરનારા અથવા ધારણ કરવાનો ઉદ્યમ કરનારા, વિષયોના વિચારો પેદા ન થાય એની સતત કાળજી રાખી જીવન જીવનારા અને વિષયોના વિચારો પેદા થયા હોય તો જ્ઞાનાદિના અભ્યાસથી નિરંતર નિષ્ફલ કરવાનો પ્રયત્ન કરનારા એવા બ્રહ્મચર્ય શ્રમણ ભગવંતો કહેવાય છે.
વિકલ્પ રૂપ વિષયથી ઉત્તીર્ણ બનેલો અને સદાય સ્વભાવનું અવલંબન કરનાર એવો જે જ્ઞાનનો પરિપાક તે રૂપ શમ.
પરભાવમાં રમતા આત્માનું દમન કરવારૂપ દમ.
શુધ્ધ ધ્યાન સંસાર એ નિર્ગુણ વસ્તુ છે. એવા સ્વરૂપનું જ્ઞાન થવાના યોગે થતી સંસારિક સુખની અરૂચિ. તેના પ્રતાપે સંસારિક સુખની ઇચ્છાનો ઉચ્છેદ કરવાની જે ભાવના તે રૂપ વૈરાગ્ય.
સદાય ચિત્તની એકાગ્રતા. અને નિગ્રંથપણામાં એટલે મુનિપણામાં તત્પરતા આદિ, સંસાર સમુદ્રને લંઘી જવા માટે સેતુ સમા જે જે શુધ્ધ ધર્મો એને પેદા કરવામાં ઉદ્યમ કરનારા એવા ક્ષમા શ્રમણો કહેવાય છે.
શરીર-મન અને વચન, તપ, સ્વાધ્યાય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, વૈયાવચ્ચને વિષે શ્રમ કરી કરીને શરીરને થકવી નાંખે તે શ્રમણ કહેવાય છે.
આ રીતે ક્ષમા શ્રમણ બનવા માટે ગુરૂ આજ્ઞા શિરોમાન્ય જોઇએ અને ગુરૂ ભગવંતની સાથે સમર્પણ ભાવ જોઇએ.
સમર્પણ ભાવ વગર માન પચાવી ન શકાય.
જ્ઞાની ભગવંતો કહે છે કે અપમાન પચાવવું સહેલું છે પણ માન પચાવવું બહુ જ અઘરૂં છે.
આવા ક્ષમા શ્રમણને હું વંદન કરવાને ઇચ્છુ છું !
આ ખમાસમણ સૂત્રને થોભવંદન સૂત્ર પણ કહેવાય છ. તેમ જ પ્રણિપાત સૂત્ર પણ કહેવાય છે. ઈચ્છકાર સૂત્ર
આ સૂત્ર ગુરૂ ભગવંતો માટે જ વપરાય છે. જેમ તીર્થંકર પરમાત્માઓ અને ગુરૂ ભગવંતો માટે
Page 17 of 75
Page #18
--------------------------------------------------------------------------
________________
ખમાસમણ સૂત્ર ઉપયોગી થાય છે તેમ આ સૂત્ર માત્ર ગુરૂ ભગવંતો માટે જ ઉપયોગી બને છે કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માઓની મૂર્તિઓ સ્થાપના રૂપે રહેલી હોવાથી સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા સદહે એટલે શરીર રૂપે રહેલા ન હોવાથી આ સૂત્ર એમના ઉપયોગમાં લેવાતું નથી. એવી જ રીતે જ્યાં જ્યાં ગુરૂ ભગવંતોની મૂર્તિઓની સ્થાપના કરેલી હોય, અથવા એમના પગલાની સ્થાપના કરેલી હોય, એમના સ્ટેચ્ય અથવા એમના ફોટાઓ જ્યાં જયાં રહેલા હોય ત્યાં ભુતકાળના ગુણોને યાદ કરીને ઉપકારી તરીકે ગણીને ખમાસમણ દેવાય છે પણ એ ખમાસમણ પણ ત્યારે જ દઇ શકાય કે એમની મૂર્તિઓનાં કે પગલાના પાંચ અભિષેક કરેલા હોય તો જ વંદન કરાય છે બાકી નહિ અને તે વંદન કરતા તે ઉપકારી ગુરૂ ભગવંત હયાત છે મારી સાથે છે એવી કલ્પના કરીએ છીએ માટે તે વખતે ઇચ્છકાર બોલીએ છીએ બાકી ઇચ્છકાર સૂત્ર બોલાય નહિ કારણ કે વર્તમાનમાં એ ઉપકારી ગુરૂ ભગવંત હયાત નથી એટલે કે શરીરથી હયાત નથી.
જયારે ઇચ્છકાર સૂત્ર સશરીરી એટલે કે શરીર સહિત રહેલા ગુરૂ ભગવંતોને એટલે કે વર્તમાનમાં વિચરતા વિદ્યમાન ગુરૂ ભગવંતોને ઉદ્દેશીને સુખશાતા પૂછાય છે. જયારે મૂર્તિમાં કે પગલામાં શરીર ન હોવાથી સુખશાતા પૂછી શકાય નહિ. આ સૂત્ર નાનું હોવા છતાં કેટલું બધું મહત્વનું છે અને માર્મિક ભાવ એમાં રહેલો છે એ વિચારવાનું છે.
કારણ કે શ્રાવકો ગુરૂ ભગવંતોના સંયમની કેટલી કાળજી રાખીને જીવન જીવે છે એ આ સૂત્રથી જણાય છે. પોતે સંયમ લઇ શક્યા નથી, લઇ શકે એવી તાકાત દેખાતી નથી અને કદાચ લઇ લેતો પાળવાની શક્તિ દેખાતી નથી એવા બધા અનેક કારણોને લઈને સંયમ ન લઇ શકનારા શ્રાવકોને અંતરમાં કેટલું દુઃખ રહેતું હશે ? માટે જ જે જીવોએ સંયમનો સ્વીકાર કરેલો છે એ સંયમી જીવોની કેટલી બધી કાળજી લઇને જીવન જીવી રહ્યા છે એ આ સૂત્ર ઉપરથી જણાય છે. એવી જ રીતે ગુરૂભગવંતો પોતાની શક્તિ મુજબ જીવનમાં જે કાંઇ તપ કરતા હોય છે તે તપ નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય અને કોઇપણ વિપ્ન વગર એ તપ સુખપૂર્વક કરી શકે એની પણ અંતરમાં સતત કાળજી રાખીને જીવન જીવતા હોય છે.
આ સૂત્રને સુગુરૂ સખશાતા પૃચ્છા સૂત્ર કહેવાય છે. ગુરૂ નિમંત્રણ સૂત્ર પણ કહેવાય છે અને ઇચ્છકાર સૂત્ર પણ કહેવાય છે એમ ત્રણ નામો કહેલા છે. ઇચ્છકાર શબ્દથી આ સૂત્ર શરૂ થતુ હોવાથી ઇચ્છકાર સૂત્ર કહેવાય છે.
જયારે જીવો પુરૂષાર્થ કરીને સંયમનો સ્વીકાર કરે છે ત્યારે એટલે કે સાધુપણાનો સ્વીકાર કરે છે ત્યારે મન-વચન-કાયાથી કરવા રૂપે-બીજા પાસે કરાવવા રૂપે અને જે કોઇ કરતા હોય એની અનુમોદના રૂપે સર્વથા ત્યાગ ૩૫ બારે પ્રકારની અવિરતિનો (એટલે કે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠ મન એ છને પોત પોતાના અનુકૂળ વિષયોમાં જોડવી તેમજ પ્રતિકુળ વિષયોથી ઇન્દ્રિયોને પાછી ખસડવી એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે અને એ છ પ્રકારની અવિરતિને જીવતી રાખવા માટે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાય જીવોનો વધ કરવો એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે એમ અવિરતિના બાર પ્રકાર થાય છે.) સર્વથા ત્યાગ કરે છે. આ રીતે અવિરતિનો સર્વથા ત્યાગ કરીને પોતાના મન-વચન અને કાયાને ભગવાનની આજ્ઞા મુજબ તેમજ ગુરૂ ભગવંતોની આજ્ઞા મુજબ સમર્પણ કરેલા હોય છે. એટલે કે હવે મનથી જે કાંઇ વિચારણા કરશે તે ભગવાનની આજ્ઞા મુજબની-ભગવાનની આજ્ઞા મુજબથી રહિત કોઇપણ વિચારણા
Page 18 of 75
Page #19
--------------------------------------------------------------------------
________________
કરશે નહિ એવી રીતે ગુરૂ ભગવંતોની આજ્ઞા રહિત કોઇપણ વિચારણા હવે કરશે નહિ અને એ રીતે મનથી વિચારણાઓ કરવાનો-નહિ કરવાનો અભ્યાસ કરીશ એટલે પ્રયત્ન કરીશ એ પ્રતિજ્ઞા કરેલી હોય છે. એવી જ રીતે જ્યારે જ્યારે બોલવાનો વખત આવશે ત્યારે ભગવાનની અને ગુરૂની આજ્ઞા વિરુધ્ધ વચનો ન બોલાઇ જાય એની કાળજી રાખવાનો પ્રયત્ન કરીશ અને ભગવાન તથા ગુરૂની આજ્ઞા મુજબ વચનો કેમ બોલાય તેનો પ્રયત્ન કરીશ એવી પ્રતિજ્ઞા પણ હોય છે. એવી જ રીતે ભગવાનની અને ગુરૂની આજ્ઞા વિરુધ્ધ કાયાથી કોઇ પણ પ્રવૃત્તિ ન થઇ જાય એની કાળજી રાખીને ભગવાન તથા ગુરૂની આજ્ઞા મુજબ કાયાથી પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ એવી પણ પ્રતિજ્ઞા હોય છે. એટલે કે હવે કાયાથી આત્મ કલ્યાણ થાય, આત્માના ગુણો પેદા થતા જાય એવી નિરવઘ પ્રવૃત્તિઓ કરવાનો પ્રયત્ન કરીશ એમ સતત કાળજી રાખે છે એટલે કે સંયમનો સ્વીકાર કરે છે. એ સંયમ જ્ઞાની ભગવંતોએ સત્તર પ્રકારનું કહેવું છે. એ સત્તર પ્રકાર આ પ્રમાણે છે.
- પાંચ ઇન્દ્રિયોનો સંયમ એટલે કે પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયોને વિષે જે અનુકૂળ લાગે તેમાં ઇન્દ્રિયોને જોડવી નહિ અને પ્રતિકૂળ વિષયોમાં ઇન્દ્રિયો જોડાઇ હોય તો પાછી નહિ ખસેડવી એ રીતે જીવન જીવવું તે તથા તેના બસો બાવન વિકારોમાં પણ કોઇપણ વિકાર સંસાર વૃધ્ધિનું કારણ ન બને અને આત્મા કલ્યાણમાં ઉપયોગી થાય એની કાળજી રાખીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો તે પાંચ ઇન્દ્રિયોનો સંયમ કહેવાય છે.
અપ્રશસ્ત ક્રોધ-માન-માયા અને લોભ એ ચારે કષાયોનો સર્વથા ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો અને પ્રશસ્ત ક્રોધ-માન-માયા અને લોભ જે કષાયની જ્યાં આત્મકલ્યાણ માટે ઉપયોગોતા લાગે ત્યાં તેનો ઉપયોગ કરીને જીવન જીવવું તે ચાર કષાયથી મુક્ત સંયમના ભેદ ગણાય છે.
પાંચ અવ્રતોનો સર્વથા ત્યાગ એટલે પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુન અને પરિગ્રહ. આ પાંચ પાપોની પ્રવૃત્તિ કરવી તે અવ્રત કહેવાય છે. એ પાંચેય પાપોની પ્રવૃત્તિ પોતે જીવનમાં કરે નહિ, કોઈની પાસે કરાવે નહિ અને જે કોઇ કરતા હોય એને સારા માને નહિ તે પાંચ અવ્રતના સર્વથા ત્યાગરૂપ પાંચ મહાવ્રતનું પાલન કહેવાય છે.
આ રીતે પાંચ + ચાર + પાંચ = ચૌદ ભેદ થયા.
તેમજ મન-વચન-કાયાના યોગનો સાવદ્ય પ્રવૃત્તિ રૂપ એ ત્રણનો સર્વથા ત્યાગ એટલે મન-વચન-કાયાથી અશુભ વ્યાપાર ન થાય, પાપવાળા વ્યાપારો ન થાય અને પાપ રહિત વ્યાપારોની પ્રવૃત્તિ ચાલુ થાય તેમજ શુભ વ્યાપારોની પ્રવૃત્તિ ચાલુ થાય એનો અભ્યાસ કરવો તે ત્રણ અશુભ યોગના વ્યાપારનો સર્વથા ત્યાગ રૂપ સંયમ કહેવાય છે. આ રીતે સત્તર પ્રકારનો સંયમ પાળવાનો અભ્યાસ કરે છે. આ રીતે અભ્યાસ કરતા કરતા પોતાના આત્મામાં રહેલા કર્મોનો નાશ કરવા માટે પ્રયત્ન કરી રહેલા ગુરૂ ભગવંતો હોય છે. આથી જ શ્રાવકોના અંતરમાં આવા ગુરૂ ભગવંતોને જોઇને બહુમાન ભાવ અને આદર ભાવ પેદા થતો જાય છે અને જ્યારે જયારે શ્રાવકો ગુરૂ ભગવંતો પાસે આવે એટલે બહુમાન અને આદર ભાવ અંતરમાં રહેલો હોવાથી એક દમ વીલ્લાસ પૂર્વક એ ગુરૂ ભગવંતોને સુખશાતા પુછવાનું મન થઇ જાય છે માટે જ મોટેથી પૂછે છે કે આપણું શરીર બાધા રહિત એટલે કે કોઇપણ જાતની પીડા રહિત તપ અને સંયમમાં સુખપૂર્વક પ્રવર્તે છે? એટલે આપને શરીરથી તપ અને સંયમનું પાલન સખપૂર્વક થાય છે? આપની સાધના અપ્રમત્તપણે ચાલે છે?
Page 19 of 75
Page #20
--------------------------------------------------------------------------
________________
એટલે કે આપની તમયાત્રા અને સંયમયાત્રા મન-વચન-કાયાથી સુખપૂર્વક ચાલે છે? સુખાકારી છે ને? આ રીતે શ્રાવક જયારે સાધુ ભગવંતને સુખશાતા પુછે એટલે સાધુ ભગવંત કહે કે દેવ-ગુરૂ-પસાયથી સુખશાતા છે.
આ ઉપરથી એ નિશ્ચિત થાય છે કે શ્રાવકોના અંતરમાં સાધુઓ પ્રત્યે બહુમાન-આદરભાવ રહેલો હોય છે પણ જો એની સાથે સાથે અમે રહી ગયા આ આત્માઓ ધન્ય છે કે મનુષ્યપણાને પામીને પોતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે અને હું અકર્મી મનુષ્યપણું પામીને મારા જીવનને નિષ્ફળ કરી રહ્યો છું આથી ધિક્કાર છે મારા જીવનને ! આટલું જ સાથે યાદ આવતું થઇ જાય તો શ્રાવકો સાધુના દર્શનથી પોતાના આત્માનું કલ્યાણ સાધી સાધુપણા માટેની શક્તિ મેળવી શકે છે. બીજા નંબરે શ્રાવક સાધુ ભગવંતની ભક્તિ એવી રીતે કરે કે એટલે કે ગોચરી આદિનો લાભ એવી રીતે લે કે જેના પ્રતાપે સાધુ ભગવંતની સંયમ યાત્રા અપ્રમત્તપણે સારી રીતે જળવાઇ રહે અને સાધુ ભગવંતો અપ્રમત્તપણે સ્વાધ્યાય-વિનય-વૈયાવચ્ચ આદિમાં પોતાના આત્માને સ્થિર રાખી શકે અને આગળ વધી પોતાના આત્મ કલ્યાણમાં વૃદ્ધિ કરતા જાય આ ભાવનાથી સંયમ યાત્રા અને શરીરની નિરાબાધતાની કાળજી રાખ્યા કરે.
શ્રાવકના અંતરમાં દર્શન મોહનીય કર્મનો ઉદય રહેલો છે એટલે મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય રહેલો છે તે ઉદય નષ્ટ થાય અને મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ ભાવ પેદા થાય કે જેના કારણે અત્યાર સુધી મોહનીયના ઉદયથી અવિવેક ચક્ષુથી જીવન જીવતો હતો તે હવે વિવેક ચક્ષુ પેદા થાય એવો મોહનીય ક્ષયોપશમ ભાવ બને એવી ભાવનાથી આ સુત્ર બોલતા હોય છે.
આથી એ નિશ્ચિત બને છે કે આ સૂટ અંતરના ભાવથી બોલવામાં આવે તો જરૂર શ્રાવકના અંતરમાં મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમભાવ પેદા કરીને વિવેક ચક્ષુને પેદા કરવામાં સહાયભૂત થાય છે અર્થાત્ વિવેક ચક્ષુ પેદા કરાવે છે.
ભાત-પાણીનો લાભ દેશોજી એનો અર્થ એ થાય છે કે સંયમમાં સુખાકારી અપ્રમત્તતા જાળવવા માટે શરીરને જે કાંઈ અનુકૂળ પદાર્થો જોઇએ એ અનુકૂળ પદાર્થોનો મને જરૂરથી લાભ આપશોજી. ભાતથી ચારે પ્રકારના આહાર આવી જાય છે એટલે અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારના આહાર લેવાય છે તથા રાતના સમયે ચારે પ્રકારના આહારનો ત્યાગ હોવા છતાં ભાત-પાણી શબ્દથી અણાહારી દવાઓનો ઉપયોગ કરવો પડે તો સાધુઓ પોતાની પાસે દવાઓ રાખતા નથી, જો રાખે તો સન્નિધિ રૂપે પરિગ્રહનો દોષ લાગે છે. આથી એ અણાહારી દવાઓ શ્રાવક પાસેથી રાતના ટાઇમે યાચિને લઇ શકાય છે એ માટે સાંજે ભાત પાણીનો લાભ દેશોજી શબ્દો બોલાય છે અથવા એ પાઠના શબ્દોનો અપલાપ ન થાય માટે સાંજે બોલવામાં આવે
જ્ઞાની ભગવંતો કહે છે કે જેમ સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ મોક્ષમાર્ગ કહેલો છે. એવી જ રીતે સમ્યજ્ઞાન, સમ્યકતપ અને સમ્યફચારિત્ર એ ત્રણને પણ મોક્ષમાર્ગ કહેલો છે કારણ કે સમ્યજ્ઞાનમાં સમ્યગ્દર્શનનો સમાવેશ થઇ જાય છે.
જ્ઞાન એ આત્માના પ્રકાશરૂપે છે એટલે કે આત્માના ગુણોનો પ્રકાશ કરાવવામાં સહાયભૂત થાય છે.
જેમ મહિનાઓથી ઘર બંધ રહેલું હોય અને એના કારણે ઘરમાં કચરો ભરાયેલો હોય જ્યાં ને ત્યાં કચરાના થર જામેલા હોય તો તે કચરાના ઢગને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે તેમ આત્મામાં પૂર્વ ભવોથી
Page 20 of 75
Page #21
--------------------------------------------------------------------------
________________
બંધાયેલા કર્મોના પુદ્ગલોના કચરા રૂપી ઢગલાને ઢગલા રહેલા છે તેને જોવા માટે સમ્યજ્ઞાન રૂપી પ્રકાશની જરૂર પડે છે.
ઘરમાં રહેલા કચરાને પ્રકાશથી જોયા પછી અને દૂર કરવા માટે બારણા બંધ રાખીને કચરો એકવાર વાળી બીજીવાર વાળી અને ત્રીજીવાર વાળીને એક બાજુ ઢગલો ભેગો કરવામાં આવે છે પછી ઘરની અંદરના બારણા ખોલી તે બહાર કઢાય છે અને પછી છેલ્લે બહારનું બારણું ખોલીને કચરો બહાર કઢાય છે ત્યારે ઘર ચોખ્ખુ કચરા વગરનું થાય છે.
એવી જ રીતે આત્મામાં રહેલો કર્મરૂપી કચરો અનાદિ કાળથી રહેલો છે એ જ્ઞાનના પ્રકાશથી જાણ્યો એટલે ખબર પડી, એ કર્મરૂપી કચરો આત્મામાંથી દૂર કરવા માટે સમ્યક્તપ જીવ કરતો જાય છે. જેમ જેમ સમ્યપ જીવ કરતો જાય તેમ તેમ પૂર્વે બંધાયેલા-આત્મામાં રહેલા અનાદિ કાળના કર્મરૂપો પુદ્ગલોનો કચરો બળીને નાશ થતો જાય છે એટલે એકવારના તપથી એ કચરો નાશ પામતો નથી પણ વારંવાર તપ કરવાનો પ્રયત્ન કરતો કરતો જીવ રહે તો સૌ પહેલા અનિકાચીત કર્મોનો નાશ કરે છે અને પછી એકાગ્રચિત્તે સમાધિભાવ પૂર્વક તપ કરતા કરતા પરિષહો અને ઉપસર્ગોને સહન કરતા જાય તો નિકાચીત કર્મોરૂપી કચરો નાશ પામતો જાય છે આથી પૂર્વના કર્મરૂપી કચરાનો નાશ કરવા એટલે સકામ નિર્જરા સાધવા માટે સમ્યક્ત્વની જરૂર પડે છે. માટે સમ્યક્તપ કહેલો છે. અને આરીતે જ્ઞાનનો પ્રકાશ પેદા કરી કર્મરૂપી પુદ્ગલોનો કચરો ઓળખી સમ્યક્તપ દ્વારા નાશ કરાય છે.
એવો જ રીતે આવતા કર્મોને રોકવા માટે સમ્યક્ચારિત્રની જરૂર પડે છે. એટલે કે સમ્યક્ચારિત્રથી સૌ પ્રથમ અશુભ કર્મો તીવ્ર૨સે બંધાતા હોય છે તે બંધાતા અટકાવી દે છે એટલે અશુભ કર્મો તીવ્રસે બંધાતા બંધ થઇ જાય છે, નાશ પામે છે એ બાંધવાના અધ્યવસાયો પ્રાપ્ત થતા જ નથી એજ આવતા કર્મોનું રોકાણ કહેવાય છે. આથી સમ્યક્ચારિત્રથી અશુભ કર્મો મંદ ૨સે બંધાય છે અને શુભકર્મો તીવ્રસે બંધાતા જાય છે. જે સમ્યક્ચારિત્રના પાલનમાં સહાયભૂત થતાં થતાં સંવરમાં જીવને આગલ વધારતા વધારતા સત્વ પેદા કરાવીને અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા, લોભ એ ચારનો સંપૂર્ણ ક્ષય કરાવે છે પછી મિથ્યાત્વ મોહનીય-મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ ત્રણનો નાશ કરાવી ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરાવે છે પછી સત્વ પેદા કરાવી ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરાવી ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરાવે છે પછી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય અ ત્રણે કર્મોનો સંપૂર્ણ ક્ષય કરાવી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. પછી મન-વચન અને કાયાના યોગનો સંપૂર્ણ નિરોધ કરાવી અયોગીપણું પ્રાપ્ત કરાવી, વેદનયી, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચા૨ અઘાતી કર્મોનો ક્ષય કરાવી મોક્ષે પહોંચાડે છે. આથી સમ્યક્ચારિત્ર જીવને આશ્રવનો રોધ કરાવી માક્ષે પહોંચાડવામાં સહાયભૂત થાય છે. આથી સમ્યજ્ઞાન સમ્યક્તપ અને સમ્યક્ચારિત્ર એ મોક્ષમાર્ગ કહેવાય છે.
જ્યાં સુધી શુભકર્મોરૂપી કચરો આત્માને આનંદ આપે ત્યાં સુધી વૈરાગ્ય ભાવ પેદા થતો નથી. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ જીવને પેદા થાય એટલે જગતમાં રહેલા પદાર્થો જે સ્વરૂપે રહેલા છે તે સ્વરૂપે ઓળખાણ પેદા થતી જાય છે અને એ સ્વરૂપે માન્યતા પેદા કરાવે છે.
વૈરાગ્યભાવ પેદા થયેલો હોય તો પુણ્ય ગમે તેટલું બંધાતું જાય તો પણ જીવ એ પુણ્યની સામગ્રીમાં
Page 21 of 75
Page #22
--------------------------------------------------------------------------
________________
મુંઝવણ પામતો નથી પણ એ સામગ્રીથી સાવધ રહે છે.
→ સ્વાર્થવૃત્તિ નાશ પામે-નિઃસ્વાર્થવૃત્તિ પેદા થાય તો જ ઉચિત વ્યવહારનું પાલન થતું જાય છે. અંતરમાં ધર્મની પ્રાપ્તિ થતી જાય તો અનુકૂળ પદાર્થોની સામગ્રી સુખરૂપ લાગે જ નહિ, દુઃખરૂપ જ
ઈરિયાવહિયા સૂત્ર
અશુભ યોગમાં જોડાયેલ મન-વચન-કાયાના વ્યાપારથી પાછા ફરવા માટે એટલે કે મન-વચન-કાયાના યોગને શુભયોગમાં જોડવા માટે સૌથી પહેલા સામાન્યથી જે કોઇ જીવોની હિંસા થયેલી હોય અને એ હિંસાથી જે કાંઇ પાપ લાગ્યા હોય તે સામાન્ય પાપથી છૂટવા માટે એટલે આત્માને સામાન્ય પાપથી રહિત કરવા માટે, શુભયોગની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે.
જ્યારે જીવો સ્વાધ્યાય કરતા કરતા સ્વાધ્યાયની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે આ સૂત્ર બોલીને સામાન્ય પાપથી નિવૃત્ત થાય એટલે એને ખ્યાલ આવે છે કે હવે પાપની પ્રવૃત્તિ મેં બંધ કરી છે અને આત્માને શુભયોગમાં જોડી રહેલો છું અને એ રીતે મનને શુભયોગમાં જોડીને આત્મિક ગુણની વિચારણા કરવામાં આત્મિક ગુણોમાં સ્થિર થવા પ્રયત્ન કરું છું એને સ્વાધ્યાય કહેવાય છે.
લાગે.
(૨) સામાયિક અને પૌષધમાં સો ડગલાની ઉપર જવામાં આવે તો એમાં જે કાંઇ પાપ થઇ ગયું હોય એનાથી પાછા ફરવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે.
(૩) સામાયિક કે પૌષધમાં માત્ર (પેશાબ) કરવા ગયા હોય તો એને સારી રીતે ઉપયોગ પૂર્વક પરઠવીને પોતાના આત્માને, જે ક્રિયા કરી રહ્યો છે તેની સ્થિરતા માટે અને સ્વાધ્યાય માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે.
આના ઉપરથી એ નક્કી થાય છે કે ચંચળ મનને સ્થિર કરવા માટે અને પોતાનું જીવન જીવતા મન-વચન અને કાયાથી જાણતા-અજાણતા-ઉપયોગથી અથવા અનઉપયોગથી અથવા ઉતાવળથી જે કોઇ જીવોની હિંસાનું પાપ લાગ્યું હોય એનાથી પાછા ફરીને મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે મનની જેમ વચનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે એટલે ભગવાનની આજ્ઞા મુજબ વચન બોલાય એનો ઉપયોગ પ્રાપ્ત કરવા માટે અને કાયાથી જ્ઞાનીની આજ્ઞા મુજબ નિરવદ્ય પ્રવૃત્તિ કરવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે.
જે જીવોને ચિત્તની પ્રસન્નતા પેદા થાય એ જીવોને સુખની લાલસા પજવે નહિ અને દુઃખની નારાજી
પજવે નહિ.
મનની એકાગ્રતા-સજાગતા-લાવવા અને સ્થિર કરવા માટે પ્રયત્ન કરો.
, ચપળતાનો નાશ અને ચિત્તની પ્રસન્નતા એનાથી પાપનો નાશ થાય છે એ આ સૂત્રનું પ્રત્યક્ષ ફળ છે. ઇરિયાવહિયા સૂત્ર પાપના નાશ માટેનું જ સૂત્ર છે અને એ એકાગ્રચિત્તે બોલવાથી પાપનો નાશ થાય
સુખની લાલસા કરવી એ જ આત્માની હિંસા કહેલી છે.
દુઃખમાં નારાજી એ પણ આત્માની હિંસા કહેલી છે.
> સુખની લાલસા રૂપ સુખ, દુઃખની નારાજી રૂપ દુઃખ એ સુખ-દુ:ખ જ આત્મિક ગુણોનું કતલખાનું
Page 22 of 75
Page #23
--------------------------------------------------------------------------
________________
કહેલું છે.
ચપળતા એટલે મનની ચપળતા સુખનો રાગ વધારે છે. મનની પ્રસન્નતા સુખના રાગનો નાશ કરે છે.
ભગવાનની આજ્ઞા ઉપર અંતરથી બહુમાન ભાવ પેદા થાય એટલે ચપળતાનો નાશ થાય અને ચિત્તની પ્રસન્નતા પેદા થતી જાય છે.
અશુભ યોગોની નિવૃત્તિ અને શુભ યોગોની પ્રવૃત્તિ માટે ઇરિયાવહિયા સૂત્ર બોલું છું એવી સમજણ (બોલતા) પેદા થાય છે?
પાંચસો ત્રેસઠ ભેદોનું વર્ણન
એકેન્દ્રિય જીવોના બાવીશ ભેદો હોય છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા પૃથ્વીકાય. (૨) સૂક્ષ્મ અપર્યાપ્તા અપકાય. (૩) સૂક્ષ્મ અપર્યાપ્તા તેઉકાય. (૪) સૂક્ષ્મ અપર્યાપ્તા વાયુકાય. (૫) સૂક્ષ્મ અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય. (૬) સૂક્ષ્મ પર્યાપ્તા પૃથ્વીકાય. (૭) સૂક્ષ્મ પર્યાપ્તા અપકાય. (૮) સૂક્ષ્મ પર્યાપ્તા તેઉકાય. (૯) સૂક્ષ્મ પર્યાપ્તા વાયુકાય. (૧૦) સૂક્ષ્મ પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય.
આ દશે પ્રકારના જીવો ચૌદ રાજલોકના દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા-અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા છે તેમાં સાધારણ વનસ્પતિકાય અનંતા-અનંતા ઠાંસી ઠાંસીને રહેલા છે. એ જીવોની હિંસાનું પાપ લાગતું નથી પણ બધાય જીવો ખરાબ છે, નાશ પામી જાય તો સારું એવો વિચાર આવે, વચનથી બોલાય અથવા કોઇ જીવને મારતા બધા જીવોને મારું છું એવો વિચાર ચાલતો હોય તો આ જીવોની હિંસાનું પાપ લાગે છે.
(૧૧) બાદર અપર્યાપ્તા પૃથ્વીકાય. (૧૨) બાદર અપર્યાપ્તા અપકાય. (૧૩) બાદર અપર્યાપ્તા તેઉકાય. (૧૪) બાદર અપર્યાપ્તા વાયુકાય. (૧૫) બાદર અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય. (૧૬) બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય. (૧૭) બાદર પર્યાપ્તા પૃથ્વીકાય. (૧૮) બાદર પર્યાપ્તા અપકાય.
Page 23 of 75
Page #24
--------------------------------------------------------------------------
________________
(૧૯) બાદર પર્યાપ્તા તેઉકાય. (૨૦) બાદર પર્યાપ્તા વાયુકાય. (૨૧) બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય. (૨૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય. આ રીતે એકેન્દ્રિય જીવોના બાવીશ ભેદો થાય છે. ૧૧ થી ૨૨ સુધીનાં જીવોની હિંસા કાયાને હલાવતા થયા જ કરે છે. બેઇન્દ્રિય જીવોના બે ભેદ. (૧) અપર્યાપ્તા બેઇન્દ્રિય, (૨) પર્યાપ્તા બેઇન્દ્રિય. તેઇન્દ્રિય જીવોના બે ભેદ. (૧) અપર્યાપ્તા તેઇન્દ્રિય અને (૨) પર્યાપ્તા તેઇન્દ્રિય. ચઉરીન્દ્રિય જીવોના બે ભેદ. (૧) અપર્યાપ્તા ચઉરીન્દ્રિય અને (૨) પર્યાપ્તા ચઉરીન્દ્રિય.
આ છ જીવ ભેદોને વિકસેન્દ્રિયના જીવો કહેવાય છે. પંચેન્દ્રિય જીવોના પાંચસો પાંત્રીશ જીવભેદો હોય છે. એમાં મુખ્ય બે ભેદો (૧) અસન્ની પંચેન્દ્રિય, (૨) સન્ની પંચેન્દ્રિય
અસન્ની પંચેન્દ્રિયના મુખ્ય બે ભેદો છે. (૧) અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ અને (૨) અસન્ની પંચેન્દ્રિય મનુષ્ય. (૧) અન્ની પંચેન્દ્રિય તિર્યંચના દશ ભેદો હોય છે. જેમને સમુચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો કહેવાય છે. ૧. અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જલચર જીવો.
અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા ચતુષ્પદ જીવો ૩. અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા ઉરપરિસર્પ જીવો. ૪. અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા ભુજ પરિસર્પ જીવો. ૫. અસન્ની પચેન્દ્રિય અપર્યાપ્તા ખેચર જીવો. ૬. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જલચર જીવો. ૭. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા ચતુષ્પદ જીવો. ૮. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા ઉરપરિસર્પ જીવો. ૯. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા ભુજ પરિસર્પ જીવો. ૧૦. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા ખેચર જીવો.
અસન્ની પંચેન્દ્રિય મનુષ્ય નિયમો અપર્યાપ્તા જ હોય છે. કોઇ કાળે પર્યાપ્તા થતા જ નથી તેના ૧૦૧ ભેદો હોય છે. મનુષ્યોને ઉત્પન્ન થવાના ક્ષેત્રો-પીસ્તાલીશ લાખ યોજનને વિષે એકસો એક હોય છે તેથી તે તે ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા જીવોને તે તે ક્ષેત્રોવાળા કહેવાય છે માટે અસન્ની મનુષ્યોના એકસો એક ભદ થાય છે.
