________________
ચોવીશે તીર્થંકર પરમાત્માઓ કેવલ જ્ઞાન પામેલા હોવાથી-અઢાર દોષોથી રહિત થયેલા હોવાથી-ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરેલો હોવાથી- રાગ, દ્વેષ અને મોહ એટલે અજ્ઞાન સંપૂર્ણ નાશ. થયેલા હોવાથી ચંદ્ર કરતા પણ અધિક શીતલ છે એટલે કે તીર્થંકર પરમાત્માનું દર્શન કરનારને ચંદ્ર કરતા અધિક શીતલતા પ્રાપ્ત થાય છે કારણ કે ગમે તેટલા અધિક કષાયને પ્રાપ્ત થયેલા જીવો હોય એમાં ધમધમતા હોય તો પણ જો ભગવાનનું દર્શન કરે તો એમના દર્શનના પ્રભાવથી ક્રોધાદિની શાંતિ થાય છે. ક્રોધાદિનો જે ઉકળાટ હતો એમની જે ગરમી હતી તે નાશ પામીને જીવને શીતલતાનો અનુભવ કરાવે છે. એવી જ રીતે સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે. એ આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપથી. તપેલો જીવ ભગવાનનું દર્શન કરતાની સાથે એનો તાપ શાંત થઇ જાય છે અને શીતલતાનો અનુભવ થાય છે. આવી શીતલતા ચંદ્રને જોતા પણ પેદા થતી નથી માટે ચન્દ્ર કરતા અધિક શીતલતાને પ્રાપ્ત કરનારા એવા ચોવીશ તીર્થંકર પરમાત્માઓ છે.
આઈચ્ચેસ અંહિયં પચાસયસ
આદિત = સૂર્ય એના કરતા પણ અધિક પ્રકાશને કરનારા કારણ કે સૂર્ય અંધકારનો નાશ કરીને પ્રકાશ કરે છે જ્યારે કેવલજ્ઞાન રૂપી સૂર્ય જગતમાં રહેલા સઘળાય જીવોને સઘળાય પદાર્થોને સઘળાય પદાર્થોના અનંતા અનંતા પર્યાયોને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રણે કાળના સઘળાય પર્યાયોને એટલે કાળને એક જ સમયમાં એટલે કે રૂપી કે અરૂપી સઘળાય પદાર્થોના પર્યાયોને પ્રકાશ કરનારા છે એટલે કે એક સમયમાં કેવલજ્ઞાનથી સઘળુંય જણાય છે અને જે કોઇ એ કેવલજ્ઞાનીના દર્શના કરે એના અંતરમાં યોગ્યતા હોય તો કેવલજ્ઞાન રૂપી સૂર્ય એની આંતર ચક્ષુ ખોલીને એ પ્રકાશને દેખાડે છે માટે સૂર્ય કરતા અધિક પ્રકાશવાળા કહેવાય છે.
સાગર વરગંભીરા
સાગર એટલે સમુદ્ર એમાં શ્રેષ્ઠ અને ગંભીર સ્વયંભૂરમણ સમુદ્ર કહેવાય છે માટે ચોવીશ તીર્થકર પરમાત્માઓ સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર છે. ગમે તેટલી દુનિયાની ઉથલ પાથલ થાય તો પણ સ્વયં ભૂરમણ સમુદ્ર કોઇ દિવસ ખલભળાટ પામતો નથી. આ સ્વયંભૂરમણ સમુદ્ર જેવી ગંભીરતા એના અશના જેવી પણ અનુભૂતિ જીવને ત્યારે જ પેદા થઇ શકે કે જીવ પુરૂષાર્થ કરતો કરતો મનની ચંચળતા દૂર કરતો જાય.
જેટલી મનની ચંચળતા વધારે એટલી ગંભીરતા કોઇકાળે જીવને પેદા થઇ શકતી નથી.
મનની ચંચળતા નાશ કરવા માટે પુણ્યના ઉદયથી જે કાંઇ અનુકૂળ સામગ્રી મલી હોય તેમાં સંતોષ રાખીને જીવન જીવે તો ચંચળતા દૂર થતી જાય છે. આથી મનની સ્થિરતા વિશેષ રીતે પેદા કરવા માટે મનને નિશ્ચલ બનાવવા માટે જેટલો અનુકૂળ પદાર્થોનો રાગ ઘટે એવો પ્રયત્ન અવશ્ય કરવો જોઇએ. તોજ મન નિશ્ચલ થતું જાય તોજ ગંભીરતા ગુણ પેદા થતું જાય છે.
સિધ્ધા સિધ્ધમ મમ દિ સંત
ચોવીશે તીર્થંકર પરમાત્માઓ સિધ્ધ થયેલા છે એટલે કે એમને હવે કોઇ કાર્ય કરવાનું રહેતું નથી જેમણે પુરૂષાર્થ કરીને સંસારના બીજરૂપે સઘળાય કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાંખ્યા છે એટલે હવે એ
Page 74 of 75