________________
કરશે નહિ એવી રીતે ગુરૂ ભગવંતોની આજ્ઞા રહિત કોઇપણ વિચારણા હવે કરશે નહિ અને એ રીતે મનથી વિચારણાઓ કરવાનો-નહિ કરવાનો અભ્યાસ કરીશ એટલે પ્રયત્ન કરીશ એ પ્રતિજ્ઞા કરેલી હોય છે. એવી જ રીતે જ્યારે જ્યારે બોલવાનો વખત આવશે ત્યારે ભગવાનની અને ગુરૂની આજ્ઞા વિરુધ્ધ વચનો ન બોલાઇ જાય એની કાળજી રાખવાનો પ્રયત્ન કરીશ અને ભગવાન તથા ગુરૂની આજ્ઞા મુજબ વચનો કેમ બોલાય તેનો પ્રયત્ન કરીશ એવી પ્રતિજ્ઞા પણ હોય છે. એવી જ રીતે ભગવાનની અને ગુરૂની આજ્ઞા વિરુધ્ધ કાયાથી કોઇ પણ પ્રવૃત્તિ ન થઇ જાય એની કાળજી રાખીને ભગવાન તથા ગુરૂની આજ્ઞા મુજબ કાયાથી પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ એવી પણ પ્રતિજ્ઞા હોય છે. એટલે કે હવે કાયાથી આત્મ કલ્યાણ થાય, આત્માના ગુણો પેદા થતા જાય એવી નિરવઘ પ્રવૃત્તિઓ કરવાનો પ્રયત્ન કરીશ એમ સતત કાળજી રાખે છે એટલે કે સંયમનો સ્વીકાર કરે છે. એ સંયમ જ્ઞાની ભગવંતોએ સત્તર પ્રકારનું કહેવું છે. એ સત્તર પ્રકાર આ પ્રમાણે છે.
- પાંચ ઇન્દ્રિયોનો સંયમ એટલે કે પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયોને વિષે જે અનુકૂળ લાગે તેમાં ઇન્દ્રિયોને જોડવી નહિ અને પ્રતિકૂળ વિષયોમાં ઇન્દ્રિયો જોડાઇ હોય તો પાછી નહિ ખસેડવી એ રીતે જીવન જીવવું તે તથા તેના બસો બાવન વિકારોમાં પણ કોઇપણ વિકાર સંસાર વૃધ્ધિનું કારણ ન બને અને આત્મા કલ્યાણમાં ઉપયોગી થાય એની કાળજી રાખીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો તે પાંચ ઇન્દ્રિયોનો સંયમ કહેવાય છે.
અપ્રશસ્ત ક્રોધ-માન-માયા અને લોભ એ ચારે કષાયોનો સર્વથા ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો અને પ્રશસ્ત ક્રોધ-માન-માયા અને લોભ જે કષાયની જ્યાં આત્મકલ્યાણ માટે ઉપયોગોતા લાગે ત્યાં તેનો ઉપયોગ કરીને જીવન જીવવું તે ચાર કષાયથી મુક્ત સંયમના ભેદ ગણાય છે.
પાંચ અવ્રતોનો સર્વથા ત્યાગ એટલે પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુન અને પરિગ્રહ. આ પાંચ પાપોની પ્રવૃત્તિ કરવી તે અવ્રત કહેવાય છે. એ પાંચેય પાપોની પ્રવૃત્તિ પોતે જીવનમાં કરે નહિ, કોઈની પાસે કરાવે નહિ અને જે કોઇ કરતા હોય એને સારા માને નહિ તે પાંચ અવ્રતના સર્વથા ત્યાગરૂપ પાંચ મહાવ્રતનું પાલન કહેવાય છે.
આ રીતે પાંચ + ચાર + પાંચ = ચૌદ ભેદ થયા.
તેમજ મન-વચન-કાયાના યોગનો સાવદ્ય પ્રવૃત્તિ રૂપ એ ત્રણનો સર્વથા ત્યાગ એટલે મન-વચન-કાયાથી અશુભ વ્યાપાર ન થાય, પાપવાળા વ્યાપારો ન થાય અને પાપ રહિત વ્યાપારોની પ્રવૃત્તિ ચાલુ થાય તેમજ શુભ વ્યાપારોની પ્રવૃત્તિ ચાલુ થાય એનો અભ્યાસ કરવો તે ત્રણ અશુભ યોગના વ્યાપારનો સર્વથા ત્યાગ રૂપ સંયમ કહેવાય છે. આ રીતે સત્તર પ્રકારનો સંયમ પાળવાનો અભ્યાસ કરે છે. આ રીતે અભ્યાસ કરતા કરતા પોતાના આત્મામાં રહેલા કર્મોનો નાશ કરવા માટે પ્રયત્ન કરી રહેલા ગુરૂ ભગવંતો હોય છે. આથી જ શ્રાવકોના અંતરમાં આવા ગુરૂ ભગવંતોને જોઇને બહુમાન ભાવ અને આદર ભાવ પેદા થતો જાય છે અને જ્યારે જયારે શ્રાવકો ગુરૂ ભગવંતો પાસે આવે એટલે બહુમાન અને આદર ભાવ અંતરમાં રહેલો હોવાથી એક દમ વીલ્લાસ પૂર્વક એ ગુરૂ ભગવંતોને સુખશાતા પુછવાનું મન થઇ જાય છે માટે જ મોટેથી પૂછે છે કે આપણું શરીર બાધા રહિત એટલે કે કોઇપણ જાતની પીડા રહિત તપ અને સંયમમાં સુખપૂર્વક પ્રવર્તે છે? એટલે આપને શરીરથી તપ અને સંયમનું પાલન સખપૂર્વક થાય છે? આપની સાધના અપ્રમત્તપણે ચાલે છે?
Page 19 of 75