________________
અપ્રમત્તપણે ધ્યાન કરે છે, આસેવન કરે છે. સંવેગની વૃધ્ધિ કરતા જાય છે તેમજ બાર ભાવના અને મૈત્રી આદિ ચાર ભાવના નિરંતર વિચારણા રૂપે કરતા જાય છે. આ રીતે કરતા કરતા મુનિ ભગવંતોને શુધ્ધ વસ્ત્ર, શુધ્ધ પાત્ર, પુસ્તક અને અન્ન વગેરે જેને જેને જેની જરૂરીયાત હોય એ પ્રમાણે પોતાની શક્તિ
મુજબ
લાવી લાવીને આપે છે એટલે કે ભક્તિ કરે છે.
(૧૪) બાલસાધુ નુતન દિક્ષિત અને ગ્લાન સાધુ જેમને શરીરમાં રોગાદિ પેદા થયેલા હોય એવા સાધુ ભગવંતોની આદરપૂર્વક ભક્તિ કરે છે એવી જ રીતે પોતે, આધિથી મુકાયેલા બોજા સાધુ ભગવંતો જેમને અસંતોષ વિશેષ પેદા થતો હોય એવા સાધુ ભગવંતોની વિશેષ રીતે ભક્તિ કરીને એમના મનને સંતુષ્ટ કરે છે.
(૧૫) પોતાના આત્માના કલ્યાણ માટે અસંતુષ્ટ જીવોને પોતે સહન કરીને સંતુષ્ટ બનાવવા એમાં વિશેષ રીતે નિર્જરા પેદા થતી હોવાથી ગુણોની પ્રાપ્તિની સ્થિરતા પેદા થાય છે.
(૧૬) જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરવા માટે નિરંતર નવું નવું જ્ઞાન જે જે મુનિ ભગવંતો પાસેથી મળે તે ગ્રહણ કરે છે, શ્રવણ કરે છે. ગ્રહણ અને શ્રવણ કરતા કરતા અધ્યયન રૂપે સ્થિર કરે છે આ રીતે કરતા કરતા અનુગ્રહ બુધ્ધિથી મળેલું સારી રીતે ગ્રહણ કરે છે.
(૧૭) એજ જ્ઞાનના આનંદની અંદર મગ્ન રહેતા રહેતા રોમાંચ ખડા થતા જાય છે. આ રીતે શ્રુત ભણવામાં મન લગાડીને ભણતા નવું નવું જ્ઞાન આત્માને વિષે પરિણામ પામે છે.
(૧૮) તીર્થંકર નામકર્મ નિકાચીત કરતા કરતા તીર્થંકરના આત્માઓ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકમાં રહીને પરિણામની વિશુધ્ધિ અનંત ગુણ અનંત ગુણ વિશેષ રીતે પ્રાપ્ત કરતા કરતા અસંખ્યાતા સંયમ સ્થાનોને ઉલ્લંઘન કરીને એના પછીનો જે સંયમનો અધ્યવસાય આવે એને વિષે સ્થિરતા પામીને પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવા પ્રયત્ન કરતા જાય છે અને છેલ્લે છેલ્લે મોટા ભાગના તીર્થંકરના આત્માઓ પોતાના આયષ્યનો એક મહિનો બાકી રહે ત્યારે અનશનનો સ્વીકાર કરે છે અને પોતાના જીવનમાં જે કાંઇ પાપ થયેલા હોય એવા દુષ્કૃતોની આલોચના કરે છે તેમજ સુકૃતોની અનુમોદના કરે છે અને ચાર શરણનો સ્વીકાર કરે છે.
દુષ્કૃતોની આલોચના આ પ્રમાણે :- અનાદિકાળથી અવ્યવહાર રાશિમાં રહીને અનંતા જીવોને મેં જે દુઃખ આપેલું હોય એટલે કે મારાથી એ જીવો દુઃખ પામ્યા હોય તેને હું ખમાવું છું.
વ્યવહાર રાશિમાં પૃથ્વીકાય રૂપે લોખંડ, પત્થર અને રત્નોની ખાણોને વિષે એક બીજાને મેં હણ્યા હોય તેમને હું ખમાવું છું.
નદી, સમુદ્ર, કુવાઓમાં પાણી રૂપે મારી સાથે રહેલા જીવોને હણ્યા હોય તેમને હું ખમાવું છું. આગ, વિજળી દિપક વગેરે રૂપે અગ્નિકાય રૂપે પેદા થઇને જે જીવોને હણ્યા હોય તેમને હું ખમાવું
હીમ-મહાવૃષ્ટિ-ગરમ રજકણથી દુર્ગંધને પેદા કરતા વાયુકાયરૂપે મેં જીવોને હણ્યા હોય-સતાવ્યા હોય તેમને હું ખમાવું છું.
દંડ, લાકડી, ધનુષ્ય બાણ અને રથરૂપે એટલે કે વનસ્પતિમાંથી જે જે યંત્ર વગેરે પેદા થતા હોય અને એ રૂપે વનસ્પતિ કાયમાં રહીને જે જીવોને મેં પીડા આપેલી હોય તેને હું ખમાવું છું.
કર્મના યોગથી ત્રસપણાને પામીને રાગથી-દ્વેષથી અને મદથી અંધ બનીને જે જીવોને મેં સતાવ્યા હોય તેમને હું ખમાવું છું.
Page 44 of 75