________________
આવશ્યક ક્રિયાના સૂત્રોનાં રહસ્યોનું વર્ણન મુનિ શ્રી નરવાહનવિજયજી
દરેક તીર્થંકરના કાળમાં તીર્થંકર પરમાત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય અને તે સમયે દેશના આપીને ગણધર ભગવંતને યોગ્ય જે આત્માઓ આવેલા હોય છે તે આત્માઓ દેશના પૂર્ણ થતાં જ સંયમની માગણી કરે છે. તીર્થંકર પરમાત્માઓ સંયમ આપે છે એ સંયમનો સ્વીકાર કરે કે તરત જ તત્વ જાણવાની જિજ્ઞાસા પેદા થાય છે અને તીર્થંકર પરમાત્માને ક્રમસર ત્રણ પ્રશ્નો કરે છે અને શ્રી તીર્થંકર પરમાત્માઓ ક્રમસ૨ ત્રણવાર જવાબ આપે છે. એ જવાબ સાંભળીને ચૌદ રાજલોકમાં રહેલા સઘળા પદાર્થોનું યથાર્થ રૂપે જ્ઞાન પેદા થાય છે અને તીર્થંકર પરમાત્મા તમોને થયેલું જ્ઞાન બરાબર છે એમ મહોર છાપ મારે છે અને અનુજ્ઞા આપે છે અને તે ગણધર ભગવંતોના આત્માઓ સૂત્ર રૂપે દ્વાદશાંગીની રચના કરે છે. તેજ સમયે પોતાના જીવનમાં રોજ ઉપયોગી ક્રિયા કરવામાં સહાયભૂત એવા સૂત્રોની રચના સૌ પ્રથમ કરે છે. શરીરને મુકીને સાધપણું લેવાતું નથી. શરીર સાથે રાખીને જ સાધુપણાનો સ્વીકાર થાય છે માટે શરીરથી જે જે ક્રિયાઓ થતી હોય જેમકે ચાલવાની, બેસવાની, ઉઠવાની તેવી રીતે વચન બોલવાની ને મનથી વિચારવાની ક્રિયાઓ થતી હોય તે ક્રિયાઓમાં અશુભયોગ રૂપે છદ્મસ્થ હોવાથી ઉપયોગ થી અથવા ઉપયોગ રહિતપણે એટલે કે જાણતા કે અજાણતા જે કાંઇ ક્રિયાઓ થતી હોય તે ક્રિયાઓથી પાછા ફરવા માટે આત્માને શુભયોગમાં જોડવા માટે જે જે સૂત્રોની જરૂર પડે તે સૂત્રોની રચના ગણધર ભગવંતો સૌ પ્રથમ કરે છે માટે તે સૂત્રોને અવશ્ય કરવા લાયક, શુભયોગની પ્રવૃત્તિને વિષે આત્મિક વિશુધ્ધિની સ્થિરતાની પ્રાપ્તિ માટે તેમાં ઉપયોગી બને તેવા સૂત્રોની જે રચના કરાય તેને આવશ્યક સૂત્રો કહેવાય છે.
ગણધર ભગવંતોએ સૂત્રોની રચના કરેલી હોવાથી દરેક સૂત્રો- એ સૂત્રોના અક્ષરો-એ સૂત્રોના શબ્દો મંત્રાક્ષર રૂપે ગણાય છે કારણ કે એ દરેક સૂત્રો-એના અક્ષરો અને એના શબ્દો દેવતાઓથી અધિષ્ઠિત થયેલા હોય છે. આ કારણોથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે-કાળ વેળાના ટાઇમ સિવાય એટલે કે જે કાળે જે સૂત્રો બોલવાના કહ્યા હોય એ કાળે જ એ સૂત્રો બોલી શકાય. એ કાળ સિવાય બીજા કાળે સૂત્રો બોલવામાં આવે એટલે કે જે કાળે સૂત્રા બોલવાના કહ્યા ન હોય એ કાળે બોલવામાં આવે તો એ સૂત્રોની ધારણા લાંબા કાળ સુધી રહી શકતી નથી અને એ સૂત્રો આત્માને વિષે પરિણામ પામી શકતા નથી અને કેટલીકવાર એવી રીતે સૂત્રો બોલતા કોઇ દેવતાઓ પસાર થતા હોય તો સૂત્રો બોલનારને વિઘ્ન પણ પેદા કરી શકે છે. માટે જે ટાઇમે જે સૂત્રો ગોખવાના કહ્યા હોય, બોલવાના કહ્યા હોય અને વિચારવાના કહ્યા હોય, એ સૂત્રોના શબ્દોનું ચિંતન કરવાનું કહ્યું હોય, એનાથી બીજા ટાઇમે એ સૂત્રો બોલી શકાતા નથી પણ એક અપવાદ જ્ઞાની ભગવંતોએ કહ્યો છે કે વિધિ અનુષ્ઠાન માટે જે જે સૂત્રોના ઉપયોગ થતો હોય તો તે સૂત્રો ગમે ત્યારે બોલી શકાય છે. એટલે કે વિધિના ઉપયોગમાં એ સૂત્રોનો ઉપયોગ કરી શકાય છે.
સૂર્યોદય પહેલાની બે ઘડીનો કાળ (અડતાલીશ મિનીટ) સૂર્યાસ્ત પછીની બે ઘડીનો કાળ અને મધ્યાન્હ
Page 1 of 75