Page 24 of 75
Page #25
--------------------------------------------------------------------------
________________
પંદર કર્મભૂમિમાં અસન્ની પંચેન્દ્રિય રૂપે ઉત્પન્ન થનારા અસગ્ની અપર્યાપ્ત મનુષ્યો પંદર ત્રીશ અકર્મભૂમિના ક્ષેત્રોને વિષે અસત્રી રૂપે ઉત્પન્ન થનારા અસગ્ની અપર્યાપ્તા મનુષ્યો-ત્રીશ. છપ્પન અંતરદ્વીપને વિષે અસત્રી રૂપે ઉત્પન્ન થનારા અસની અપર્યાપ્તા મનુષ્યો છપ્પન. આથી ૧૫ + ૩૦ + ૫૬ = ૧૦૧ અસન્ની મનુષ્યો થાય છે. આથી કુલ તિર્યંચના ૧૦ મનુષ્યના
૧૦૧
૧૧૧ અસન્ની જીવો થાય છે. સન્ની જીવો ચારસોને ચોવીશ હોય છે. તેના મુખ્ય ચાર ભેદો હોય છે. (૧) નારકી, (૨) પંચેન્દ્રિય તિર્યંચ, (૩) મનુષ્ય, (૪) દેવ. (૧) નારકીના ૧૪ ભેદો હોય છે. સાત નારકીના સાત અપર્યાપ્તા, સાત પર્યાપ્તા. (૨) પંચેન્દ્રિય તિર્યંચના દશ ભેદો હોય છે. ૧. સન્ની અપર્યાપ્ત જલચર. ૨. સન્ની અપર્યાપ્તા ચતુષ્પદ. ૩. સન્ની અપર્યાપ્તા ઉરપરિસર્પ. ૪. સન્ની અપર્યાપ્તા ભુજ પરિસર્પ. ૫. સન્ની અપર્યાપ્તા ખેચર જીવો. ૬. સન્ની પર્યાપ્ત જલચર. ૭. સન્ની પર્યાપ્તા ચતુષ્પદ. ૮. સન્ની પર્યાપ્તા ઉરપરિસર્પ. ૯. સન્ની પર્યાપ્તા ભુજપરિસર્પ. ૧૦. સન્ની પર્યાપ્તા ખેચર જીવો. (૩) મનુષ્યોના બસોને બે જીવ ભેદ હોય છે. પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થનારા પંદર સન્ની અપર્યાપ્ત પંદર સન્ની પર્યાપ્તા = ૩૦ ત્રીશ અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા. ત્રીશ સન્ની અપર્યાપ્તા ટીશ સન્ની પર્યાપ્તા = ૬૦ છપ્પન અંતર દ્વીપમાં ઉત્પન્ન થનારા છપ્પન સન્ની અપર્યાપ્તા છપન્ન સન્ની પર્યાપ્તા = ૧૧૨ ૩૦ + ૬૦+ ૧૧૨ = ૨૦૨ ભેદો થાય છે. દેવોના ૧૯૮ ભેદો થાય છે. ભવનપતિના-પચ્ચીશ અપર્યાપ્તા પચ્ચીશ પર્યાપ્તા = ૫૦
Page 25 of 75
Page #26
--------------------------------------------------------------------------
________________
વ્યંતરના-છવ્વીશ અપર્યાપ્તા છવ્વીશ પર્યાપ્તા = પર જયોતિષના દશ અપર્યાપ્તા દશ પર્યાપ્તા = ૨૦ વૈમાનિકના આડત્રીશ અપર્યાપ્તા આડત્રીશ પર્યાપ્તા = ૭૬ આથી ૫૦+ પર + ૨૦+ ૭૬ = ૧૯૮ થાય છે. ભવનપતિના પચ્ચીશ દેવોમાં દશ ભવનપતિના દેવો, પંદર પરમાધામીના દેવો. વ્યંતરના છવ્વીશ ભેદોમાં આઠ વ્યંતર, આઠ વાણવ્યંતર, દશ તિર્યજભક દેવો. જ્યોતિષના દશ દેવામાં સુર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ ચર એટલે ફરતા દેવો અને પાંચ સ્થિર દેવો. વૈમાનિકના આડત્રીશ દેવોમાં
બાર દેવલોકના બાર, ત્રણ કિલ્બિપીયા, નવ લોકાંતિક, નવ રૈવેયક અને પાંચ અનુત્તર દેવો. આ રીતે આડત્રીશ થાય છે.
આ રીતે કુલ ૨૫ + ૨૬ + ૧૦+ ૩૮ = ૯૯ થાય છે. એ અપર્યાપા ૯૯ અને પર્યાપ્ત ૯૯ = ૧૯૮ થાય છે.
આ રીતે સન્ની જીવોના ૧૪+ ૧૦ + ૨૦૨ + ૧૯૮ = ૪૨૪ ભેદો થાય છે. આ રીતે કુલ ૨૨ + ૬ + ૧૧૧ + ૪૨૪ = પ૬૩ થાય છે.
આ પાંચસો ત્રેસઠ ભેદોમાંથી જે જે ભેદોવાળા જીવોની અભિહયા આદિ દશ પદોથી વિરાધના કરેલી હોય તેનો મિચ્છામિ દુક્કડ મગાય છે તે દશ પદો આ પ્રમાણે.
(૧) અભિયા, (૨) વત્તિયા, (૩) વેશ્યા, (૪) સંધાઇયા, (૫) સંઘક્રિયા, (૬) પરિયાવિયા, (૭) કિલામિયા, (૮) ઉડ્ડવિયા. (૯) ઠાણા ઓઠાણું સંકામિયા અને (૧૦) જીવીયાઓ - વવરોવિયા.
એ દશે ગુણતાં પ૬૩૪ ૧૦= પ૬૩૦થાય. એમાં રાગથી અથવા ષથી હણ્યા હોય માટે બે એ ગુણતાં ૫૬૩૦X૨ = ૧૧૨૬૦થાય. મનથી, વચનથી અને કાયાથી હણ્યા હોય માટે ત્રણે ગુણતાં ૧૧૨૬૦૪૩ = ૩૩૭૮૦.
કરવા રૂપે, કરાવવા રૂપે, અનુમોદવા રૂપે અથવા કરણ-કરાવણ-અનુમોદન રૂપે હણ્યા હોય માટે ત્રણે ગુણતાં ૩૩૭૮૦૪૩ = ૧૦૧૩૪૦ વિકલ્પો થાય.
તેણે વર્તમાન કાળે, ભૂતકાળ અને ભવિષ્યકાળે એમ ત્રણ કાળથી ગુણતાં ૧૦૧૩૪૦ x ૩ = ૩૦૪૦૨૦ વિકલ્પો થાય. એમાં જાણતા અથવા અજાણતા બે એ ગુણતાં ૩૦૪૦૨૦ x ૨ = ૬૦૮૦૪૦ વિકલ્પો થાય છે.
એ વિકલ્પોને છ સાક્ષીએ ગુણાકાર કરતાં છ સાક્ષીમાં (૧) અરિહંત, (૨) સિધ્ધ, (૩) સાધુ, (૪) દેવ, (૫) ગુરૂ અને (૬) આત્મા પોતાનો આત્મા.
૬૦૮૦૪ X ૬ = ૩૬૪૮૨૪૦ વિકલ્પો થાય છે.
Page 26 of 75
Page #27
--------------------------------------------------------------------------
________________
એટલે કે છત્રીશ લાખ અડતાલીશ હજાર બસો ચાલીશ વિકલ્પોમાંથી કોઇપણ વિકલ્પથી આખા દિવસ દરમ્યાન જીવની હિંસા થઇ હોય તો તેનાથી પાછા ફરવા માટે એટલે તે પાપથી પાછા ફરવા માટે અને ફરીથી એ પાપ ન થાય એની કાળજી રાખવા માટે મિચ્છા મિ દુક્કડં આપુ છું એટલે કે એ મારા પાપા, મિથ્યા થાઓ અથવા એ મારા પાપો નાશ પામો એ ભાવ રાખીને ઇરિયાવહિયા સૂત્ર બોલવાનું છે અથવા એ ભાવ પેદા કરવા માટે આ સૂત્ર વારંવાર બોલવાનું કહેલું છે.
આ રીતે આ સૂત્ર બોલતા બોલતા સારોકાળ હોય અને લઘુકર્મી આત્મા હોય તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. આ સૂત્રના શબ્દો આવા ભાવથી બોલતા બોલતા અત્યાર સુધીમાં અનંતા જીવો મોક્ષે ગયેલા છે. મહાવિદેહ ક્ષેત્રમાંથી વર્તમાનમાં સંખ્યાતા જીવો મોક્ષે જઇ રહેલા છે અને ભવિષ્યમાં અનંતા જીવો મોક્ષે જશે.
એ સૂત્ર આજે બોલવા મલ્યું છે, સાંભળવા મળ્યું છે, સમજવા અને ચિંતન ક૨વા મળ્યું છે તો વર્તમાનમાં જો એકાગ્રતાપૂર્વક બોલવામાં આવે અને જીવ લઘુકર્મી હોય તો ચાર થાતી કર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા કરીને ક્ષયોપશમ સમકીત પામે-દેશવિરતિપણું પામે-સર્વવિરતિપણું પામે અપ્રમત્તભાવ એટલે સાતમા ગુણસ્થાનકને પામી શકે છે. સકામ નિર્જરા કરી શકે છે. પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી શકે છે અને જન્મ મરણનો ભુક્કો બોલાવી શકે છે અને સંખ્યાતા ભવોમાં મોક્ષ નક્કી કરી શકે છે.
વિચાર કરો કે આ પાંચમા આરામાં તથા હુંડા અવસરિપણી કાળમાં કે જે કાળ અનંતી ઉત્સરપિણી-અવસરપણી પછી આવે છે એવો કાળ અત્યારે પ્રાપ્ત થયેલો છે. એવા કપરા કાળમાં કે જે કાળમાં ભગવાનના શાસનમાં મોટા ભાગના ભારેકર્મી અને વક્ર તથા જડ જીવો આરાધના કરનારા પાકવાના છે એ
કાળમાં મહાપુરૂષોએ પ્રાણના ભોગે આ સૂત્રોને સાચવી સાચવીને આપણા સુધી પહોંચાડ્યા છે તો એ સૂત્રો બોલતા, સાંભળતા અંતરમાં આનંદ આવવાને બદલે નારાજી પેદા થતી જાય. બીજા બોલે તો આનંદ પેદા થતો જાય કે હાશ ! આપણે બચી ગયા ઇત્યાદિ અનેક પ્રકારના વિચારો કરી એ સૂત્રો પ્રત્યે અવગણના પેદા કરીએ તો એ સૂત્રો આપણા આત્માને માટે લાભદાયી કઇ રીતે બની શકશે ? એ વિચારણીય રૂપે લાગે છે ખરૂં ?
જે ઇરિયાવહિયા સૂત્ર જો ઉપયોગ પૂર્વક બોલવામાં આવ તો જરૂર લઘુકÇપણાને પ્રાપ્ત કરાવે છે તો પણ પ્રત્યે આદરભાવ કેટલો ? બહુમાન ભાવ કેટલો ? એનો વિચાર કરીએ છીએ ખરા ?
આ રીતે જાણી વિચારી આ સૂત્ર પ્રત્યેની વિચારણા કરતા થઇએ અને લઘુકર્મી બનીને ચારે ઘાતી કર્મોનો ક્ષયોપશમભાવ પેદા કરી ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ જરૂર કરીએ એવો ભાવ રાખીને આ સૂત્રોનો
વારંવાર ઉપયોગ કરતા થઇએ એ અભિલાષા.
એ
સૂત્ર
તરસ ઉત્તરી સૂત્ર
આ રીતે ઇરિયાવાહિયા સૂત્ર ભાવપૂર્વક બોલતાં આત્મા પોતે અશુભ આશ્રવોથી રહિત થતો જાય છે એટલે કે બંધાતી અશુભ પ્રકૃતિઓને અલ્પરસે બાંધતો જાય છે અને બંધાતી શુભ પ્રકૃતિને તીવ્રરસે બાંધતો જાય છે કે જે શુભ પ્રકૃતિઓનો રસ ઉદયમાં આવીને આત્માને આત્મિક ગુણો પેદા કરવામાં સહાયભૂત થાય છે. સંવર અને નિર્જરાને પેદા કરવામાં સહાયભૂત થતાં થતાં ચિત્તની પ્રસન્નતા પેદા કરાવવામાં તથા ચિત્તની પ્રસન્નતામાં આગળ વધવામાં સહાયભૂત થતો જાય છે. આ રીતે જેમ જેમ સંવરમાં ચિત્તની સ્થિરતા થતી જાય છે
Page 27 of 75
Page #28
--------------------------------------------------------------------------
________________
તેમ તેમ જીવનમાં જે પાપો થયેલા છે એ પાપથી પાછો ફર્યો એની શુધ્ધિનો આનંદ પેદા થતો જાય છે. આ રીતે શુદ્ધિ કરતા કરતા ઉપયોગથી કે અનુપયોગથી જે પાપ પોતાના જાણવામાં આવેલું ન હોય એવું જે પાપ થઇ ગયું હોય એ પાપની શુદ્ધિ માટે તસ્સ ઉત્તરી સૂત્ર ઉલ્લાસપૂર્વક બોલાઇ જાય છે કારણ કે પાપની શુધ્ધિનો જે આનંદ પેદા થયો એના પ્રતાપે અંતરમાં બીજા કોઇ પાપ રહી ન જાય એને માટે તસ્સ ઉત્તરી સૂત્ર બોલાય છે માટે આ સૂત્રને ઇરિયાવહિયા સૂત્રનું ઉત્તર સૂત્ર કહેવાય છે.
આત્મા અનાદિકાલથી પાપથી મલીન થયેલો છે તે આત્મા પોતાના પાપોને ઓળખીને તેની નિંદા અને ગહ કરીને તે પાપરૂપી આત્માનો નાશ કરીને સંવરને વિષે પુરૂષાર્થ કરીને સ્થિર થાય છે અને પ્રાયશ્ચિત કહેવાય
પ્રાયઃ એટલે પાપ અને ચિત્ત = શુદ્ધિ મલીન એવો આત્મા મલીનપણાનો નાશ કરીને શુધ્ધ બને છે તેને પ્રાયશ્ચિત કહેવાય છે.
આવા પાપના પ્રાયશ્ચિત રૂપે પચ્ચીશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કરવામાં આવે છે. ઇર્યાસમિતિ પૂર્વક ચાલતા ચાલતા પગ ઉપાડ્યો અને જીવ દેખાય તોય એ જીવ ઉપર પગ મૂકીને જાય તો પણ પાપ લાગતું નથી જો તે વખતે પગ ન મૂકે અને શરીરનું બેલેન્સ ન રહે અને શરીર ગબડી પડે તો ઘણાં જીવોની હિંસાનું પાપ લાગે છે આથી ઉપાડેલો પગ મુકીને આગળ ચાલવું એને અહિંસક પરિણામ અંતરમાં રહેલો હોવાથી અને હિંસાનો ભાવ ન હોવાથી એ જીવ મરી જાય-કિલામણા પામે તો પણ પાપ લાગતું નથી. અને ઇર્યાસમિતિ વગર ચાલતા ચાલતા કોઈ જીવ ન મરે તો પણ હિંસાનું પાપ લાગે છે.
મારાથી કોઈ જીવને દુઃખ થઈ ગયું હોય તો તેના પ્રાયશ્ચિત રૂપે જ ઇરિયાવહિયા સૂત્ર બોલવાનું છે. જગતના સઘળાય જીવો સુખના જ ઇચ્છુક છે. મારા સુખ માટે કોઈ જીવને દુઃખ થાય એમાં મારે શું? આ વિચારણાને જ્ઞાની ભગવંતો શલ્ય (કપટ) કહે છે. આપણે બીજાને કહીએ તો ચાલે પણ કોઈ આપણને ન કહે એને જ કપટ કહેવાય છે. સંસાર નિમિત્તને આધીન થયા એટલા સંવરથી જીવો ખસ્યા કહેવાય છે. અનુકૂળ પદાર્થોનું અર્થિપણું એનેજ જ્ઞાની ભગવંતોએ મોટામાં મોટું કપટ એટલે શલ્ય કહેલું છે.
આત્માથી પર જેટલા પદાર્થો એની ઇચ્છા એનું નામ કપટ, કપટ કહેવાય, માયા કહેવાય, શલ્ય કહેવાય આ બધું આમાં આવે છે. આનાથી જ દુર થવાનો પ્રયત્ન કરવાનો છે.
અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો અને ભારેકર્મી જીવો કપટરહિત ક્રિયા જ કોઇપણ વાર કરી શકતા નથી. કારણ કે તેઓ સુખના અર્થિ છે. જે ક્રિયાઓ કરે છે તે નવમા રૈવેયકના સુખને માટે કરે છે. મોક્ષનો અભિલાષા હોતો નથી માત્ર સુખનોજ હેતુ હોય છે.
લઘુકર્મી ભવ્યાત્મા જીવોજ માયા રહિત અથવા કપટ રહિત થઈનેજ ક્રિયા કરતા હોય છે. છોડવાલાયક પદાર્થોને ગ્રહણ કરવા લાયક માને તેને મિથ્યાત્વ શલ્ય કહેવાય છે. ભગવાને જે છોડ્યું એ છોડવા માટે હું ઉલ્લાસપૂર્વક કાઉસ્સગ કરું છું તોજ સકામ નિર્જરા થાય. જ્ઞાની ભગવંતો કહે છે કે જીવને ચાલતા જે કાંઇ વિરાધના થયેલી હોય છે એ વિરાધનાના પાપથી છૂટવા
Page 28 of 75
Page #29
--------------------------------------------------------------------------
________________
માટે જેમ ઇરિયાવહિયા સૂત્ર બોલાય છે અને મિચ્છામિ દુક્કડ દેવાય છે એની સાથે સાથે જ છદ્મસ્થ જીવ હોવાથી મનથી જે કોઇ અતિચાર લાગી ગયો હોય એ અતિચારના પાપનો નાશ કરવા માટે કાઉસ્સગ કરવાનું વિધાન કહેલું છે.
શલ્ય રહિત ક્રિયા કરવી તે અતિચાર રહિત ક્રિયા કહેવાય છે. અને શલ્યપૂર્વકની ક્રિયા કરવી તે અતિચાર સહિતની ક્રિયા કહેવાય છે.
અભવ્ય-દુર્ભવ્ય અને ભારેકર્મી જીવોની નિરતિચાર ક્રિયા પણ નવમા ગ્રેવેયકના સુખ માટેની હોવાથી માયા સહિતની એટલે માયા શલ્યપૂર્વકની ક્રિયા કહેવાય છે અને એની સાથે સાથે એ સુખ જ ખરેખરૂં સુખ છે. મેળવવા જેવું એજ છે એવી જે બુધ્ધિ રહેલી હોય છે માટે મિથ્યાત્વ શલ્યપૂર્વકની ક્રિયા ગણાય છે.
આથી એ જીવો ગમે તેટલા કાઉસ્સગ કરે તો પણ તેમાં આત્મકલ્યાણ કરવાનો હેતુ ન હોવાથી નિયમો પાપાનુબંધી પુણ્ય બંધાય છે અને નિયમો અકામ નિર્જરા કરે છે.
જેમ એકેન્દ્રિય જીવો દુઃખ વેઠીને અકામ નિર્જરા કરે છે એવી રીતે આ જીવો એટલે અભવ્યાદિ જીવો કપટ સહિત ચારિત્રનું પાલન કરીને અકામ નિર્જરા કરે છે. કેટલીકવાર એકેન્દ્રિય જીવોને સુખનું ધ્યેય નિશ્ચિત ન હોવાથી દુઃખ વેઠીને અકામ નિર્જરા વધારે થાય એમ પણ બને છે જયારે આ જીવોને જાણી બુઝીને સુખનું ધ્યેય હોવાથી અકામ નિર્જરા ઓછી થાય છે. આનું નામ જ જૈનશાસન છે.
લોકોત્તર મિથ્યાત્વવાળા જીવોને સમકીત પામવું દુર્લભ છે. લૌકિક મિથ્યાત્વવાળાને સમકિત પામવું સહેલું છે.
દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરતા આલોક કે પરલોકના સુખની માગણી કરવી, દુઃખના નાશની ઇચ્છા કરવી એ લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે.
ઇતર દર્શનના દેવ, દેવી, સન્યાસી પાસે આલોકના સુખની પરલોકના સુખની માગણી કરવી તે લૌકિક મિથ્યાત્વ કહેવાય છે.
જીવ પાપનું પ્રાયશ્ચિત કરતો થાય એટલે પાપને પાપરૂપે માનતો થાય, પાપભીરતા અંતરમાં પેદા થતી જાય અને એના પ્રતાપે જીવનમાં શક્તિ મુજબ પાપ ઓછું થતું જાય, જેમ જેમ પાપનો નાશ થતો જાય તેમ તેમ આત્મામાં વિશુધ્ધિ પેદા થતી જાય છે એ વિશુધ્ધિના પ્રતાપે સાચા સુખની ઇચ્છા પેદા થતી જાય છે અને એ સાચા સુખની ઇચ્છાના કારણે વિશુધ્ધિની સ્થિરતા થતી જાય છે. વિશુધ્ધિની સ્થિરતા પેદા થતા જીવના અંતરમાંથી શલ્યોનો નાશ થતો જાય છે એટલે કે ઇચ્છિત સુખો માટે માયા શલ્ય કરવાનું મન થતું નથી. મિથ્યાત્વની મંદતા થવાના કારણે મિથ્યાત્વ શલ્યનો નાશ થતો જાય છે આથી એ ઇચ્છિત સુખો માટે પોતે કરેલો ધર્મ વેચવાનું મન થતું નથી એટલે કે જો મારા તપ અને ધર્મનું ફળ મને મળવાનું હોય તો એનાથી આ મળો-આવું મળો એમ ઇચ્છિત સુખોની માગણી કરીને મેળવવાનું મન થતું નથી આથી નિયાણ શલ્ય પણ પેદા થઇ શકતું નથી.
માત્ર એક એટલું વિશેષ છેકે શુધ્ધ પરિણામ પેદા કરીને સમકિત પામ્યા પછી આત્મા વિશુધ્ધિમાં રહેલો હોવા છતાં પણ એ વિશુધ્ધિ પ્રાપ્ત કરતા પહેલા નિકાચીત કર્મો બાંધેલા હોય અને એ ઉદયમાં વિશુધ્ધિના કાળમાં આવે તો તે વિશુધ્ધિને મંદ કરીને કરેલા તપ અને સંયમના ફળ સ્વરૂપે દુનિયાના ઇચ્છિત પદાર્થો માગવાનું જીવને મન થઇ જાય છે અને માગે છે અને તે પ્રમાણે મલે પણ છે પણ શાસ્ત્ર કહે છે કે નિયાણાથી મેળવેલા
Page 29 of 75
Page #30
--------------------------------------------------------------------------
________________
ઇચ્છિત પદાર્થો જીવને નિયમો નરકમાં લઈ જાય છે. જેમકે નિયાણાથી મેળવેલું ચક્રવર્તીપણું એ ચક્રવર્તીને મરણ પછી નિયમા નરકે લઇ જાય છે. એવી રીતે વાસુદેવપણું અને પ્રતિવાસુદેવપણું જીવો નિયાણું કરીને પામે છે એથી વાસુદેવ-પ્રતિવાસુદેવ મરીને નિયમા નરકમાં જાય છે. આ રીતે વાસુદેવ-પ્રતિવાસુદેવપણાનું નિયાણું નિયમા છઠ્ઠી ગુણસ્થાનકમાં રહેલા જીવો જ કરી શકે છે એ નિયાણું કરનારા જીવોને ભાવથી છઠ્ઠા ગુણસ્થાનકનો પરિણામ પેદા થયેલો હોય છે. તપ પણ પોતાના જીવનમાં સુંદર કરે છે અને સંયમનું પાલન પણ સારી રીતે કરે છે પણ પૂર્વે બાંધેલા નિકાચીત કર્મો ઉદયમાં આવતા એ ઉદયને જીવો આધીન થતાં પોતાના તપ અને સંયમના ફળ સ્વરૂપે વાસુદેવ અને પ્રતિવાસુદેવપણાની માગણી કરે છે કે જો મને આનું ફલ મળવાનું હોય તો આ માળો ! એવી જ રીતે જે જીવો છટ્ટા સાતમા ગુણસ્થાનકમાં સુંદર રીતે આરાધના કરીને જીવતા હોય અને ચક્રવર્તીની ઋધ્ધિ સિધ્ધિ જુએ અને નિકાચીત કર્મનો ઉદય થતાં એ ચક્રવર્તીપણું માગવાનું મન થઇ જાય અને એ નિયાણું કરે તો ચક્રવર્તીપણું મલે પણ એ રીતે ચક્રવર્તીપણું પ્રાપ્ત કરીને એ જીવ નિયમા નરકમાં જ જાય છે.
આથો જેમ વિશુધ્ધિમાં આગળ વધતો આત્મા શલ્ય રહિત થતો જાય તોજ એની પ્રસન્નતા વધતા વધતા સાચા સુખનો આસ્વાદ આંશિક પેદા થતો જાય છે અને એ આનંદના પ્રતાપે જ પોતાનાથી જે પાપો થયેલા હોય તે પાપોનો નાશ કરવા માટે કાઉસ્સગ કરવામાં વર્ષોલ્લાસ વધતો જાય કે હાશ આ કાઉસ્સગથી મારા આટલા પાપોનો જરૂર નાશ થશે એ વિશ્વાસથી કાઉસ્સગ કરવા માટે ઉપસ્થિત થાય છે.
પાપ કર્મોનો નાશ કરવા માટે કાઉસ્સગ કરું છું અહીં પાપ કર્મોમાં ચાર ઘાતી કર્મો લેવાના છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતી કર્મો કહેવાય છે.
જ્ઞાનાવરણીય કર્મનો ગમે તેટલો સારો ક્ષયોપશમ ભાવ પેદા થયેલો હોય, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી ઇન્દ્રિયો ગમે તેટલી સારી મળેલી હોય તથા વીઆંતરાયના ક્ષયોપશમભાવથી ગમે તેટલો મન, વચન, કાયાના યોગનો વ્યાપાર સારી રીતે કરી શકે એવો મળેલો હોય પણ દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ થયેલો ન હોય તો એ બધો ક્ષયોપશમ ભાવ સંસાર વધારનારો બને છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમભાવ પેદા થયેલો હોય તો મિથ્યાત્વની મંદતા થાય અને ઇષ્ટ સુખની ઇચ્છા થાય અને સાથે ઇચ્છિત સુખ દુઃખ રૂપ લાગે તોજ જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમભાવ જન્મ મરણનો નાશ કરવામાં સહાયભૂત થાય. આથી જે કર્મો જન્મ મરણ વધારવામાં સહાયભૂત થાય છે એવા પાપ કર્મોનો નાશ કરવાની ભાવના પેદા થતાં હું કાઉસ્સગ કરવા માટે ઉપસ્થિત થયેલો છું.
જયાં સુધી જીવોને મોહનીય કર્મ ભારે હોય ત્યાં સુધી બાકીના ત્રણે ઘાતી કર્મો મોહનીય કર્મની જેમ કામ કરતા હોય છે એટલે કે મોહનીય કર્મનું જેટલું જોર વધારે એટલા જન્મ મરણની પરંપરા પણ વધારેને વધારે વધતી જાય છે. મોહનીય કર્મ જેટલું વધારે નબળું પડતું જાય એટલે જન્મ મરણની પરંપરા વધતી અટકી જાય અને વધેલા હોય તે ઓછા થતા જાય છે.
આથી નિશ્ચિત થાય છે કે જે જીવો પાપનું પ્રાયશ્ચિત કરતા કરતા વિશુધ્ધિ પેદા કરીને ટકાવી રાખે છે અને શલ્યરહિત જીવન જીવવા પ્રયત્ન કરતા જાય છે એ જીવોના જન્મ મરણ ઘટતા જાય છે અને જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી ઉત્તરોત્તર આરાધના સારી રીતે થાય વધે વિશુદ્ધિ અને પ્રસન્નતા વધે એવા સન્ની પર્યાપ્તાના ભવો મલતા જાય અને એમાં એક છેલ્લો ભાવ એવો આવે કે સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા થાય. આ માટે જીવ કાઉસ્સગ
Page 30 of 75
Page #31
--------------------------------------------------------------------------
________________
કરવા માટે ઉપસ્થિત થયેલો હોય છે.
અન્નત્ય સૂત્ર
આ રીતે જતા આવતા જે કોઇ જીવોની વિરાધના થઇ હોય તે વિરાધનાના પાપથી છૂટવા માટે જ્ઞાની ભગવંતોએ પચ્ચીશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કરવાનો કહેલો છે. ઉલ્લાસપૂર્વક ચિત્તની એકાગ્રતા અને પ્રસન્નતાપૂર્વક કાયાનો ત્યાગ કરીને અથવા પચ્ચીશ શ્વાસોચ્છવાસ કાલ સુધી કાયાને વોસીરાવીને તત્વની ચિંતવણા એટલે પદાર્થોની વિચારણા કરવામાં આવે. અત્યારે હાલ એ પચ્ચીશ શ્વાસોચ્છવાસમાં કયા પદાર્થો કેટલા પદાર્થોની ચિંતવના વિચારણા કરવી એ કાંઇ મલતુ ન હોવાથી ગીતાર્થ ગુરૂભગવંતોએ ભેગા થઇ એ કાળમાં એક લોગસ્સનો કાઉસ્સગ ચંદેસુ નિમ્મલયરા સુધીના પદ સુધીનો કરવો એવું નક્કી કરેલું હોવાથી લોગસ્સનો કાઉસ્સગ કરાય છે. લોગસ્સમાં સાત ગાથાઓ છે. એક એક ગાથાના ચાર પદો આવે છે. એક પદ બરાબર એક શ્વાસોચ્છવાસ નક્કી કરી છ ગાથાઓ થાય એટલે ચોવીશ શ્વાસોચ્છવાસ થાય છે અને પચ્ચીશમો
સાતમી ગાથાનું પહેલું પદ લેતા પચ્ચીશ શ્વાસોચ્છવાસ થાય છે. આ રીતે કાઉસ્સગ કરવા ઉપસ્થિત થયેલો છું એમ જણાવીને પોતાનું શરીર કેવા પ્રકારનું છે એ જીવ પાતે જાણતો હોય છે કારણ કે ઔદારીક શરીર એવા પ્રકારનું હોય છેકે જેમાંથી સમયે સમયે ધાતુઓ ગળતી જ હોય છે. કફ વાત અને પીત્તથી ભરેલું કયા ટાઇમે ક્યાંથી કફ, વાત અને પીત્ત નીકળે તે કહી શકાય નહિ. આથી એ શરીરના કારણે દોષોનું સેવન થઇ જાય કે જે દૂર કરવા ઇચ્છતો હોવા છતાં પણ તે દોષો દૂર થઇ શકે એમ ન હોય એવા દોષોના સેવન માટે પહેલેથી જ એની ગુરૂ ભગવંત પાસે આજ્ઞા લઇને એ દોષોની છૂટ માગે છે.
અન્નત્થ સૂત્રમાં જે જે દોષોનું વર્ણન કરેલું છે તે દોષોની છૂટ ગુરૂ ભગવંત પાસે પહેલેથી માગી લે છે કારણ કે કદાચ એ દોષોનું સેવન કરવું પડે તો એ દોષોનું સેવન કરતા પાપ ન લાગે એટલા માટે છુટ લીધેલી છે. પણ છુટ લીધેલા દોષોનું સેવન કરવું જ જોઇએ એવો નિયમ નથી કારણ કે જ્યારે જ્યારે એમાં જણાવેલા દોષોનું સેવન કરવાનો વખત આવે અને તે વખતે એ દોષોનું સેવન ન કર તો પાછળથી એના શરીરમાં કોઇપણ વિકૃતિ પેદા થતાં શરીર બગડતા આરાધનામાં વિક્ષેપ પડે છે. એ આરાધનામાં વિક્ષેપ ન પડે માટે અને શરીર અસમાધિનું કારણ ન બને તે હેતુથી દોષોની છુટ રાખેલી હોય છે. આના સિવાયના એટલે કે અન્નત્થ સૂત્રમાં કહેલા સિવાયના બાકીના જે દોષો પેદા થતા હોય એ દોષોનો ત્યાગ કરીને જ કાઉસ્સગ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. અન્નત્થ સૂત્ર સિવાયના બાકીના એકવીશ દોષો કહેલા છે. એ એકવીશ દોષોનો ત્યાગ કરીને ઉલ્લાસપૂર્વક કાઉસ્સગ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ કારણ કે એને ખબર છે કે આ કાઉસ્સગ કરવાથી અજાણતા-અનપયોગથી પાપ થઇ ગયા હોય એ પાપોથી પાછા ફરાય છે તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધવા રૂપે જે પાપો થઇ ગયા હોય તે પાપોનો નાશ આ કાઉસ્સગથી થાય છે. માટે ઉલ્લાસપૂર્વક કાઉસ્સગ કરે છે અને જો કોઇ શરીરનું કારણ હોય એટલે કે શરીરમાં રોગાદિ પેદા થયેલા હોય અને દાષોનું નિવારણ કરી કાઉસ્સગ થઇ શકે એમ ન હોય તો અંતરમાં દુઃખ રાખીને દોષનું સેવન કરીને પણ કાઉસ્સગ કરે.
એક નવકારનો કાઉસ્સગ = આઠ શ્વાસોચ્છવાસ થાય.
પચ્ચીશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = એક લોગસ્સ.
Page 31 of 75
Page #32
--------------------------------------------------------------------------
________________
પચાશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = બે લોગસ્સ. સો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = ચાર લોગસ્સ. એકસો આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = ચાર લોગ. ૨૭ પદવાળા. એકસો બાર શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = ચાર લોગસ્સ સંપૂર્ણ. ત્રણસો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = બાર લોગસ્સ. પાંચસો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = વીશ લોગસ્સ. એક હજાર આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = ચાલીશ લોગસ્સ ઉપર એક નવકાર. મુખ્ય ચાર દોષથી રહિત જૈન શાસનની બધી ક્રિયાઓનાં અનુષ્ઠાન કરવાનું વિધાન કહેલું છે.
(૧) અતિ પરિણત દોષઃ- જે અનુષ્ઠાનમાં જેટલું કરવાનું કહેલું હોય એથી અધિક કરવું એવી જ રીતે જે સૂત્રોમાં જેટલા શબ્દો આવેલા હોય તે પ્રમાણે તેટલા જ શબ્દો બોલવા ડબલ ન બોલાય એની કાળજી રાખવાની એટલે ઉપયોગ એ રાખવાનો કે ડબલ શબ્દો બોલાય નહિ તેમજ ઓછા પણ બોલાય નહિ. એવી જ રીતે કાઉસ્સગમાં જેટલા લોગસ્સનો કાઉસ્સગ કરવાનો કહ્યો હોય તેમાં જેટલા પદો કે શબ્દો આવતા હોય એનાથી અધિક પદો કે શબ્દો બોલવા તે અતિ પરિણત દોષ કહેવાય છે. એટલે કે એક લોગસ્સનો કાઉસ્સગમાં પચ્ચીશ પદ બોલવાના હોય છે એમાં એ બોલતા કે વિચારતા લોગસ-લોગર્સ અથવા ચંદેસુ-ચંદેસુ એમ કોઇ પણ પદમાં બે વાર બોલવામાં વિચારવામાં આવે એને અતિપરિણત દોષ કહેવાય છે.
દા.ત. સાધુ ભગવંતોના મોટા જોગમાં એટલે આગમ સૂત્રોની અનુજ્ઞાના યોગમાં જે સૂત્રો બોલવામાં આવે છે કાઉસ્સગ કરવામાં આવે છે તે આજ રીતે એટલે કે એક પદ કે શબ્દ બે વાર ન બોલાય એની કાળજી રાખીને બોલવાના હોય છે. જો એ ડબલ બોલાય તો એ ક્રિયા ફરીથી કરવી પડે છે અથવા એ ક્રિયા એ દિવસની ફોક થાય છે. આ રીતે બોલવાથી એટલે ઉપયોગ પૂર્વક બોલવાથી ડબલ ન બોલાઇ જાય એની કાળજી રાખીને બોલવાથી મનની એકાગ્રતા થતી જાય છે અને એ મનની એકાગ્રતાથી ઉપયોગ બરાબર જળવાય છે અને એથી એ ક્રિયામાં આનંદ પેદા થતો જાય છે અને આથી ખરી વિધિ આખું પ્રતિક્રમણ પૂર્ણ થવા આવે અને શાંતિના કાઉસ્સગમાં અથવા શાંતિ બોલતા ડબલ વાર શબ્દો બોલાય તો આખું પ્રતિક્રમણ ફરીથી કરવાનું વિધાન કહેલું છે આજે એ થતું નથી માટે જ ક્રિયાની કિંમત-બહુમાન અને આદરભાવ વધતો નથી.
(૨) ન્યૂન દોષ:- જે ક્રિયાના અનુષ્ઠાનો જે રીતે કરવાના હોય એનાથી ઓછા કરવા અથવા જે સૂત્રો બોલવાના હોય તે સૂત્રો બોલતા વચમાં વચમાં શબ્દો ઓછા બોલવા અથવા કાઉસ્સગ કરવામાં વચમાં વચમાં પદો રહી જાય, શબ્દો રહી જાય, શબ્દો ખોવાઇ જાય એ રીતે કાઉસ્સગ કરવા તે ન્યૂન દોષ કહેવાય છે.
આથી એ નિશ્ચિત થાય છે કે જૈનશાસનની ક્રિયાની કેટલી મહત્તા કહેલી છે. એકાગ્રતાપૂર્વક અને ઉપયોગપૂર્વક ક્રિયા કરવામાં આવે તો કેટલા કર્મોનો ભુક્કો જીવ બોલાવી શકે છે. સકામ નિર્જરા કરીને થોકની થોક કર્મ નિર્જરા કરી શકે છે. પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે અને બંધાયેલા અશુભ કર્મોનો રસ તીવ્રરૂપે સત્તામાં રહેલો હોય તો તે મંદરસવાળો થાય છે. તેમજ જન્મ મરણની પરંપરા પણ જરૂરથી ઘટાડે છે.
