________________ જીવોને સિદ્ધિગતિમાંથી સંસારમાં આવવાનું રહેતું નથી એટલે કે કૃતકૃત્ય થઇ ગયેલા છે. એવા ચોવીશ તીર્થકર સિધ્ધ પરમાત્માઓ એ પોત પોતાના શાસનને સ્થાપીને શાસનનો કાળ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એ માર્ગ મુકીને ગયા છે. એ સિદ્ધિગતિના માર્ગને પામવાને માટે એ તીર્થકરોએ જે રીતે પુરૂષાર્થ કરી પોતાના આત્માના. રાગને ઓળખીને એ રાગને નાશ કરવા પ્રયત્ન કરી સંપૂર્ણ નાશ કર્યો અને સિદ્ધિગતિને પામ્યા એ રીતે આપણે પણ આપણા રાગાદિ પરિણામને ઓળખીને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો સિદ્ધિગતિના માર્ગમાં આપણે દાખલ થઇ શકીએ. એ રીતે મોક્ષમાર્ગમાં આપણે દાખલ થઇને રાગાદિનો નાશ કરીએ તો સિદ્ધિગતિમાં આપણે જઇ શકીએ છીએ એટલે કે આપણને પણ સિદ્ધિ ગતિ મલી શકે છે. આ રીતે પ્રયત્ન કરવામાં વેગ આપનાર ચોવીશ તીર્થંકર પરમાત્માઓ હોવાથી આપણને સિદ્ધિગતિને આપનારા કહેવાય છે. આ રીતે લોગસ્સ સૂત્રને જાણી નામ, સ્તવના કરતા કરતા આપણે સૌ વહેલામાં વહેલા સિદ્ધિ ગતિને પામીએ અને નમા સિધ્ધાણંમાં સદા માટે આપણો આત્મા દાખલ થાય એવી અભિલાષા સાથે પૂર્ણ કરવામાં આવે છે. Page 75 of 75