________________
તે બધા જીવો, જે જે જગ્યાએ જે ક્ષેત્રને વિષે મેં અપરાધને કરેલા હોય તે મારા અપરાધને ક્ષમા કરો માટે સર્વ પ્રાણીઓ પ્રત્યે મંત્રી રહેલી છે કોઇ સાથે મારે વેરભાવ નથી. મહાવ્રતોને વિષે જે કોઇ અતિચાર લગાડ્યો હોય તે ગુરૂ સાક્ષીએ મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ.
સુકૃતની અનુમોદના
અવ્યવહાર રાશિમાં રહીને અનંતા જીવોની સાથે સંઘાતરૂપે રહીને મારૂં કર્મ જે ક્ષીણ થયું હોય એટલે કે પીડાને સહન કરતા કરતા જે મારા કર્મો ખપ્યા તેની હું અનુમોદના કરૂં છું.
તીર્થકરોના બિંબરૂપે-ચૈત્યરૂપે-કળશરૂપે અને મુગટ વગેરેમાં પૃથ્વીકાયનું મારું શરીર ઉપયોગમાં આવ્યું હોય તેની હું અનુમોદના કરું છું.
જીનેશ્વર પરમાત્માના સ્નાત્ર મહોત્સવને વિષે નસીબયોગે હું જે જલરૂપે કામ લાગ્યો હોઉં તેની હું અનુમોદના કરું છું.
ધુપના અંગારા રૂપે અને જિનેશ્વરોની આગળ દિપક રૂપે તેઉકાય રૂપે હું ખપ લાગ્યો હોઉં તેની અનુમોદના કરું છું.
ભગવાનની પાસે ધુપની સુગંધ ફ્લાવવામાં તથા તીર્થે જવાના માર્ગ ઉપર સંઘ વગેરે જતા હોય અને થાકી ગયા હોય તેઓને વાયુકાય રૂપે જે હું કામ લાગ્યો હોઉં તેની હું અનુમોદના કરું છું.
સાધુ ભગવંતોના પાત્રરૂપે-દંડરૂપે તથા જિનેશ્વર પરમાત્માના પુષ્પ પુજાના પુણ્યરૂપે-વનસ્પતિકાયરૂપે જે હું કામમાં આવ્યો હોઉં તેની હું અનુમોદના કરું છું.
તથા સારા કર્મના યોગે ત્રસકાય રૂપે જિનેશ્વર ભગવંતોના ધર્મને વિષે જે કોઇ જીવોને હું ઉપકારી બન્યો હોઉ તેની હું અનુમોદના કરું છું.
આ રીતે અનંતા ભવોને વિષે જે દુષ્કૃત થયું હોય તેની નિંદા કરું છું અને જે સુકૃત કરેલું હોય તેની અનુમોદના કરું છું આ રીતે પોતાના આત્માને દુષ્કૃતની ગહ અને સુકૃતની અનુમોદનાથી ઉપસ્થિત કરીને ચાર શરણનો સ્વીકાર કરે છે એટલે કે અરિહંતો, સિધ્ધ ભગવંતો, સાધુ ભગવંતો અને જિનેશ્વર પરમાત્માએ કહેલો ધર્મ એ ચાર મને શરણ રૂપ થાઓ. આ રીતે બોલીને ચાર શરણનો આશ્રય લીધો. આ. રીતે અનશનનો સ્વીકાર કરે ત્યારે નિદાનનો ત્યાગ કર્યો છે જેણે એવા મરણ અને જીવન પ્રત્યે સ્પૃહા વગરના એટલે કે નિઃસ્પૃહ બનીને તેમજ સંસાર અને મોક્ષ પ્રત્યે આકાંક્ષા રહિત થયેલા અનશનનો સ્વીકાર કરે છે.
• જેને જીવવાનો લોભ ન હોય એને મરણનો ભય ન હોય. - સંકલેશ વખતે ચાર શરણનો સ્વીકાર કરો. • પોતાના જ્ઞાનથી પોતે તરે તે સમ્યજ્ઞાન કહેવાય છે. સમ્યજ્ઞાન રૂપે નવકારમંત્ર પરિણામ પમાડેલો હોય તે સુખમાં લીન ન બને અને દુ:ખમાં દીન ના
બને.
આ કાળમાં આપણું સમકીત કેવલજ્ઞાન જેવું છે. ૦ ઘર એ આશ્રવનું કારણ છે પણ વેરાગ્યભાવે ઘરમાં રહે તો ઘર સંવરનું કારણ બને છે.
આ રીતે અરિહંત થવાની યોગ્યતાવાળા આત્માઓ ત્રીજા ભવે આટલો પુરૂષાર્થ કરે ત્યારે જગતને વિષે મોક્ષમાર્ગ એટલે કે માર્ગની સ્થાપના કરવાની યોગ્યતા પેદા કરે છે એ મુકેલો માર્ગ ઉત્કૃષ્ટથી
Page 45 of 75