(૩) શન્ય દોષ :- મનની એકાગ્રતા રહિત વ્યગ્રચિત્તે ધર્મ આરાધના કરવી તે. ચંચળ મન રાખીને ઉતાવળ પૂર્વક ધર્મના અનુષ્ઠાનોનું સેવન કરવું તે શૂન્ય મન દોષ કહેવાય છે એટલે કે ક્રિયા કરવામાં મન ચોટે
Page 32 of 75
Page #33
--------------------------------------------------------------------------
________________
નહિ. જલ્દી ક્રિયા પૂરી થાય તો હું છુટું એ વિચારણા રાખીને ક્રિયાઓ કાઉસ્સગ આદિ કરવા તે શૂન્ય દોષ.
(૪) દગ્ધ દોષ :- ધર્મની આરાધનાના અનુષ્ઠાનો આલોકમાં આવતી પ્રતિકૂળતાઓ-દુઃખો દૂર કરવા માટે, નાશ કરવા માટે, અંતરાયો તોડવા માટે કરે તથા આલોકમાં સુખ સંપત્તિ મલે-વધે અને સારી રીતે ભોગવાય તથા પરલોકમાં પણ અનુકૂળ પદાર્થો સારા મલે એ હેતુથી અનુષ્ઠાન કરવા કાઉસ્સગ કરવો એ દગ્ધ દોષ રૂપ ક્રિયાઓ કહેવાય છે. દગ્ધ એટલે બાળવું આત્માને એ અનુષ્ઠાનો બાળે તે દગ્ધ દોષ કહેવાય છે. આ રીતે અનુષ્ઠાન કરવાથી અનુષ્ઠાનોનું ફળ નાશ પામે છે, જીવને સંસારની વૃદ્ધિ થાય છે. અકામ નિર્જરા થાય છે અને પાપાનુબંધિપુણ્ય બંધાય છે માટે આ ચાર દોષોનો નાશ કરી અનુષ્ઠાનોનું આચરણ કરવું જોઇએ.
આ ચારે પ્રકારના દોષ રહિત ક્રિયાના સૂત્રો બોલાય, સંભળાય તોજ આત્મામાં સંવર પેદા થતો જાય છે અને જીવ સંવરમાં આગળ વધતો વધતો ચિત્તની પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકે છે. આંશિક આત્મિક ગુણોનો વિકાસ કરી શકે છે.
એકવીશ દોષોનું વર્ણના
કાઉસ્સગ એકવીશ દોષોને વર્જીને કરવાનું વિધાન છે.
(૧) સામાન્ય રીતે કાઉસ્સગ જિનમુદ્રામાં ઉભા રહીને કરવાનું વિધાન કહેલું છે. ઉભા રહેવામાં જિનમુદ્રાથી ઉભા રહેવું હોય તો આગળ ત્રણ આંગળ જગ્યા રાખવાની અને પાછળ ચાર આંગળની જગ્યા રાખીને ઉભા રહેવાનું હોય છે એને જિનમુદ્રા કહેવાય છે. આ મુદ્રા સિવાય ઉભા રહીને કાઉસ્સગ કરવામાં આવે તેને ઘોટક દોષ કહેવાય છે. ઘોટક એટલે ઘોડાની જેમ વાંકા-ચુંકા પગ રાખીને ઉભા રહીને કાઉસ્સગ કરવો તે અથવા ઉંચા નીચા પગ રાખીને ઉભો રહે તે પહેલો દોષ કહેવાય છે.
(૨) લતા = વેલડી. કાઉસ્સગને વિષે શરીરને હલાવ્યા કરવું એટલે કે પગ સ્થિર રાખે અને બાકીનું આખું શરીર હાલ્યા કરે એટલે હાલમ ડોલમ થયા કરે તે બીજો દોષ.
(૩) થાંભલાને અડીને ઉભા રહી કાઉસ્સગ કરવો ત. (૪) ભીંત હોય તો ભીંતની દિવાલને અડીને ઉભા રહી કાઉસ્સગ કરવો તે. (૫) માળિયું કે છત ઉપર અડે એવું હોય તો માથું અડાડીને ટેકવીને કાઉસ્સગ કરવો તે. (૬) વસ્ત્ર રહિત થઇને પોતાના ગુપ્ત અંગોને હાથથી ઢાંકીને કાઉસ્સગ કરવો તે. (૭) માથું નીચું રાખીને કાઉસ્સગ કરવો તે. (૮) પગ પહોળા કરીને કાઉસ્સગ કરવો. (૯) અવિધિથી કપડા પહેરીને કાઉસ્સગ કરવો. (૧૦) મચ્છર વગેરે જીવાત કરડે નહિ માટે શરીરને ઢાંકીને કાઉસ્સગ કરવો. (૧૧) અંગુઠા ઉપર અંગુઠો ચઢાવી કાઉસ્સગ કરવો. (૧૨) આખું શરીર ઢાંકીને કાઉસ્સગ કરવો.
(૧૩) હાથમાં ચરવળો પકડતાં દાંડી આગળ રાખવાને બદલે દલીયો આગળ રાખીને કાઉસ્સગ કરવો તે.
(૧૪) ચિત્તની ચંચળતા રાખીને કાઉસ્સગ કરવો તે. (૧૫) કપડાને ગુંચળું વાળીને કાઉસ્સગ કરવો તે.
Page 33 of 75
Page #34
--------------------------------------------------------------------------
________________
(૧૬) માથાને હલાવતા હલાવતા કાઉસ્સગ કરવો તે. (૧૭) હુંકારો બોલતા બોલતા કાઉસ્સગ કરવો તે. (૧૮) આંગળાના વેઢા વી વીને કાઉસ્સગ કરવો. (૧૯) આંખના ભવા ઉંચા નીચા કરી કાઉસ્સગ કરવો. (૨૦) શબ્દ બોલી બોલીને કાઉસ્સગ કરવો. (૨૧) હોઠ હલાવી હલાવીને કાઉસ્સગ કરવો તે.
આ રીતે દોષ રહિત કાયાને વોસીરાવીને કાઉસ્સગ કરવા જીવ પ્રયત્ન કરતો જાય તો પોતાના આત્માને સંવર અને નિર્જરાને વિષે સ્થિર કરીને આઠેય કર્મોનો તીવ્રરસ બંધાતો હોય તો મંદ કરતો જાય છે અને બંધાયેલા તીવ્ર રસને પણ મંદ બનાવતો જાય છે અને બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ તીવ્રરસે બાંધે છે તથા સત્તામાં શુભકર્મો મંદરસે હોય તો તીવ્રરસે કરે છે આને જ જ્ઞાની ભગવંતોએ સંવર-નિર્જરા કહેલી
અશુભ કર્મોને સંપૂર્ણપણે આવતા રોકવાનું કામ જીવોનું નથી કારણ કે દશમા ગુણસ્થાનક સુધી જીવો શુભ અને અશુભ બન્ને પ્રકારના કર્મોનો બંધ સમયે સમયે કર્યા જ કરે છે. એકલા શુભ કર્મો બાંધી શકતો નથી તેમજ એકલા અશુભ કર્મો પણ બાંધી શકતો નથી. આથી નિયમ એ છેકે જીવ આત્માની વિશુધ્ધિમાં આગળ વધે તેમ તેમ અશુભ કર્મો મંદરસે બંધાય અને શુભ કર્મો તીવ્રરસે બંધાય. જીવ જેમ જેમ સંકલેશમાં આગળ વધે તો એ સંકલેશથી અશુભ કર્મો તીવ્રરસે બંધાય અને તે વખતે બંધાતા. શુભકર્મો મંદરસે બંધાય છે. આથી જીવો શુભાશુભ બન્ને પ્રકારના કર્મોનો બંધ કર્યા જ કરે છે. અગ્યારથી તેર ગુણસ્થાનકમાં રહેલા જીવો એક શાતાવેદનીય શુભ પ્રકૃતિનો જ બંધ કરે છે.
એ પણ સ્થિતિ અને રસ વગરની બાંધે છે. અશુભ કર્મોનો તીવ્રરસ સંકલેશથી બંધાય છે. શુભ કર્મોનો તીવ્રરસ વિશુદ્ધિથી બંધાય છે. સુખનું અર્થિપણું એને જ પાપનો વિચાર કહેલો છે. રાગ-દ્વેષની પરિણતિ (પરિણામ) એને જ જ્ઞાની ભગવંતોએ સંકલેશ કહ્યો છે. આત્મિક ગુણોનો નાશ થાય એવી તીવરસે કર્મોનો બંધ ના કરો.
કાઉસ્સગ કરતા આનંદ થાય એને ટકાવવા પ્રયત્ન કરવો એજ આશ્રવને સંવર રૂપે બનાવવાનો. પ્રયત્ન કહેવાય છે એને જ પ્રત્યક્ષ ળ કહ્યું છે.
ક્રિયા ક્રિયારૂપે કરવાની નથી પણ આત્માને સ્પર્શે એ રીતે ક્રિયા કરવાની છે. એક વિષય બરાબર ભણવામાં આવે તો બધા વિષયો સાંગોપાંગ બનાવી શકો.
આ રીતે વીર્ષોલ્લાસ પૂર્વક કાઉસ્સગ જીવ કરે એટલે એવો ઉલ્લાસ પેદા થાય કે નમો અરિહંતાણ બોલતા બોલતા થાય કે ચોવીશે તીર્થંકર પરમાત્માઓએ પાપથી પાછા વા માટે થયેલા પાપોને નાશ કરવા માટે કેવો સુંદર માર્ગ બતાવેલો છે. જો આ માર્ગ અને મલ્યો ન હોત તો મારું શું થાત ? પાપથી હું શી રીતે પાછો ફ્રી શકત અને વિશુદ્ધિને પ્રાપ્ત કરી શકત ?
આથી માર્ગ બતાવનાર એવા ઉપકારી ચોવીશે તીર્થંકર પરમાત્માની સ્તવના કરવા માટે મોટેથી લોગસ્સ સૂત્ર બોલાઇ જાય છે.
આથી લખ્યું છે કે કાઉસ્સગ કર્યા પછી પ્રગટ લોગસ્સ કહેવો.
Page 34 of 75
Page #35
--------------------------------------------------------------------------
________________
લોણરસ સૂત્ર
આ સૂત્ર અનાદિકાળથી વિદ્યમાન છે. એમાં વિશેષતા એટલી છે કે અત્યાર સુધીમાં અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી પસાર થયેલો છે એ દરેક કાળને વિષે લોગસ્સ સૂત્રની પહેલી પાંચમી છઠ્ઠી અને સાતમી ગાથા શાશ્વતી હોય છે. માત્ર બીજી-ત્રીજી અને ચોથી ગાથાને વિષે અત્યારે વર્તમાનમાં આ અવસરપિણી કાળના આ ભરત ક્ષેત્રના એટલે જંબુદ્વીપના ભરત ક્ષેત્રના કાળના ચોવીશ તીર્થકરોના નામોનું વર્ણન છે. એમ બાકીના ચાર ભરત અને પાંચ એરવત ક્ષેત્રને વિષે વર્તમાન ચોવીશીમાં થયેલા તીર્થકરોના નામો હોય છે. આ રીતે દરેક ઉત્સરપિણી અને અવસરપિણીકાળના ચોવીશ. તીર્થકરોના નામો બીજી-ત્રીજી-ચોથી ગાથામાં જાણવા. બાકીની ચાર ગાથાઓના જે શબ્દો છે તે શબ્દો પ્રમાણે દરેક વખતે ગાથાઓ હોય છે માટે આ સૂત્ર એ અપેક્ષાએ અનાદિકાળનું કહેવાય છે. આ લોગસ્સ સૂત્રમાં ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તવના હોવાથી ચતુર્વિશતિ સ્તવ સૂત્ર નામ પણ કહેલું છે.
આ અવસરપિણી કાળમાં આપણા નિકટના એટલે નજીકના ઉપકારી ચોવીશ તીર્થંકર પરમાત્માઓ થયેલા છે એ તીર્થંકર પરમાત્માઓએ આપણા સૌના આત્માના ઉત્થાન માટે માર્ગ મુકેલો છે એથી એમની સ્તવના કરતા આત્મકલ્યાણમાં આગળ વધી આત્મકલ્યાણ સાધીએ તોજ ચોવીશે તીર્થંકર પરમાત્માઓની કરેલી સ્તવના આપણા આત્માને માટે સાર્થક થાય.
જો આ સ્તવના કરવા લાયક સૂત્ર બોલતા કે એનો કાઉસ્સગમાં ચિંતન કરતા જો આત્મકલ્યાણની ભાવના ન હોય એની વિચાર સરણી પણ પેદા ન થાય તો ઉપકારીઓની સ્તવના લદાયી થતી નથી.
આ સૂત્રનું નામ લોગસ્સ સૂત્ર રાખવામાં આવ્યું છે એનું કારણ આ સૂત્રની પહેલી ગાથા લોગસ્સા શબ્દથી શરૂ થાય છે માટે લોગસ્સ સૂત્ર નામ રાખવામાં આવ્યું છે.
પહેલું પદ – લોગસ્સ ઉજાગરે
લોકને વિષે ઉધોત કરનારા
લોકને વિષે એટલે ત્રણ લોકને વિષે ઉર્ધ્વલોક, તિષ્ણુલોક અને આધોલોકને વિષે ઉધોત કરનારા એટલે પ્રકાશ કરનારા, શેનો ? જ્ઞાનનો પ્રકાશ કરનારા. આથી ત્રણે લોકને વિષે તીર્થંકર પરમાત્માઓ. પ્રકાશ કરનારા કહેલા છે.
ઉર્ધ્વલોક એટલે મહાવિદેહ ક્ષેત્રના બરાબર મધ્યભાગમાં મેરૂ પર્વત રહેલો છે એની સપાટી દશા હજાર યોજન પહોળી છે. ઉંચાઇમાં નવ્વાણુ હજાર યોજન ઉંચો છે અને જમીનમાં એક હજાર યોજન છે એમ એક લાખ યોજનનો કહેવાય છે. એ મેરૂ પર્વતની સપાટીથી નવસો યોજન ઉંચાઇએ એટલે ઉંચાઇ સુધી તિરસ્કૃલોક કહેવાય છે. એ નવસો યોજનની બહારનો ભાગ ઉર્ધ્વલોકની શરૂઆત રૂપે ગણાય છે એટલે ત્યાંથી ઉદ્ગલોકની શરૂઆત થાય છે. એ નવસો યોજનની ઉપર મેરૂપર્વતને વિષે નંદનવન વગેરે વનો આવેલા છે ત્યાં રહેલા મનુષ્યો અને તિર્યંચો પુરૂષાર્થ કરીને ઉપશમ સમકીત અથવા ક્ષયોપશમ સમકીતની. પ્રાપ્તિ કરે ત્યારે તેઓનું શ્રુતઅજ્ઞાન શ્રુતજ્ઞાન રૂપે બને છે એ રીતે ઉધોત કરનારા ગણાય છે.
અથવા ઉર્ધ્વલોક એટલે જ્યાં સુધી સન્ની પર્યાપ્તા મિથ્યાદ્રષ્ટિ જીવો ઉત્પન્ન થતાં હોય ત્યાં સુધીનો સમજવો એટલે કે વૈમાનિકના દેવોમાં નવમા ગ્રેવેયક સુધીના દેવોમાં જે લઘુકર્મી ભવ્યાત્મા મિથ્યાદ્રષ્ટિ દેવો હોય છે તે પુરૂષાર્થ કરીને ઉપશમ સમકીત કે ક્ષયોપશમ સમકીત પ્રાપ્ત કરી શકે છે માટે લોકને વિષે ઉધોતા
Page 35 of 75
Page #36
--------------------------------------------------------------------------
________________
કરનારા કહેવાય છે.
અધોલોકને વિષે એટલે મેરૂ પર્વતની સમભુતલા પૃથ્વીની સપાટીથી નવસો યોજન નીચે સુધીનો તિતિલોક કહેવાય છે એના પછી સો યોજન સુધીમાં આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના આઠ ક્ષેત્રમાંથી આઠમું કુબડી વિજય નામનું ક્ષેત્ર આવેલું છે જે અધોલોકમાં ગણાય છે ત્યાં રહેલા મનુષ્યો કેવલજ્ઞાન પામીને મોક્ષે જાય છે આથી અધોલોકમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી હોવાથી તથા એનાથી નીચે ભવનપતિના દેવો અને સાતેય નારકીના જીવો લઘુકર્મી ભવ્યો અનાદિ મિથ્યાદ્રષ્ટિ ઉપશમ સમકીત અથવા ક્ષયોપશમ સમકીત પામી શકે છે આથી એ સમકીત પમાડવામાં સહાયભૂત તીર્થંકરના આત્માઓ થતાં હોવાથી લોકને વિષે પ્રકાશ કરનારા કહેવાય છે. જ્યારે એ જીવો સમકીતની પ્રાપ્તિ કરે છે ત્યારે એ જીવોનું અજ્ઞાન સમ્યજ્ઞાન રૂપે બને છે માટે જ્ઞાનનો પ્રકાશ કરનારા કહેવાય છે.
તિર્ધ્યાલોકને વિષે - એક રાજ યોજન પહોળાઇવાળો તિર્હાલોક હોય છે. એક રાજ એટલે અસંખ્યાતા કોટાકોટી યોજન થાય છે. એ એક રાજ પહોળાઇમાં અસંખ્યાતા દ્વીપો અને સમુદ્રો આવેલાં છે તેમાં શરૂઆતના વચલા અઢીદ્વીપ અને બે સમુદ્રોને વિષે જ મનુષ્યોના જન્મ મરણ હોય છે અને તે મનુષ્યોના ક્ષેત્રો તથા બાકીના અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રોને વિષે રહેલા સન્ની તિર્યંચો અસંખ્યાતા હોય છે. તેમાં લઘુકર્મી ભવ્ય મિથ્યાદ્રષ્ટિ જીવો ઉપશમ સમકીત અને ક્ષયોપશમ સમકીત પામી શકે છે તે વખતે તેઓનું અજ્ઞાન સમ્યજ્ઞાન રૂપે બને છે. તે સમ્યજ્ઞાન રૂપી પ્રકાશ કરનારા કહેવાય છે. મનુષ્ય-ક્ષેત્રને વિષે રહેલા મનુષ્યો પુરૂષાર્થ કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. ઉપશમ સમકીત-ક્ષયોપશમ સમકીત અને મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વર્તમાનમાં કેટલાક ક્ષાયિક સમકીત પામી શકે છે તે વખતે તે જીવોનું અજ્ઞાન સમ્યજ્ઞાન રૂપે બને છે આથી લોકને વિષે પ્રકાશ કરનારા કહેવાય છે.
ઉર્ધ્વલોકમાં પાંચ અનુત્તરવાસી દેવોને ગ્રહણ કરેલ નથી એનું કારણ એ છે કે એ દેવો બધાય નિયમા સમકીતિ હોય છે અને મનુષ્યપણામાંથી સમકીત લઇનેજ ત્યાં ઉત્પન્ન થાય છે આથી ત્યાં મિથ્યાદ્રષ્ટિ દેવો ન હોવાથી નવું સમકીત પામનારા જીવો ન હોવાથી ગણતરીમાં લીધેલ નથી.
લવણ સમુદ્ર આદિ દરેક અસંખ્યાતા સમુદ્રો એક હજાર યોજન ઉંડા હોય છે તેમાં નવસો યોજન તિર્દા લોકરૂપે ગણાય છે અને બાકીના નીચેના સો યોજન અધોલોકમાં ગણાય છે આથી એ સમુદ્રોમાં પણ તિર્ધ્યાલોક અથવા અધોલોકમા રહેલા તિર્યંચો ઉપશમ સમકીત અથવા ક્ષયોપશમ સમકીત પામી શકે છે અને અજ્ઞાનમાંથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે.
આથી લોકને વિષે એટલે મનુષ્ય લોકને વિષે અથવા સમય ક્ષેત્રને વિષે અથવા પીસ્તાલીશ લાખ યોજનને વિષે અથવા બે સમુદ્ર અને અઢી દ્વીપને વિષે એવો પણ અર્થ થાય છે.
અત્યારે હાલમાં એટલે વર્તમાનમાં પાંચ ભરત, પાંચ ઐરવત ક્ષેત્રને વિષે મોક્ષ નથી પણ છેલ્લા ભગવાનનું શાસન દશે ક્ષેત્રોમાં વિદ્યમાન છે એટલે મોક્ષમાર્ગ રહેલો છે જ્યારે મહાવિદેહક્ષેત્રમાં હાલમાં પણ મનુષ્યપણું પામી આઠ વર્ષની ઉંમરનો લઘુકર્મી ભવ્યાત્મા સંયમનો સ્વીકાર કરી નવમા વર્ષે કેવલજ્ઞાન પામી શકે છે અને એ કેવલી ભગવંત આઠ વર્ષ ન્યૂન પૂર્વ ક્રોડ વર્ષ સુધી કેવલી તરીકે વિચરી મોક્ષે જાય છે. આથી મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જવાનો કાળ સદા માટેનો હોય છે. આ રીતે લોકને વિષે પ્રકાશ કરનારા - ઉદ્યોત કરનારા એવા અરિહંતોની હું સ્તવના કરું છું.
બીજું પદ – ધમ્મ તિત્શયરે જિણે
Page 36 of 75
Page #37
--------------------------------------------------------------------------
________________
જગતને વિષે તીર્થંકર થઇને મોક્ષે જનારા જીવોની જાતિ સ્પેશ્યલ હોય છે. જે ઉત્તમોત્તમ આત્માઓની જાતિ કહેવાય છે. અવ્યવહાર રાશીમાં સદા માટે અનંતા આત્માઓ તીર્થંકર થઇને મોક્ષે જનારા હોય છે. એમાંના મોટા ભાગના આત્માઓ જાતિ ભવ્ય રૂપે અવ્યવહાર રાશિમાં જ રહેવાવાળા હોય છે. કોઇ કાળે તેઓ બહાર નીકળવાના જ નથી. માત્ર એ અનંતા આત્માઓમાંથી અનંતમા ભાગ જેટલા જ આત્માઓ વ્યવહારરાશીમાં આવવાના છે અને એજ આત્માઓ પુરૂષાર્થ કરી સન્નીપણાને પામી તીર્થંકર થઇને મોક્ષે જનારા હોય છે.
તીર્થંકર થઇને મોક્ષે જનારા આત્માઓમાંથી મોટાભાગના એ આત્માઓ ત્રીજા ભવે જ સમકીતની. પ્રાપ્તિ કરી એ ભવમાં તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને દેવલોક કે નરકનો બીજો ભવ કરી ત્રીજા ભવે તીર્થકર તરીકે ઉત્પન્ન થાય છે એટલે કે તીર્થંકર થનારા હોય છે. એ તીર્થકરના આત્માઓ ત્રીજા ભવે સમકીત પામે છે. તેમાંય મોટા ભાગના સંયમનો સ્વીકાર કરી છટ્ટા અથવા સાતમા ગુણસ્થાનકે જ્ઞાનનો. અભ્યાસ કરે છે અને પોતાના રાગાદિ પરિણામને ઓળખીને એ રાગાદિ પરિણામના ઉદયને નિષ્ફળ બનાવવા માટે જ્ઞાનના ઉપયોગમાં રહેવા માટે પ્રયત્ન કરે છે એ પ્રયત્ન કરતા કરતા શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરતા જાય છે અને એ શ્રુતજ્ઞાનના ઉપયોગમાં આત્માને સ્થિર કરવા રોજ એકવીશ કલાક ઉભા ઉભા સ્વાધ્યાય કરે છે. એ વખતે પણ તેમના શરીરને કોઇ વાંસલાથી છોલે તો તે જીવો પ્રત્યે દ્વેષ પેદા થતો નથી અને કોઇ એમના શરીરને ચંદનનો લેપ કરે તો પણ તે જીવો પ્રત્યે રાગ પેદા થતો નથી. આથી આ જીવો. શ્રુતજ્ઞાનના ઉપયોગના બળે શરીર પ્રત્યે વાસી-ચંદન કમ્પો જેવા બની જાય છે. એટલે શરીર પ્રત્યેના ભેદ જ્ઞાનવાળા બને છે. આવા પરિણામની સ્થિરતા આવે ત્યારે એ જીવો તીર્થંકર નામકર્મ નિકાચના કરે છે અને એ શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ કાળ કરતી વખતે એટલે મરણ પામતી વખતે પોતાની સાથે લઇ દેવલોકમાં કે નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં દેવલોકમાં વૈરાગ્ય ભાવ સુખની સામગ્રીમાં રાખીને સાથે લાવેલા જ્ઞાનનો સ્વાધ્યાય કરતા કરતા સાગરોપમનો કાળ પસાર કરે છે અને નરકના દુ:ખમાં એ જ્ઞાનના અભ્યાસમાં આત્માને સ્થિર કરતા કરતા નરકના દુ:ખની વેદનામાં સમતાભાવ-સમાધિભાવ રાખીને કાળા પસાર કરે છે એટલે કે સમતા રાખીને જે શ્રુતજ્ઞાન ભણીને સાથે લઇ ગયેલા છે તેનો સ્વાધ્યાય નારકીના દુ:ખના કાળમાં કરતા કરતા દુ:ખને સારી રીતે સહન કરે છે.
આ રીતે દેવલોકમાં કે નરકમાં પોતાના આત્માને વૈરાગ્યભાવ અને સમાધિભાવમાં રાખીને ધર્મતીર્થને સ્થાપવાની યોગ્યતા પ્રાપ્ત કરતા જાય છે.
જે તીર્થકરના આત્માઓએ પહેલા ગુણસ્થાનકે રહીને નરક આયુષ્ય બાંધ્યું હોય અને પછી સમકીતની પ્રાપ્તિ કરે એ સમકીતના કાળમાં તીર્થંકર નામકર્મ નિકાચીત કરે તો તેવા જીવો મરણ પામીને નરકમાં જાય છે એ સિવાયના તીર્થંકરના આત્માઓ નરકમાં જતા નથી.
આ રીતે તીર્થકરના આત્માઓ દેવલોકમાંથી ચ્યવીને અથવા નરકમાંથી મનુષ્ય લોકમાં માતાના ગર્ભમાં આવે છે એટલે ચ્યવન પામે છે તે વખતે ગર્ભકાળમાં રહેલા એ તીર્થંકરના આત્માઓ. કણજ્ઞાન-મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત આવે છે. મતિ અને શ્રુતજ્ઞાન ત્રીજા ભવે જે ભણેલા. હોય છે, દેવલોકમાં કે નારકીમાં પરાવર્તન કરેલું હોય છે તે બધુંય સાથે લઇને આવે છે અને માતાના પેટમાં એટલે ગર્ભમાં રહેલા એ આત્માઓ એ શ્રુતજ્ઞાનના સ્વાધ્યાયમાં પોતાનો કાળ પસાર કરે છે. આ રીતે ચ્યવન પામેલા મનુષ્ય લોકમાં આવેલા તીર્થકરના આત્માઓને જોઇને ઇન્દ્ર મહારાજાને બહુમાન અને આદરભાવ પેદા થાય છે અને એકદમ ઉલ્લાસપૂર્વક અહોભાવ પેદા થાય છે અને એ ઇન્દ્ર મહારાજા પોતે
Page 37 of 75
Page #38
--------------------------------------------------------------------------
________________
પોતાના વિમાનમાં સાત ડગલા ભગવાન જે દિશામાં હોય તે દિશામાં જઇને સ્તવના કરે છે પછી નંદીશ્વર દ્વીપે જઇને અટ્ટાઇ મહોત્સવ કરે છે આને ચ્યવન કલ્યાણકની ઉજવણી કહવાય છે.
સમકીતી એવા ઇન્દ્ર ગર્ભમાં રહેલા ભગવાનના આત્માને સમાધિમય જુએ છે અને સ્વાધ્યાયમાં મગ્ન જૂએ છે માટે અહોભાવ વધતો જાય છે તથા હવે જગતમાં અનેક જીવોના ઉધ્ધાર કરનારા આત્મા. જન્મ પામીને અનેક જીવોનો ઉધ્ધાર કરશે એ આનંદમાં ઉજવણી કરે છે.
ગર્ભસ્થિતિનો કાળ પૂર્ણ થતાં જન્મ પામે છે અને મોટાભાગના તીર્થકરના આત્માઓ ચોરાશી લાખપૂર્વ વરસના આયુષ્યવાળા તરીકે જન્મ પામે છે કારણ કે મોટાભાગના તીર્થકરના આત્માઓ. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામે છે અને ત્યાં દરેક તીર્થકરોનું આયુષ્ય ચોરાશીલાખ પૂર્વ વરસનું હોય છે.
જ્યારે કેટલાક આત્માઆ દશ કોટાકોટી સાગરોપમનો અવસરપીણીનો કાળ અને દશ કોટી કોટી સાગરોપમવાળો. ઉત્સરપિણીનો કાળ એ દરેક કાળમાં એક એક કોટા કોટી સાગરોપમ કાળમાં ચોવીશ-ચોવીશ તીર્થંકર પરમાત્માઓ પેદા થાય છે તેમાં અવસરપીણી કાળમાં પહેલા તીર્થકરનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વનું હોય છે અને બાકીના તીર્થકરોનું ક્રમસર ઘટતું ઘટતું છેલ્લા તીર્થકરનું વ્હોંતેર વર્ષનું
ચ હોય છે. ઉત્સરપિણી કાળના એક કોટાકોટીસાગરોપમ કાળમાં ચોવીશ તીર્થંકરો થાય છે તેઓનો આયુષ્ય અવસરપિણી કાળના તીર્થકરો કરતા ઉંધા ક્રમે હોય છે. આથી દશ કોટાકોટી સાગરોપમ કાળે એક ભરત ક્ષેત્રમાં ચોવીશ તીર્થંકરો થાય. પાંચ ભરતના એકસોવીશ અને એવી રીતે પાંચ એરવતના એકસોવીશ તીર્થંકરો એમ બસો ચાલીસ તીર્થંકરો થાય છે. તેમાં દશ તીર્થકરોનું એટલે કે દશે ક્ષેત્રના પહેલા તીર્થકરોનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વનું હોય જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં એક લાખ પૂર્વ વર્ષના આયુષ્યકાળે વીશ તીર્થકરો એક સાથે ઉત્કૃષ્ટ આયુષ્યથી પેદા થતા જાય છે. આથી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તીર્થકરો સદા માટે અધિક હોય છે.
એક ક્ષેત્રમાં બે તીર્થકરો હોતા નથી. કેવલજ્ઞાન પામેલા ઘણા જીવો એક સાથે હોય છે.
ઇન્દ્ર મહારાજાને ગર્ભમાં રહેલા તીર્થકરો પ્રત્યે અહોભાવ પેદા થાય છે એમાં મુખ્ય એ ભાવ આવે છેકે દેવલોકમાં અસંખ્યાતા વર્ષો સુધી સુખનો કાલ પસાર કર્યો અને આ ગર્ભનો દુ:ખનો કાળ પેદા થયો છે છતાં પણ આવી વેદનામાં કેવી ઉચ્ચ કોટિની સમતા રાખીને મસ્ત રહી શકે છે. આથી આવા અહોભાવથી સ્તુતિ કરવાનો ભાવ પેદા થાય છે અને સ્તુતિ કરે છે.
તીર્થકર નામકર્મનો પ્રદેશોદય બારમાં ગુણસ્થાનકના અંત સુધી રહે છે. તેરમાં ગુણસ્થાનકે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ તીર્થકર નામકર્મનો વિપાકોય ચાલુ થાય છે.
જાય છે એ મારું નથી અને મારું છે એ જતું નથી. આ વિચારણા ચોવીસે કલાક રાખવાની છે તોજ વેરાગ્ય ભાવ આવે.
જ્યારે ભગવાન જન્મ પામે છે ત્યારે ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય છે અને ઇન્દ્ર મહારાજા દરેક દેવોને આદેશ કરે છેકે ભગવાનનો જન્મ થયો છે. એમનો જન્મોત્સવ કરવા માટે મેરુપર્વત ઉપર સોને આવવાનું છે એમ આદેશ કરે છે અને ઇન્દ્રમહારાજા પોતે જ્યાં તીર્થંકરનો આત્મા છે ત્યાં આવી પાંચ રૂપ કરી ભગવાનને લઇને મેરૂ પર્વત ઉપર જાય છે ત્યાં ઠાઠથી જન્મોત્સવ કરી ભગવાનને માતા પાસે મુકીને નંદીશ્વર દ્વીપે જઇ અટ્ટાઇ મહોત્સવ કરે છે. આ બધું તીર્થકર નામકર્મ નિકાચનાના પ્રદેશોદયથી સ્વાભાવિક રીતે બન્યા જ કરે છે.
Page 38 of 75
Page #39
--------------------------------------------------------------------------
________________
જે તીર્થંકર પરમાત્માઓને ભોગાવલી કર્મો ભોગવવાના બાકી હોય તે માતાની આજ્ઞાથી લગ્ન પણ કરે છે. જેઓને ભોગાવલી હોતુ નથી તેઓ એ લગ્નની ક્રિયા કરતા નથી.
જ્યારે સંયમ લેવાનો કાળ પાકે છે ત્યારે એટલે કે ચોરાશી લાખ પૂર્વ વરસના આયુષ્યવાળા તીર્થકરના આત્માઓ વ્યાશી લાખપર્વ વરસ સુધી સંસારમાં જ રહેલા હોય છે. ઉચ્ચ કોટિની સુખની સામગ્રી હોય છે. કોઇપણ પ્રકારની તકલીફ કે દુઃખ એ જીવોને હોતુ નથી છતાં પણ એ સુખની સામગ્રીનો ભોગવટો આટલા લાંબા કાળ સુધી એ રીતે કરે છે કે સતત વૈરાગ્ય ભાવ ટકેલો અને વૃદ્ધિ પામતો જ હોય છે. આથી એ સામગ્રીનો ભોગવટો કરવા છતાંય સંસારમાં જન્મ મરણની પરંપરા વધે એવો કર્મબંધ થતો જ નથી. ઉપરથી આ વેરાગ્યભાવના કારણે બંધાયેલા ભોગાવલી કર્મના ઉધ્યથી ભોગવટો કરતા જાય છે અને ભોગાવલીનો નાશ કરતા જાય છે અને જ્યારે છેલ્લે એકલાખ પૂર્વ આયુષ્ય બાકી રહે ત્યારે લોકાંતિક દેવો આવીને તીર્થ પ્રવર્તાવો નાથ ! એમ કહીને દીક્ષાનો અવસર જણાવે છે આથી તીર્થકરો વાર્ષિક દાનની શરૂઆત કરે છે. એ તીર્થંકરના હાથે જે દાનને ગ્રહણ કરે એ નિયમા ભવ્ય જીવ હોય છે. આ રીતે દાના આપી સંયમ લેવા નીકળે છે. સંયમનો સ્વીકાર કરતાની સાથે અભિગ્રહ લે છેકે જ્યાં સુધી કેવલજ્ઞાન ના થાય ત્યાં સુધી જમીન ઉપર પગવાળીને બેસવું નહિ. આ અભિગ્રહ ગ્રહણ કરી કરેમિ ભંતે ઉચ્ચરે કે તરત જ ચોથું મન:પર્યવ જ્ઞાન પેદા થાય છે.
| તીર્થકરો સંયમનો સ્વીકાર કરે એમાં ભંતે શબ્દ બોલે નહિ અને તે વખતે નિયમા સાતમા. ગુણસ્થાનકના પરિણામને પામે છે પછી છટ્ઠ ગુણસ્થાનક આવે છે.
ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દરેક તીર્થંકરના આત્માઓનો છદ્મસ્થ કાળ એટલે કેવલજ્ઞાન વિનાનો સંયમ પર્યાય કાળ એક હજાર વરસનો હોય છે. પછી કેવલજ્ઞાન પામે છે. આ એક હજાર વરસ સુધી ત્રીજા ભવે જે શ્રુતજ્ઞાન ભણીને સાથે લઇને આવ્યા છે તેનો-તેના પદાર્થોનો સ્વાધ્યાય રોજના એકવીશ કલાક સુધી એક હજાર વરસ સુધી કરે છે અને શરીરથી આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન પેદા કરી એમાં બરાબર આત્માને સ્થિર કરી જે પરિષહો કે ઉપસર્ગો આવે એને સારી રીતે સહન કરીને, વેઠીને જ્ઞાનના ઉપયોગમાંસ્થિર બનતા જાય છે. એમાં પૂર્વભવોમાં જે જે અશુભ કર્મો તીવ્રરસે બાંધેલા સત્તામાં રહેલા હોય છે તે એક એક પછી ઉદયમાં આવતા જાય છે અને સમતાપૂર્વક વેઠીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
ભગવાન મહાવીરના આત્માએ સાડા બાર વરસ સુધીના કાળમાં, અગ્યાર અંગ ભણીને સાથે લઇને આવેલા એમાં એક પરમાણુની વિચારણા સાડાબાર વરસ કરતાં કરતાં પરિષહો અને ઉપસર્ગોને સહન કરી લેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી જેમ જેમ પરિષહ ઉપસર્ગો વધે તેમ તેમ શરીરનું ભેદજ્ઞાન વધતું જાય છે અને સ્થિર થતું જાય છે. આ રીતે સાડા બાર વરસ સુધી પરમાણુની વિચારણા કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી.
જ્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ તીર્થકરના આત્માઓને થાય છે ત્યારે દેવતાઓ આવીને એ સ્થાને સમવસરણની રચના કરે છે ત્યાં રહેલા મનુષ્યો, તિર્યંચો અને દેવો સમવસરણમાં આવીને દેશના સાંભળે. છે. તીર્થકરો સમવસરણને પ્રદક્ષિણા આપી નમો તિત્યસ્સ કહી પૂર્વ દિશાથી સમવસરણમાં પ્રવેશ કરી સિંહાસન ઉપર બેસે છે અને દેશના આપે છે. તે જ વખતે તીર્થંકર નામકર્મનો વિપાકોય શરૂ થાય છે. તે દેશના સાંભળવા માટે મોટે ભાગે ગણધર થવાને યોગ્ય આત્માઓ હાજર થાય છે એટલે આવેલા હોય છે. અને દેશના સાંભળતાની સાથે દેશના પૂર્ણ થતાં ભગવાન પાસે સંયમની માંગણી કરે છે અને ભગવાન સંયમ આપે છે. આ રીતે સંયમી જીવો પદા થાય છે તે ધર્મતીર્થની સ્થાપના કહેવાય છે.
Page 39 of 75
Page #40
--------------------------------------------------------------------------
________________
દરેક તીર્થકરના આત્માઓ પોત પોતાના તીર્થની અપેક્ષાએ ધર્મતીર્થને સ્થાપનારા ધર્મતીર્થની. સ્થાપના કરનારા કહેવાય છે અથવા પોતાના શાસનની આદિ કરનારા હોવાથી ધર્મતીર્થ કરનારા પણ કહેવાય છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ગણધરોની સ્થાપના કરે છે. દ્વાદશાંગીની સ્થાપના કરે છે એ ધર્મતીર્થની સ્થાપના કહેવાય છે. આથી ધર્મતીર્થન કરનારા એવા અરિહંતો એટલે કે ચોવીશ તીર્થકરોની. હું સ્તવના કરું છું. એમ બીજી પદનો ભાવ છે.
તીર્થકર નામકર્મ નિકાચીત રૂપે ઉત્કૃષ્ટથી એકલાખ પૂર્વ વરસમાં એક હજાર વર્ષ ઓછી એટલી સ્થિતિ બંધાય છે અને જઘન્યથી ત્રીશ વરસમાં કાંઇ ઓછી એટલી સ્થિતિ નિકાચીત થયેલી હોય છે.
આથી એ નિશ્ચિત થાય છેકે દરેક જીવોને કર્મોની સ્થિતિ જે બંધાય છે તે એક સરખી રીતે નિકાચીત થતી નથી. કેટલાક જીવોને શરૂઆતની નિકાચીત હોય, કેટલાક જીવોન વચલી સ્થિતિ નિકાચીત હોય, કેટલાક જીવોને છેલ્લા અંતર્મુહૂર્તની સ્થિતિ નિકાચીત હોય એમ અનેક વિકલ્પો નિકાચીત સ્થિતિના થઇ શકે છે.
જૈન શાસનમાં જિન તરીકે છ જિન કહેલા છે.
(૧) તીર્થકર જિન, (૨) સામાન્ય કેવલી જિન, (૩) મન:પર્યવજ્ઞાની જિન, (૪) અવધિજ્ઞાની જિન, (૫) ચૌદપર્વે જિન અને (૬) દશપૂર્વી જિન.
એ છ પ્રકારના જિનોમાં બે કેવલી જિનો હોય છે બાકીના છદ્મસ્થ જ્ઞાની જિનો કહેવાય છે. દશપૂર્વી સુધીનાં એટલે દશપૂર્વથી શરૂ થતાં જિનો નિયમા સમકતી હોય છે આથી આગમના આધારે એ જીવોને બીજા જીવોના લાભના કારણે જે કરવા યોગ્ય હોય તે કરવાની છૂટ હોય છે એટલે કે એ જીવો જીવન શ્રતના આધારે હોવાથી આગમ વ્યવહારી જીવો કહેવાય છે. આ છમાં ઉત્કૃષ્ટથી તીર્થકર કેવલી જિન ગણાય છે કારણ કે તીર્થંકર નામકર્મની નિકાચના ના પુણ્ય પ્રકર્ષના ઉદયથી આઠ પ્રાતિહાર્યથી યુક્ત હોય છે માટે એ જીવોને તીર્થંકર જિન અથવા અરિહંત જિન કહેવાય છે. આ કારણોથી તીર્થકર કેવલી. જિનો જીનેશ્વર કહેવાય છે. કારણ કે મોક્ષનો માર્ગ બતાવનાર એજ જિનો હોય છે. માર્ગ બતાવનાર માર્ગની સ્થાપના કરનાર એમના સિવાય બીજા કોઇ હોતા જ નથી.
અહીં ધર્મતીર્થની સ્થાપના કરનાર જીનેશ્વરની એટલે જિનની હું સ્તવના કરું છું આથી અહીં તીર્થકર જિન સમજવા.
દશપૂર્વી જીવો જગતના વિષે રહેલા જીવોના અસંખ્યાતા ભવો જાણી શકે છે અને જોઇ શકે છે તથા કહી શકે છે.
ધર્મનો માર્ગ બતાવનાર માર્ગની સ્થાપના કરનાર જગતમાં એમના સિવાય બીજુ કોઇ નથી માટે એ ધર્મ તીર્થની સ્થાપના કરનારની હું સ્તવના કરું છું.
અવધિજ્ઞાની જીવો સન્ની પર્યાપ્ત જીવોના ભવોને કહી શકે છે અને સંખ્યાતા ભવો જોઇ શકે છે અને કહી શકે છે.
પરંતુ શ્રુતજ્ઞાનની આગળ અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનની કિંમત ગણાતી નથી કારણ કે એ જ્ઞાનથી. પુદ્ગલો દેખી શકે છે પણ એ પુદ્ગલો કયા પ્રકારના છે કોના છે એ જાણવા માટે શ્રુતજ્ઞાન જોઇએ જ મન:પર્યવજ્ઞાન અઢીદ્વીપમાં રહેલા સન્ની જીવોના મનો પુદ્ગલો જોવા પુરતું જ છે.
ત્રીજુ પદ – અંરહ ડિત ઈરલ્સ
Page 40 of 75
Page #41
--------------------------------------------------------------------------
________________
અવ્યવહાર રાશીના અનંતા અરિહંતના આત્માઓમાંથી અનંતમા ભાગ જેટલા જ અરિહંતના આત્માઓ વ્યવહાર રાશીમાં આવે છે અને આચાર્ય ભગવંત જિનભદ્ર ક્ષમા શ્રમણે વિશેષાવશ્યકમાં કહ્યું છે કે વ્યવહાર રાશિમાં જેટલા જીવો છે તેના અનંતમા ભાગ જેટલા જીવોજ ત્રસપણાને પામે છે માટે જ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે- એક નિગોદના અનંતમા ભાગ જેટલા જ જીવો મોક્ષે જાય છે. ઇક્કસ નિગોયસ અનંત ભાગોય સિધ્ધિગઓ. જ્યારે પૂછો ત્યારે એટલે સદાકાળ માટે સિધ્ધિ ગતિમાં આટલા જ જીવો હોય
છે.
વ્યવહાર રાશિમાં આવેલા અરિહંતના આત્માઓ મોટા ભાગે એકેન્દ્રિયપણામાં જ રહેલા હોય છે એકેન્દ્રિયપણામાંથી મોટા ભાગે વિકલેન્દ્રિયપણાને પામતા નથી. સીધા જ પંચેન્દ્રિયપણાને-મનુષ્યપણાને પામે છે. એ રીતે મનુષ્યપણામાં આવેલા હોય અને સારોકાળ પ્રાપ્ત ન થયો હોય તો મનુષ્યપણામાંથી એકેન્દ્રિયપણામાં ભટકવા ચાલ્યા જાય છે એટલે સમકીત પામ્યા વગરના અને સમકીત પામવા માટેની યોગ્યતા પ્રાપ્ત થાય એમ ન હોય તો મનુષ્યપણામાંથી એકેન્દ્રિપણામાં જાય છે પણ વિકલેન્દ્રિયપણામાં જતા નથી.
અને
કેટલાક અરિહંત પરમાત્માના આત્માઓ ઉપશમ કે ક્ષયોપશમ સમકીત પામી શકે એવી યોગ્યતા હોય પણ એ પામતા પહેલા ભારેકર્મીતાના કારણે મિથ્યાત્વ મોહનીય કર્મનો રસ નિકાચીત રૂપે બંધાઇ ગયો હોય તો એકવાર સમકીત પામીને મિથ્યાત્વના ઉદયથી પતન પામીને એકેન્દ્રિયાદિમાં ભટકવા ચાલ્યા જાય છે.
આથી એ નિશ્ચિત થાય છે કે મોટાભાગના અરિહંતના આત્માઓ ત્રીજા ભવે સમકીત પામી તીર્થંકર નામકર્મ નિકાચના કરે છે. કેટલાક અરિહંતના આત્માઓ પોતાને ભોગવવા યોગ્ય ભારે કર્મીતાના કારણે પહેલા કોઇ મનુષ્યભવમાં સમકીત પામી વમીને સંખ્યાતા કાળે મોક્ષે જાય છે.
કેટલાક અરિહંતના આત્માઓ ભારેકર્મીપણું તીવ્ર હોવાના કારણે એકવાર સમકીત પામી વીને અસંખ્યાત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે પછી તીર્થંકર નામકર્મ નિકાચીત કરી તીર્થંકર થઇ મોક્ષે જાય છે પણ અરિહંતના આત્માઓ એકવાર સમકીત પામ્યા પછી સંસારમાં અનંતો કાળ પરિભ્રમણ કરતા જ નથી.
જ્યારે અરિહંત સિવાયના બીજા જીવો એકવાર સમકીત પામીને વમીને જઘન્યથી એક અંતર્મુહૂર્તમાં ફરીથી પામીને પણ મોક્ષે જઇ શકે છે અને ઉત્કૃષ્ટથી સમકીત પામી વમીને પહેલે ગુણસ્થાનકે આવે ત્યાં અર્ધપુદ્ગલ પરાવર્તકાળ રહી એટલે અનંતી ઉત્તરપિણી-અવસરપિણી રહી પછી મોક્ષે જાય છે. જેમ ભગવાન મહાવીર પરમાત્માનો આત્મા નયસારના ભવમાં સમકીત પામી મરીચિના ભવમાં સમકીત વમી એક કોટાકોટી સાગરોપમ કાળ એટલે અસંખ્યાતો કાળ સંસારમાં રહી મોક્ષે ગયેલો છે એ અરિહંતોનો ઉત્કૃષ્ટકાળ ગણાય છે. એથી વધારે કાળ સંસારમાં સમકીત પામ્યા પછી રહે નહિ.
મોટે ભાગે અરિહંતના આત્માઓ ત્રીજા ભવે સમકીત પામે છે ત્યારે એ આત્માઓના અંતરમાં જે આનંદ પેદા થાય છે એવો આનંદ સૌ પ્રથમવાર પેદા થયેલો હોવાથી અપૂર્વ ઉલ્લાસ પેદા થાય છે અને તેજ વખતે અંતરમાં ભાવ પેદા થાય છે કે જો મારી શક્તિ અને તાકાત હોય તો એવો પુરૂષાર્થ કરું કે જગતના સઘળા જીવોના અંતરમાં જે અનુકૂળ પદાથાના સુખનો આનંદ રહેલો છે એ સુખના રસના આનંદને
Page 41 of 75
Page #42
--------------------------------------------------------------------------
________________
નીચોવીને નાશ કરી આ આનંદ સોના અંતરમાં પેદા કરી દઉં. આ ભાવના દરેક તીર્થંકર પરમાત્માઓના અંતરમાં ત્રીજા ભવે કે જે ભવે તીર્થંકર નામકર્મ નિકાચીત કરવાના હોય ત્યારે જ પેદા થાય છે અને પછી એ ભાવ પેદા કરવા-ટકાવવા માટે વીશ સ્થાનક પદના વીશે વીશ પદની અથવા કોઇપણ એક પદની આરાધના પોતાના જીવન પર્યંત કાળ સુધી કરે છે.
મોટા ભાગના તીર્થંકરના આત્માઓ ત્રીજા ભવે સમકીત પામી સંયમનો સ્વીકાર કરીને તીર્થંકર નામકર્મ નિકાચીત કરે છે. સંયમનો સ્વીકાર કરીને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમભાવથી પુરૂષાર્થ કરીને અગ્યાર અંગનો અભ્યાસ કરે છે એની સાથે પોતાની શક્તિ મુજબ બારેય પ્રકારના તપનું આચરણ કરે છે એ બારે પ્રકારના તપનું આચરણ કરતા કરતા વીરતા અને ધીરતાનો ગુણ પેદા કરતા જાય છે. વીરતા અને ધીરતાને પ્રાપ્ત કરીને રાગ દ્વેષને એકદમ નબળા કરી નાંખે છે. જેમ જંગલમાં રહેલો હાથી જંગલમાં રહેલા વૃક્ષોને (ઝાડોને) તોડી નાંખે એની જેમ વીરતા અને ધીરતાના બળે નિકાચીત કર્મોને લીલા માત્રમાં (રમત માત્રમાં) જર્જરિત કરી નાંખે છે અને સાથે સાથે વીશસ્થાનકના વીશ પદોની અથવા એમાંથી કોઇપણ એકની આરાધના કરતા કરતા જગતમાં રહેલા સર્વ પ્રાણીઓ પ્રત્યે અથવા સઘળાય જીવો પ્રત્યે બાંધવપણાનો ભાવ પેદા થતો જાય છે.
વીશસ્થાનક પદની આરાધના કરતા જીવો પ્રત્યે બાંધવ ભાવ પેદા કરતા થવાનું છે જો આરાધના કરીએ અને બાંધવભાવ ન આવે તો એ આરાધના શું કરે ?
• મેત્રીભાવ સામાન્ય રૂપે છે. બાંધવભાવ સંબંધ રૂપે છે. મૈત્રીભાવ કરતા બાંધવ ભાવ ચઢીયાતો
છે.
૦ મેત્રીભાવ મિત્ર રૂપે નહિ પણ બાંધવ રૂપે પેદા કરવાનો છે. ૦ જગતના સર્વ જીવોને બાંધવ રૂપે માનવાના છે મિત્રરૂપે નહિ.
વીશ પદની આરાધના
(૧) અરિહંત પરમાત્માઓ કલ્યાણનો માર્ગ બતાવનારા એવા સર્વજ્ઞ પરમાત્માઓને વંદન-પૂજન અને સ્તવનથી અનુમોદના કરતા થાય છે અર્થાત્ કરે છે.
(૨) જેમના કર્મો ક્ષીણ થઇ ગયેલા છે તથા જેમની લોકના અગ્રભાગ ઉપર સ્થિતિ રહેલી છે એવા સિધ્ધ પરમાત્માઓની સ્થિર મનથી ધ્યાનપૂર્વક આરાધના કરે છે.
(૩) શ્રી સંઘરૂપ અને શ્રી સિધ્ધાંતરૂપ પ્રવચનની આજ્ઞા અને વંદનાના ક્રમથી શક્તિને અનુસાર ભક્તિ કરે છે. પ્રવચન એટલે સંઘ અને સિધ્ધાંતની આજ્ઞાને અનુસાર આજ્ઞા આંખ સમક્ષ રાખીને ભક્તિ કરે, આજ્ઞાને લોપીને નહિ પોતાની શક્તિ અનુસાર ભક્તિ કરે.
(૪) પાંચ મહાવ્રતોના આધારરૂપ તથા શુધ્ધ ધર્મના ઉપદેશક એવા ગુરૂ ભગવંતોનો આદેશ ઉઠાવીને બહુમાનથી સેવા કરે છે. એ આચાર્ય પદ કહેવાય છે.
(૫) સ્થવિર - સમવાયાંગ સૂત્રને ધારણ કરનારા તથા વય એટલે ઉંમરમાં મોટા અને વ્રતમાં પણ મોટા એટલે સંયમ પર્યાયમાં મોટા આવા મોટા સ્થવીરોની, જન્મ મરણની પરંપરાને ભેદવા માટે એટલે કે નાશ કરવા માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મનને ચલાયમાન કર્યા વગર ભક્તિ કરે છે.
Wવીર ત્રણ પ્રકારના હોય છે. (૧) જ્ઞાન સ્થવિર, (૨) વય સ્થવિર અને (૩) પર્યાય સ્થવિર.
Page 42 of 75
Page #43
--------------------------------------------------------------------------
________________
સ્થવિર મહાપુરૂષો જન્મ મરણની પરંપરાને તોડનારા છે એટલે ભવોને ભેદનારા છે.
(૬) સૂત્રને ધારણ કરનારા, અર્થને ધારણ કરનારા અને સૂત્ર તથા અર્થ બન્નેને ધારણ કરનારા. સૂત્રને ધારણ કરનારા જીવો કરતા અર્થને ધારણ કરનારા જીવો શ્રેષ્ઠ ગણાય છે અને એનાથી વધારે શ્રેષ્ઠ સૂત્ર અને અર્થ બન્નેને ધારણ કરનારા ગણાય છે. આ ક્રમ મુજબ સારી રીતે જ્ઞાનની સ્થિરતા પેદા કરવા માટે શ્રુતધરોની (શ્રુતજ્ઞાન ધારણ કરનારા જીવોની) ભક્તિ કરે છે આ ઉપાધ્યાય પદ.
(9) તપસ્વીઓની શુશ્રુષા વિષે - સાધુપદ. શુધ્ધ શ્રધ્ધાને ધારણ કરનારા તપ કરવાની શક્તિવાળા એવા મુનિ ભગવંતો તીવ્રતપને તપતા તપસ્વીઓની સમસ્ત પ્રકારે શુશ્રુષા સાચવે છે. તપસ્વીના શરીરની જે રીતે સુખાકારી જળવાય તે રીતે તેમની ભક્તિ કરવી તે શુશ્રુષા સાચવી કહેવાય.
(૮) આ રીતે તપસ્વીઓની સમ્યક્ રીતે શત્રુષા સાચવતા સાચવતા પોતે જે કાંઇ જ્ઞાન ભણેલા છે. સૂત્રથી, અર્થથી અને તદુભયથી એને વારંવાર પરાવર્તન કરવામાં વારંવાર એના અર્થોની વિચારણા કરવામાં ચિત્ત લગાડીને ઉપયોગ પૂર્વક ધારણા શક્તિ રૂપે જ્ઞાનને બનાવતા જાય છે એટલે કે આત્મામાં સ્થિર કરતા જાય છે.
(૯) દર્શન પદ - તેમજ પોતાના ક્ષયોપશમ સમકીતને એ સમકીત કેવા પ્રકારનું છે તો જણાવે છે કે સિધ્ધની સાથે સંબંધ ધરાવનારૂં તથા જિનધર્મના સર્વસ્વરૂપ એવા સમ્યક્ત્વને વિષે એકે અતિચાર ન લાગે અને નિરતિચારપણે જ્યાં સુધી ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિરતિચારપણે ટકી રહે એવું નિશ્વલ બનાવે છે.
(૧૦) વિનય પદ - જ્ઞાન અને જ્ઞાનીના ગુણોમાં ચક્રવર્તી સમાન એવા વિનયને વિષે મોક્ષરૂપી લક્ષ્મીમાં અંતરાય રૂપ થનાર અતિચાર ન લાગે એની કાળજી રાખીને એટલે નિરતિચારપણે વિનયનું સેવન કરતા કરતા પોતાનું જીવન જીવે છે.
વિનયમાં (૧) બહુમાન (૨) ભક્તિ અને (૩) અવર્ણવાદના ત્યાગ. જ્ઞાન અને જ્ઞાનીના દોષો જોવાની ઇચ્છા પણ ન થાય. દોષોને વિચારવાની ઇચ્છા પણ ન થાય, બોલવાની ઇચ્છા પણ ન થાય અને કોઇ બોલતો હોય તો સાંભળવાની ઇચ્છા પણ ન થાય અને શક્તિ હોય તો જે કોઇ દોષો બોલતા હોય એનું નિવારણ કરવાની ઇચ્છા થાય પ્રયત્ન કરતો જાય એને અવર્ણવાદનો ત્યાગ કહેવાય છે. અવર્ણવાદના ત્યાગમાં સમર્પણ ભાવ પેદા થાય છે.
સ્વદોષ દર્શન અને પરગુણદર્શન કરો ત્યારે જ ગુણો પેદા થાય.
નય = દોરવું. વિ = વિશેષે કરીને
વિશેષે કરીને જીવને મોક્ષ માર્ગમાં દોરી જાય ને સ્થિર કરે તેનું નામ વિનય.
(૧૧) ચારિત્ર પદ - સંસાર સાગરને પાર પામવા રૂપ જે વ્રતોને ગ્રહણ કરેલા છે તે વ્રતરૂપી લક્ષ્મી એના વ્યાપારમાં સહાયભૂત થનારા આવશ્યકને વિષે અતિચાર ન લાગે એ રીતે જીવન જીવે છે.
આવશ્યક = પ્રતિક્રમણ. પ્રતિક્રમણ = પાપથી પાછા ફરવું, સંસાર સાગરની પ્રવૃત્તિથી પાછા ફરવું તે આવશ્યક કહેવાય છે.
(૧૨) બ્રહ્મચર્ય પદ - પાંચ મહાવ્રતો તે મૂલગુણ અને ઉત્તર ગુણોને વિષે પુણ્યલતાના મૂલરૂપ ઉત્તરોત્તર પુણ્યાનુબંધિ પુણ્ય તીવ્ર રસે બાંધવામાં સહાયભૂત થનાર એવા શીલ ધર્મને વિષે અને પોતાના આત્માના ધર્મને વિષે એક સરખી પ્રીતિ રાખીને નિરતિચારપણે પાલન કરે છે.
(૧૩) ક્રિયા પદ = ક્ષણ અને લવ પ્રમાણ કાળને વિષે જરાય પ્રમાદ પેદા ન થઇ જાય એ રીતે
Page 43 of 75
Page #44
--------------------------------------------------------------------------
________________
અપ્રમત્તપણે ધ્યાન કરે છે, આસેવન કરે છે. સંવેગની વૃધ્ધિ કરતા જાય છે તેમજ બાર ભાવના અને મૈત્રી આદિ ચાર ભાવના નિરંતર વિચારણા રૂપે કરતા જાય છે. આ રીતે કરતા કરતા મુનિ ભગવંતોને શુધ્ધ વસ્ત્ર, શુધ્ધ પાત્ર, પુસ્તક અને અન્ન વગેરે જેને જેને જેની જરૂરીયાત હોય એ પ્રમાણે પોતાની શક્તિ
મુજબ
લાવી લાવીને આપે છે એટલે કે ભક્તિ કરે છે.
(૧૪) બાલસાધુ નુતન દિક્ષિત અને ગ્લાન સાધુ જેમને શરીરમાં રોગાદિ પેદા થયેલા હોય એવા સાધુ ભગવંતોની આદરપૂર્વક ભક્તિ કરે છે એવી જ રીતે પોતે, આધિથી મુકાયેલા બોજા સાધુ ભગવંતો જેમને અસંતોષ વિશેષ પેદા થતો હોય એવા સાધુ ભગવંતોની વિશેષ રીતે ભક્તિ કરીને એમના મનને સંતુષ્ટ કરે છે.
(૧૫) પોતાના આત્માના કલ્યાણ માટે અસંતુષ્ટ જીવોને પોતે સહન કરીને સંતુષ્ટ બનાવવા એમાં વિશેષ રીતે નિર્જરા પેદા થતી હોવાથી ગુણોની પ્રાપ્તિની સ્થિરતા પેદા થાય છે.
(૧૬) જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરવા માટે નિરંતર નવું નવું જ્ઞાન જે જે મુનિ ભગવંતો પાસેથી મળે તે ગ્રહણ કરે છે, શ્રવણ કરે છે. ગ્રહણ અને શ્રવણ કરતા કરતા અધ્યયન રૂપે સ્થિર કરે છે આ રીતે કરતા કરતા અનુગ્રહ બુધ્ધિથી મળેલું સારી રીતે ગ્રહણ કરે છે.
(૧૭) એજ જ્ઞાનના આનંદની અંદર મગ્ન રહેતા રહેતા રોમાંચ ખડા થતા જાય છે. આ રીતે શ્રુત ભણવામાં મન લગાડીને ભણતા નવું નવું જ્ઞાન આત્માને વિષે પરિણામ પામે છે.
(૧૮) તીર્થંકર નામકર્મ નિકાચીત કરતા કરતા તીર્થંકરના આત્માઓ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકમાં રહીને પરિણામની વિશુધ્ધિ અનંત ગુણ અનંત ગુણ વિશેષ રીતે પ્રાપ્ત કરતા કરતા અસંખ્યાતા સંયમ સ્થાનોને ઉલ્લંઘન કરીને એના પછીનો જે સંયમનો અધ્યવસાય આવે એને વિષે સ્થિરતા પામીને પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવા પ્રયત્ન કરતા જાય છે અને છેલ્લે છેલ્લે મોટા ભાગના તીર્થંકરના આત્માઓ પોતાના આયષ્યનો એક મહિનો બાકી રહે ત્યારે અનશનનો સ્વીકાર કરે છે અને પોતાના જીવનમાં જે કાંઇ પાપ થયેલા હોય એવા દુષ્કૃતોની આલોચના કરે છે તેમજ સુકૃતોની અનુમોદના કરે છે અને ચાર શરણનો સ્વીકાર કરે છે.
દુષ્કૃતોની આલોચના આ પ્રમાણે :- અનાદિકાળથી અવ્યવહાર રાશિમાં રહીને અનંતા જીવોને મેં જે દુઃખ આપેલું હોય એટલે કે મારાથી એ જીવો દુઃખ પામ્યા હોય તેને હું ખમાવું છું.
વ્યવહાર રાશિમાં પૃથ્વીકાય રૂપે લોખંડ, પત્થર અને રત્નોની ખાણોને વિષે એક બીજાને મેં હણ્યા હોય તેમને હું ખમાવું છું.
નદી, સમુદ્ર, કુવાઓમાં પાણી રૂપે મારી સાથે રહેલા જીવોને હણ્યા હોય તેમને હું ખમાવું છું. આગ, વિજળી દિપક વગેરે રૂપે અગ્નિકાય રૂપે પેદા થઇને જે જીવોને હણ્યા હોય તેમને હું ખમાવું
હીમ-મહાવૃષ્ટિ-ગરમ રજકણથી દુર્ગંધને પેદા કરતા વાયુકાયરૂપે મેં જીવોને હણ્યા હોય-સતાવ્યા હોય તેમને હું ખમાવું છું.
દંડ, લાકડી, ધનુષ્ય બાણ અને રથરૂપે એટલે કે વનસ્પતિમાંથી જે જે યંત્ર વગેરે પેદા થતા હોય અને એ રૂપે વનસ્પતિ કાયમાં રહીને જે જીવોને મેં પીડા આપેલી હોય તેને હું ખમાવું છું.
કર્મના યોગથી ત્રસપણાને પામીને રાગથી-દ્વેષથી અને મદથી અંધ બનીને જે જીવોને મેં સતાવ્યા હોય તેમને હું ખમાવું છું.
Page 44 of 75
Page #45
--------------------------------------------------------------------------
________________
તે બધા જીવો, જે જે જગ્યાએ જે ક્ષેત્રને વિષે મેં અપરાધને કરેલા હોય તે મારા અપરાધને ક્ષમા કરો માટે સર્વ પ્રાણીઓ પ્રત્યે મંત્રી રહેલી છે કોઇ સાથે મારે વેરભાવ નથી. મહાવ્રતોને વિષે જે કોઇ અતિચાર લગાડ્યો હોય તે ગુરૂ સાક્ષીએ મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ.
સુકૃતની અનુમોદના
અવ્યવહાર રાશિમાં રહીને અનંતા જીવોની સાથે સંઘાતરૂપે રહીને મારૂં કર્મ જે ક્ષીણ થયું હોય એટલે કે પીડાને સહન કરતા કરતા જે મારા કર્મો ખપ્યા તેની હું અનુમોદના કરૂં છું.
તીર્થકરોના બિંબરૂપે-ચૈત્યરૂપે-કળશરૂપે અને મુગટ વગેરેમાં પૃથ્વીકાયનું મારું શરીર ઉપયોગમાં આવ્યું હોય તેની હું અનુમોદના કરું છું.
જીનેશ્વર પરમાત્માના સ્નાત્ર મહોત્સવને વિષે નસીબયોગે હું જે જલરૂપે કામ લાગ્યો હોઉં તેની હું અનુમોદના કરું છું.
ધુપના અંગારા રૂપે અને જિનેશ્વરોની આગળ દિપક રૂપે તેઉકાય રૂપે હું ખપ લાગ્યો હોઉં તેની અનુમોદના કરું છું.
ભગવાનની પાસે ધુપની સુગંધ ફ્લાવવામાં તથા તીર્થે જવાના માર્ગ ઉપર સંઘ વગેરે જતા હોય અને થાકી ગયા હોય તેઓને વાયુકાય રૂપે જે હું કામ લાગ્યો હોઉં તેની હું અનુમોદના કરું છું.
સાધુ ભગવંતોના પાત્રરૂપે-દંડરૂપે તથા જિનેશ્વર પરમાત્માના પુષ્પ પુજાના પુણ્યરૂપે-વનસ્પતિકાયરૂપે જે હું કામમાં આવ્યો હોઉં તેની હું અનુમોદના કરું છું.
તથા સારા કર્મના યોગે ત્રસકાય રૂપે જિનેશ્વર ભગવંતોના ધર્મને વિષે જે કોઇ જીવોને હું ઉપકારી બન્યો હોઉ તેની હું અનુમોદના કરું છું.
આ રીતે અનંતા ભવોને વિષે જે દુષ્કૃત થયું હોય તેની નિંદા કરું છું અને જે સુકૃત કરેલું હોય તેની અનુમોદના કરું છું આ રીતે પોતાના આત્માને દુષ્કૃતની ગહ અને સુકૃતની અનુમોદનાથી ઉપસ્થિત કરીને ચાર શરણનો સ્વીકાર કરે છે એટલે કે અરિહંતો, સિધ્ધ ભગવંતો, સાધુ ભગવંતો અને જિનેશ્વર પરમાત્માએ કહેલો ધર્મ એ ચાર મને શરણ રૂપ થાઓ. આ રીતે બોલીને ચાર શરણનો આશ્રય લીધો. આ. રીતે અનશનનો સ્વીકાર કરે ત્યારે નિદાનનો ત્યાગ કર્યો છે જેણે એવા મરણ અને જીવન પ્રત્યે સ્પૃહા વગરના એટલે કે નિઃસ્પૃહ બનીને તેમજ સંસાર અને મોક્ષ પ્રત્યે આકાંક્ષા રહિત થયેલા અનશનનો સ્વીકાર કરે છે.
• જેને જીવવાનો લોભ ન હોય એને મરણનો ભય ન હોય. - સંકલેશ વખતે ચાર શરણનો સ્વીકાર કરો. • પોતાના જ્ઞાનથી પોતે તરે તે સમ્યજ્ઞાન કહેવાય છે. સમ્યજ્ઞાન રૂપે નવકારમંત્ર પરિણામ પમાડેલો હોય તે સુખમાં લીન ન બને અને દુ:ખમાં દીન ના
બને.
આ કાળમાં આપણું સમકીત કેવલજ્ઞાન જેવું છે. ૦ ઘર એ આશ્રવનું કારણ છે પણ વેરાગ્યભાવે ઘરમાં રહે તો ઘર સંવરનું કારણ બને છે.
આ રીતે અરિહંત થવાની યોગ્યતાવાળા આત્માઓ ત્રીજા ભવે આટલો પુરૂષાર્થ કરે ત્યારે જગતને વિષે મોક્ષમાર્ગ એટલે કે માર્ગની સ્થાપના કરવાની યોગ્યતા પેદા કરે છે એ મુકેલો માર્ગ ઉત્કૃષ્ટથી
Page 45 of 75
Page #46
--------------------------------------------------------------------------
________________
અસંખ્યાતા વર્ષો સુધી રહે છે અને જઘન્યથી મુકેલો મોક્ષમાર્ગ એકવીશ હજાર વર્ષ સુધી રહે છે.
ૠષભદેવ ભગવાને મુકેલો માર્ગ જ્યાં સુધી અજીતનાથ ભગવાન ન થયા ત્યાં સુધી ચાલુ રહ્યો એમાં પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો કાળ પસાર થયો માટે ૠષભદેવ ભગવાનનું શાસન તેટલા કાળ વર્ષો સુધી કહ્યું અને ભગવાન મહાવીરે મોક્ષમાર્ગની સ્થાપના કરી તે એકવીશ હજાર વર્ષ સુધી રહેશે તે
તપપદ.
આવા અરિહંત પરમાત્માઓની હું સ્તવના કરૂં છું.
ચોથું પદ ચવિસ્તૂપ કેવલી
આ અવસરપિણી કાળ દશ કોટાકોટી સાગરોપમ પ્રમાણ કાળ ગણાય છે તેમાં છ આરા રૂપે કાળ માન હોય છે તેમાં પહેલો આરો ચાર કોટાકોટી સાગરોપમ પ્રમાણવાળો હોય છે. આ આરામાં પહેલા સંઘયણવાળા - ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા - ત્રણ ગાઉની ઉંચાઇની કાયાવાળા યુગલથી એટલે જોડકા રૂપે પેદા થવાવાળા મનુષ્યો હોય છે અને કલ્પવૃક્ષથી જીવનારા હોય છે. આ કાળ સુખનો કાળ હોવાથી ત્યાં મનુષ્યો પુરૂષાર્થ કરીને સમકીતની પ્રાપ્તિ કરી શકે છે પણ વિરતિને પ્રાપ્ત કરી શકતા નથી. આ મનુષ્યો મરીને દેવ થવાવાળા હોય છે.
બીજા આરાનો કાળ ત્રણ કોટાકોટી સાગરોપમ પ્રમાણ હોય છે. આ કાળમાં મનુષ્યો યુગલથી ઉત્પન્ન થાય છે. બીજા સંઘયણવાળા હોય છે. । પલ્યોપમના આયુષ્યવાળા કલ્પવૃક્ષથી જીવનારા હોય છે. સમકીત સુધી પ્રાપ્તિ કરી શકે છે. મરીને દેવ થાય છે.
ત્રીજો આરો બે કોટા કોટી સાગરોપમનો કાલ હોય છે. શરૂઆતથી યુગલીયા રૂપે મનુષ્યો જન્મે છે. ત્રીજા સંઘયણવાળા હોય છે, એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. કલ્પવૃક્ષથી જીવે છે, મરીને દેવ થાય છે. આ ત્રીજા આરાના સંખ્યાતા વર્ષો બાકી રહે ત્યારથી મનુષ્યો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલથી ઉત્પન્ન થાય છે અને પહેલા કુલકરથી ઉત્પત્તિ શરૂ થાય છે તે મનુષ્યોનું સંખ્યાત વર્ષોનું જ આયુષ્ય હોય છે. એટલે કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યોની ઉત્પત્તિ ચાલુ થાય છે એમ ક્રમસર છ કુલકરો થાય છે અને સાતમા કુલકર નાભિરાજા તરીકે થાય છે એમને મરૂદેવા પત્ની હોય છે. એ નાભિ કુલકરને ત્યાં પહેલા તીર્થંકર ઋષભદેવનો આત્મા ગર્ભમાં ઉત્પન્ન થાય છે, જન્મ પામે છે એ તીર્થંકરનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વ વરસનું હોય છે. અને અજ ત્રીજા આરામાં એ તીર્થંકરનો આત્મા દીક્ષા લે છે, કેવલજ્ઞાન પામે તીર્થની સ્થાપના કરે છે અને ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયા કાળ બાકી રહે ત્યારે નિર્વાણ પામે છે. એ તીર્થંકર પરમાત્માનું શાસન પચાસ લાખ ક્રોડ સાગરોપમ કાળ સુધી રહે છે. પછી બીજા તીર્થંકર પરમાત્માનું ચ્યવન-જન્મ આદિ થાય છે.
આથી નેવ્યાશી પખવાડીયા પૂર્ણ થાય ત્યારે ત્રીજો આરો પૂર્ણ થાય છે.
ચોથો આરો શરૂ થાય છે તેમાંથી બેંતાલીશ હજાર વર્ષ ન્યૂન એક કોટા કોટી સાગરોપમ કાળ
જેટલો ચોથો આરો હોય છે એ ચોથા આરામાં બાકીના ત્રેવીશ તીર્થંકર પરમાત્માઓના પાંચે ક્લ્યાણકો થાય છે અને મોક્ષમાર્ગ પણ સ્થાપના રૂપે થતા જાય છ. ચોથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહે ત્યારે ચોવીશમાં તીર્થંકર પરમાત્માનું નિર્વાણ થાય છે અને એ ત્રણ વરસ સાડા આઠ મહિનાનો કાળ પૂર્ણ થાય એટલે પાંચમો આરો શરૂ થાય છે જે એકવીશ હજાર વરસનો હાય છે ત્યાં સુધી ચોવીશમા તીર્થંકરનું શાસન હોય છે તે વખતે પાંચમા આરાના છેડે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક
Page 46 of 75
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રાવિકા સંઘ રૂપે ગણાશે.
પાંચમો આરો પૂર્ણ થયે એકવીશ હજાર વર્ષ સુધી છઠ્ઠો આરો આવશે એમાં ધર્મ રહેશે નહિ. આ રીતે અવસરપિણી કાળના એક કોટાકોટી સાગરોપમ કાળમાં ચોવીશ તીર્થંકર પરમાત્માઓ કેવલજ્ઞાન પામીને ધર્મતીર્થની સ્થાપના કરશે. એવા કે જે ચોવીશે તીર્થંકરના આત્માઓ લોકને વિષે ઉદ્યોત કરનારા-ધર્મતીર્થના સ્થાપક-જિનેશ્વર અરિહંત થયેલા તથા પુરૂષાર્થ કરીને કેવલજ્ઞાન પામેલા એટલે કેવલી બનેલા એવા ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરું છું. બીજી-ત્રીજી-ચોથી ગાથામાં ચોવીશ તીર્થંકર પરમાત્માઓને નામથી સ્તવના કરેલી છે.
તો કહે છે નામથી પણ સ્તવના કરતા કરતા જીવો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. અત્યાર સુધી નામથી સ્તવના કરીને અનંતા આત્માઓ મોક્ષે ગયેલા છે.
જૈન શાસનમાં દરેક પદાર્થોનું નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ. આ ચાર નિક્ષેપા કરીને વર્ણન કરાયેલું છે. જે જીવોને વધારે નિક્ષેપો કરતા આવડતા ના હોય તો ચાર નિક્ષેપા કરીને જ્ઞાન મેળવવાનું વિધાન કહેલું છે. જેમ ભાવથી આત્મા દોષોનો નાશ કરી ગુણોની પ્રાપ્તિ કરતો કરતો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. એવી જ રીતે નામથી ચિંતન કરતા કરતા સ્થાપના રૂપે સ્થાપીને એટલે કે એમના આકારની અંતરમાં સ્થાપના કરીને તેમજ દ્રવ્યથી એટલે કે એમની ચ્યવન અવસ્થા જન્મ અવસ્થા એમની સંયમ અવસ્થા એ બધી વિચારણાઓ દ્રવ્ય રૂપે ગણાય છે. આવી રીતે નામ સ્થાપના દ્રવ્યની વિચારણા કરતા. કરતા જીવ દોષોનો નાશ કરતો કરતો ગુણોની પ્રાપ્તિ કરતો કરતો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે.
આ કારણથી અહીંયા લોગસ્સ સૂત્રની અંદર ચોવીશ તીર્થંકર પરમાત્માઓની નામથી સ્તવના કરેલી હોવાથી આ સૂત્રનું નામ નામસ્તવના પણ કહેવાય છે.
ચોવીશ તીથરોનાં નામથી વર્ણન અને એ ચોવીશે તીર્થંકર પરમાત્માઓનાં નામોનો સામાન્ય અર્થ વિવેચન-વર્ણના”
(૧) વૃષભ ભગવાન
વૃષભ તેમાં વૃષ અને ભ આ બે શબ્દો થી વૃષભ શબ્દ બનેલો છે. વૃષ = ધર્મ. ભ એટલે ભાવિત કરનાર, આત્માને ધર્મથી દ્રઢ રીતે ભાવિત કરે છે માટે તે વૃષભ કહેવાય છે.
જ્ઞાની ભગવંતો એ ધર્મ ચાર પ્રકારનો કહેલો છે. દાન-શીલ-તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મમાંથી કોઇપણ ધર્મનું આચરણ કરે તો તે સંસાર સાગરથી તારવાને સમર્થ થતો નથી પણ એ ચારે પ્રકારનો ધર્મ સદુધર્મ રૂપે બને તો જ સંસાર સાગરથી તારવાને સમર્થ બને છે.
દાન દેવું તે ધર્મ કહેવાય. દાન દેતા દેતા બાકીની જે લક્ષ્મી રહી એનું મમત્વ ઘટાડવું એટલે કે બાકીની લક્ષ્મીનું મમત્વ ઘટાડવાનું લક્ષ્ય પેદા કરવું તે સદ્ધર્મ કહેવાય છે. જો દાન દેતા દેતા બાકી રહેલી લક્ષ્મીનું મમત્વ ઘટાડવાની ઇચ્છા ન થાય તો તે દાન સદ્ધર્મ રૂપે બનતું નથી માટે એ દાન સંસાર સાગરથી તારવાને માટે સમર્થ બનતું નથી.
• કિર્તીદાન કરતા ભાવદાનની કિંમત વધારે છે.
Page 47 of 75
Page #48
--------------------------------------------------------------------------
________________
0 ઇતર દર્શન ગરીબની દયા કરે જ્યારે જૈન દર્શન શ્રીમંતની દયા કરે છે. • સદ્ગતિમાં જવા માટે સરલ સ્વભાવ અને નિ:સ્વાર્થ ભાવ જોઇએ.
• શીલ પાળવું તે ધર્મ અને ભોગની લાલસાઓનો નાશ કરવાની ભાવનાથી શોલ પાળવું એ સદ્ધર્મ કહેવાય છે.
૦ તપ કરવો એ ધર્મ અને ઇચ્છા વિરોધ કરવાની ભાવનાથી તપ કરવો તે સધર્મ.
• શુભ વિચારો રાખીને જીવન જીવવું તે ભાવધર્મ કહેવાય અને સંસારના અનુકૂળ પદાર્થોની. વિચારણાઓનો નાશ કરવાના હેતુથી શુભ ભાવમાં શુભ વિચારોમાં રહેવું એટલે શુધ્ધ પરિણામ પેદા કરવા. માટે શુભ વિચારણાઓમાં રહેવું એ સદ્ભાવ ધર્મ કહેવાય છે.
૦ અધર્મ અધર્મરૂપે ન લાગે ત્યાં સુધી ધર્મ સદુધર્મ રૂપે બને નહિ. ૦ધર્મ કરતા કરતા સદ્ધર્મ બનાવવાનું એટલે સદ્ધર્મ મેળવવાનું લક્ષ્ય રાખો.
ધર્મ જ્યારે સદ્ધર્મ રૂપે બનતો જાય ત્યારે (સદ્ધર્મ બને ત્યારે) સકામ નિર્જરા થાય પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય અને ભવની એટલે જન્મ મરણની પરંપરાનો નાશ થાય.
સદ્ધર્મને વિષે આત્માને દ્રઢ રીતે ભાવિત કરનાર ચોવીશ તીર્થકરો હોવા છતાં વૃષભ દેવા ભગવાનના બન્ને સાથળને વિષે વૃષભનું ચિન્હ હતું તથા મરૂદેવા માતાએ ચૌદ સ્વપ્રને વિષે પહેલું સ્વપ્ન વૃષભનું જોયું હતું તેથી ઇન્દ્ર મહારાજાએ ખુશ થઇને એ તીર્થકરનું નામ વૃષભ રાખ્યું હતું.
વૃષભ એટલે બળદ, બળદ મુશ્કેલીથી વહન કરી શકાય એવા ભારને વહન કરવામાં એટલે કે ઉપાડવામાં સમર્થ હોય છે એ પ્રમાણે પહેલા તીર્થકર મુશ્કેલીથી વહન કરી શકાય એવી ધર્મરૂપી ધુરાને વહન કરવામાં સમર્થ હોવાથી વૃષભ અથવા ઋષભ કહેવાય છે.
અજીતનાથ ભગવાન
ઇન્દ્રિયો-વિષય-કષાય વગેરે ભયંકર અંતરંગ શત્રુઓથી જરાય જીતાયા નહિ એને અજીત જિન કહેવાય છે.
આ રીતે ચોવીસ તીર્થંકર પરમાત્માઓ અંતરંગ શત્રુઓથી જરાય જીતાતા નથી. માટે ચોવીશે. તીર્થકરોને આ વિશેષણ લાગુ પડે છે તો અજીતનાથ ભગવાનનું નામ પડ્યું એમાં જ્યારે ભગવાન ગર્ભમાં હતા ત્યારે એમની માતા વિજયા દેવી પોતાના સ્વામી જીતશત્રુ રાજાની સાથે સોગઠા બાજી રમે છે એમાં રાજા જીત્યા નહિ અને માતા જીત્યા માટે એમનું નામ અજીતનાથ રાખવામાં આવ્યું છે.
સામાન્ય રીતે આવી રમતોને વિષે મોટે ભાગે પુરૂષ જ જીતે છે છતાં પણ અહીં ગર્ભના પ્રભાવથી. વિજ્યા દેવીની જીત થઇ માટે અજીત જિન કહેવાય છે.
(૩) સંભવનાથ ભગવાન
સં = સુખ ભવ = આપનાર (થવું)
ભગવાનના દર્શન થયે છતે જીવને સુખની પ્રાપ્તિ થાય છે એથી ત્રીજા સંભવનાથ ભગવાન તરીકે કહેવાય છે.
પ્રભુનું દર્શન આત્મિક અને સંસારિક બન્ને પ્રકારના સુખને આપે છે. આ અર્થથી તો દરેક તીર્થંકરના આત્માઓ સુખ આપનારા હોય છે.
Page 48 of 75
Page #49
--------------------------------------------------------------------------
________________
પણ બીજું કારણ એ છે કે સેના દેવીના ઉદરમાં જ્યારે ભગવાનનો આત્મા અવતર્યો ત્યારે ઇન્દ્ર મહારાજાએ આવીને એમની માતાની પૂજા કરી અને પુત્રના લાભની વધામણી આપી તે વખતે શ્રાવથી (સાવલ્લી) નગરીમાં દુકાળ ઘણો હતો. ભગવાન ગર્ભમાં આવ્યા તેના બીજા દિવસથી દુકાળ નષ્ટ થયો અને સુકાળ પેદા થયો માટે માતા પિતા એ સંભવ એવું નામ સ્થાપિત કર્યું.
(૪) અભિનંદન સ્વામી
રૂપ વગેરે ગુણોથી સંપૂર્ણ ત્રણે ભુવનને આનંદ પમાડે છે માટે અભિનંદન જિન કહેવાય છે. આ ગુણ દરેક તીર્થકરોમાં હોય છે.
બીજી રીતે ભગવાન માતાના ગર્ભમાં રહ્યા તે દરમ્યાન અત્યંત ભક્તિથી યુક્ત થઇને ઇન્દ્ર મહારાજાએ વારંવાર માતાની સ્તુતિ કરી માટે અભિનંદન જિન નામ પાડ્યું.
(૫) સુમતિ નાથ ભગવાન
પાપના આચરણથી નિવૃત્ત થયેલી અને મોક્ષને સન્મુખ થયેલી શુભમતિ જેમની છે તે સુમતિ તીર્થકર કહેવાય છે.
આ પ્રમાણે દરેક તીર્થકરો છે.
પણ બીજો અર્થ કરતાં જ્યારે ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને સુંદર મતિપેદા થયેલી છે તે જ વખતે તે ગામને વિષે કોઇ વાણીયાને બે પત્નીઓ હતી રોગથી વાણીયાનું મૃત્યુ થયું અને બે પત્નીઓ વચ્ચે એક જ દિકરો છે માટે બન્નેએ લડવા માંડ્યું રાજા પાસે ન્યાય લેવા માટે ગઇ હવે આમાં સાચી માતા કોણ છે એ ખબર ન હોવાથી અને બન્નેમાંથી કોઇને અન્યાય ન થાય એ હેતુથી રાજા ચિંતામાં પડે છે એમાં રાણીને જે ગર્ભ રહેલો છે એના પ્રતાપે રાજાને કહે છે કે એમાં ચિંતા કરવાનું કારણ નથી. દીકરાના અને ધનના બે ભાગ કરો, બન્નેને અડધુ અડધુ આપો જેનો દીકરો નહોતો એને કહ્યું કે બરાબર છે અને જે દીકરાની સાચી મા હતી એ કહે છે કે ધન બધું એને આપી દો દીકરો મને આપી દો આ જવાબથી ખબર પડી કે પહેલી ખોટી છે માટે રાજા રાણીના કહેવા મુજબ ગર્ભથી સારી બુદ્ધિ પેદા થવાથી. સરખો ન્યાય કરી શક્યા માટે ભગવાનનું નામ સુમતિનાથ રાખ્યું.
(૬) પદ્મપ્રભુ સ્વામી ભગવાન
પદ્મ = કમળ અનેક પ્રકારના હોય છે. અહીં લાલ કમળના જેવી શોભા જેમની છે એવા જે જિન તે પદ્મપ્રભુજિન કહેવાય છે. લાલ કમળના વર્ણ જેવી શોભા વાસુપૂજ્ય આદિની પણ છે.
પણ બીજા અર્થમાં જ્યારે ભગવાન ગર્ભમાં હતા ત્યારે પદ્મની શય્યામાં સુવાનો માતાને દોહલો ઉત્પન્ન થયો હતો માટે એમનું નામ પદ્મપ્રભુ રાખવામાં આવ્યું છે.
(૭) સુપાર્શ્વનાથ ભગવાન
જેમના શરીરના બન્ને પડખા અત્યંત સુંદરપણે રહેલા છે તેમને સુપાર્શ્વનાથ કહેવાય છે. દરેક તીર્થકરોના પડખા એવા જ હોય છે.
પણ બીજા અર્થમાં ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે માતા સુંદર પડખાવાળી થઇ માટે તેમનું
Page 49 of 75
Page #50
--------------------------------------------------------------------------
________________
નામ સુપાર્શ્વનાથ રાખ્યું છે.
(૮) ચન્દ્રપ્રભુ સ્વામી ભગવાન
જેમના શરીરની શોભા એટલે કે પ્રભા ચન્દ્ર જેવી છે માટે ચન્દ્રપ્રભુ નામ પાડ્યું છે. આવી રીતે તો સુવિધિ આદિ પણ એવા છે.
પણ બીજા અર્થ પ્રમાણે ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રવાનનો દોહલો પેદા થયો તેથી ચન્દ્રપ્રભુ નામ રાખવામાં આવ્યું છે.
(૯) સુવિધિનાથ ભગવાન
વિધિ = વિધાન અથવા ક્રિયા. જૈન ક્રિયા સુંદર છે તેને સુવિધિવાળા કહેવાય છે. એવા અર્થમાં દરેક તીર્થકરો છે.
બીજા અર્થમાં ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમની માતા બધી વિધિઓમાં કુશળ બન્યા માટે સુવિધિનાથ નામ રાખ્યું છે.
(૧૦) શીતલનાથ ભગવાન
જે શીતલ વચનવાળા છે, લેગ્યાથી પણ શીતલ છે તેથી શીતલ કહેવાય છે. આ રીતે તો દરેક તીર્થકરો એવા જ હોય છે.
બીજા અર્થમાં ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમના પિતાના શરીરે દાહ પેદા થયેલો છે. માતાએ પોતાના હાથથી પિતાના શરીરને સ્પર્શ કર્યો ને દાહ શાંત થઇ ગયો માટે શીતલનાથ નામ રાખ્યું છે.
(૧૧) શ્રેયાંસનાથ ભગવાન
શ્રેય એટલે અંસ. શ્રેય = પ્રશંસનીય અંસ = શરીરના અંગો. જેમના શરીરના અંગો પ્રશંસનીય છે એમને શ્રેયાંસ કહેવાય છે.
બીજા અર્થ પ્રમાણે ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને કિંમતી શય્યા ઉપર આરૂઢ થવાનો દોહલો. પેદા થયો એવી કિંમતી શય્યા ઉપર કોઇપણ આરૂઢ થાય તો કુલ દેવતા આરૂઢ થવા દેતો નહોતો અને તે વખતે ભગવાનની માતા એ શય્યા ઉપર આરૂઢ થયા અને દેવતા નાશી ગયો તેથી માતા પિતાએ શ્રેયાંસ નામ રાખ્યું છે. • જીવના પરિણામની વિશુદ્ધિ થતી જાય તેમ તેમ તેની ભક્તિ વિશુધ્ધ થતી જાય છે.
(૧૨) વાસુપૂજ્ય સ્વામી ભગવાન
ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે આનંદથી પૂર્ણ મનવાલો ઇન્દ્ર માતાની વસ્ત્ર આભુષણ વગેરેથી સતત પૂજા કરતો હતો માટે પિતાએ ખુશ થઇને વાસુપૂજ્ય નામ સ્થાપન કર્યું.
(૧૩) વિમલનાથ ભગવાન
Page 50 of 75
Page #51
--------------------------------------------------------------------------
________________
વિ અને મલ એમ બે શબ્દ છે. વિ = વિશેષે કરીને. મલ = બન્ને પ્રકારનો માલ એટલે કે શરીરનો મલ અને કર્મનો મલ. શરીરનો મલ અને કર્મમલ વિશેષે કરીને જેમના નાશ પામ્યા છે એમને વિમલ કહેવાય.
બીજા અર્થમાં વિમલનાથ થવામાં વિશેષ કારણ સુમતિનાથ ભગવાનની જેમ એક દિકરો છે ને બે સ્ત્રીઓ છે. એમાં સાચી માતા કોણ છે એ ખબર પડતી ન હોવાથી માતા ગર્ભવતી થયા તે વખતે ગર્ભના. પ્રભાવથી કહ્યું કે દિકરો જન્મ પામ્યા પછી યુવાન ન થાય ત્યાં સુધી રાહ જુઓ દીકરો જુવાન થશે ત્યારે જવાબ આવશે આ જવાબથી જે સાચી માતા હતી તે દીકરા વગર એક મુહૂર્ત પણ રહી શકે તેમ નથી અને જે ખોટી માતા હતી તેણે કબુલ કર્યું આથી સાચું કોણ અને ખોટું કોણ એ જણાવાથી વિમલ બુધ્ધિ પેદા થઇ માટે ભગવાનનું નામ વિમલ રાખવામાં આવ્યું છે.
(૧૪) અનંતનાથ ભગવાન
અનંતજ્ઞાન, અનંત વીર્ય, અનંતબળ, અનંત શાશ્વત સુખ આદિ હોવાના કારણે અનંત કહેવાય.
બીજા અર્થમાં માતાના ગર્ભમાં જિનનો આત્મા આવ્યા પછી માતાએ સ્વપ્નમાં રત્નનો જડેલો. મોટોહાર જોયો માટે ભગવાનનું નામ અનંત રાખવામાં આવ્યું છે.
(૧૫) ધર્મનાથ ભગવાન
ધર્મના દ્ય સ્વરૂપ રૂપ વગેરે ગુણના સમુદાયથી યુક્ત અને ધર્મનો ઉપદેશ આપનારા ભગવાન જ્યારે સાક્ષાત ધર્મરૂપે જ છે તે રૂપે જણાય તે ધર્મ કહેવાય છે.
બીજા અર્થમાં ભગવાન માતાના ઉદરમાં હતા ત્યારે માતાને ધર્મને વિષે અધિક ઉત્સાહ પેદા થયો. માટે ભગવાનનું નામ ધર્મ રાખ્યું છે.
(૧૬) શાંતિનાથ ભગવાન
શાંતિ = પ્રશમ જેનું સ્વરૂપ પ્રશમ રૂપે છે તે શાંતિ કહેવાય છે.
બીજા અર્થમાં ગજપુર નગરને વિષે કોઇ દેવનો મહા ઉપદ્રવ હતો અને ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સૂર્યોદય થતાની સાથે અંધકાર નાશ પામે એની જેમ દેવનો ઉપદ્રવ નાશ પામ્યો. (શાંત થઇ ગયો.) માટે શાંતિનાથ નામ રાખ્યું છે.
(૧૭) કુંથુનાથ ભગવાન
ભગવાનના માતા સ્વમમાં ઘરના આંગણે મહારત્નમય સ્તૂપને જોઇને જાગી ગયા માટે ભગવાનનું નામ કુંથું રાખવામાં આવ્યું છે. કુંથુ = સ્તુપ.
(૧૮) અરનાથ ભગવાન
અ અને ર એમ બે શબ્દો છે. અ = નિષેધાત્મક (નકરાત્મક રૂપે) ર = આપનાર
Page 51 of 75
Page #52
--------------------------------------------------------------------------
________________
જે આપે નહિ તેનું નામ અર.
અર = ન આપનાર. રાગદ્વેષથી રહિત થયેલા એવા ભગવાન જીવોને શ્રાપ ન આપે. કોઇના ઉપર અનુગ્રહ આપે નહીં માટે તે અર કહેવાય.
બીજા અર્થમાં માતાએ સ્વપ્રમાં ઉત્તમ રથની સાથે જોડાયેલો અતિ સુંદર અને અતિ કિંમતી ચક્રનો આરો જોયો માટે અર નામ રાખવામા આવ્યું છે.
(૧૯) મલ્લિનાથ ભગવાન
મોહ આદિ મલ્લનો નાશ કરે છે કારણ કે શુક્લધ્યાન નામનો મલ્લ સર્વ પરિગ્રહનો નાશ કરે છે. મલ્લ = યોધ્ધો. ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહ અહીં લેવાના. બાહ્ય પરિગ્રહના નવભેદ. આ બધા મોહરાજાના ભેદ છે માટે તે મલ્લિ કહેવાય છે.
બીજા અર્થમાં ભગવાનની માતાની કુક્ષીમાં આવ્યા ત્યારે શ્રેષ્ઠ સુગંધી પુષ્પ માલાથી બનાવેલી શૈયામાં (શય્યામાં) સુવાનો દોહલો પેદા થયો તેથી મલ્લિ નામ રાખવામાં આવ્યું છે. (૨૦) મુનિસુવ્રતસ્વામી ભગવાન
મુનિ અને સુવ્રત એમ બે પદ છે.
મુનિ = જગતને વિષે ત્રણે કાળની અવસ્થાને જાણે તે મુનિ કહેવાય અને શુભવ્રતોથી યુક્ત હોવાથી સુવ્રત કહેવાય છે. જગતની ત્રણે કાળની અવસ્થાને જાણનાર અને શુભ વ્રતોથી યુક્ત સર્વ તીર્થંકરો હોય
છે.
બીજા અર્થમાં ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતા સારા વ્રતોવાળા થયા માટે મુનિસુવ્રત નામ રાખ્યું છે.
(૨૧) નમિનાથ ભગવાન
ભગવાન ઉત્તમ ગુણોના સમુદાયથી મહાન હોવાથી ભગવાનના ચરણોમાં સુર અને અસુરો નમ્યા માટે નમિ કહેવાય છે.
બીજા અર્થમાં જ્યારે નમિ ભગવાનનો જન્મ થયો તે વખતે એમના પિતાને શત્રુ રાજાઓ ઘણાં હતા અને પોતાની નગરીને દુશ્મન રાજાઓએ ચારે બાજુથી ઘેરી લીધેલી હતી તે વખતે ભગવાનના જન્મના કારણે માતાના અંતરમાં નગરના રક્ષણને માટે એવી બુધ્ધિ પેદા થઇ કે દીકરાને લઇને નગરના કિલ્લા ઉપર ચઢીને બધાને દીકરો બતાવું. આ રીતે કરવાથી બધાય દુશ્મન રાજાઓ તે વખતે દીકરાને નમ્યા અને દ્વેષ બુધ્ધિ દૂર કરીને પોત પોતાના સ્થાને ગયા માટે એમનું નામ નમિ રાખવામાં આવ્યું છે. (૨૨) અરિષ્ટનેમિ ભગવાન
અરિષ્ટ = અશુભ અને નેમિ = ચક્ર નામના શસ્રની ધારા એટલે કે અશુભને છેદવા માટે ભગવાન ચક્ર સ્વરૂપ હોવાથી અરિષ્ટ નેમિ કહેવાય છે. બીજા અર્થમાં ભગવાનની માતાએ સ્વપ્રમાં સંતોષ પેદા કરાવે જોયો એથી નેમિનાથ નામ પાડવામાં આવ્યું. (૨૩) પાર્શ્વનાથ ભગવાન
એવા રત્નમય ચક્રધારાને ઉંચે જતો
Page 52 of 75
Page #53
--------------------------------------------------------------------------
________________
લોક અને અલોકને જે જુએ છે. એટલે કે લોકને વિષે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય આ પાંચે અસ્તિકાયને જે જૂએ છે તેમજ સમયે સમયે પગલાસ્તિકાયના પુગલો જીવાસ્તિકાયના જીવો એક એક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા રહેલા હોય છે તે સમયે સમયે પરાવર્તન પામતા જાય છે. એ પરાવર્તીત થતા જીવોને અને પુગલોને જુએ છે. ભૂતકાળમાં જીવ અને પુદ્ગલોના પર્યાયો પરાવર્તીત થયેલા હતા એને પણ જૂએ છે અને જાણે છે. ભવિષ્યમાં જીવોના અને પુદ્ગલોના અનંતા પર્યાયો પરિવર્તીત થશે એને પણ જૂએ છે અને જાણે છે તેમજ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાસ્તિકાય એના અરૂપી પ્રદેશો એ દ્રવ્યમાં ને દ્રવ્યમાં પરાવર્તીતા થયા કરે છે એને પણ જૂએ છે અને જાણે છે આ રીતે પાંચ અસ્તિકાય દ્રવ્ય અને છટ્ટો કાળ દ્રવ્ય એ છએ દ્રવ્યોને જુએ છે અને જાણે છે તેણે લોક જોયો અને જાણ્યો કહેવાય છે તથા આલોકને વિષે આકાશાસ્તિકાયના પ્રદેશો અનંતા રહેલા છે એને પણ જૂએ છે અને જાણે છે. આ રીતે લોક અને અલોકને જે જૂએ છે અને જાણે છે એથી પાર્શ્વ કહેવાય છે. આ અર્થથી તો દરેક તીર્થંકર પરમાત્માઓ લોક અને અલોકને જૂએ છે અને જાણે છે માટે બધા એક સરખા થાય છે.
બીજા અર્થમાં માતાએ પોતાની શય્યામાં અંધકારમાં સાપ જોયો એથી તીર્થંકરનું નામ પાર્થ કહેવાય છે અથવા પાર્થ તીર્થકર જે જ્ઞાનનો પ્રકાશ લઇને આવ્યા છે એટલે કે ત્રણ જ્ઞાનથી સહિત ચ્યવન પામેલા છે અને અનુપમ એવા ત્રણ જ્ઞાન રહેલા છે એ ત્રણ જ્ઞાનના બળેજ ચામું મનપર્યવજ્ઞાન પ્રાપ્ત કરશે અને પુરૂષાર્થ કરીને એ ત્રણ જ્ઞાનના યોગે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરશે અને લોકાગ્રે પહોંચશે માટે પોતાના જ્ઞાનથી જ લોકની નજીકમાં રહેલા હોવાથી પાર્થ કહેવાય છે. આ રીતે દરેક તીર્થંકરના આત્માઓ દેવલોકમાંથી કે નરકમાંથી ચ્યવન પામીને મનુષ્યલોકમાં માતાના ગર્ભમાં આવે છે ત્યારે અનુપમ એવા ત્રણ જ્ઞાનથી યુક્ત જ હોય છે તેમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ત્રીજે ભવે જેટલું પ્રાપ્ત કરેલું હોય એટલું હોય છે.
• ભણેલા સૂત્રોનું પરાવર્તન કરવાથી મતિજ્ઞાન વધે સ્થિર થાય, ક્ષયોપશમ ભાવ વધે અને એ મતિજ્ઞાનના ક્ષયોપશમ ભાવથી શ્રતજ્ઞાન સ્થિર થાય અને ભવાંતરમાં સાથે આવે.
• કંટાળો આવે તે પ્રમાદ કહેવાય છે. - આત્માનું હિત-અહિત જણાવે તે જ્ઞાન કહેવાય. બાકીનું અજ્ઞાન કહેવાય છે. • પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન તે જઘન્ય શ્રુતજ્ઞાન કહેવાય છે.
(૨૪) મહાવીર સ્વામી ભગવાન
ચોવીશમાં જિન જન્મથી જ એમનું રૂપ, એમનું બળ, એમનું જ્ઞાન, એમનું ચારિત્ર એટલે સ્થિરતા ક્રમસર વધતા જ જાય છે માટે વર્ધમાન કહેવાય છે. આરીતે તો ચોવીશે પરમાત્માઓનું રૂપ, બળ, જ્ઞાન, ચારિત્ર વધતા જ હોય છે માટે બધા એક સરખા ગણાય છે.
બીજા અર્થમાં તીર્થંકરનો આત્મા માતાના ગર્ભમાં આવ્યો ત્યાર જ્ઞાનકુલ હાથી, ઘોડા, ભંડાર, કોઠાર, નોકર, ચાકર, રત્નો વગેરે ક્રમસર વધતા જ જાય છે માટે એમના પિતાએ વર્ધમાન નામ પાડ્યું છે.
આ રીતે ચોવીશે તીર્થંકર પરમાત્માઓ એમના નામથી સ્તવના કરવા માટે જે નામથી કરાતી સ્તવના ઉપયોગપૂર્વક સમજણ પૂર્વક અને સંવેગનો અભિલાષ પેદા કરવાની ઇચ્છાથી તેમજ પેદા થયેલા
Page 53 of 75
Page #54
--------------------------------------------------------------------------
________________
સંવેગને વૃધ્ધિ પમાડતા પમાડતા સ્થિર કરવાની ઇચ્છાથી જો સ્તવના કરવામાં આવે તો બંધાતા અશુભ કર્મોનો રસ મંદ થતો જાય છે. તેને સકામ નિર્જરા કહેવાય છે અને બંધાયેલો શુભ કર્મોનો મંદરસ તીવ્ર રસરૂપે થતો જાય છે અને નવા બંધાતા અશુભ કમા મંદરસે બંધાતા જાય છે અને શુભકર્મો તીવ્રરસે પુણ્યાનુબંધી પુણ્ય રસે બંધાતા જાય છે. આના પ્રતાપે જીવોને આત્મિક ગુણોની પ્રાપ્તિનો અનુભવ એની સ્થિરતા એનો આનંદ એની પ્રસન્નતા પેદા થતાં લાંબા કાળ સુધી ટકે છે.
શ્રુતજ્ઞાનને જેટલું વારંવાર પરાવર્તન કરતા જઇએ એનાથી મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ જીવને પેદા થતા થતા ઉત્કૃષ્ટથી ચૌદ રાજલોકમાં રહેલા સઘળાય પદાર્થોને જાણવાની શક્તિ પેદા થાય છે.
અત્યારે વર્તમાનમાં જેટલું સૂત્ર છે તે સઘળુંય ભણવાની શક્તિ નથી કારણ કે વર્તમાનનો ક્ષયોપશમ ભાવ મોટા ભાગને એવી રીતનો છે કે વાંચીને યાદ રાખવાનો રહેલો છે પણ ગોખીને યાદ રાખવાનો ક્ષયોપશમ ભાવ મોટે ભાગે નષ્ટ થયેલો છે અને થતો જાય છે કારણ કે ઘણાં જીવોને ગોખવાનો કંટાળો આવે છે, ઘણા જીવોને ગોખ્યા પછી વારંવાર એ સૂત્રો પરાવર્તન કરવાનો કંટાલો આવે છે અને ઘણાંને વારંવાર જ્ઞાન ભણવાનું કહેવામાં આવે તો અભાવ અને દ્વેષ બુધ્ધિ થતી જાય છે. આ કાળમાં સંઘયણ બળના પ્રતાપે વાંચીને યાદ રાખવાની શક્તિ થોડા કાળ માટેની ધારણા રૂપે રહે છે. કેટલાક જીવો ભારેકર્મ લઇને આવેલા હોય છે કે જેથી જ્ઞાન પ્રત્યે ઉપેક્ષા ભાવ પેદા થતો જાય છે આથી ભણેલું જ્ઞાન જ્ઞાન રૂપે પરિણામ પામવાના બદલે અજ્ઞાન રૂપે પરિણામ પામતું જાય છે. આના પ્રતાપે મોક્ષનો અભિલાષ મોક્ષની રૂચિ છોડવા લાયક પદાર્થમાં છોડવા લાયકની બુધ્ધિ ગ્રહણ કરવાલાયક પદાર્થમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ મોટે ભાગે સ્થિરતાપૂર્વક ટકતી નથી. થોડોક ટાઇમ રહે અને પછી અનાદિના સંસ્કાર મુજબ સુખની સામગ્રીના રાગના કારણે છોડવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવાલાયકની બુધ્ધિ લાંબાકાળ સુધી ટકી રહે છે. આ સ્વભાવ અનાદિકાળનો હોવાથી ઉપાદેય બુધ્ધિ લાંબાકાળ સુધી ટકે છે. આના પ્રતાપે જ્ઞાન ભણવા છતાં, ધર્મની આરાધનાના અનુષ્ઠાનો કરવા છતાંય, વ્રત, નિયમ, પચ્ચક્ખાણ કરવા છતાંય અને શરીરની સહન શક્તિ કેળવવાનો અભ્યાસ કરીને અનેક પ્રકારના તપ કરવા છતાંય દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે મોટે ભાગે રસ પેદા થતો નથી અને પેદા થયો હોય તો ટકતો નથી કારણ કે સંસારના અનુકૂળ પદાર્થોનો રાગ જેટલો ગમે છે એમાં જેટલો આનંદ આવે છે એવા દેવ, ગુરૂ, ધર્મ આદિ ગમતા નથી. આવી સ્થિતિ વર્તમાનમાં રહેલા જીવોની ધર્મ આરાધના કરનારા જીવોની રહેલી હોવા છતાંય જો અંતરમાં એનું દુઃખ હોય અને જોઇએ એ પ્રમાણે આરાધના નથી કરી શકતા એનો પશ્ચાતાપ હોય તો એ આરાધના કરતા કરતા પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે છે. આવી સ્થિતિવાળા જીવો દુર્ગતિમાં જતા નથી અને સદ્ગતિ અહીંની અધુરી આરાધનામાં આગળ વધવા માટે, અધુરી સાધના વિશેષ સારી રીતે થઇ શકે એવી શક્તિ બીજા ભવમાં સદ્ગતિ રૂપે મલ્યા કરે છે અને એ રીતની આરાધના કરતા કરતા જીવ પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે છે આથી લોગસ્સ સૂત્ર નામસ્તવ રૂપે જો ભાવથી બોલવામાં આવે તો જીવને આટલો સુંદર લાભ પેદા થઇ શકે છે.
