________________
ચારિત્રની સ્થિરતા-એનો આસ્વાદ પેદા કરાવી એમાં સ્થિરતા લાવે છે અને એ જ સંવર સકામ નિર્જરા કરાવે છે તથા અશુભ કર્મો જે બંધાતા હોય છે તે મદરસે બંધાતા જાય છે અને જુના અશુભ કર્મો તીવ્રરસે બાંધેલા સત્તામાં રહેલા હોય તેને શિથિલ કરે છે. એટલે મંદ રસવાળા બનાવે છે. આવા પરિણામના કારણે જન્મ મરણની પરંપરાનો નાશ થતો જાય છે. આરીતે જો કોઇ નિકાચીત કર્મો પૂર્વે બાંધેલા ન હોય તો કેટલાક જીવો એકવારના ભાવ ચારિત્રથી, કેટલાક જીવો બે વારના ભાવ ચારિત્રથી અને એમ કરતા કરતા ઉત્કૃષ્ટથી કેટલાક જીવો સાત અથવા આઠ ભવના (વારના) ભાવ ચારિત્રથી સકલ કર્મોનો નાશ કરી મોશે પહોંચી જાય છે.
ભગવાન મહાવીરના આત્માને ભાવ ચારિત્ર પોતાના સ્થલ સત્તાવીશ ભવમાં કેટલીક વાર પ્રાપ્ત થયું ? (૧) મરીચિના ભવમાં ભાવ ચારિત્ર પ્રાપ્ત થયું અને હજારો વર્ષ સુધી પાલન કર્યું. (૨) સોળમા વિશ્વભૂતિના ભવમાં ભાવ ચારિત્ર પ્રાપ્ત થયું અને તે પણ હજારો વર્ષો સુધી પાલન કર્યું.
આ ભાવ ચારિત્રના પરિણામમાં જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પણ એવો પેદા કર્યો કે શ્રી આચારાંગ આદિ અગ્યાર અંગ ભણીને દેશના લબ્ધિ પેદા કરેલી છે. ગીતાર્થ બનેલા છે અને એકાકી વિહાર કરી શકે એવી યોગ્યતા પણ પ્રાપ્ત કરેલી છે.
ત્રીજીવાર પ્રિય મિત્ર ચક્રવર્તીપણાના ભાવમાં ભાવ ચારિત્રની પ્રાપ્તિ થયેલી છે અને હજારો વર્ષ સુધી પાલન કરેલું છે. ચોથીવાર નંદન ઋષિના ભવમાં ભાવ ચારિત્રની પ્રાપ્તિ કરી એક લાખ વરસ સુધી સંયમનું પાલન કરતા કરતા અગ્યાર અંગનો અભ્યાસ કરી યાવતુ જીવ સુધી માસખમણને પારણે મા ખમણ કરતા કરતા અગ્યાર લાખ એંશી હજાર છસો અને પીસ્તાલીશ માસ ખમણ કરી તીર્થંકર નામકર્મની નિકાચના કરી દેવલોકમાં ગયા અને પાંચમી વાર શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના ભવમાં ભાવ ચારિત્રની પ્રાપ્તિ કરી સકલ કર્મોનો એટલે ચાર ઘાતી કર્મોનો નાશ કરી તીર્થની સ્થાપના કરી જગતને વિષે તીર્થ મુકીને એટલે મોક્ષમાર્ગ મુકીને અઘાતી કર્મોનો નાશ કરી મોક્ષે ગયા.
આથી એ તીર્થંકર પરમાત્માના આત્માને પણ પાંચમી વારનું ભાવ ચારિત્ર ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિનું કારણ બન્યું અને મોક્ષ આપનારું બન્યું.
મરીચિના ભવમાં બે વાર ભાવ ચારિત્ર આવ્યું અને ગયું. પહેલા કુલના મદથી ભાવ ચારિત્ર ગયું અને પહેલા ગુણ સ્થાનકને પામીને નીચ ગોત્રનો રસ સત્તાવીશમાં ભવ સુધી ભોગવવા લાયક નિકાચીત રૂપે બાંધ્યો એટલે કે એક કોટા કોટી સાગરોપમ કાળ સુધી ભોગવવી પડે એવો નિકાચીત બાંધ્યો ત્યાં ભાવ ચારિત્ર ગયું.
પછી ફરીથી પુરૂષાર્થ કરીને ભાવ ચારિત્ર પ્રાપ્ત કરી એ બીજીવાર ભગવાનના શાસનમાં ધર્મ અને મારા પાતાના ત્રિદંડીપણામાં પણ ધર્મ છે એમ બોલવાથી ભાવ ચારિત્ર ગયું, દેશવિરતિપણું ગયું, સમીત ગયું અને મિથ્યાત્વનો ઉદય થુલ બારભવ સુધી ભોગવવો પડ્યો અને એકેન્દ્રિયાદિના અસંખ્યાતા ભવો સુધી સમકત મલ્યું નહિ. જેમાં વીતરાગ દેવના દર્શન ન મલ્યા, સુસાધુના દર્શન ન મલ્યા અને વીતરાગે કહેલો ધર્મ પણ મલ્યો નહિ.
ભાવ ચારિત્ર ઉત્કૃષ્ટથી સાતમી વાર જીવને પેદા થાય એટલે નિયમો મોક્ષે જાય.
મરીચિના ભવમાં છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનકના પરિણામ હતા. નયસારના ભવમાં ચોથા ગુણસ્થાનકના પરિણામ હતા.
Page 11 of 75