________________
જે આપે નહિ તેનું નામ અર.
અર = ન આપનાર. રાગદ્વેષથી રહિત થયેલા એવા ભગવાન જીવોને શ્રાપ ન આપે. કોઇના ઉપર અનુગ્રહ આપે નહીં માટે તે અર કહેવાય.
બીજા અર્થમાં માતાએ સ્વપ્રમાં ઉત્તમ રથની સાથે જોડાયેલો અતિ સુંદર અને અતિ કિંમતી ચક્રનો આરો જોયો માટે અર નામ રાખવામા આવ્યું છે.
(૧૯) મલ્લિનાથ ભગવાન
મોહ આદિ મલ્લનો નાશ કરે છે કારણ કે શુક્લધ્યાન નામનો મલ્લ સર્વ પરિગ્રહનો નાશ કરે છે. મલ્લ = યોધ્ધો. ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહ અહીં લેવાના. બાહ્ય પરિગ્રહના નવભેદ. આ બધા મોહરાજાના ભેદ છે માટે તે મલ્લિ કહેવાય છે.
બીજા અર્થમાં ભગવાનની માતાની કુક્ષીમાં આવ્યા ત્યારે શ્રેષ્ઠ સુગંધી પુષ્પ માલાથી બનાવેલી શૈયામાં (શય્યામાં) સુવાનો દોહલો પેદા થયો તેથી મલ્લિ નામ રાખવામાં આવ્યું છે. (૨૦) મુનિસુવ્રતસ્વામી ભગવાન
મુનિ અને સુવ્રત એમ બે પદ છે.
મુનિ = જગતને વિષે ત્રણે કાળની અવસ્થાને જાણે તે મુનિ કહેવાય અને શુભવ્રતોથી યુક્ત હોવાથી સુવ્રત કહેવાય છે. જગતની ત્રણે કાળની અવસ્થાને જાણનાર અને શુભ વ્રતોથી યુક્ત સર્વ તીર્થંકરો હોય
છે.
બીજા અર્થમાં ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતા સારા વ્રતોવાળા થયા માટે મુનિસુવ્રત નામ રાખ્યું છે.
(૨૧) નમિનાથ ભગવાન
ભગવાન ઉત્તમ ગુણોના સમુદાયથી મહાન હોવાથી ભગવાનના ચરણોમાં સુર અને અસુરો નમ્યા માટે નમિ કહેવાય છે.
બીજા અર્થમાં જ્યારે નમિ ભગવાનનો જન્મ થયો તે વખતે એમના પિતાને શત્રુ રાજાઓ ઘણાં હતા અને પોતાની નગરીને દુશ્મન રાજાઓએ ચારે બાજુથી ઘેરી લીધેલી હતી તે વખતે ભગવાનના જન્મના કારણે માતાના અંતરમાં નગરના રક્ષણને માટે એવી બુધ્ધિ પેદા થઇ કે દીકરાને લઇને નગરના કિલ્લા ઉપર ચઢીને બધાને દીકરો બતાવું. આ રીતે કરવાથી બધાય દુશ્મન રાજાઓ તે વખતે દીકરાને નમ્યા અને દ્વેષ બુધ્ધિ દૂર કરીને પોત પોતાના સ્થાને ગયા માટે એમનું નામ નમિ રાખવામાં આવ્યું છે. (૨૨) અરિષ્ટનેમિ ભગવાન
અરિષ્ટ = અશુભ અને નેમિ = ચક્ર નામના શસ્રની ધારા એટલે કે અશુભને છેદવા માટે ભગવાન ચક્ર સ્વરૂપ હોવાથી અરિષ્ટ નેમિ કહેવાય છે. બીજા અર્થમાં ભગવાનની માતાએ સ્વપ્રમાં સંતોષ પેદા કરાવે જોયો એથી નેમિનાથ નામ પાડવામાં આવ્યું. (૨૩) પાર્શ્વનાથ ભગવાન
એવા રત્નમય ચક્રધારાને ઉંચે જતો
Page 52 of 75