પાંચમું પદ
એવં મએ અભિશુઆ
સુખની સામગ્રીમાં વૈરાગ્યભાવ અને દુ:ખની સામગ્રીમાં સમાધિભાવ રહે તો જ ચોવીશે તીર્થંકર પરમાત્માઓ આપણા ઉપર પ્રસન્ન છે એમ કહેવાય છે.
મારા વડે ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરાઇ (કરી) કઇ રીતે કરી ? તો કહે છે કે
Page 54 of 75
Page #55
--------------------------------------------------------------------------
________________
સન્મુખ ભાવથી, અભિ = સન્મુખ. એટલે કે ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારી સન્મુખ રહેલા છે. અથવા મેં મનમાં ચોવીશે તીર્થર પરમાત્માઓની ધારણા કરેલી છે. જે હું સ્તવના કરું છું તે પ્રમાદને વશ થઇને કરતો નથી પણ અપ્રમત્ત ભાવથી એમની સ્તવના કરું છું. એ રીતે મેં સ્તવના કરી એ સ્તવનાથી ચોવીશે તીર્થર પરમાત્માઓ મારા ઉપર પ્રસન્ન થાઓ એ પ્રસન્ન કરવા માટે એ ચોવીશે તીર્થકરો કેવા છે ? એ જણાવે છે.
વિહુદ્ય રયમલા
વિહુદ્ય = નાશ કર્યો છે. રય = રજ. મલા = મલ. રજ અને મલના આવશ્યક સૂત્રને વિષે જ્ઞાની ભગવંતોએ ત્રણ અર્થ કર્યા છે.
(૧) રજ = વર્તમાનમાં બંધાતું કર્મ તીર્થંકર પરમાત્માના આત્માઓને છેલ્લે ભવે પોતાના આત્મામાં ઉંચી કોટિનો વૈરાગ્યભાવ રહેલો હોવાથી એટલે કે જેટલા કાળ સુધી સંસારમાં રહે છે અવિરતિના ઉદયમાં બેઠેલા હોય છે ત્યાં સુધી ભોગવાલી કર્મ ભોગવીને નાશ કરવા માટે જ બેઠેલા હોય છે કારણ કે જેના શાસનમાં કેટલાક કર્મો એવી રીતે બંધાયેલા હોય કે જે ભોગવવાથી જ નાશ પામે. કેટલાક કર્મો એવી રીતે બંધાયેલા હોય છે કે જે કર્મો પોતાના સ્વરૂપે ભોગવ્યા વગર જ બીજાના સ્વરૂપે થઇને ભોગવાઇને નાશ પામે એવા હોય છે અને પ્રદેશોદય કહેવાય છે. | વિપાકોદયથી ભોગવાય તે ભોગાવલી કહેવાય.
આથી તીર્થંકર પરમાત્માઓના આત્માઓએ ભોગાવલી કર્મ વિપાક રૂપે એવી રીતે બાંધેલા હોય છે કે તેને ઉદયમાં લાવીને ભોગવે તોજ નાશ પામી શકે. એ વિપાકોદયને ભોગવવા છતાં પણ ઉત્કૃષ્ટ કોટિનો વૈરાગ્યભાવ પેદા કરેલો હોય છે કે જેના કારણે નવા ભોગવવા લાયક કર્મો બંધાતા નથી અને જે પુણ્યાનુબંધી પુણ્ય રૂપે કર્મો બંધાય છે તે તીર્થકર નામકર્મના ઉદય વખતે ઉદયમાં ભોગવીને નષ્ટ થઇ જાય. છે. ઉત્કૃષ્ટ વૈરાગ્યના પ્રતાપે ભોગાવલી કર્મનો ભોગવટો કરવા છતાં પણ સંસારની વૃદ્ધિ થાય એટલે કે જન્મ મરણની પરંપરા વધે એવો કર્મબંધ થતો નથી. આના ઉપરથી એ નિશ્ચિત થાય છે કે ઘાતી કર્મોના ઉદયકાળમાં વૈરાગ્યભાવ જીવ જો પેદા કરતો જાય અને સ્થિર કરતો જાય અને વૈરાગ્યને વધારતો જાય અને એવા કાળમાં જીવનકાળ પસાર કરે તો જન્મ મરણની પરંપરા વધે નહીં એવું કર્મ બંધાતું જાય છે અને પૂર્વે બંધાયેલી જન્મ મરણની પરંપરા જો નિકાચીત રૂપે બંધાયેલ ન હોય તો વેરાગ્ય ભાવથી જન્મ મરણ નાશ કરી શકે છે. આ રીતે ભોગાવલી કર્મના ઉદયથી ભોગની સામગ્રી ઉત્કૃષ્ટ વેરાગ્ય રાખીને ભોગવવા છતાંય જન્મ મરણની પરંપરા વધે નહિ એવો જે કર્મબંધ થાય છે એ કર્મબંધને રજ કહેવાય છે.
૦ વર્તમાનમાં બંધાતા કર્મને રજ કહેવાય છે. • રાગ થાય તો જન્મ મરણની પરંપરા વધે. ૦ પૂર્વે બંધાયેલા કર્મોને મળ કહેવાય છે.
મલ = પૂર્વે બંધાયેલા કર્મ સત્તામાં રહેલા છે એને મલ કહેવાય છે. એટલે કે પૂર્વે બંધાયેલા કમ ઉત્કટ વૈરાગ્યના પરિમામની સાથે ઉદયમાં આવે છે તો પણ રાગ પેદા કરાવે એવા કર્મો હોવા છતાં એને ભોગવવા છતાંય રાગ વગર ભોગવે છે.
વૈરાગ્ય જે પેદા થયેલો છે એનું કામ જ એ છે કે રાગવાળા પદાર્થોમાં રાગ થવા ન દે અને દ્વેષવાળા. પદાર્થોમાં દ્વેષ થવા ન દે.
Page 55 of 75
Page #56
--------------------------------------------------------------------------
________________
આથો એ નિશ્ચિત થાય છે કે- પૂર્વ ભવોના બંધાયેલા કર્મો રાગ દ્વેષના પરિણામથી બાંધેલા હોવા છતાં પણ એને ભોગવતી વખતે વૈરાગ્ય નામનો ગુણ રાગ દ્વેષ રહિત ભોગવટો કરાવવામાં સહાયભૂત થાય છે કે જેના કારણે રાગદ્વેષના ઉદયકાળમાં આ રીતે કર્મનો ભોગવટો જીવ કરતો જાય તો નવા કર્મો ફરીથી રાગ દ્વેષ પૂર્વક ભોગવવા પડે એવા બંધાતા નથી.
૭ રજ અને મલથી રહિત થયેલાની પૂજા, સ્તવના શા માટે આપણે કરીએ છીએ મને શક્તિ આપો કે હું પણ રજ અને મલથી રહિત થાઉં આવી માંગણી રજ મલથી રહિત એવા પરમાત્માની સ્તવના કરતા આપણે માગણી કરવાની છે. રજ નો બીજો અર્થ
રજ એટલે પૂર્વે બંધાયેલા કર્મો તેને રજ કહેવાય છે. પહેલા અર્થમાં વર્તમાનમાં બંધાતા કર્મોને રજ કહેલા. આ બીજો અર્થ છે. તીર્થંકરના આત્માઓ પહેલા ગુણસ્થાનકથી શરૂ કરીને સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તપણું પ્રાપ્ત કરી કર્મોનો બંધ જે કરે છે તે મોટેભાગે જન્મ મરણની પરંપરા ન વધે એવી રીતે કર્મબંધ થયા કરે છે. એમાં કોઇ કોઇક તીર્થંકરો પહેલા ગુણસ્થાનકે વારંવાર મિથ્યાત્વ મોહનીય કર્મ નિકાચીત રૂપે બાંધતા જાય છે તે બાંધેલું નિકાચીત મિથ્યાત્વ કર્મ સમકીત પામ્યા પછી ઉદયમાં આવે છે પણ મિથ્યાત્વની હાજરીમાં નિકાચીત રૂપે બાંધેલું હોવા છતાં સમકીતને બાધક બનતું નથી અને સમકીત પામ્યા પછી એ જ નિકાચીત મિથ્યાત્વનો ઉદય પૂર્વે બંધાયેલો સત્તામાં છે તે ઉદયમાં આવીને સમકીતથી પડવામાં સહાયભૂત થાય છે. તીર્થંકરના આત્માઓને પૂર્વે બંધાયેલા કર્મો મોટેભાગે ઉદયમાં આવીને ભોગવાઇને નાશ પામે એવા હોય છે એને રજ કહેવાય છે.
મલ = પૂર્વે બંધાયેલા કર્મોમાં તીર્થંકરના આત્માઓને પણ, કેટલાક તીર્થંકરોને દર્શન મોહનીય કર્મ અનિકાચીત રૂપે બંધાયેલું હોય છે અને ચારિત્ર મોહનીય કર્મ નિકાચીત રૂપે બંધાયેલું હોય છે કે જેના પ્રતાપે સમકીતની હાજરીમાં તીર્થંકર નામકર્મની નિકાચના કરી શકે છે પણ એ ભવમાં ચારિત્રનો સ્વીકાર કરી શકતા નથી. જેમકે શ્રેણિક મહારાજા. આથી બંધાયેલા નિકાચીત કર્મો સત્તામાં રહેલા હોય તેને મલ કહેવાય છે. જ્યારે તીર્થંકરના આત્માઓ ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરે ત્યારે અનિકાચીત કર્મો જેમ નાશ પામે છે તેમ નિકાચીત કર્મોનો પણ નાશ કરી શકે છે આથી રજ અને મલ બન્ને પ્રકારના સંપૂર્ણ કર્મોથી રહિત થઇને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એવા ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારા પર પ્રસન્ન થાઓ. રજનો ત્રીજો અર્થ.
ઇર્યાપથિકી ક્રિયાથી થતો કર્મબંધ તેને રજ કહેવાય છે.
પહેલા ગુણસ્થાનકે રહેલા આત્માઓ મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ દ્વારા કર્મબંધ કરે છે. બેથી પાંચ ગુણસ્થાનકમાં રહેલા આત્માઓ અવિરતિ કષાય યોગ દ્વારા કર્મબંધ કરે છે. છ થી દશ ગુણસ્થાનકમાં રહેલા જીવો કષાય અને યોગ દ્વારા કર્મબંધ કરે છે. અગ્યારથી તેર ગુણસ્થાનકમાં રહેલા જીવો એક યોગથી જ કર્મબંધ કરે છે. યોગથી જે કર્મબંધ થતા હોય તે કર્મબંધને ઇર્યાપથિકિ ક્રિયા રૂપે કર્મબંધ કહેવાય છે. આ ઇર્યાપથિકિથી જે કર્મબંધ થાય એને રજ કહેવાય છે.
મલ = કષાયથી થતો કર્મબંધ તે મલ કહેવાય છે એટલે કે એકથી દશ ગુણસ્થાનકમાં રહેલા જીવો જે કર્મબંધ કરે છે તે કર્મબંધને મલ કહેવાય છે.
Page 56 of 75
Page #57
--------------------------------------------------------------------------
________________
ઇર્યાપથિકી રૂપે થતો કર્મબંધ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ રૂપે જ બંધાય છે પણ સ્થિતિ અને રસરૂપે બંધાતો નથી.
કષાયથી થતો કર્મબંધ સ્થિતિ રૂપે બંધાય છે તે જઘન્યથી એક અંતર્મુહૂર્તની સ્થિતિ બંધાય છે. મોહનીય કર્મની જઘન્ય સ્થિતિ નવમા ગુણસ્થાનકે એક અંતર્મુહૂર્તની બંધાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મની એક અંતર મુહૂર્તની દશમા ગુણસ્થાનકે જઘન્ય સ્થિતિ રૂપે બંધાય છે. વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની બંધાય છે તથા નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની દશમાં ગુણસ્થાનકે બંધાય છે. આ કષાય પ્રત્યયિકી અથવા સંપરાય પ્રત્યયિકી કર્મબંધ કહેવાય છે.
એવી જ રીતે લેશ્યા સહિત કષાયથી મોહનીય કર્મનો જઘન્ય રસબંધ નવમાં ગુણસ્થાનકે બંધાયા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો જઘન્ય રસબંધ દશમાં ગુણસ્થાનકે બંધાય છે. વેદનીય-નામ અને ગોત્ર કર્મનો ઉત્કૃષ્ટ રસબંધ દશમાં ગુણસ્થાનકે બંધાય છે. આગળના ગુણસ્થાનકમાં કષાય ન હોવાથી જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કે રસબંધ થતો નથી. માત્ર ત્રણ સમયની સ્થિતિવાળા કર્મ બંધાય છે. પહેલા સમયે બંધાય, બીજા સમયે વેદાય અને ત્રીજા સમયે નાશ પામે છે.
આ રીતે તીર્થંકરના આત્માઓ કર્મને રજ અને મલરૂપે ભોગવીને સંપૂર્ણ ક્ષય કરી રજ અને મલા રહિત થયેલા ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારા ઉપર પ્રસન્ન થાઓ. સમકીતિનું મન મોક્ષમાં હોય શરીર સંસારમાં હોય છે.
પણિ ર મરણા
મનુષ્યપણામાં રહેલા જીવોનું શરીર એ દારિક પુદ્ગલોનું બનેલું હોવાથી દારિક શરીર કહેવાય છે. આ શરીર ચાર અવસ્થાવાળું હોય છે.
(૧) બાલ્યાવસ્થા (૨) યુવાવસ્થા (૩) પ્રૌઢાવસ્થા અને (૪) વૃધ્ધાવસ્થા
(૧) બાલ્યાવસ્થા - આ અવસ્થામાં રહેલા જીવોને ખોરાક લેતા લેતા મોટેભાગે શરીરની પુષ્ટિ થતાં શરીરની વૃદ્ધિ થતી જાય છે અને શરીર પુષ્ટ થતું જાય છે. જે જીવો રોગાદિ સહિત જન્મ પામ્યા હોય અથવા શરીર નબળું લઇને જન્મ્યા હોય એમના શરીરની પુષ્ટિ થતી નથી.
(૨) યુવાવસ્થા :- ગમે તેવો ખોરાક આ અવસ્થામાં જીવો ખાય તો પણ તે ખોરાકને પચાવવાની શક્તિ તથા પચાવીને બલ અને વીર્યને વધારવાની શક્તિ સહજ રીતે પ્રાપ્ત થતી જાય છે.
(૩) પ્રૌઢાવસ્થા :- આ અવસ્થા આવે ત્યારે પાચન શક્તિ નબળી પડતી જાય છે એના કારણે શરીરનું બળ અને શક્તિ ઘટતી જાય છે તથા બીજા અનેક પ્રકારના રોગોની ઉત્પત્તિની શરૂઆત થતી. જાય છે.
(૪) વૃધ્ધાવસ્થા :- આમાં પાચન શક્તિ એકદમ નબળી પડતા આખું શરીર બળ અને શક્તિ રહિત થતા જર્જરિત થતું જાય છે અને રોગાદિ પેદા થયા હોય તેનો પ્રતિકાર કરવાનો એટલે સામનો કરવાની શક્તિ ન હોવાથી રોગાદિથી ઘેરાઇ વળે છે.
તીર્થકરના આત્માઓને પહેલું સંઘયણ હોય, સારામાં સારું શરીર બળ હોય, શરીરની તાકાત પણ સારામાં સારી હોય તો પણ પ્રૌઢાવસ્થામાં અને વૃધ્ધાવસ્થામાં શરીરના થાકોટાનો અનુભવ થતો જાય છે.
Page 57 of 75
Page #58
--------------------------------------------------------------------------
________________
બાલ્યાવસ્થા અને યુવાવસ્થા એ બે શરીરનું બળ શક્તિ અને શરીરની કાંતિ વધારવામાં સહાયભૂત થાય છે.
પ્રૌઢાવસ્થા અને વૃધ્ધાવસ્થામાં શરીરનું બળ, શક્તિ અને કાંતિ ઘટતી જાય છે.
આથી જ્યારથી મનુષ્યના શરીરમાં શરીરનું બળ ઘટવા માંડે ત્યારથી એ જીવને માટે પ્રૌઢાવસ્થા અને વૃધ્ધાવસ્થા શરૂ થાય છે તેને જરારૂપે કહેવાય છે. આ જરાનો જેમને સંપૂર્ણ નાશ કર્યો છે એવા ચોવીશ
તીર્થંકર પરમાત્માઓ મારા ઉપર પ્રસન્ન થાઓ અને મારી જરાનો નાશ કરો.
તીર્થંકરના આત્માઓ પોતાના આયુષ્યની છેલ્લી જીંદગી વૃધ્ધાવસ્થા રૂપે હોવાથી કેવલજ્ઞાન પામેલા હોવા છતાં ચાર ઘાતીકર્મમાંથી કોઇપણ ઘાતીકર્મનો ઉદય ન હોવા છતાંય અઘાતી કર્મના ઉદયના પ્રતાપે શરીર ક્ષીણ થતું જાય, સંઘયણ બળ ઘટતું જાય એના કારણે શરીરને થાક લાગવાથી એને આરામ આપવા માટે એટલે કે થાક દૂર કરવા માટે શરીરને આડુ પાડવા માટે સમવસરણની અંદર દેવ છંદા નામનો ભાગ હોય છે. તેમાં શરીરને આરામ આપવાને માટે જાય છે અને કેવલજ્ઞાન પામ્યા પછી પોતાના શરીરને ટકાવવા માટે રોજ એકવાર આહાર આપે છે. કેવલજ્ઞાન પામતા પહેલા ગમે તેટલો તપ કરેલો હોય એ કેવલજ્ઞાન પામ્યા પછી કરવાનો હોતો નથી. છેલ્લે જ્યારે મોક્ષે જવાનો કાળ નજીક આવે ત્યારે પોતાના અઘાતિ કર્મોને ખપાવવા માટે જે રીતે ખપવાના હોય તે રીતે જ્ઞાનથી જોઇને એટલા દિવસનું અનશન કરે છે આથી એ નિશ્ચિંત થાય છે કે દશપૂર્વી-ચૌદપૂર્વી-વિશિષ્ટ અવધિજ્ઞાની-વિશિષ્ટ મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની જીવોને તપ કરવાનો હોતો નથી. અમને તો માત્ર જે જીવોને ઉપદેશથી લાભ થતો હોય એ પ્રમાણે ઉપદેશ આપીને પ્રતિબોધ કરવાનો હોય છે પણ રોજ એકવાર આહાર વાપરવાનો હોય છે. એટલે એકાસણું કાયમ કરવાનું હોય છે.
સં = સમ્યક્ પ્રકારે યમ = પાંચ મહાવ્રત તેનું નામ સંયમ કહેવાય છે.
સંયમ એટલે પોતાના પાપમય જીવન પ્રત્યે અણગમો પેદા થાય અને પાંચ મહાવ્રતના જીવન પ્રત્યે ગમો પેદા થાય તેને સંયમ કહેવાય અને સંયમ જીવન ગમે છે એમ કહેવાય.
• બાલ્યાવસ્થા આદિ ચારેય અવસ્થામાં રાગાદિ વગર જીવન જીવવું તેનું નામ જરા રહિત જીવન જીવ્યા કહેવાય. જરાનો ત્યાગ કર્યો કહેવાય.
૭ આપણા જ્ઞાનનો ઉપયોગ આપણા માટે કરવાનો છે. એ બીજાને માટે કરીએ છીએ એ જ મોટામાં મોટો દુર્ગુણ છે.
વજ્રસ્વામીજી એ બાલ્યાવસ્થામાં જ રડી રડીને પોતાની માતાનો રાગ છોડાવ્યો. જીવન આત્માને જોઇને જીવો. શરીરને જોઇને જીવો નહિ.
જે જ્ઞાન ભણ્યા છો તેનું પરાવર્તન કર્યા કરો તો ઘડપણમાં અસમાધિ નહિ થાય. * ગુણોને મેળવવા પ્રયત્ન કરો તો જ શરીરનો રાગ ઘટે.
મરણા
ચોવીશે તીર્થંકર પરમાત્માઓએ મરણનો પણ સંપૂર્ણ નાશ કર્યો છે. મરણના નાશની સાથે જન્મનો નાશ આવી જ જાય છે.
જ્યાં સુધી જીવોને ઘાતીકર્મોનો ઉદય હોય છે ત્યાં સુધી જન્મ મરણ થયા જ કરે છે. ઘાતી કર્મના ઉદયમાં જીવોને જેટલો રસ વધે-એમાં આનંદ પેદા થતો જાય તેમ તેમ જન્મ મરણની પરંપરા રૂપ વૃધ્ધિ થતી
Page 58 of 75
Page #59
--------------------------------------------------------------------------
________________
જાય છે. કેટલાક જીવોને સામાન્ય કોટિનો આનંદ હોય તો સંખ્યાતા ભવોની વૃધ્ધિ થાય. કેટલાક જીવોને મધ્યમ કોટિનો આનંદ હોય તો અસંખ્યાતા ભવોની વૃધ્ધિ થયા કરે છે અને મોટા ભાગના જીવોને ઉત્કટ કોટિનો આનંદ ઘાતીકર્મોના રસનો હોય તો અનંતા ભવોની વૃધ્ધિ થયા કરે છે.
અનાદિ કાળથી જગતને વિષે પરિભ્રમણ કરતો જીવ શુધ્ધ સ્વરૂપ વાળો હોવા છતાં કર્મના સંયોગના કારણે રાગ દ્વેષના પરિણામથી યુક્ત હોય છે. એ રાગદ્વેષના પરિણામ એ મારી વિભાવદશા છે એવી જ્યાં સુધી ખબર પડતી નથી ત્યાં સુધી આ રાગદ્વેષના અભાવ રૂપ મારું પોતાનું શુધ્ધ સ્વરૂપ આનાથી ભિન્ન કોટિનું છે એની બીલકુલ ખબર પડતી નથી.
જ્યાં સુધી એ રાગદ્વેષને આધીન થઇને પ્રવૃત્તિ કરતો જાય છે તેમ તેમ સહજ રીતે પોતાના આત્માના જન્મ મરણની પરંપરા વધારતો જાય છે. જ્યારે એ પોતે પોતાના શુધ્ધ સ્વરૂપને રાગદ્વેષથી ભિન્નરૂપે છે એવું સમજતો થાય ત્યારે એ જીવને મરણથી ગભરાટ પેદા થવાને બદલે જન્મથી ગભરાટ પેદા થતો જાય છે.
પોતાના આત્માને જન્મથી બચાવવાનો પ્રયત્ન કરવો એ અહિંસાનો પ્રયત્ન કહેવાય છે.
અનુકૂળ પદાર્થોને રાગપૂર્વક મેળવવાની-ભોગવવાની, વધારવાની, ટકાવવાની આદિ ઇચ્છાઓ
કરવી એજ વિચારણાઓને પોતાના આત્માની હિંસાનો પરિણામ કહેલો છે જેને સ્વહિંસાનો પરિણામ કહેવાય છે. આથી આ હિંસાના પરિણામથી પોતાના આત્માના જન્મ મરણની પરંપરા વધારતો જાય છે. આ વાતને બરાબર સમજીને, જાણીને વારંવાર અંતરમાં ઉતારી દ્રઢ કરવાનો પ્રયત્ન કરતો જાય તોજ પોતાના આત્માની હિંસાથી જીવ બચી શકે અને પછી અહિંસા શું છે ? કોને કહેવાય ? એ જાણીને શક્તિ મુજબ આચરણ કરતો જાય તો જ જન્મ મરણની પરંપરાથી જીવ અટકી શકે છે.
આ રીતે સ્વહિંસા અટકાવી સ્વ અહિંસાનો પરિણામ પેદા કરીને એ પરિણામની જેટલી એકાગ્રતા પ્રાપ્ત કરતા જઇએ અને એની પ્રસન્નતા જેટલી વધતી જાય એનાથી અનુબંધ રૂપે બંધાયેલી જન્મ મરણની પરંપરા સત્તામાં રહેલી હોય એ નાશ પામતી જાય છે અને નવી બંધાતી જન્મ મરણની પરંપરા અટકી જાય છે.
આ રીતે તીર્થંકરના આત્માઓએ ત્રીજે ભવે પ્રયત્ન કરવા માટે ઘાતીકર્મના ઉદયકાળમાં રહેલા હોવા છતાં એ ઉદય કાળને નિષ્ફળ કરતા કરતા પોતાના આત્માને અહિંસામય બનાવ્યો એ અહિંસાને ટકાવવા માટે શરીરને સંયમમય બનાવ્યું અને સાથે સાથે અહિંસા અને સંયમને પરિણામથી સ્થિર કરવા માટે શરીર પાસેથી લેવાય એટલું કામ લેવાનો પ્રયત્ન કરતા તપમય જીવન બનાવ્યું આથી એ આત્માઓએ અહિંસા-સંયમ અને તપને પોતાના આત્મામાં ઓતપ્રોત કર્યા ત્યારે બંધાયેલી જન્મ મરણની પરંપરા નાશ પામી અને નવી બંધાતી જન્મ મરણની પરંપરા અટકી શકી ત્યારે જ ત્રીજે ભવે અજન્મા બની શકે એટલે કે તીર્થંકર થઇ જગતને વિષે મોક્ષમાર્ગ મુકી અથવા અજન્માનો માર્ગ મુકીને છેલ્લા મરણને પામીને અજન્મા બની શક્યા. એટલે કે સંપૂર્ણ મરણનો નાશ કર્યો એવા ચોવીશે તીર્થંકર પરમાત્માઓ કે જેમના જરા અને મરણ સંપૂર્ણ નાશ પામેલા છે એવા મારા ઉપર પ્રસન્ન થાઓ.
પસીયંત
સામાન્ય રીતે વીતરાગ પરમાત્મા એવા ચોવીશે તીર્થંકરો પોત રાગ દ્વેષ અને મોહથી સર્વથા રહિત હોવાથી કોઇના ઉપર પ્રસન્ન થતા નથી તેમજ કોઇના ઉપર રોષ પણ પામતા નથી છતાં પણ ચોવીશે તીર્થંકર
Page 59 of 75
Page #60
--------------------------------------------------------------------------
________________
જ સુખ ન ૬:"ા
પરમાત્માઓ કેવલજ્ઞાન પામ્યા પછી પોત પોતાના શાસનની સ્થાપના કરે છે એટલે કે મોક્ષમાર્ગની સ્થાપના કરે છે. તે મોક્ષમાર્ગ, અત્યારે જગતને વિષે છેલ્લા ભગવાનનો સ્થાપેલો માર્ગ ચાલે છે એ મોક્ષમાર્ગને પામવા માટે, એની આરાધના કરવા માટે અને આરાધના કરતા કરતા આરાધક ભાવ પેદા કરવા માટે, પેદા કરીને આત્માને મોક્ષમાર્ગમાં આગળ વધારતા આત્મિક ગુણોની અનુભૂતિ આંશિક પેદા કરતા કરતા. ચિત્તની પ્રસન્નતા પૂર્વક જીવનકાળ જીવાય એ લક્ષ્ય રાખીને જે આરાધના થાય એ આરાધના કરવામાં, કરાવવામાં સહાયભૂત ભગવાને જે મોક્ષમાર્ગ મુકેલો છે એ ઉપયોગી થતો હોવાથી એ રીતે આરાધના કરનારા જીવોને વિષે તીર્થંકર પરમાત્માઓ તુષ્ટ માન થયા છે અથવા પ્રસન્ન થયા છે એમ કહેવાય છે.
જે લઘુકર્મી આત્માઓમાં, અનુકૂળ પદાર્થોની સામગ્રીમાં સર્વસ્વ સુખ નથી પણ સુખાભાસ છે તેમજ સુખાભાસ રૂપે રહેલું ક્ષણિક સુખ એકાંતે દુ:ખરૂપ છે, દુ:ખનું આપનારૂં છે અને દુ:ખની પરંપરા વધારનારૂં છે આવી બુદ્ધિ પેદા થાય અને આનાથી ભિન્ન કોટિનું એ દુઃખના લેશ વિનાનું કદી નાશ. ન પામે એવું અને કાયમ રહેવાવાળું છે એજ વાસ્તવિક રીતે સાચું સુખ ગણાય છે. આવી બુધ્ધિ પેદા થાય
ત્યારે ચોવીશે તીર્થંકર પરમાત્માઓની એ જીવ ઉપર પ્રસન્નતા પેદા થઇ છે એમ ગણાય છે. વર્તમાનમાં નિકટના ઉપકારી ચોવીશ તીર્થકરો થયેલા છે માટે ચોવીશ ગણાય છે. બાકી તો અત્યાર સુધીમાં અનંતા તીર્થંકરો થઇ ગયા છે એ અનંતા તીર્થકરોની પ્રસન્નતા ગણી શકાય છે.
આવી વિચારણા અંતરમાં જેને પેદા થાય એ આત્માઓ જ્ઞાની ભગવંતની આજ્ઞા મુજબ પાપને પાપરૂપે માનતા થાય છે અને પાપ ભીરતા ગુણ અંતરમાં સહજ રીતે પેદા થતો જાય છે. આવી ઓળખ અભવ્ય જીવોને પેદા થતી નથી-દુર્ભવ્ય જીવોને પણ પેદા થતી નથી. ભગવાનના શાસનની સામગ્રીને પામેલા હોવા છતાં એની આરાધના કરવા છતાં સાડાનવ પૂર્વનું જ્ઞાન ભણીને એકવીશ કલાક પરાવર્તન કરી સ્વાધ્યાય કરવા છતાં તથા નિરતિચાર ચારિત્રનું પાલન કરવા છતાંય પોતાના આત્મામાં રહેલા રાગાદિ પરિણામની ઓળખ કરવાની ઇચ્છા જ પેદા થતી નથી. આજ રીતે ભારેકર્મી ભવ્ય જીવો પણ આવા જ પ્રકારના હોય છે આથી નિશ્ચિત થાય છેકે લઘુકર્મી ભવ્ય આત્માઓ ભગવાનના શાસનની સામગ્રીને પામીને પોતાની શક્તિ મુજબ આરાધના કરતા કરતા પોતાના અનુકળ પદાર્થો પ્રત્યેના રાગાદિ પરિણામને દુ:ખના કારણ રૂપે છે એમ ઓળખવાનો પ્રયત્ન કરે છે અને ઓળખીને માન્યતા દ્રઢ કરે તો પ્રભુની કૃપા તથા પ્રસન્નતા એ જીવો પ્રત્યે પેદા થતી જાય છે.
આ રીતે આત્મામાં રાગાદિ પરિણામની ઓળખ પેદા થતી જાય એટલે અભવ્ય, દુર્ભવ્ય, ભારેકર્મી ભવ્ય જીવો કરતા એ જીવ સમયે સમયે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ અધિક કર્મની નિર્જરા કરતો જાય છે. એટલે કે ગ્રંથીદેશે આવેલા અભવ્યાદિ જીવો સમયે સમયે કર્મની જેટલી નિર્જરા કરે એમના કરતાં ગ્રંથીદેશે. રહેલા ભવ્ય જીવો ગ્રંથીને ઓળખીને એ પરિણામને દ્રઢ કરતા જાય તે સમયે સમયે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ અધિક રૂપે કર્મ નિર્જરા કરતા જાય છે. આથી એટલે અંશે એ જીવ પરિણામની વિશુદ્ધિવાળો થયો એમ કહેવાય છે.
અનુકળ સામગ્રીમાં સર્વસ્વ સુખની બુદ્ધિ તેનું નામ સંકલેશ કહેવાય છે અથવા કલેશ પણ કહેવાય છે કારણકે કહ્યું છેકે “ફ્લેશ વાસિત મન તે સંસાર કલેશ રહિત તે મન ભવ પાર.”
આવી વિશુધ્ધિ જે જીવોને પેદા થયેલી હોય તે જીવાએ અનાદિ યથાપ્રવૃત્ત કરણને છોડીને શુધ્ધ યથાપ્રવૃત્તકરણ પરિણામને એટલે અધ્યવસાયને પ્રાપ્ત કર્યો એમ કહેવાય છે. આ પરિણામ એટલે પોતાના આત્માની ગ્રંથીની ઓળખની શરૂઆત થઇ એમ કહેવાય છે. આ પરિણામના પ્રતાપે અનુકૂળ પદાર્થોની
Page 60 of 75
Page #61
--------------------------------------------------------------------------
________________
સામગ્રી માટે તીવ્રભાવે પાપ કરવાનો પરિણામ અંતરમાં હતો તે પરિણામ નાશ પામી જાય છે. જ્યાં સુધી જીવો આવો વિશુદ્ધિનો પરિણામ પામ્યા નહોતા ત્યાં સુધી અનુકૂળ પદાર્થોને મેળવવા આદિ માટે ગમે તેવા પાપ કરવા પડે તો તે પાપથી ડરતા નહોતા. તીવ્રભાવે પાપ કરવા પણ તૈયાર થતા હતા, કરતા હતા તે પરિણામ આ વિશુદ્ધિથી નાશ પામી ગયા છે. આથી જીવના અંતરમાં વિશુધ્ધિનો આનંદ વધતો જાય છે. એ આનંદની અનુભૂતિથી અનુકૂળ પદાર્થોનો રાગ એ જીવને હવે તુચ્છ લાગતો જાય છે એટલે કે ભવનો રાગ ધીમે ધીમે ઘટતા ઘટતા દૂર થતો જાય છે.
ભવનો અનુરાગ ન થાય એટલે સુખમય સંસાર પ્રત્યે હવે રાગ પેદા થતો નથી.
જ્યાં સુધી પુરૂષાર્થ કરીને વિશુધ્ધિનો પરિણામ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી ચારે સંજ્ઞાઓને (આહાર, ભય, મેથુન અને પરિગ્રહ) આધીન થઇને પ્રાણાતિપાત આદિ પહેલા પાંચ પાપોને આધીન થઇને જીવન જીવતો હતો. એ જીવનમાં જેટલી સફળતા મળતી હતી અને એ સફળતાના કારણે અનુકૂળ પદાર્થોનો રાગ કરવા લાયક છે ભોગવવા લાયક છે. એવી વિચારણા મજબુત બનતી જતી હતી. જ્યારે જીવ પુરૂષાર્થ કરીને પાપની તીવ્રતાનો નાશ કરી વિશુધ્ધ પરિણામનો આનંદ પેદા કરતો જાય છે એનાથી સુખનો રાગ તુચ્છ લાગતા ઘટતો જાય છે એના કારણે સંજ્ઞાઓને આધીન થઇને અને હિંસાદિ પાપોને આધીન થઇને જીવન જીવવું એજ સંસાર વૃદ્ધિનું કારણ છે. આવો પરિણામ અંતરમાં મજબૂત થતાં સંજ્ઞાઓને સંયમીત કરવાનો પ્રયત્ન કરતો જાય છે એટલે કે સંજ્ઞાઓને આધીન થયા વગર જીવન જીવવાનો પ્રયત્ન કરતો જાય છે અને એ જીવન જીવવાનો જે આનંદ પેદા થતો જાય છે એની સાથે સાથ સંજ્ઞાઓની ઉપાધિનાં વિચારો નાશ પામતા જાય છે આથી સંજ્ઞાઓની આધીનતાનો જે આનંદ હતો એના કરતા સંજ્ઞા રહિત જીવનનો આનંદ વિશેષ પેદા થતા ગમતો જાય છે.
• સંજ્ઞાને આધીન થઇને જીવન જીવે તો એટલો સંસારનો રાગ ઘટ્યો કહેવાય. • ભવનો રાગ ઘટે અને જે સુખની અનુભૂતિ થાય એજ મોક્ષના સુખની અનુભૂતિ છે. - સંજ્ઞાને આધીન થયા વગર આહાર કરે તેને સ્વાદ આવે પણ ઉપાધિના વિચારો ન આવે.
