________________
નીચોવીને નાશ કરી આ આનંદ સોના અંતરમાં પેદા કરી દઉં. આ ભાવના દરેક તીર્થંકર પરમાત્માઓના અંતરમાં ત્રીજા ભવે કે જે ભવે તીર્થંકર નામકર્મ નિકાચીત કરવાના હોય ત્યારે જ પેદા થાય છે અને પછી એ ભાવ પેદા કરવા-ટકાવવા માટે વીશ સ્થાનક પદના વીશે વીશ પદની અથવા કોઇપણ એક પદની આરાધના પોતાના જીવન પર્યંત કાળ સુધી કરે છે.
મોટા ભાગના તીર્થંકરના આત્માઓ ત્રીજા ભવે સમકીત પામી સંયમનો સ્વીકાર કરીને તીર્થંકર નામકર્મ નિકાચીત કરે છે. સંયમનો સ્વીકાર કરીને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમભાવથી પુરૂષાર્થ કરીને અગ્યાર અંગનો અભ્યાસ કરે છે એની સાથે પોતાની શક્તિ મુજબ બારેય પ્રકારના તપનું આચરણ કરે છે એ બારે પ્રકારના તપનું આચરણ કરતા કરતા વીરતા અને ધીરતાનો ગુણ પેદા કરતા જાય છે. વીરતા અને ધીરતાને પ્રાપ્ત કરીને રાગ દ્વેષને એકદમ નબળા કરી નાંખે છે. જેમ જંગલમાં રહેલો હાથી જંગલમાં રહેલા વૃક્ષોને (ઝાડોને) તોડી નાંખે એની જેમ વીરતા અને ધીરતાના બળે નિકાચીત કર્મોને લીલા માત્રમાં (રમત માત્રમાં) જર્જરિત કરી નાંખે છે અને સાથે સાથે વીશસ્થાનકના વીશ પદોની અથવા એમાંથી કોઇપણ એકની આરાધના કરતા કરતા જગતમાં રહેલા સર્વ પ્રાણીઓ પ્રત્યે અથવા સઘળાય જીવો પ્રત્યે બાંધવપણાનો ભાવ પેદા થતો જાય છે.
વીશસ્થાનક પદની આરાધના કરતા જીવો પ્રત્યે બાંધવ ભાવ પેદા કરતા થવાનું છે જો આરાધના કરીએ અને બાંધવભાવ ન આવે તો એ આરાધના શું કરે ?
• મેત્રીભાવ સામાન્ય રૂપે છે. બાંધવભાવ સંબંધ રૂપે છે. મૈત્રીભાવ કરતા બાંધવ ભાવ ચઢીયાતો
છે.
૦ મેત્રીભાવ મિત્ર રૂપે નહિ પણ બાંધવ રૂપે પેદા કરવાનો છે. ૦ જગતના સર્વ જીવોને બાંધવ રૂપે માનવાના છે મિત્રરૂપે નહિ.
વીશ પદની આરાધના
(૧) અરિહંત પરમાત્માઓ કલ્યાણનો માર્ગ બતાવનારા એવા સર્વજ્ઞ પરમાત્માઓને વંદન-પૂજન અને સ્તવનથી અનુમોદના કરતા થાય છે અર્થાત્ કરે છે.
(૨) જેમના કર્મો ક્ષીણ થઇ ગયેલા છે તથા જેમની લોકના અગ્રભાગ ઉપર સ્થિતિ રહેલી છે એવા સિધ્ધ પરમાત્માઓની સ્થિર મનથી ધ્યાનપૂર્વક આરાધના કરે છે.
(૩) શ્રી સંઘરૂપ અને શ્રી સિધ્ધાંતરૂપ પ્રવચનની આજ્ઞા અને વંદનાના ક્રમથી શક્તિને અનુસાર ભક્તિ કરે છે. પ્રવચન એટલે સંઘ અને સિધ્ધાંતની આજ્ઞાને અનુસાર આજ્ઞા આંખ સમક્ષ રાખીને ભક્તિ કરે, આજ્ઞાને લોપીને નહિ પોતાની શક્તિ અનુસાર ભક્તિ કરે.
(૪) પાંચ મહાવ્રતોના આધારરૂપ તથા શુધ્ધ ધર્મના ઉપદેશક એવા ગુરૂ ભગવંતોનો આદેશ ઉઠાવીને બહુમાનથી સેવા કરે છે. એ આચાર્ય પદ કહેવાય છે.
(૫) સ્થવિર - સમવાયાંગ સૂત્રને ધારણ કરનારા તથા વય એટલે ઉંમરમાં મોટા અને વ્રતમાં પણ મોટા એટલે સંયમ પર્યાયમાં મોટા આવા મોટા સ્થવીરોની, જન્મ મરણની પરંપરાને ભેદવા માટે એટલે કે નાશ કરવા માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મનને ચલાયમાન કર્યા વગર ભક્તિ કરે છે.
Wવીર ત્રણ પ્રકારના હોય છે. (૧) જ્ઞાન સ્થવિર, (૨) વય સ્થવિર અને (૩) પર્યાય સ્થવિર.
Page 42 of 75