________________
કહેલું છે.
ચપળતા એટલે મનની ચપળતા સુખનો રાગ વધારે છે. મનની પ્રસન્નતા સુખના રાગનો નાશ કરે છે.
ભગવાનની આજ્ઞા ઉપર અંતરથી બહુમાન ભાવ પેદા થાય એટલે ચપળતાનો નાશ થાય અને ચિત્તની પ્રસન્નતા પેદા થતી જાય છે.
અશુભ યોગોની નિવૃત્તિ અને શુભ યોગોની પ્રવૃત્તિ માટે ઇરિયાવહિયા સૂત્ર બોલું છું એવી સમજણ (બોલતા) પેદા થાય છે?
પાંચસો ત્રેસઠ ભેદોનું વર્ણન
એકેન્દ્રિય જીવોના બાવીશ ભેદો હોય છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા પૃથ્વીકાય. (૨) સૂક્ષ્મ અપર્યાપ્તા અપકાય. (૩) સૂક્ષ્મ અપર્યાપ્તા તેઉકાય. (૪) સૂક્ષ્મ અપર્યાપ્તા વાયુકાય. (૫) સૂક્ષ્મ અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય. (૬) સૂક્ષ્મ પર્યાપ્તા પૃથ્વીકાય. (૭) સૂક્ષ્મ પર્યાપ્તા અપકાય. (૮) સૂક્ષ્મ પર્યાપ્તા તેઉકાય. (૯) સૂક્ષ્મ પર્યાપ્તા વાયુકાય. (૧૦) સૂક્ષ્મ પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય.
આ દશે પ્રકારના જીવો ચૌદ રાજલોકના દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા-અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા છે તેમાં સાધારણ વનસ્પતિકાય અનંતા-અનંતા ઠાંસી ઠાંસીને રહેલા છે. એ જીવોની હિંસાનું પાપ લાગતું નથી પણ બધાય જીવો ખરાબ છે, નાશ પામી જાય તો સારું એવો વિચાર આવે, વચનથી બોલાય અથવા કોઇ જીવને મારતા બધા જીવોને મારું છું એવો વિચાર ચાલતો હોય તો આ જીવોની હિંસાનું પાપ લાગે છે.
(૧૧) બાદર અપર્યાપ્તા પૃથ્વીકાય. (૧૨) બાદર અપર્યાપ્તા અપકાય. (૧૩) બાદર અપર્યાપ્તા તેઉકાય. (૧૪) બાદર અપર્યાપ્તા વાયુકાય. (૧૫) બાદર અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય. (૧૬) બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય. (૧૭) બાદર પર્યાપ્તા પૃથ્વીકાય. (૧૮) બાદર પર્યાપ્તા અપકાય.
Page 23 of 75