________________
આ રીતે અભય, અખેદ અને અદ્વેષ ગુણોની અનુભૂતિ કરતા કરતા જીવના અંતરમાં મૈત્રીભાવ પેદા થતો જાય છે. તેમજ કરૂણાભાવ પણ પેદા થતો જાય છે. બીજાના નાના ગુણોને જોઇને અંતરમાં પ્રમોદભાવ પેદા થતો જાય છે અને કોઇ જીવ ભારેકર્મના કારણે પોતે જે રીતે અવિધિપૂર્વક કરવા છતાંય કહેવા છતાંય ન માને તો એ જીવ પ્રત્યે માધ્યસ્થભાવ પેદા કરતો જાય છે. આ રીતે ચારે ભાવનાઓ બીજરૂપે અંતરમાં પેદા થતી જાય છે. આ ચારેય ભાવનાઓનું બીજા આ ત્રણેય ગુણો છે. અભય, અખેદ અને અદ્વેષ.
આ રીતે ચારે ભાવનાઓથી અંતર જેટલો કાળ વાસિત રહે એટલો કાલ આત્મિક ગુણોની પ્રાપ્તિનો આંશિક અનુભવ ચિત્તની પ્રસન્નતાનો અનુભવ અને સ્થિરતા વધતી જાય છે. તેમ તેમ અનુકૂળ પદાર્થો દુઃખરૂપ દુઃખફ્લક અને દુઃખાનુબંધિ રૂપે બુધ્ધિ મજબુત થતી જાય છે. આથી અનુકૂળ પદાર્થોનો ભોગવટો ભોગવતા ભોગવતા એનો આનંદ નષ્ટ થતો જાય છે આને જ જ્ઞાની ભગવંતોએ ભક્તિનું પ્રત્યક્ષ ફ્ળ કહેલું
છે.
છે.
કેટલીકવાર જીવને મિથ્યાત્વનો ઉદય રહેલો હોવાથી અનુકૂળ પદાર્થો મલે તો સારૂં આવા વિચારો આવી જાય છે અને એવી વિચારણાઓથી મન મલીન થતું જાય કે તરત જ વિશુધ્ધિના બળે પાછો આ રીતે અનંત ગુણ વિશુધ્ધિને પ્રાપ્ત કરતો કરતો જીવ ગ્રંથીભેદની નજીક પહોંચે છે એટલે એના પરિણામ અંતરમાં એવા જોરદાર પેદા થાય છે કે જગતની સઘળી સાવધ પ્રવૃત્તિ એટલે પાપની પ્રવૃત્તિ તપાવેલા લોઢા ઉપર ચાલવા જવી ભાસે છે. (લાગે છે.) ત્યારે એ જીવને અત્યાર સુધી પેદા થયેલો નહોતો એવો અપૂર્વ આનંદ પેદા થાય છે કે એ આનંદથી જીવ ગ્રંથીભેદ કરે છે એટલે રાગાદિ પરિણામને પોતાને સ્વાધીન બનાવે છે. આ રીતે પુરૂષાર્થ કરી, જીવ પ્રયત્ન કરી આટલી વિશુધ્ધિને પ્રાપ્ત કરે ત્યારે ચોવીશે તીર્થંકર પરમાત્માઓ પ્રસન્ન થાય એમ કહેવાય છે. આવી પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલે જીવ કેવી રીતે અને શા માટે એમની સ્તવના કરે છે એ જણાવે છે.
કિત્તિય મંદિય મહિયા
કિત્તિય = કીર્તન (સ્તુતિ) કરાયેલા.
મારા વડે ચોવીશે તીર્થંકર પરમાત્માઓ એમનામાં રહેલા ગુણોની સ્તુતિ કરીને મેં સ્તવ્યા. ચોવીશે તીર્થંકર પરમાત્માઓ જે સુખની અનુભૂતિ કરે છે એમાંના આંશિક સુખની અનુભૂતિ કરતા કરતા સ્તુતિ કરવી-સ્તવના કરવી એ સમ્યક્ પ્રકારે સ્તવના કહેવાય છે. આ રીતે સમ્યક્ પ્રકારે સ્તવના કરીને મસ્તકથી નમસ્કાર કરતા કરતા એમને વંદન કર્યું એટલે મસ્તક નમાવીને વચનથી સ્તુતિ કરીને અને કાયાથી હાથ જોડીને મારાથી વંદન કરાય છે. એ રીતે ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારાથી
પૂજાને પ્રાપ્ત થયા એટલે મેં એમની પૂજા કરી.
જ્ઞાની ભગવંતો કહે છે કે તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરતા સાત ભવોનો નાશ થાય છે. ચોવીશે તીર્થંકર પરમાત્માઓને વંદન કરવાથી આલોકમાં જે ઇચ્છિત પદાર્થ જોઇતો હોય તે તત્કાળ મલી શકે છે એટલે કે મલ્યા વગર રહેતો નથી એજ રીતે ચોવીશે તીર્થંકર પરમાત્માઓની પૂજા કરવાથી એક સાથે હજાર ભવોનો નાશ થાય છે.
જે એ લોગસ્સ ઉત્તમા સિધ્ધા
Page 63 of 75