આ રીતે તીવ્રભાવે પાપ ન કરવું અને ભવનો એટલે સખનો રાગ ન કરવો. આ બે ગણો પેદા થતાં વિશુદ્ધિ અનંતગુણ અધિક પેદા થતાં જીવન જીવતા અંતરમાં થાય છે કે અત્યાર સુધી આવું સુંદર જીવન છતાં પણ હું કેમ જીવી ન શક્યો અને એમાં પોતાનું જે જીવન જીવાયું તેને અંતરમાં ખટકતા સ્વાર્થી જીવન લાગવા માંડે છે. આથી હવે ઉચિત વ્યવહારનું પાલન કરતો કેમ થાઉં એ ભાવ પેદા થતાં પોતાની શક્તિ મુજબ ઉચિત વ્યવહારનું જીવન જીવવા પ્રયત્ન કરતો જાય છે અને એ ઉચિત વ્યવહારનું જીવન જીવતા જે આનંદ આવે છે તે કારણે સ્વાર્થી જીવન તુચ્છ લાગતું જાય છે કારણ કે સ્વાર્થી વ્યવહારનું જીવન જીવતા અનેક જીવોના વિચારોને આધીન થઇ થઇને જીવવું પડે છે અને કેટલીકવાર મનને મનાવીને પણ જીવન જીવવું પડે છે તથા ઘણું જતું કરીને પણ જીવન જીવવું પડે છે એમ લાગ્યા કરતા એના કરતા આ જીવનમાં એમાંનું કાંઇ જ નથી અને મનની પ્રસન્નતા સારી ટકી રહે છે, શરીર પણ સુખાકારી રહે છે માટે આ ઉચિત વ્યવહારથી જીવવાનો આનંદ વધતો જાય છે.
• જે આત્માના સુખને જોઇને જીવે એને જ ઉચિત વ્યવહાર ફાવે. • સ્વાર્થી જીવન ક્ષણિક સુખ આપે. • ઉચિત જીવન લાંબાકાળનું સુખ આપે. ઉચિત વ્યવહારના પાલનનું પ્રત્યક્ષ ળ સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન કરે.
Page 61 of 75
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉચિત વ્યવહારની શરૂઆત થાય એટલે અત્યાર સુધી પારકાના દોષો જોઇને આનંદ માનતો હતો. એને બદલે પારકાના ગુણો જોઇને આનંદ માનતો થાય છે અને પોતાના નાના ગુણને મોટો કરીને જોતો. હતો અને પોતામાં ગુણ ન હોય છતાં ગુણનો આરોપ કરીને બીજાની પાસે પોતાના ગુણો બોલતો હતો એને બદલે પોતાના દોષને જોવાનું મન થતું જાય છે અને એ પોતાના દોષોને દૂર કરવાનું મન થતું જાય છે. ટુંકાણમાં સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન થતાં ઉચિત વ્યવહારનું પ્રત્યક્ષ ળ અનુભૂતિ રૂપે કહેવાય છે.
તીર્થંકર પરમાત્માઓની પ્રસન્નતાથી જીવને ઉપાધિ રહિત સુખની અનુભૂતિ અને એનો આનંદ પેદા થતો જાય છે.
અત્યાર સુધી અનુકૂળ પદાર્થોના રાગના આનંદમાં જીવ ભયભીત થઇને જીવતો હતો કોઇ લઇ લેશે તો ? કોઇ જોઇ જશે તો ? કોઇને ખબર ન પડે એ રીતે એને રાખું ? હું લાવ્યો છું? હું કોઇને આપું નહિ. ઇત્યાદિ અનેક પ્રકારના વિચારો પેદા કરીને અંતરમાં ભય ઉત્પન્ન કરતો કરતો પોતાનું જીવન જીવતો હોય છે જ્યારે ઉપાધિ રહિત સુખની અનુભૂતિ પેદા થતાં અનુકૂળ પદાર્થોનું સુખ તુચ્છ રૂપે લાગતાં અંતરમાંથી ભય દુર થતાં જીવનિર્ભય થતો જાય છે. હવે એ સામગ્રી મલે તોય શું ? ન મલે તોય શું? એ હોય તોય જીવતા આવડે છે અને ન હોય તોય જીવતા આવડે છે. એ સામગ્રી હોય તોજ જીવન જીવાશે એ લક્ષ અંતરમાંથી નષ્ટ થતાં નિર્ભયતા પેદા થતી જાય છે અને જીવ અભય ગુણને પ્રાપ્ત કરતો જાય છે. આ અભય ગુણના પ્રતાપે જીવને પોતાના મન, વચન અને કાયાના વ્યાપારોથી આનંદ પેદા થતો જાય અને બળ વધતું જાય છે એટલે સત્વ પેદા થતું જાય છે.
રાગ દ્વેષ વગરના સુખના આનંદની અનુભૂતિ એજ મોક્ષના સુખની આંશિક અનુભૂતિ કહેવાય છે.
અભય ગણ પેદા થતા એટલે નિર્ભયતા પેદા થતા સખની લીનતાનો નાશ થાય છે અને જેટલે અંશે સુખની લીનતાનો નાશ થાય એટલા અંશે જ્ઞાનગર્ભિત વૈરાગ્યભાવની શરૂઆત થાય છે. આ જ્ઞાન ગર્ભિત વેરાગ્ય ભાવ સાથે રહેતા ગમે તેટલી અનુકૂળ સામગ્રી મલે, વધે, ટકે તો પણ એનાથી જીવને પાપનો. અનુબંધ પડતો નથી. આજ મોટામાં મોટો લાભ છે. જેનાથી અભય ગુણ પેદા થયો, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા થયો એમના પ્રત્યે ઉપકારની બુધ્ધિ વિશેષ રીતે પેદા થતી હોવાથી એમના પ્રત્યે ભક્તિની પ્રવૃત્તિ ખેદ રહિત એટલે કંટાળા રહિતપણે અપ્રમત્તભાવે ઉલ્લાસપૂર્વક ચિત્તના આનંદપૂર્વક અને ચિત્તની પ્રસન્નતા પૂર્વક કરવાનું મન થતું જાય છે અને અખેદ ગુણની પ્રાપ્તિ થઇ કહેવાય છે. આવા જીવોને દેવ, ગુરૂ, ધર્મની ભક્તિ કરવાનું કહેવું પડતું નથી. પોતાની શક્તિ મુજબ અખેદ રીતે ભક્તિ કરતો જ જાય છે. અખેદ રીતે થતી ભક્તિના કારણે, સંસાર પ્રધાન જીવન હતું અને ધર્મ જીવન ગૌણ રૂપે હતુ તેના બદલે ધર્મ પ્રધાન જીવન થતું જાય છે અને સંસાર ગૌણપણે બને છે.
અનુકળતાને સાચવીને ધર્મ કરાય એ વૃત્તિ હતી તે નાશ પામે છે. ધર્મની ક્રિયાઓ પ્રધાન બનતી. જાય છે.
અખેદ પૂર્વક દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતા બહુમાન અને આદરપૂર્વક પ્રવૃત્તિ થતાં થતાં અદ્વેષ ગુણ પેદા થતો જાય છે એટલે કે બીજાના દોષોને જોઇને અત્યાર સુધી આનંદ થતો હતો એના બદલે દોષવાળા જીવો પ્રત્યે દયાભાવ એટલે કરૂણાભાવ પેદા થતો જાય છે. આ જીવ કેવો અજ્ઞાન છે પહેલા હું પણ આવો હતો માટે એ જીવનો શું દોષ ? આથી એ જીવ પ્રત્યે દ્વેષ થવાને બદલે અદ્વેષ ભાવ પેદા થતો જાય છે. આથી બીજા જીવોના દોષો દેખાય કે તરત પોતાના ઉપર દોષોનો આરોપ કરીને બીજા જીવ પ્રત્યે દ્વેષની. બુદ્ધિ અંતરમાંથી નાશ કરતો જાય છે.
Page 62 of 75
Page #63
--------------------------------------------------------------------------
________________
આ રીતે અભય, અખેદ અને અદ્વેષ ગુણોની અનુભૂતિ કરતા કરતા જીવના અંતરમાં મૈત્રીભાવ પેદા થતો જાય છે. તેમજ કરૂણાભાવ પણ પેદા થતો જાય છે. બીજાના નાના ગુણોને જોઇને અંતરમાં પ્રમોદભાવ પેદા થતો જાય છે અને કોઇ જીવ ભારેકર્મના કારણે પોતે જે રીતે અવિધિપૂર્વક કરવા છતાંય કહેવા છતાંય ન માને તો એ જીવ પ્રત્યે માધ્યસ્થભાવ પેદા કરતો જાય છે. આ રીતે ચારે ભાવનાઓ બીજરૂપે અંતરમાં પેદા થતી જાય છે. આ ચારેય ભાવનાઓનું બીજા આ ત્રણેય ગુણો છે. અભય, અખેદ અને અદ્વેષ.
આ રીતે ચારે ભાવનાઓથી અંતર જેટલો કાળ વાસિત રહે એટલો કાલ આત્મિક ગુણોની પ્રાપ્તિનો આંશિક અનુભવ ચિત્તની પ્રસન્નતાનો અનુભવ અને સ્થિરતા વધતી જાય છે. તેમ તેમ અનુકૂળ પદાર્થો દુઃખરૂપ દુઃખફ્લક અને દુઃખાનુબંધિ રૂપે બુધ્ધિ મજબુત થતી જાય છે. આથી અનુકૂળ પદાર્થોનો ભોગવટો ભોગવતા ભોગવતા એનો આનંદ નષ્ટ થતો જાય છે આને જ જ્ઞાની ભગવંતોએ ભક્તિનું પ્રત્યક્ષ ફ્ળ કહેલું
છે.
છે.
કેટલીકવાર જીવને મિથ્યાત્વનો ઉદય રહેલો હોવાથી અનુકૂળ પદાર્થો મલે તો સારૂં આવા વિચારો આવી જાય છે અને એવી વિચારણાઓથી મન મલીન થતું જાય કે તરત જ વિશુધ્ધિના બળે પાછો આ રીતે અનંત ગુણ વિશુધ્ધિને પ્રાપ્ત કરતો કરતો જીવ ગ્રંથીભેદની નજીક પહોંચે છે એટલે એના પરિણામ અંતરમાં એવા જોરદાર પેદા થાય છે કે જગતની સઘળી સાવધ પ્રવૃત્તિ એટલે પાપની પ્રવૃત્તિ તપાવેલા લોઢા ઉપર ચાલવા જવી ભાસે છે. (લાગે છે.) ત્યારે એ જીવને અત્યાર સુધી પેદા થયેલો નહોતો એવો અપૂર્વ આનંદ પેદા થાય છે કે એ આનંદથી જીવ ગ્રંથીભેદ કરે છે એટલે રાગાદિ પરિણામને પોતાને સ્વાધીન બનાવે છે. આ રીતે પુરૂષાર્થ કરી, જીવ પ્રયત્ન કરી આટલી વિશુધ્ધિને પ્રાપ્ત કરે ત્યારે ચોવીશે તીર્થંકર પરમાત્માઓ પ્રસન્ન થાય એમ કહેવાય છે. આવી પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલે જીવ કેવી રીતે અને શા માટે એમની સ્તવના કરે છે એ જણાવે છે.
કિત્તિય મંદિય મહિયા
કિત્તિય = કીર્તન (સ્તુતિ) કરાયેલા.
મારા વડે ચોવીશે તીર્થંકર પરમાત્માઓ એમનામાં રહેલા ગુણોની સ્તુતિ કરીને મેં સ્તવ્યા. ચોવીશે તીર્થંકર પરમાત્માઓ જે સુખની અનુભૂતિ કરે છે એમાંના આંશિક સુખની અનુભૂતિ કરતા કરતા સ્તુતિ કરવી-સ્તવના કરવી એ સમ્યક્ પ્રકારે સ્તવના કહેવાય છે. આ રીતે સમ્યક્ પ્રકારે સ્તવના કરીને મસ્તકથી નમસ્કાર કરતા કરતા એમને વંદન કર્યું એટલે મસ્તક નમાવીને વચનથી સ્તુતિ કરીને અને કાયાથી હાથ જોડીને મારાથી વંદન કરાય છે. એ રીતે ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારાથી
પૂજાને પ્રાપ્ત થયા એટલે મેં એમની પૂજા કરી.
જ્ઞાની ભગવંતો કહે છે કે તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરતા સાત ભવોનો નાશ થાય છે. ચોવીશે તીર્થંકર પરમાત્માઓને વંદન કરવાથી આલોકમાં જે ઇચ્છિત પદાર્થ જોઇતો હોય તે તત્કાળ મલી શકે છે એટલે કે મલ્યા વગર રહેતો નથી એજ રીતે ચોવીશે તીર્થંકર પરમાત્માઓની પૂજા કરવાથી એક સાથે હજાર ભવોનો નાશ થાય છે.
જે એ લોગસ્સ ઉત્તમા સિધ્ધા
Page 63 of 75
Page #64
--------------------------------------------------------------------------
________________
લોકને વિષે ઉત્તમ તરીકે રહેલા અથવા ઉત્તમ તરીકે ગણાતા એવા ચોવીશે તીર્થંકર પરમાત્માઓ. મારા વડે સ્તવાયેલા છે, વંદાયેલા છે, પૂજાયેલા છે. આ રીતે પ્રસન્ન થયેલા હોય તો મને આપો- શું માગણી કરે છે ?
આરૂષ્ણ બોહિલ ભ સમાવિર મુત્તમ દિતું. II. (૧) આરોગ્ય, (૨) બોધિલાભ, (૩) સમાધિ. ઉત્તમ એવી સમાધિ મને આપો.
બોધિલાભ મેળવવામાં સહાયભૂત થાય એવું આરોગ્ય આપો. આરોગ્ય એટલે આત્માનું શુધ્ધ સ્વરૂપ. બોધિલાભ આપો.
આરોગ્ય એટલે મોક્ષ. સંસાર એટલે રોગ. અનુકૂળ પદાર્થોનું સેવન એ કુપથ્ય કહેવાય છે.
સંસાર રૂપી રોગને વધારનાર હોવાથી અને મોક્ષરૂપી આરોગ્યને પેદા કરવામાં વિઘ્નરૂપ હોવાથી. કુપથ્ય કહેવાય છે.
દેવ, ગુરૂ, ધર્મની આરાધનાના અનુષ્ઠાનો આરાધક ભાવ પેદા કરીને આરાધના કરતા કરતા મોક્ષરૂપી આરોગ્ય પેદા કરવામાં સહાયભૂત થાય છે માટે એની આરાધના એટલે દેવ, ગુરૂ, ધર્મની આરાધના એ સુપથ્ય કહેવાય છે.
આરાધક ભાવ માટે ક્ષમાગુણ-ઇન્દ્રિયોની સંયમતા ગુણ અને સમતા ભાવ ગુણ. આ ત્રણ ગુણ જોઇએ. આ ત્રણ ગુણ પેદા થાય અથવા પેદા કરવાનું લક્ષ્ય રાખી આરાધના કરાય તોજ એ આરાધના સુપચ્ય રૂપે બને છે.
ક્ષમાં એટલે ક્રોધનો ઉપશમ. સમતા = સુખમાં વૈરાગ્ય, દુઃખમાં સમાધિ.
ચોવીશ તીર્થંકર પરમાત્માઓ લોકને વિષે ઉત્તમ ગણાય છે. અહીં લોક એટલે અસુરલોક તરીકે અધોલોક ગણાય છે. મનુષ્યોની અપેક્ષાએ તિરસ્કૃલોક ગણાય છે અને સુર એટલે દેવોની અપેક્ષાએ ઉર્ધ્વલોક ગણાય છે. આ રીતે લોકથી પૂજાયેલા સદા માટે પૂજા કરાતા એવા ચોવીશે તીર્થંકર પરમાત્માના આત્માઓ લોકને વિષે ઉત્તમ ગણાય છે તથા આ ભવમાં જ પોતાના આત્મિક ગુણોને એટલે સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપને પેદા કરવાના કાર્યો પૂર્ણ કર્યા છે માટે સિધ્ધ ગણાય છે. (કહેવાય છે.) એટલે કે હવે એ ચોવીશે તીર્થંકર પરમાત્માના આત્માઓને પોતાના શુધ્ધ સ્વરૂપને પેદા કરવાનો પ્રયત્ન રહ્યો નથી આ અર્થ થાય
અથવા સિધ્ધ એટલે જે જીવોના અંતરમાંથી રાગ, દ્વેષ અને મોહ અથવા અજ્ઞાન સંપૂર્ણ નાશ. થયેલા છે એવા ચોવીશે તીર્થંકર પરમાત્માઓ સિધ્ધ રૂપે ગણાય છે. આવા તીર્થંકર પરમાત્માઓ મને આરોગ્યને આપો.
આરોગ્યની માગણી એ જીવો જ કરી શકે કે જે જીવોને અનાદિકાળથી પોતાને વળગેલો જે રોગ એ રોગને ઓળખીને સંપૂર્ણ રોગ રહિત થવાની ભાવના હોય એજ જીવો આરોગ્યને માગવાના અધિકારી ગણાય છે.
અનાદિકાળથી. જીવને સંસાર રૂપી રોગવળગેલો છે. એ સંસાર રોગનો નાશ કરી મોક્ષરૂપી. આરોગ્ય પેદા કરવાની ભાવના થાય એ જીવોએ મોક્ષરૂપી આરોગ્ય પેદા કરવા માટે પુણ્યથી મળેલી અનુકૂળ સામગ્રી-એની આસક્તિ-એનો રાગ રાખીને જેટલું સેવન કરું છું એ મારા આત્માને માટે સંસાર
Page 64 of 75
Page #65
--------------------------------------------------------------------------
________________
રૂપી રોગને વધારવા માટે કુપથ્યનું સેવન ગણાય છે માટે મારે એ કુપથ્યના સેવનથી બચવા માટે સત્વ કેળવીને કૂપથ્ય ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને મોક્ષરૂપી આરોગ્યને પેદા કરવા માટે દેવ, ગુરૂ, ધર્મના સાધનોનો ઉપયોગ ભગવાનની આજ્ઞા મુજબ સત્વ કેળવીને કરતો જાઉં તો એ આરાધનાના. સુપથ્યથી મોક્ષમાર્ગમાં દાખલ થઇને ધીમે ધીમે આરોગ્ય પેદા કરતો થઇ શકું. આ રીતે પ્રયત્ન કરતો જાય તો ચોવીશે તીર્થંકર પરમાત્માઓ એવા આત્માઓ માટે આરોગ્યને આપનારા ગણાય છે.
આરોગ્ય એટલે સકલ કર્મોથી રહિત થયેલા આત્માઓ કે જેઓએ પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરેલું છે અને સદાકાળ માટે એની અનુભૂતિમાં કાળ પસાર કરી રહ્યા છે એવું જે સુખ એને આરોગ્ય એટલે મોક્ષ કહેવાય છે.
એ આરોગ્યની આંશિક અનુભૂતિ પહેલા ગુણસ્થાનકમાં રહેલા આત્માઓ બીજા જીવોને દુ:ખી જોઇને પોતાની શક્તિ મુજબ એનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરતો જાય એવી જ રીતે પોતાનું અનુકૂળ પદાર્થોનું જે સુખ એના કરતા બીજા જીવોની પાસે અધિક સુખ જોઇને એટલે બીજાને સુખી જોઇને અધિક આનંદ પામતો જાય અને કોઇ પોતાને દુ:ખ આપે તો દુ:ખ વેઠીને સામા જીવને સુખી બનાવવાની ઇરછા રાખે એટલે પોતે દુ:ખ વેઠીને બીજાને સુખી બનાવતો જાય તોજ આરોગ્ય પેદા કરવાના માર્ગે આગળ વધતો જશે. આ રીતે પ્રયત્ન કરતા કરતા કુપથ્યના સેવનથી છૂટતો જશે અને સુપથ્યનું સેવન સારી રીતે કરતો થશે આને જ મોક્ષમાર્ગ કહેવાય છે.
દ્રવ્ય આરોગ્ય એટલે શરીરની સુખાકારી, નિરોગી અવસ્થા જીવને પ્રાપ્ત થાય તે દ્રવ્ય આરોગ્ય કહેવાય છે.
શરીરની સુખાકારી હોય તો જીવ સંસારની વૃદ્ધિ માટે પાપ સહેલાઇથી કરી શકે છે. એવી જ રીતે શરીરની સુખાકારી સારી હોય તો સુપથ્યનું સેવન સારી રીતે કરીને આત્મિક ગુણોને સારી રીતે પેદા કરી શકે છે.
ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તવના, વંદના, પૂજના કરતા કરતા આત્મામાં રહેલો મોક્ષ એટલે સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ તે ભાવ આરોગ્ય કહેવાય છે. એ ભાવ આરોગ્ય પ્રાપ્ત કરવામાં મને સહાયભૂત થાવ અને ભાવ આરોગ્ય મને પ્રાપ્ત કરાવો એ માંગણી કરેલી છે. કારણ કે એ માંગણીથી દ્રવ્ય આરોગ્ય. અને ભાવ આરોગ્ય બન્ને પ્રાપ્ત થતાં જાય છે માટે એકલા દ્રવ્ય આરોગ્યની માગણી કરાતી નથી. જો એકલું દ્રવ્ય આરોગ્ય માંગતા કદાચ એકલું દ્રવ્ય આરોગ્ય મલી જાય પણ ભાવ આરોગ્યની પ્રાપ્તિમાં એ દ્રવ્ય આરોગ્ય સહાયભૂત થતું નથી માટે દ્રવ્ય આરોગ્યની માગણી કરાતી નથી. આથી ભાવ આરોગ્યની માગણી કરીને એને પેદા કરવાનો પુરૂષાર્થ કરવો જોઇએ.
બોધિલાભ = સમકતા
ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તવના, વંદના અને પૂજના કરતા ભાવ આરોગ્યના કારણરૂપ, મોક્ષમાર્ગમાં ચાલવાની શક્તિ પેદા થઇ એ ચાલતા ચાલતા જે રીતે તીર્થકરોએ ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરી એજ રીતે મારા આત્મામાં ક્ષયોપશમ સમકીત રૂપ બોધિલાભ પેદા કરવામાં સહાયભૂત થાઓ અથવા એવી રીતે ગ્રંથીભેદ કરીને હું પણ પુરૂષાર્થ કરીને ક્ષયોપશમ સમકીત પામું એવી શક્તિ આપો.
જૈન શાસનમાં દુ:ખી જીવો પ્રત્યે-નિરાધાર પ્રત્યે દયાનો પરિણામ કરવાનો કહ્યા છે એમ એનાથી વિશેષ સુખી અને શ્રીમંત જીવોને માટે દયાનો પરિણામ વિશેષ રીતે પ્રાપ્ત કરવાનો કહેલો છે. એવી જ રીતે પોતાના આત્માનો પણ, અનુકૂળ સામગ્રીના રાગાદિ પરિણામ વધતા જતા હોય તો પોતાના આત્માની
Page 65 of 75
Page #66
--------------------------------------------------------------------------
________________
દયાનો પરિણામ સૌથી પહેલો કરવાનો કહેલો છે. આથી દુ:ખી જીવોની દયા કરતા સુખી જીવોની દયાનું મહત્વ જૈન શાસનમાં વધારે એટલે વિશેષ કહેલું છે.
• બોધિલાભ પેદા કરવા માટે સત્વ પેદા થતું નથી એનું મૂલ કારણ અનુકૂળ પદાર્થોનો રાગ છે.
• અનુકૂળતામાં જેટલો રાગ કરીએ અને પ્રતિકૂળતામાં દ્વેષ કરીએ એટલી અવિરતિની પુષ્ટિ થાય છે.
દ્રવ્ય દયા એટલે આહારાદિ પદાર્થો આપવાની વિચારણાઓ કરવી તે. • ભાવદયા એટલે બોધિલાભ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો તે. • જે જીવ જન્મથી ગભરાય તે જીવજ સમાધિ મરણને પામી શકે છે. ૦ જન્મ વધી ન જાય તે રીતે જીવન જીવો.
• જેમ જેમ સુખની સામગ્રી વધે તેમ પોતાના આત્માની ધ્યા ખાવ તેથી સુખની લીનતા તૂટે અને જન્મ મરણની પરંપરા ઘટે.
o સમાધિ મરણ એને જ પ્રાપ્ત થાય કે જે જીવોના મોક્ષે જવા માટે સંખ્યાતભવ બાકી હોય. જેના અસંખ્યાતા કે અનંતા ભવો બાકી હોય તે જીવોને સમાધિમરણ પ્રાપ્ત ન થાય. • અનુકૂળ પદાર્થને છોડવાના સંસ્કાર એજ સમાધિમરણનું કારણ છે.
સમાહિ વર મુત્તમ દિત
ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારાથી સ્તવાયેલા, વંદાયેલા, પૂજાયેલા એવા મને ઉત્તમ કોટિનું શ્રેષ્ઠ સમાધિ મરણ આપો.
અનાદિ કાળથી જગતને વિષે પરિભ્રમણ કરતા પોતાના કર્મને અનુસારે કર્મનો ભોગવટો કરતા. કરતા જે જે સ્થાનને વિષે-જે જે ક્ષેત્રને વિષે-જે જે કાળને વિષે અને જે દ્રવ્યોને આશ્રયીને પોતાનો જીવન કાળ જીવતા જીવતા પૂર્ણ કરીને એક સ્થાનેથી બીજા સ્થાને અસમાધિરૂપે મરણ પાતમો પામતો સંસારને વિષે પરિભ્રમણ કરી રહ્યો છે.
એકેન્દ્રિયપણામાં અનંતોકાળ જન્મ મરણ અસમાધિરૂપે પ્રાપ્ત કરીને પસાર કર્યો.
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિયપણામાં અસંખ્યાતો કાળ એટલે કે બે હજાર સાગરોપમ જેટલો કાળ જન્મ મરણ કરીને પસાર કર્યો એ બધો જન્મ મરણ અસમાધિરૂપે જીવે પસાર કર્યા.
અસન્ની પંચેન્દ્રિયપણામાં વારંવાર જન્મ મરણ કરતા કરતા અસમાધિરૂપે અસંખ્યાતોકાળ પસાર કર્યો.
સન્ની પંચેન્દ્રિય રૂપે ચારે ગતિમાં જ્યાં સુધી જીવ સમજણના ઘરમાં દાખલ ન થયો હોય ત્યાં સુધી. અવિવેકને પ્રાપ્ત કરી કરીને સંખ્યાનો અને અસંખ્યાતો કાળ એમાં દુ:ખનો કાળ વધારે ને સુખનો કાળ ઓછો એ રીતે અસમાધિરૂપે જન્મ મરણ કરતા કરતા અસંખ્યાતો કાળ પસાર કર્યો. આ રીતે અસમાધિમરણ પ્રાપ્ત કરતા કરતા અવિવેકની સમજણને વિવેકરૂપે માનીને અનંતીવાર ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્ય જન્મને પ્રાપ્ત કરીને અસમાધિ રૂપે અનંતા જન્મ મરણ કર્યા. હજી પણ સમજણના ઘરમાં દાખલ થઇને વિવેકને પેદા નહિ કરીએ તો હજી પણ અસંખ્યાતા કે અનંતા અસમાધિ મરણ કરવા પડશે.
જો સમાધિ મરણ જોઇતું હોય તો આત્માને સૌથી પહેલા મોહની અધતામાંથી ઢંઢોળીને જાગૃત કરીને અસમજણના ઘરમાંથી સમજણના ઘરમાં દાખલ કરવો જ પડશે કારણ કે અણસમજણના ઘરમાં
Page 66 of 75
Page #67
--------------------------------------------------------------------------
________________
રહેલો જીવ મોહની અંધતાને આધીન થઇને દેવ, ગુરૂ, ધર્મની આરાધના નિરતિચારપણે પણ કરી શકે છે અને અસમાધિ મરણને પામે છે. એ અસમાધિમરણથી છૂટવા માટે સમાધિમરણ પામવા માટે જીવો સન્ની. પંચેન્દ્રિય પર્યાપ્તા ચારે ગતિમાંથી કોઇપણ ગતિમાં રહેલા અનુકુળ પદાર્થો એ જ દુ:ખનું કારણ છે, હોય છે. આવી બુધ્ધિ પેદા કરીને જીવન જીવે તો જ મરણ વખતે સમાધિ મરણને પામી શકે છે.
આવું મરણ એકવાર જીવ પ્રાપ્ત કરે એટલે સમાધિ મરણને પ્રાપ્ત કરે તો અને પૂર્વે બંધાયેલા કોઇ નિકાચીત કર્મો ન નડે તો સંખ્યાતા ભવમાં નિયમા મોક્ષને પામે છે.
• સમાધિ મરણ આપનાર શ્રી અરિહંતો જ છે. અનુકૂળ પદાર્થોને દુ:ખરૂપ માનો તોજ સમાધિમરણ પ્રાપ્ત થાય.
સત્તર પ્રકારના મરણનું વર્ણન
(૧) આવિચિમરણ - આવિચિ = સમયે સમયે આયુષ્ય ઓછું થાય છે એટલે આયુષ્યનો ક્ષય થાય છે અથવા આયુષ્ય ઘટે છે કારણ કે વ્યવહારમાં કહેવાય છે કે ગયેલી ક્ષણ પાછી આવતી નથી અને આવિચિ મરણ કહેવાય છે.
સમયે સમયે સુખની સામગ્રીમાં દુ:ખની બુદ્ધિ ચાલે તો આયુષ્ય જે ઘટે છે તો તે સમાધિરૂપે ઘટે છે એમ માનવાનું. સુખની બુદ્ધિથી ઘટે તો અસમાધિમરણ રૂપે ઘટે છે એમ માનવાનું.
(૨) અવધિમરણ :- અવધિ એટલે મર્યાદા. પૂર્વે એટલે પૂર્વભવે જેટલું આયુષ્ય બાંધીને આવ્યા હોઇએ એટલું બધું જ આયુષ્ય ભોગવીને મરણ પામવું, ગમે તેટલી ઘાત આવે-રોગાદિ આવે તો પણ પોતાનું આયુષ્ય તૂટે નહિ અને ફ્રી પાછો રોગાદિ રહિત થઇ જાય અને બાકીનું આયુષ્ય ભોગવીને ચારે ગતિમાંથી કોઇપણ ગતિના આયુષ્યનો ભોગવટો કરવા જવું પડે તો ઉત્પન્ન થાય અને એ મર્યાદા પૂર્ણ કરી ફ્રીથી. મનુષ્યપણાને પામે તે અવધિમરણ કહેવાય છે.
(3) અંતિમ મરણ :- જે ગતિમાંથી મરણ થાય એ ગતિમાં ફ્રીથી મરણ કરવા માટે જવું ન પડે એટલે કે એ ગતિનું જે છેલ્લું મરણ તે અંતિમ મરણ કહેવાય છે.
(૪) બલાય મરણ :- જીવનમાં જે કોઇ વ્રત, નિયમ, પચ્ચખાણ લીધેલા હોય, લેતી વખતે ઉલ્લાસપૂર્વક લેવાઇ જાય અને પાછળથી ઉલ્લાસ નબળો પડે અને વ્રત, નિયમ, પચ્ચખાણ પ્રત્યે અરૂચિ ભાવ પેદા થતો જાય પણ લજ્જા આદિ મર્યાદાના કારણે વ્રત, નિયમ, પચ્ચકખાણ છોડી શકે નહિ તો એનાથી છૂટવા માટે મરણને ઇચ્છે આવા વ્રતભંગ પરિણામવાળા જીવોનું જે મરણ તે બલાય મરણ કહેવાય છે.
(૫) વાર્ત મરણ - ઇન્દ્રિયોને આધીન થઇને પાંચ ઇન્દ્રિયોમાંથી જે જે ઇન્દ્રિયોના સુખને વિષે. અત્યંત આસક્તિ રાખીને એ સુખની પ્રાપ્તિ કરતા કરતા મળેલુ સુખ એકદમ ચાલ્યું જાય તો એ સુખના ડરથી એના વગર શું કરીશ ? કેવી રીતે જીવીશ ? ઇત્યાદિ અત્યંત આસક્તિ પૂર્વક વિચારણાઓ કરતા. કરતા મરણને પ્રાપ્ત થવું અથવા ઇન્દ્રિયોના સુખોને મેળવવા માટે ઘણા ઘણો પ્રયત્ન કરવા છતાંય એ સુખોની પ્રાપ્તિ ન થાય અને એ સુખોના અત્યંત આસક્તિના કારણે મરણને શરણ થવું એટલે મરણ પામવું તે વસાક્ત મરણ કહેવાય છે.
(૬) અંતઃ શલ્ય મરણ :- કોઇ કર્મના ઉદયથી ભયંકર કોટીના દુરાચારના વિચારો પેદા થયા
Page 67 of 75
Page #68
--------------------------------------------------------------------------
________________
અને અણસમજના કારણે અથવા આસક્તિ અથવા રાગના કારણે દુરાચારનું સેવન થયેલું હોય એને અંતઃશલ્ય કહેવાય છે. આ શલ્યના કારણે પોતાના અંત:કરણમાં વારંવાર લજ્જા પેદા થતી હોય અને એ લજ્જાના કારણે આલોચના કરવાની ઇચ્છા ન થાય એટલે આલોચના કર્યા વિના મરણ પામવું તે અંતઃશલ્ય મરણ કહેવાય છે.
એવી જ રીતે ભગવાનના વચનથી વિરુધ્ધ વચન જેને ઉત્સુત્ર કહેવાય છે એ ઉત્સુત્ર જાણી જોઇને બોલે અથવા અજાણતાથી બોલાઇ જાય એનો મિચ્છામિ દુક્કડં દઇને આલોચના કરે નહિ અને મરણ પામે તે અંત:શલ્ય મરણ કહેવાય છે. જેમકે મરિચિ અહીં પણ ધર્મ અને ત્યાં પણ ધર્મ આટલું બોલ્યા પછી આલોચના વગર મરણ પામ્યા માટે સ્થલથી બારભવ સુધી અને સૂક્ષ્મથી અસંખ્યાતા કાળ સુધી સમકીતની પ્રાપ્તિ ન થઇ શકી તે અંત:શલ્ય મરણ કહેવાય છે.
(૭) તદ્ભવ મરણ :- જે ભવમાં પોતે હોય તે ભવનું આયુષ્ય બાંધીને મરણ પામવું તેને તદ્ભવ મરણ કહેવાય છે. આ મરણ નારકી અને દેવને હોતું નથી કારણ કે નારકીના જીવો નરકનું આયુષ્ય બાંધતા નથી અને દેવના જીવો દેવનું આયુષ્ય બાંધતા નથી. તેમજ યુગલિક મનુષ્યો અને યુગલિક તિર્યંચોને પણ આ મરણ હોતુ નથી એ સિવાયના બાકીના જીવોને હોઇ શકે છે.
(૮) બાલ મરણ :- મંદ મિથ્યાદ્રષ્ટિ જીવો અને સમકીતી જીવોનું જે મરણ તે બાળમરણ એટલે પુણ્યથી મળેલી સામગ્રી એકાંતે દુ:ખ રૂપ છે. દુ:ખનું ફળ આપનારી છે. દુ:ખની પરંપરા વધારનારી છે. આવી બુધ્ધિ પેદા કરીને એ વિચારોને અંતરમાં સ્થિર કરીને જીવન જીવે અને મરણ પામે તે પહેલા ગુણસ્થાનકપણાનું બાળમરણ કહેવાય છે તથા સમકીતી જીવોને પુણ્યથી મળેલી અનુકૂળ સામગ્રી એકાંતે દુ:ખ આપનારી હોવાથી છોડવાલાયક જ છે અને આત્મિક ગુણોને પેદા કરવા લાયકની સામગ્રી ગ્રહણ કરવા લાયક જ છે તેમજ જે ગુણો પેદા થયેલા હોય તે ગુણોને સ્થિર કરવા લાયક જ છે એવી બુદ્ધિ અંતઃકરણમાં સ્થિર કરીને જીવન જીવે અને મરણ પામે તે સમકિતી જીવોનું બાલમરણ કહેવાય છે.
(૯) બાલપંડિત મરણ :- જે જીવોને એટલે સમકીતી જીવોને સાતે કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટી સાગરોપમની હોય છે તેમાંથી સંખ્યાતા પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે દેશવિરતિનો પરિણામ પેદા થાય છે. એ દેશવિરતિવાળા જીવોનું મરણ તે બાલપંડિત મરણ કહેવાય છે.
