________________
સંવેગને વૃધ્ધિ પમાડતા પમાડતા સ્થિર કરવાની ઇચ્છાથી જો સ્તવના કરવામાં આવે તો બંધાતા અશુભ કર્મોનો રસ મંદ થતો જાય છે. તેને સકામ નિર્જરા કહેવાય છે અને બંધાયેલો શુભ કર્મોનો મંદરસ તીવ્ર રસરૂપે થતો જાય છે અને નવા બંધાતા અશુભ કમા મંદરસે બંધાતા જાય છે અને શુભકર્મો તીવ્રરસે પુણ્યાનુબંધી પુણ્ય રસે બંધાતા જાય છે. આના પ્રતાપે જીવોને આત્મિક ગુણોની પ્રાપ્તિનો અનુભવ એની સ્થિરતા એનો આનંદ એની પ્રસન્નતા પેદા થતાં લાંબા કાળ સુધી ટકે છે.
શ્રુતજ્ઞાનને જેટલું વારંવાર પરાવર્તન કરતા જઇએ એનાથી મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ જીવને પેદા થતા થતા ઉત્કૃષ્ટથી ચૌદ રાજલોકમાં રહેલા સઘળાય પદાર્થોને જાણવાની શક્તિ પેદા થાય છે.
અત્યારે વર્તમાનમાં જેટલું સૂત્ર છે તે સઘળુંય ભણવાની શક્તિ નથી કારણ કે વર્તમાનનો ક્ષયોપશમ ભાવ મોટા ભાગને એવી રીતનો છે કે વાંચીને યાદ રાખવાનો રહેલો છે પણ ગોખીને યાદ રાખવાનો ક્ષયોપશમ ભાવ મોટે ભાગે નષ્ટ થયેલો છે અને થતો જાય છે કારણ કે ઘણાં જીવોને ગોખવાનો કંટાળો આવે છે, ઘણા જીવોને ગોખ્યા પછી વારંવાર એ સૂત્રો પરાવર્તન કરવાનો કંટાલો આવે છે અને ઘણાંને વારંવાર જ્ઞાન ભણવાનું કહેવામાં આવે તો અભાવ અને દ્વેષ બુધ્ધિ થતી જાય છે. આ કાળમાં સંઘયણ બળના પ્રતાપે વાંચીને યાદ રાખવાની શક્તિ થોડા કાળ માટેની ધારણા રૂપે રહે છે. કેટલાક જીવો ભારેકર્મ લઇને આવેલા હોય છે કે જેથી જ્ઞાન પ્રત્યે ઉપેક્ષા ભાવ પેદા થતો જાય છે આથી ભણેલું જ્ઞાન જ્ઞાન રૂપે પરિણામ પામવાના બદલે અજ્ઞાન રૂપે પરિણામ પામતું જાય છે. આના પ્રતાપે મોક્ષનો અભિલાષ મોક્ષની રૂચિ છોડવા લાયક પદાર્થમાં છોડવા લાયકની બુધ્ધિ ગ્રહણ કરવાલાયક પદાર્થમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ મોટે ભાગે સ્થિરતાપૂર્વક ટકતી નથી. થોડોક ટાઇમ રહે અને પછી અનાદિના સંસ્કાર મુજબ સુખની સામગ્રીના રાગના કારણે છોડવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવાલાયકની બુધ્ધિ લાંબાકાળ સુધી ટકી રહે છે. આ સ્વભાવ અનાદિકાળનો હોવાથી ઉપાદેય બુધ્ધિ લાંબાકાળ સુધી ટકે છે. આના પ્રતાપે જ્ઞાન ભણવા છતાં, ધર્મની આરાધનાના અનુષ્ઠાનો કરવા છતાંય, વ્રત, નિયમ, પચ્ચક્ખાણ કરવા છતાંય અને શરીરની સહન શક્તિ કેળવવાનો અભ્યાસ કરીને અનેક પ્રકારના તપ કરવા છતાંય દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે મોટે ભાગે રસ પેદા થતો નથી અને પેદા થયો હોય તો ટકતો નથી કારણ કે સંસારના અનુકૂળ પદાર્થોનો રાગ જેટલો ગમે છે એમાં જેટલો આનંદ આવે છે એવા દેવ, ગુરૂ, ધર્મ આદિ ગમતા નથી. આવી સ્થિતિ વર્તમાનમાં રહેલા જીવોની ધર્મ આરાધના કરનારા જીવોની રહેલી હોવા છતાંય જો અંતરમાં એનું દુઃખ હોય અને જોઇએ એ પ્રમાણે આરાધના નથી કરી શકતા એનો પશ્ચાતાપ હોય તો એ આરાધના કરતા કરતા પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે છે. આવી સ્થિતિવાળા જીવો દુર્ગતિમાં જતા નથી અને સદ્ગતિ અહીંની અધુરી આરાધનામાં આગળ વધવા માટે, અધુરી સાધના વિશેષ સારી રીતે થઇ શકે એવી શક્તિ બીજા ભવમાં સદ્ગતિ રૂપે મલ્યા કરે છે અને એ રીતની આરાધના કરતા કરતા જીવ પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે છે આથી લોગસ્સ સૂત્ર નામસ્તવ રૂપે જો ભાવથી બોલવામાં આવે તો જીવને આટલો સુંદર લાભ પેદા થઇ શકે છે.
પાંચમું પદ
એવં મએ અભિશુઆ
સુખની સામગ્રીમાં વૈરાગ્યભાવ અને દુ:ખની સામગ્રીમાં સમાધિભાવ રહે તો જ ચોવીશે તીર્થંકર પરમાત્માઓ આપણા ઉપર પ્રસન્ન છે એમ કહેવાય છે.
મારા વડે ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરાઇ (કરી) કઇ રીતે કરી ? તો કહે છે કે
Page 54 of 75