________________
પણ બીજું કારણ એ છે કે સેના દેવીના ઉદરમાં જ્યારે ભગવાનનો આત્મા અવતર્યો ત્યારે ઇન્દ્ર મહારાજાએ આવીને એમની માતાની પૂજા કરી અને પુત્રના લાભની વધામણી આપી તે વખતે શ્રાવથી (સાવલ્લી) નગરીમાં દુકાળ ઘણો હતો. ભગવાન ગર્ભમાં આવ્યા તેના બીજા દિવસથી દુકાળ નષ્ટ થયો અને સુકાળ પેદા થયો માટે માતા પિતા એ સંભવ એવું નામ સ્થાપિત કર્યું.
(૪) અભિનંદન સ્વામી
રૂપ વગેરે ગુણોથી સંપૂર્ણ ત્રણે ભુવનને આનંદ પમાડે છે માટે અભિનંદન જિન કહેવાય છે. આ ગુણ દરેક તીર્થકરોમાં હોય છે.
બીજી રીતે ભગવાન માતાના ગર્ભમાં રહ્યા તે દરમ્યાન અત્યંત ભક્તિથી યુક્ત થઇને ઇન્દ્ર મહારાજાએ વારંવાર માતાની સ્તુતિ કરી માટે અભિનંદન જિન નામ પાડ્યું.
(૫) સુમતિ નાથ ભગવાન
પાપના આચરણથી નિવૃત્ત થયેલી અને મોક્ષને સન્મુખ થયેલી શુભમતિ જેમની છે તે સુમતિ તીર્થકર કહેવાય છે.
આ પ્રમાણે દરેક તીર્થકરો છે.
પણ બીજો અર્થ કરતાં જ્યારે ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને સુંદર મતિપેદા થયેલી છે તે જ વખતે તે ગામને વિષે કોઇ વાણીયાને બે પત્નીઓ હતી રોગથી વાણીયાનું મૃત્યુ થયું અને બે પત્નીઓ વચ્ચે એક જ દિકરો છે માટે બન્નેએ લડવા માંડ્યું રાજા પાસે ન્યાય લેવા માટે ગઇ હવે આમાં સાચી માતા કોણ છે એ ખબર ન હોવાથી અને બન્નેમાંથી કોઇને અન્યાય ન થાય એ હેતુથી રાજા ચિંતામાં પડે છે એમાં રાણીને જે ગર્ભ રહેલો છે એના પ્રતાપે રાજાને કહે છે કે એમાં ચિંતા કરવાનું કારણ નથી. દીકરાના અને ધનના બે ભાગ કરો, બન્નેને અડધુ અડધુ આપો જેનો દીકરો નહોતો એને કહ્યું કે બરાબર છે અને જે દીકરાની સાચી મા હતી એ કહે છે કે ધન બધું એને આપી દો દીકરો મને આપી દો આ જવાબથી ખબર પડી કે પહેલી ખોટી છે માટે રાજા રાણીના કહેવા મુજબ ગર્ભથી સારી બુદ્ધિ પેદા થવાથી. સરખો ન્યાય કરી શક્યા માટે ભગવાનનું નામ સુમતિનાથ રાખ્યું.
(૬) પદ્મપ્રભુ સ્વામી ભગવાન
પદ્મ = કમળ અનેક પ્રકારના હોય છે. અહીં લાલ કમળના જેવી શોભા જેમની છે એવા જે જિન તે પદ્મપ્રભુજિન કહેવાય છે. લાલ કમળના વર્ણ જેવી શોભા વાસુપૂજ્ય આદિની પણ છે.
પણ બીજા અર્થમાં જ્યારે ભગવાન ગર્ભમાં હતા ત્યારે પદ્મની શય્યામાં સુવાનો માતાને દોહલો ઉત્પન્ન થયો હતો માટે એમનું નામ પદ્મપ્રભુ રાખવામાં આવ્યું છે.
(૭) સુપાર્શ્વનાથ ભગવાન
જેમના શરીરના બન્ને પડખા અત્યંત સુંદરપણે રહેલા છે તેમને સુપાર્શ્વનાથ કહેવાય છે. દરેક તીર્થકરોના પડખા એવા જ હોય છે.
પણ બીજા અર્થમાં ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે માતા સુંદર પડખાવાળી થઇ માટે તેમનું
Page 49 of 75