(૧૦) પંડિત મરણ :- સાધુપણું લઇને સાધુપણામાં મરણ પામવું તેને પંડિત મરણ કહેવાય છે. સામાન્યથી પહેલા-ચોથા-પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાનકવાળા સાધુપણાનો સ્વીકાર કરી શકે છે. પહેલા ગુણસ્થાનકમાં રહેલા ગાઢ મિથ્યાદ્રષ્ટિ જીવો અનંતાનુબંધિ સંજવલન કષાયના ઉદયથી સંયમનો સ્વીકાર કરે છે તે દ્રવ્ય ચારિત્ર કહેવાય છે કારણ કે એ ચારિત્રનો સ્વીકાર કરી પૂર્વક્રોડ વર્ષ સુધી નિરતિચારપણે પાલન કરે તો પણ પોતાના આત્મામાં રહેલી ગ્રંથી મજબૂત કરે છે અને નવમા ગ્રેવેયકના સુખને મેળવવા માટે ચારિત્ર પાળે છે. આ જીવો સંયમમાં મરણ પામે તો પણ તે વ્યવહારથી પંડિત મરણ કહેવાય છે એટલે દ્રવ્ય પંડિત મરણ ગણાય છે.
પહેલા ગુણસ્થાનકમાં રહેલા કેટલાક જીવો પોતાની ગ્રંથીને ઓળખીને સુખ દુ:ખરૂપ લગાડી. ગ્રંથીભેદ કરવા માટે કોઇ ભારે કર્મીતાના કારણે છઠ્ઠા ગણસ્થાનકના પરિણામને ન પામેલા હોય અને પામવાના પુરૂષાર્થ માટે ચારિત્રનો સ્વીકાર કરે અને ચારિત્રમાં મરણ પામે તો તે જીવોનું મરણ ભાવથી પંડિત મરણ કહેવાય છે. આ જીવો અનંતાનુબંધિ સંજ્વલન કષાયના ઉદયથી સંયમનો સ્વીકાર કરે છે પણ તે પ્રશસ્ત કષાયથી સંયમનો સ્વીકાર કરે છે.
Page 68 of 75
Page #69
--------------------------------------------------------------------------
________________
કેટલાક સમકીતી જીવો અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયના ઉદયથી એટલે એ પ્રશસ્ત કાયના ઉદયથી સંયમનો સ્વીકાર કરે છે અને સમકીત સાથે હોય છે. નિરતિચારપણે સંયમનું પાલન કરી સંયમમાં મરણ પામે તો તે ભાવથી પંડિત મરણ કહેવાય છે.
કેટલાક જીવો દેશવિરતિ ગુણસ્થાનકે પ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયથી સંયમનો સ્વીકાર કરી નિરતિચારપણે સંયમનું પાલન કરે તો તે સંયમમાં મરણ પામે તો તેમનું મરણ ભાવથી પંડિત મરણ કહેવાય છે.
ચોથા પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને સત્તામાં સાતે કર્મોની જેટલી સ્થિતિ રહેલી હોય તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને પામે છે એ સંયમનો સ્વીકાર કરે અને એ સંયમમાં કાળ કરે તો ભાવથી પંડિત મરણ કહેવાય છે.
આથી નિશ્ચિત થાય છે કે ભાવથી પંડિત મરણ પામવા માટે મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમભાવ અવશ્ય પેદા થવો જ જોઇએ એટલે મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમભાવ અથવા ક્ષાયિકભાવ પેદા થયેલો હોય તોજ સંયમ ભાવથી આવી શકે તોજ ભાવથી પંડિત મરણ પામી શકે.
એકવાર જીવને પંડિત મરણ પ્રાપ્ત થાય અને સત્તામાં કોઇ ભોગવવા લાયક નિકાચીત કર્મ રહેલા ન હોય તો સંખ્યાતા ભવોની અંદર એ જીવો નિયમા સિધ્ધિગતિને પામે છે.
જો સત્તામાં નિકાચીત કર્મો ભોગવવા લાયક રહેલા હોય તો અને તીર્થંકરનો આત્મા હોય તો એકવાર પંડિત મરણને પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવે મોક્ષે જાય છે અને જો તીર્થંકરનો આત્મા ન હોય તો સત્તામાં રહેલા નિકાચીત કર્મોના કારણે એકવાર પંડિત મરણ પામ્યા પછી ઉત્કૃષ્ટથી અનંતા ભવ પછી પણ સિધ્ધિ ગતિને પામે છે. અર્ધપુદ્ગલ પરાવર્ત કાળે સિધ્ધિ ગતિમાં પણ જાય છે જેમકે ચૌદપૂર્વીના આત્માઓ.
(૧૧) છદ્મસ્થ મરણ ઃ- અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતા જીવો સુખની શોધ કરતા કરતા અનંતા કાળથી જે રીતે જન્મ મરણ કર્યા કરે છે તે છદ્મસ્થ મરણ કહેવાય છે કે જે મરણ જીવને સિધ્ધિગતિમાં જવા માટે કોઇકાળે સહાયભૂત થતું નથી અને ક્ષણિક સુખમાં સર્વસ્વ સુખની બુધ્ધિ રહેલી હોય છે ત્યાં સુધી એ જીવોનું મરણ જન્મ રહિત થવા માટેની ગણતરીમાં આવી શકતું નથી એને છદ્મસ્થ મરણ કહેવાય છે.
અથવા પહેલે બીજે ચોથેથી અગ્યાર ગુણસ્થાનકમાં જીવો મરણ પામે છે તેને છદ્મસ્થ મરણ કહેવાય છે. ત્રીજા અને બારમા ગુણસ્થાનકે કોઇ કાળે કોઇ જીવ મરણ પામતા નથી.
(૧૨) કેવલી મરણ :- છદ્મસ્થપણાના જ્ઞાનનો નાશ કરીને જીવ ક્ષાયિક ભાવે જ્ઞાનની પ્રાપ્તિ કરે ત્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ એમ કહેવાય છે. તેરમા ગુણસ્થાનકમા જીવને કેવલજ્ઞાન પેદા થાય છે પણ તેરમા ગુણસ્થાનકમાં કોઇ કાળે જીવ મરણ પામતો નથી. કેવલજ્ઞાન પામ્યા પછી મન, વચન, કાયાના યોગોનો સંપૂર્ણ નાશ કરે એટલે યોગ નિરોધ કરે ત્યારે જીવ અયોગિ અવસ્થાને એટલે ચૌદમા ગુણસ્થાનકને પામે છે ત્યારે ત્યાં જીવ વેદનીય આયુ, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મોનો નાશ કરી મરણ પામે તે છેલ્લું મરણ ગણાય છે તેને કેવલી મરણ કહેવાય છે.
(૧૩) આકાશમાં મરણ :- ઝાડની ડાળીએ ફાંસો ખાઇને મરણ પામવું, ફાંસીથી લટકીને મરણ પામવું, પંખા નીચે કપડું બાંધીને લટકીને મરણ પામવું, ઝંપાપાત કરીને મરણ પામવું, દરિયામાં પડીને-દશમા આદિ માળની અગાસીમાંથી પડતુ મુકીને મરણ પામવું, કુવામાં પડીને મરણ પામવું અથવા
Page 69 of 75
Page #70
--------------------------------------------------------------------------
________________
કોઇપણ શસ્ત્રના ઘાથી મરણ પામવું તે આકાશમાં મરણ કહેવાય છે.
(૧૪) ગુર્દા મરણ :- મરણ પામેલા હાથી વગેરેને કલેવરમાં પ્રવેશ કરીને મરણ પામવું તે જેમકે જે તિર્યંચ જીવોને આહારની અત્યંત આસક્તિ રહેલી હોય એવા જીવો સમડી, ગીધ વગેરે પક્ષીઓ માંસની લોલુપતાના કારણે હાથીના ગુદાના ભાગમાંથી માંસ ખાવા અંદર પ્રવેશ કરે અને પેટ ભરીને બહાર આવે. આવી રીતે વારંવાર કરતા કરતા કોઇકવાર ગુદાનો ભાગ સંકોચાઇ જાય તો એમાંને એમાં મરણ પામે તેને ગુઘ્ધ મરણ કહેવાય છે.
(૧૫) ભક્ત પરિજ્ઞા મરણ :- આહાર પાણીનો ત્યાગ કરતા કરતા જે જે મરણ થાય તેને ભક્ત પરિજ્ઞા મરણ કહેવાય છે. અત્યારે આ કાળમાં એક એક ઉપવાસનું પચ્ચક્ખાણ કરાવીને અનશન કરાવી શકાય છે. ગીતાર્થ ગુરૂ ભગવંતોને સામો જીવ અનશન માટે યોગ્યલાગે તો રોજ એક એક દિવસ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરાવતા કરાવતા અનશનનો સ્વીકાર કરાવે એ અનશનનો સ્વીકાર કરાવ્યા પછી ગીતાર્થ ગુરૂ ભગવંતોની જવાબદારી વધી જાય છે અને એ રીતે અનશન કરાવતા અનશન કરનાર જીવને અસમાધિ થાય, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિણામ પેદા થતા જાય અથવા કષાયની તીવ્રતા પેદા થતી જાય તો એ જીવને પારણું કરાવવામાં આવે છે કારણ કે તપ કરાવતા કરાવતા સામા જીવોના અંતરમાં આશ્રવનો નિરોધ-કષાયનો ત્યાગ-રાગાદિ પરિણામની મંદતા થવી જોઇએ તેમજ ભગવાનની આજ્ઞા મુજબ તપ કરાવવાનું વિધાન કહેલું છે. આમાંથી કોઇપણ બાબતમાં ભિન્ન રૂપે જણાય તો તપ ઓછો કરાવીને અનશન છોડવી પણ દેવાય છે માટે ગીતાર્થ ગુરૂભગવંતોની જરૂર પડે છે. આ અનશન સર્વવિરતિવાળા જીવો છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા અને કેવલી ભગવંતો આ અનશનનો સ્વીકાર કરી શકે છે આને ભક્ત પરિજ્ઞા મરણ કહેવાય છે કારણ કે આહાર પાણીનો ત્યાગ કરતા કરતા અંતરમાં અણાહારીપણાનું લક્ષ સ્થિર થતુ જાય છે. ચિત્તની પ્રસન્નતા વધતી જાય છે. સંવરમાં રહેલા પોતાના આત્માનો આનંદ પેદા થતો દેખાય અને સાથે સાથે કર્મોની નિર્જરા એટલે કે અશુભ કર્મોની નિર્જરા વિશેષ રીતે થતી જણાય ત્યારેજ સમાધિ મરણ રૂપે ગણાય છે અત્યારે આ કાળમાં અનશન કરાવવાનો નિષેધ છે.
(૧૬) ઇંગિની મરણ :- ઇંગિની = સંજ્ઞા તેના ત્યાગપૂર્વકનું મરણ. મરણના છેલ્લા ટાઇમે પોતાને ખબર પડી જાય તો તે વખતે પોતાની જેટલી ભૂમિ ખુલ્લી રાખવી હોય એટલે સંથારા જેટલી જગ્યા અથવા હરવા ફરવા જેટલી જગ્યા ખુલ્લી રાખીને બાકીની બધી જગ્યાનો તેમજ દ્રવ્યનો મન, વચન અને કાયાથી ત્યાગ કરીને બીજા બધા સચેતન કે અચેતન પદાર્થોમાંથી રાગાદિ પરિણામનો નાશ કરીને-ક્રોધાદિ કપાયોનો નાશ કરીને-મારાપણાનો ત્યાગ કરીને તથા પોતાના શરીરનો પણ મમત્વ બુધ્ધિથી ત્યાગ કરીને જે અનશનનો સ્વીકાર કરાય તેને ઇંગિની મરણ કહેવાય છે.
આ મરણથી કોઇ નિકાચીત કર્મો ભોગવવાના બાકી ન હોય તો સંખ્યાતા ભવોમાં સિધ્ધિગતિમાં જીવ જાય છે.
(૧૭) પાદપ મરણ અથવા પાદપોપ ગમન મરણ :- પાદપ એટલે વૃક્ષ ઝાડની જેમ અનશનનો સ્વીકાર કરીને શરીર જે આસને રહેલું હોય જે સ્થિતિમાં પડેલું હોય એજ સ્થિતિમાં શરીરને રાખીને આત્માની એકાગ્રતામાં લીન થવ તેને પાદપોપ ગમન અનશન કહેવાય છે.
આ અનશનનો સ્વીકાર જીવ ત્યારે જ કરી શકે કે શરીર પ્રત્યેનું ભેદજ્ઞાન એટલે કે શરીર એ હું નથી પણ હું એટલે આત્મા છું આવી સ્થિરતાપૂર્વકનું જ્ઞાન પેદા થાય ત્યારે જ જીવ આવા અનશનને સ્વીકારી શકે છે. આ અનશન છઠ્ઠા ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકમાં રહેલા જીવો સ્વીકાર કરીને
Page 70 of 75
Page #71
--------------------------------------------------------------------------
________________
પોતાના આત્માનું કલ્યાણ સાધી જાય છે. જેમ ધન્નાજી અને શાલિભદ્રના જીવોએ આ અનશનનો સ્વીકાર
કરેલો હતો. ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા લઇને પહાડ ઉપર ચઢીને જ્યાં જગ્યા અનશન માટે ઠીક લાગી ત્યાં વિધિ મુજબ ત્રણ પ્રદક્ષિણા આપી એ પથ્થરની જમીન પન્નુ સિધ્ધ પરમાત્માઓને નમસ્કાર કરીને એટલે કે અરિહંત અને સિધ્ધની સાક્ષીએ ચાર શરણનો સ્વીકાર કરી સુકૃતની અનુમોદના કરી ફરીથી પાંચ મહાવ્રતોને યાદ કરીને દુષ્કૃતની ગર્હા કરીને ફરીથી સુકૃતની અનુમોદના કરતા કરતા પોતાના શરીરને પથ્થર ઉપર સુવડાવી દીધું એટલે કે અનશનના સ્વીકાર કર્યો આને પાદપોપગમન અનશન કહેવાય છે.
સામાન્ય રીતે સત્તર પ્રકારના મરણ મોટેભાગે મનુષ્યને આશ્રયીને જણાવેલા છે કે જેમાં મોટેભાગે જે જીવોને અણાહારીપણાનું લક્ષ્ય હોય તે જીવોને માટે જણાવેલા છે.
અણાહારીપણાનું લક્ષ પેદા કરવા માટે આહાર કરવો એ પાપ છે. જેમ જેમ આહાર કરવામાં આવે તેમ તેમ તેનાથી શરીર પુષ્ટ થાય છે. શરીરની પુષ્ટિની સાથે ઇન્દ્રિયોને પોષણ મળવાથી ઇન્દ્રિયો પણ પુષ્ટ થાય છે. શરીર અને ઇન્દ્રિયો બન્ને ભેગા થઇને અનુકૂળ આહાર આદિની ઇચ્છા કરતો કરતો પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોને વિષે ઇચ્છાથી આધીન થઇને આસક્તિ અને રાગમાં ઓતપ્રોત થતો જાય છે અને જેટલી ઓતપ્રોતતા વધતી જાય એના આનંદમાં ને આનંદમાં કાળ પસાર થતો જાય છે તેમ તેમ જીવ આહારની સંજ્ઞાનો શિકાર બનતો જાય છે અને એના જ કારણે અણાહારીપણાનું લક્ષ અંતરમાંથી નષ્ટ થતું જાય છે.
જ્યારે લાંબાકાળે રાગાદિની આધીનતાનો કાળ પસાર કર્યા પછી સમજણ પેદા થાય ત્યારે ઘણું મોડું થઇ ગયેલું હોય છે. આથી એ આહાર સંજ્ઞાને કારણે જ જીવો સમાધિ મરણને પ્રાપ્ત કરી શકતા જ નથી. આથી જે જીવોને સમાધિ મરણ જોઇતું હોય તે જીવોને પોતાનું જીવન જીવતા જીવતા આહાર એ પાપ છે. આસક્તિ અને રાગપૂર્વક કરાતો આહાર નિશ્ચે દુર્ગતિનું કારણ છે કારણ કે અણાહારીપણાના લક્ષને પેદા થવા દેવામાં વિઘ્ન રૂપ થાય છે.
આથી સમાધિ મરણ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા જીવોએ પોતાનું જીવન આસક્તિ અને રાગ વગર જેટલું જીવાય એવો પ્રયત્ન કરવો જ જોઇએ અને જ્યારે જ્યારે જેટલો કાળ અનુકૂળ પદાર્થોમાં આસક્તિ અને રાગ પૂર્વક પસાર થાય તે કાળને અધર્મનો અને પાપનો કાળ ગણાય છે. આથી આખા દિવસમાં અધર્મનો અને પાપનો કાળ જેટલો પસાર થાય એની નિંદા અને ગર્હા કરતો કરતો જીવન જીવવાનો પ્રયત્ન કરતો જાય તોજ અંતરમાં પાપનો ડર અથવા પાપની ભીરૂતા અથવા જ્ઞાનીની આજ્ઞા મુજબ પાપની પાપરૂપે ઓળખ પેદા થતી જાય તોજ પોતાની શક્તિ મુજબ પાપનો ત્યાગ થતો જાય છે. જો કદાચ અવિરતિનો ગાઢ ઉદય હોય અને પાપનો ત્યાગ ન થાય તો પણ પાપની ઓળખ પેદા થતા પાપને પાપરૂપે જાણવાનો સંસ્કાર અંતરમાં પેદા થયેલો હોવાથી અને રોજ રોજ થતા પાપની નિંદા ને ગહ્ન ચાલુ રહેલી હોવાથી તીવ્રભાવે પાપ કરવાનો સંસ્કાર નાશ પામતો જાય છે.
એ પાપની પ્રવૃત્તિ પાપ કરવાની બુધ્ધિથી પાપની આસક્તિ અને રાગપૂર્વક એ પાપ થતા ન હોવાથી આત્માને દુર્ગતિનું કારણ બનતા નથી એટલે કે પાપ કરવાનો નિષ્વસ પરિણામ કોઇ કાળે પેદા થતો નથી. પાપ ભીરૂતા ગુણ પેદા થતો જાય તોજ જીવન જીવવામાં સમાધિભાવ ટક્યો રહે છે. આ રીતે લાંબાકાળ સુધી સમાધિ ભાવપૂર્વક જીવન જીવાય તો સર્વ જીવો પ્રત્યે અંતરથી કરૂણા ભાવ પેદા થતો જાય છે.
Page 71 of 75
Page #72
--------------------------------------------------------------------------
________________
ઘર આદિની પ્રવૃત્તિ સાવધ એટલે પાપ વ્યાપાર રૂપ હોવાથી એમાં આનંદ આવતો નથી પણ સામાયિક પ્રતિક્રમણ દર્શન, વંદન, પૂજન આદિ નિરવધ એટલે પાપ વ્યાપાર વગરની પ્રવૃત્તિ કરવામાં આનંદ પેદા થતો જાય છે. સાવધ પ્રવૃત્તિમાં જે જે જીવોની હિંસા થયેલી હોય એ જીવોની સાથે યાદ કરીને ક્ષમાપના કરતો જાય છે અને એમ કરતા જગતના સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના કરતો જાય છે.
સમાધિ મરણ મેળવવા માટે જ્ઞાની ભગવંતો એ મુખ્ય છ કારણો કહેલા છે.
(૧) પાપની નિંદા અને ગહ, (૨) સર્વ જીવો પ્રત્યેની ક્ષમાપના, (૩) શુભભાવના = સારા વિચારમાં રહેવું, શુધ્ધ પરિણામમાં રહેવું, (૪) ચાર શરણનો સ્વીકાર, (૫) નવકારમંત્રનું સ્મરણ અને રટણ. (૬) અનશનનો સ્વીકાર.
જ્યાં સુધી જ્ઞાનીની આજ્ઞા મુજબ પાપને પાપ રૂપે માનવાનો સ્વીકાર ન થાય ત્યાં સુધી સ્વદયાનો. પરિણામ આવે નહિ. અર્થાત પેદા થાય નહિ.
સ્વધ્યાના પરિણામ વગર નિર્ધ્વસ પરિણામ આવે નહિ અને એના વગર સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના ભાવ અંતરથી પેદા થઇ શકતો નથી.
૦ સમાધિ મરણ સ્વદયા વગર ન આવે.
સંસારમાં રહેલા જીવો પાપની પ્રવૃત્તિઓ અવિરતિના ઉદયના કારણે કરતા હોય છે પણ સમકીત સાથે હોવાથી રાગ-આસક્તિ પાપના સંસ્કારના દ્રઢ ન થઇ જાય એની કાળજી રાખીને કરતો હોય છે. અંતરમાં એજ ભાવના હોય છેકે ક્યારે તાકાત આવે અને આ અવિરતિનો ત્યાગ કરીને જીવન જીવતો થાઉં આ વિચારણા અંતરમાં સતત રહેલી હોવાથી એને શુભ ભાવના કહેવાય છે અને આ ભાવનાની વિચારણા લાંબા કાળ સુધી ટકાવી રાખે તો તેમાંથી શુધ્ધ પરિણામ પેદા થતા જાય અને તે લાંબા કાળ સુધી સ્થિરતા પણ પામી શકે છે.
કુટુંબની સાથે રહેલો હોય કુટુંબનું પાલન કરતો હોય ભરણ પોષણ કરતો હોય તો પણ પોતાનો આત્મા શુધ્ધ પરિણામવાળી ભાવનાવાળો હોવાથી ધાવમાતાની જેમ કુટુંબની સાથે રહેવા છતાંય એટલે કે ધાવમાતા પોતાનો દીકરો રોતો હોય તો એને રોવડાવીને પણ શેઠના દીકરાને ન રૂવે એની સતત કાળજી રાખે છે, એને હસાવે, રમાડે, ખેલાવે છતાં પણ અંતરથી એનો રાગ પોતાના દીકરા પ્રત્યે હોય છે પણ શેઠના દીકરા પ્રત્યે હોતો નથી. એવી રીતે સમજીતી જીવોને, કુટુંબનું પાલન કરતો હોવા છતાં પણ અંતરથી કુટુંબ પ્રત્યે રાગ હોતો નથી પણ અંતરથી રાગ નિરવધ પ્રવૃત્તિ પ્રત્યે હોય છે એટલે કે કુટુંબને શેઠના દીકરાની જેમ અંતરથી માનીને એ ન રૂવે એની કાળજી રાખે છે અને ભરણ પોષણ કરે છે અને પોતાનો દીકરો નિરવધ પ્રવૃત્તિ રૂપે હોવા છતાં એ રોતો હોય તો પણ એને રોવડાવીને અંતરનો રાગ, નિરવધ પ્રવૃત્તિ પ્રત્યે હોય છે. આ રીતે શુભ ભાવના કરતા કરતા શુધ્ધ પરિણામ પદે કરે, ટકાવે, લાંબા કાળ સુધી સ્થિર રાખવા પ્રયત્ન કરે એ માટે પોતાની શક્તિ મુજબ દેવની ભક્તિ કરે, દેવના ગુણોનું સ્મરણ કરતો જાય અને એ દેવના ગુણો મારા પોતાના ગુણો છે એમ વિચારણા કરતો જાય. અરિહંતા પરમાત્માઓએ પોતાના દોષોને સંપૂર્ણ નાશ કરી ગુણો પેદા કરેલા છે. જ્યારે મારા ગુણો દોષોથી વર્તમાનમાં અવરાયેલા છ હું પણ એમની જેમ દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરતો જાઉં તો જરૂર મારા ગુણોને પેદા કરી શકું. આ રીતે દેવની ભક્તિ કરતા કરતા દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરવાનું મન થાય છે અને શક્તિ મુજબ દોષોને દૂર કરતો જાય છે તેમ તેમ શુધ્ધ પરિણામ વિશેષ રીતે પેદા થતા લાંબાકાળ સુધી ટકી શકે છે. આજ ખરેખર શુભ ભાવનાનું ફળ કહેલું છે.
Page 72 of 75
Page #73
--------------------------------------------------------------------------
________________
એવી જ રીતે સાધુની સેવાથી, સાધર્મિકની ભક્તિથી, જ્ઞાનના અભ્યાસથી, ચારિત્રની ક્રિયાથી, સ્થિરતાથી એમ અનેક પ્રકારના અનુષ્ઠાનોથી પણ શુધ્ધ પરિણામ વિશેષ રીતે પેદા કરતા લાંબાકાળ સુધી ટકાવી શકે છે.
આ રીતે શુધ્ધ પરિણામ પેદા કરીને ચિત્તની પ્રસન્નતા પૂર્વક પોતાનું જે જીવન જીવાય છે એ જીવન જીવતા અશુભ કર્મોનો બંધ નિયમા અલ્પરસે થાય છે. સત્તામાં રહેલા અશુભકર્મો તીવ્રરસવાળા હોય તો. ચિત્તની પ્રસન્નતાના કારણે મંદરસવાળા થાય છે. એનેજ સકામ નિર્જરા કહેવાય છે.
આ રીતે જીવન જીવતા જ્યારે નવરાશ મલે ત્યારે જેમના પસાયથી પાપનો ડર પેદા થતો ગયો, સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના શરૂ થઇ અને શુધ્ધ પરિણામની સ્થિરતા થઇ એવા ઉપકારી અરિહંત ભગવંતો, સિધ્ધ ભગવંતો, સાધુ ભગવંતો અને અરિહંત ભગવંતોએ કહેલો ધર્મ એજ ખરેખર મારા આત્માને માટે શરણ રૂપ છે એવું નિશ્ચિત કરીને નવરાશના ટાઇમમાં ચાર શરણને યાદ કરતો જાય છે. આ રીતે વારંવાર ચાર શરણને યાદ કરવામાં વિઘ્નરૂપ જેટલા પદાર્થો હોય છે એને અશરણરૂપ માનીને એનો સંસ્કાર દ્રઢ કરતો જાય છે અને લાંબાકાળ સુધી એ પદાર્થો અશરણરૂપ જ છે એવો સંસ્કાર મજબૂત થાય એવો પ્રયત્ન કરતો જાય છે એટલે કે આ સંસ્કાર લાંબાકાળ સુધી ટકાવવા માટે પ્રયત્ન કરતો જાય છે.
પંચ પરમેષ્ઠિ નમસ્કાર કરવાના તેમનું પણ રટણ અંતરમાં ચાલ્યા કરે છે. આ રીતે પંચ પરમેષ્ઠિરૂપ નવકારમંત્ર ચિત્તની પ્રસન્નતા અને શુધ્ધ પરિણામ પેદા કરવામાં, ટકાવવામાં સહાયભૂત થાય છે માટે એનું પણ રટન સતત ચાલુ રાખવા પ્રયત્ન કરતો જાય છે. એ રટણ કરતા અંતરમાં ભાવના પેદા થાય છે કે ક્યારે હું સત્વ પેદા કરીને સંપૂર્ણ પાપ રહિત જીવન જીવતો થાઉં અને એ જીવન જીવતા જીવતા મરણ પામું એટલે કે સાધુપણું લઇને મરણ પામું આ વિચાર ચાલ્યા કરતો હોય છે.
અનશન :- આ રીતે શુધ્ધ પરિણામ પેદા કરીને જીવનારા જીવ પુણ્યના ઉદયથી સામગ્રી મલે તો પણ વૈરાગ્ય ભાવ સાથે રાખેલો હોવાથી પુણ્યની સામગ્રીમાં રાગ થવા દેતો નથી. એવી જ રીતે પાપના ઉદયથી દુ:ખની સામગ્રી મલે તો પણ વૈરાગ્યના કારણે દીન થવા દેતો નથી આથી સુખ મલો કે દુ:ખ મલો. બન્નેમાં જીવન જીવતા આવડે છે. એવો પરિણામ પેદા થાય છે આ રીતે જીવતા મરણનો કાળ નજીક છે એમ ખબર પડે તો અનશનનો સ્વીકાર કરવાનું મન થાય છે અને પોતાની શક્તિ અનુસાર જેટલો કાળા અનશનમાં ટકી શકાય એટલા કાળનું અનશન કરે છે અને એ કાળમાં પોતાના આત્માને શરીરના મમત્વના ત્યાગના કારણે આર્તધ્યાન, રૌદ્રધ્યાનના પરિણામથી રહિત બનાવે છે. આ રીતે અનશનથી પોતાના આત્માને સંસારમાં પરિભ્રમણ કરવા માટેના સંખ્યાતા કે અસંખ્યાતા જન્મ મરણ બાંધેલા હતા તે જન્મ મરણને ભોગવ્યા વગર નાશ કરી નાંખે છે.
જેમ ભગવાન મહાવીરના આનંદ આદિ દશ શ્રાવકો એવી રીતે જીવન જીવ્યા કે શ્રાવકપણામાં છેલ્લે અનશન કરી ચિત્તની પ્રસન્નતા પૂર્વક આવેલા પરિષહો અને ઉપસર્ગોને વેઠીને જન્મ મરણની પરંપરાનો. નાશ કરી ત્રીજા ભવે મોક્ષ નક્કી કરી નાંખ્યો એ આત્માઓ અત્યારે દેવલોકમાં છે ત્યાંથી મહાવિદ ક્ષેત્રમાં જઇને મોક્ષે જશે.
આવું સમાધિમરણ ઉપકારી એવા ચોવીશ તીર્થંકર પરમાત્માઓનું કીર્તન કરતા, વંદન કરતા, પૂજન કરતા મને આપો અથવા મને સમાધિ મરણ મલો એમ રોજ આપણે માગણી કરીએ છીએ.
ચંદે સુ નિમલયા
Page 73 of 75
Page #74
--------------------------------------------------------------------------
________________
ચોવીશે તીર્થંકર પરમાત્માઓ કેવલ જ્ઞાન પામેલા હોવાથી-અઢાર દોષોથી રહિત થયેલા હોવાથી-ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરેલો હોવાથી- રાગ, દ્વેષ અને મોહ એટલે અજ્ઞાન સંપૂર્ણ નાશ. થયેલા હોવાથી ચંદ્ર કરતા પણ અધિક શીતલ છે એટલે કે તીર્થંકર પરમાત્માનું દર્શન કરનારને ચંદ્ર કરતા અધિક શીતલતા પ્રાપ્ત થાય છે કારણ કે ગમે તેટલા અધિક કષાયને પ્રાપ્ત થયેલા જીવો હોય એમાં ધમધમતા હોય તો પણ જો ભગવાનનું દર્શન કરે તો એમના દર્શનના પ્રભાવથી ક્રોધાદિની શાંતિ થાય છે. ક્રોધાદિનો જે ઉકળાટ હતો એમની જે ગરમી હતી તે નાશ પામીને જીવને શીતલતાનો અનુભવ કરાવે છે. એવી જ રીતે સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે. એ આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપથી. તપેલો જીવ ભગવાનનું દર્શન કરતાની સાથે એનો તાપ શાંત થઇ જાય છે અને શીતલતાનો અનુભવ થાય છે. આવી શીતલતા ચંદ્રને જોતા પણ પેદા થતી નથી માટે ચન્દ્ર કરતા અધિક શીતલતાને પ્રાપ્ત કરનારા એવા ચોવીશ તીર્થંકર પરમાત્માઓ છે.
આઈચ્ચેસ અંહિયં પચાસયસ
આદિત = સૂર્ય એના કરતા પણ અધિક પ્રકાશને કરનારા કારણ કે સૂર્ય અંધકારનો નાશ કરીને પ્રકાશ કરે છે જ્યારે કેવલજ્ઞાન રૂપી સૂર્ય જગતમાં રહેલા સઘળાય જીવોને સઘળાય પદાર્થોને સઘળાય પદાર્થોના અનંતા અનંતા પર્યાયોને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રણે કાળના સઘળાય પર્યાયોને એટલે કાળને એક જ સમયમાં એટલે કે રૂપી કે અરૂપી સઘળાય પદાર્થોના પર્યાયોને પ્રકાશ કરનારા છે એટલે કે એક સમયમાં કેવલજ્ઞાનથી સઘળુંય જણાય છે અને જે કોઇ એ કેવલજ્ઞાનીના દર્શના કરે એના અંતરમાં યોગ્યતા હોય તો કેવલજ્ઞાન રૂપી સૂર્ય એની આંતર ચક્ષુ ખોલીને એ પ્રકાશને દેખાડે છે માટે સૂર્ય કરતા અધિક પ્રકાશવાળા કહેવાય છે.
સાગર વરગંભીરા
સાગર એટલે સમુદ્ર એમાં શ્રેષ્ઠ અને ગંભીર સ્વયંભૂરમણ સમુદ્ર કહેવાય છે માટે ચોવીશ તીર્થકર પરમાત્માઓ સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર છે. ગમે તેટલી દુનિયાની ઉથલ પાથલ થાય તો પણ સ્વયં ભૂરમણ સમુદ્ર કોઇ દિવસ ખલભળાટ પામતો નથી. આ સ્વયંભૂરમણ સમુદ્ર જેવી ગંભીરતા એના અશના જેવી પણ અનુભૂતિ જીવને ત્યારે જ પેદા થઇ શકે કે જીવ પુરૂષાર્થ કરતો કરતો મનની ચંચળતા દૂર કરતો જાય.
જેટલી મનની ચંચળતા વધારે એટલી ગંભીરતા કોઇકાળે જીવને પેદા થઇ શકતી નથી.
મનની ચંચળતા નાશ કરવા માટે પુણ્યના ઉદયથી જે કાંઇ અનુકૂળ સામગ્રી મલી હોય તેમાં સંતોષ રાખીને જીવન જીવે તો ચંચળતા દૂર થતી જાય છે. આથી મનની સ્થિરતા વિશેષ રીતે પેદા કરવા માટે મનને નિશ્ચલ બનાવવા માટે જેટલો અનુકૂળ પદાર્થોનો રાગ ઘટે એવો પ્રયત્ન અવશ્ય કરવો જોઇએ. તોજ મન નિશ્ચલ થતું જાય તોજ ગંભીરતા ગુણ પેદા થતું જાય છે.
સિધ્ધા સિધ્ધમ મમ દિ સંત
ચોવીશે તીર્થંકર પરમાત્માઓ સિધ્ધ થયેલા છે એટલે કે એમને હવે કોઇ કાર્ય કરવાનું રહેતું નથી જેમણે પુરૂષાર્થ કરીને સંસારના બીજરૂપે સઘળાય કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાંખ્યા છે એટલે હવે એ
Page 74 of 75
Page #75
--------------------------------------------------------------------------
________________ જીવોને સિદ્ધિગતિમાંથી સંસારમાં આવવાનું રહેતું નથી એટલે કે કૃતકૃત્ય થઇ ગયેલા છે. એવા ચોવીશ તીર્થકર સિધ્ધ પરમાત્માઓ એ પોત પોતાના શાસનને સ્થાપીને શાસનનો કાળ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એ માર્ગ મુકીને ગયા છે. એ સિદ્ધિગતિના માર્ગને પામવાને માટે એ તીર્થકરોએ જે રીતે પુરૂષાર્થ કરી પોતાના આત્માના. રાગને ઓળખીને એ રાગને નાશ કરવા પ્રયત્ન કરી સંપૂર્ણ નાશ કર્યો અને સિદ્ધિગતિને પામ્યા એ રીતે આપણે પણ આપણા રાગાદિ પરિણામને ઓળખીને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો સિદ્ધિગતિના માર્ગમાં આપણે દાખલ થઇ શકીએ. એ રીતે મોક્ષમાર્ગમાં આપણે દાખલ થઇને રાગાદિનો નાશ કરીએ તો સિદ્ધિગતિમાં આપણે જઇ શકીએ છીએ એટલે કે આપણને પણ સિદ્ધિ ગતિ મલી શકે છે. આ રીતે પ્રયત્ન કરવામાં વેગ આપનાર ચોવીશ તીર્થંકર પરમાત્માઓ હોવાથી આપણને સિદ્ધિગતિને આપનારા કહેવાય છે. આ રીતે લોગસ્સ સૂત્રને જાણી નામ, સ્તવના કરતા કરતા આપણે સૌ વહેલામાં વહેલા સિદ્ધિ ગતિને પામીએ અને નમા સિધ્ધાણંમાં સદા માટે આપણો આત્મા દાખલ થાય એવી અભિલાષા સાથે પૂર્ણ કરવામાં આવે છે. Page 75 of 75