SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ એવી જ રીતે સાધુની સેવાથી, સાધર્મિકની ભક્તિથી, જ્ઞાનના અભ્યાસથી, ચારિત્રની ક્રિયાથી, સ્થિરતાથી એમ અનેક પ્રકારના અનુષ્ઠાનોથી પણ શુધ્ધ પરિણામ વિશેષ રીતે પેદા કરતા લાંબાકાળ સુધી ટકાવી શકે છે. આ રીતે શુધ્ધ પરિણામ પેદા કરીને ચિત્તની પ્રસન્નતા પૂર્વક પોતાનું જે જીવન જીવાય છે એ જીવન જીવતા અશુભ કર્મોનો બંધ નિયમા અલ્પરસે થાય છે. સત્તામાં રહેલા અશુભકર્મો તીવ્રરસવાળા હોય તો. ચિત્તની પ્રસન્નતાના કારણે મંદરસવાળા થાય છે. એનેજ સકામ નિર્જરા કહેવાય છે. આ રીતે જીવન જીવતા જ્યારે નવરાશ મલે ત્યારે જેમના પસાયથી પાપનો ડર પેદા થતો ગયો, સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના શરૂ થઇ અને શુધ્ધ પરિણામની સ્થિરતા થઇ એવા ઉપકારી અરિહંત ભગવંતો, સિધ્ધ ભગવંતો, સાધુ ભગવંતો અને અરિહંત ભગવંતોએ કહેલો ધર્મ એજ ખરેખર મારા આત્માને માટે શરણ રૂપ છે એવું નિશ્ચિત કરીને નવરાશના ટાઇમમાં ચાર શરણને યાદ કરતો જાય છે. આ રીતે વારંવાર ચાર શરણને યાદ કરવામાં વિઘ્નરૂપ જેટલા પદાર્થો હોય છે એને અશરણરૂપ માનીને એનો સંસ્કાર દ્રઢ કરતો જાય છે અને લાંબાકાળ સુધી એ પદાર્થો અશરણરૂપ જ છે એવો સંસ્કાર મજબૂત થાય એવો પ્રયત્ન કરતો જાય છે એટલે કે આ સંસ્કાર લાંબાકાળ સુધી ટકાવવા માટે પ્રયત્ન કરતો જાય છે. પંચ પરમેષ્ઠિ નમસ્કાર કરવાના તેમનું પણ રટણ અંતરમાં ચાલ્યા કરે છે. આ રીતે પંચ પરમેષ્ઠિરૂપ નવકારમંત્ર ચિત્તની પ્રસન્નતા અને શુધ્ધ પરિણામ પેદા કરવામાં, ટકાવવામાં સહાયભૂત થાય છે માટે એનું પણ રટન સતત ચાલુ રાખવા પ્રયત્ન કરતો જાય છે. એ રટણ કરતા અંતરમાં ભાવના પેદા થાય છે કે ક્યારે હું સત્વ પેદા કરીને સંપૂર્ણ પાપ રહિત જીવન જીવતો થાઉં અને એ જીવન જીવતા જીવતા મરણ પામું એટલે કે સાધુપણું લઇને મરણ પામું આ વિચાર ચાલ્યા કરતો હોય છે. અનશન :- આ રીતે શુધ્ધ પરિણામ પેદા કરીને જીવનારા જીવ પુણ્યના ઉદયથી સામગ્રી મલે તો પણ વૈરાગ્ય ભાવ સાથે રાખેલો હોવાથી પુણ્યની સામગ્રીમાં રાગ થવા દેતો નથી. એવી જ રીતે પાપના ઉદયથી દુ:ખની સામગ્રી મલે તો પણ વૈરાગ્યના કારણે દીન થવા દેતો નથી આથી સુખ મલો કે દુ:ખ મલો. બન્નેમાં જીવન જીવતા આવડે છે. એવો પરિણામ પેદા થાય છે આ રીતે જીવતા મરણનો કાળ નજીક છે એમ ખબર પડે તો અનશનનો સ્વીકાર કરવાનું મન થાય છે અને પોતાની શક્તિ અનુસાર જેટલો કાળા અનશનમાં ટકી શકાય એટલા કાળનું અનશન કરે છે અને એ કાળમાં પોતાના આત્માને શરીરના મમત્વના ત્યાગના કારણે આર્તધ્યાન, રૌદ્રધ્યાનના પરિણામથી રહિત બનાવે છે. આ રીતે અનશનથી પોતાના આત્માને સંસારમાં પરિભ્રમણ કરવા માટેના સંખ્યાતા કે અસંખ્યાતા જન્મ મરણ બાંધેલા હતા તે જન્મ મરણને ભોગવ્યા વગર નાશ કરી નાંખે છે. જેમ ભગવાન મહાવીરના આનંદ આદિ દશ શ્રાવકો એવી રીતે જીવન જીવ્યા કે શ્રાવકપણામાં છેલ્લે અનશન કરી ચિત્તની પ્રસન્નતા પૂર્વક આવેલા પરિષહો અને ઉપસર્ગોને વેઠીને જન્મ મરણની પરંપરાનો. નાશ કરી ત્રીજા ભવે મોક્ષ નક્કી કરી નાંખ્યો એ આત્માઓ અત્યારે દેવલોકમાં છે ત્યાંથી મહાવિદ ક્ષેત્રમાં જઇને મોક્ષે જશે. આવું સમાધિમરણ ઉપકારી એવા ચોવીશ તીર્થંકર પરમાત્માઓનું કીર્તન કરતા, વંદન કરતા, પૂજન કરતા મને આપો અથવા મને સમાધિ મરણ મલો એમ રોજ આપણે માગણી કરીએ છીએ. ચંદે સુ નિમલયા Page 73 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy