________________
રીતે જગતમાં રહેલા સઘળાય મંત્રો, એ મંત્રોનો શિરોમણિ નવકાર મંત્ર ગણાય છે. તેમજ જગતમાં રહેલા જેટલા તંત્રો છે તે સઘળાય તંત્રોનો શિરોમણિ નવકાર તંત્ર ગણાય છે. વિદ્યા મત્ર અને તંત્રમાં શ્રેષ્ઠ કોટિમાં નવકાર મંત્ર છે.
નવકાર મંત્ર ગણતા શું વિચારણા કરવી ? (રાખવી)
૧. બહારગામ જવા નીકળતા નવકાર મંત્ર ગણીને નીકળવાનું કારણ જીંદગીભર સુધી બહારગામ જવાનું બંધ થાય એ છે.
૨. જે સ્થાને નિર્વિઘ્ને પહોંચ્યા પછી એ સ્થાનમાં સાવધ પ્રવૃત્તિ કરતા રાગાદિ પરિણામની મંદતા થાય તે માટે નવકાર મંત્ર ગણી શકાય એટલે કે ઓફીસે જતાં, ઓફીસ ખોલતા, ઓફીસમાં ભગવાનનો દીવો કરતા, ઓફીસમાં સાવદ્ય વ્યાપારનું કામકાજ કરતા પાપ પ્રવૃત્તિ પાપરૂપે લાગ્યા કરે અને એ પાપની પ્રવૃત્તિથી છૂટવાની તાકાત આવે, એ પાપની પ્રવૃત્તિ છોડવાની ભાવના લાંબાકાળ સુધી ટકી રહે એ માટે નવકાર મંત્ર ગણી શકાય. ૩. જેટલો ટાઇમ ઘરમાં રહે ત્યાં સુધી પુણ્યથી મળેલા અનુકૂળ પદાર્થોમાં રાગાદિ પરિણામ મંદ થયા કરે એટલે કે રાગાદિ પરિણામ પજવે નહિ અને વૈરાગ્યભાવ પેદા કરવામાં સહાયભૂત થાય એ માટે નવકાર મંત્ર ગણી શકાય.
૪. રાતના સુતા પહેલા પંચ પરમેષ્ઠિને યાદ કરીને સુવાની પ્રવૃત્તિ કરતા રાતના કોઇ ખરાબ સ્વપ્ર આવે નહિ, ઉંઘમાં પણ આત્મિક ગુણની વિચારણાઓ ચાલ્યા કરે એ માટે નવકાર ગણી શકાય.
૫. ઉંઘમાંથી ઉઠતી વખતે સૌથી પહેલા પંચ પરમેષ્ઠિને યાદ કરતા સંસારના અનુકૂળ પદાર્થો જેમણે ત્યાગ કર્યા છે એમને યાદ કરવાથી જ્યાં સુધી સુવા માટે ફરીથી ન આવું ત્યાં સુધી એ પદાર્થોને છોડવાની બુધ્ધિ અંતરમાં સતત ચાલ્યા કરે એ માટે નવકાર મંત્ર ગણી શકાય.
૬. અનુકૂળ પદાર્થો પુણ્યના ઉદયથી મળેલા છે એને વધારવામાં, ટકાવવામાં, સાચવવામાં જે કાંઇ વિઘ્નો આવે અને ધાર્યા મુજબની સફળતા ન મલતી હોય તો સમાધિભાવ ટક્યો રહે એ માટે નવકાર મંત્ર ગણી શકાય પણ વિઘ્નો દૂર કરવા માટે ગણાય નહિ.
૭. લગ્નની ક્રિયા એ પાપ ક્રિયા છે. દિકરા-દિકરીએ સંયમનો સ્વીકાર ન કર્યો માટે પાપની ક્રિયાથી સંસારમાં ખીલે બાંધવા પડે છે. ખીલે બંધાયા પછી પોતાનું જીવન સંયમવાળું બનાવી ને સારી રીતે જીવે એ રીતે એનામાં જીવન જીવવાની શક્તિ આવે એ માટે નવકાર મંત્ર ગણી શકાય.
૮. ઘરમાંથી કોઇ મરણ પામીને સ્વર્ગલોકમાં જાય તો તે વખતે આત્મામાં રાગાદિ પરિણામથી અતિ શોક પેદા ન થાય અને જીવને સમાધિમાં ટકાવી રાખવા અને જે આત્મા ચાલ્યો ગયો છ એના ગુણોનું સ્મરણ ચાલ્યા કરે અને એવા ગુણો મારામાં જલ્દી પેદા થાય એ હેતુથી નવકાર મંત્ર ગણી શકાય.
૯. જે આત્મા છેલ્લી ઘડીએ રહેલો હોય એને નવકાર મંત્રનું સ્મરણ કરાવવાનું કારણ એ છે કે શરીરની વેદના ભુલી જઇને નવકારના શબ્દોમાં એકાગ્ર થાય કે જેના કારણે આયુષ્ય ન બંધાયુ હોય તો અને આ સ્થિતિમાં બંધાવાનું હોય તો સદ્ગતિનું બંધાય એટલે કે નવકાર મંત્રના શબ્દો સાંભળતા સાંભળતા એકાગ્રતા આવી જાય તો સદ્ગતિનું આયુષ્ય બંધાય છે અથવા જીવ બાંધી શકે છે અને કદાચ એ પહેલા અશુભ આયુષ્ય
Page 3 of 75