________________
અવ્યવહાર રાશીના અનંતા અરિહંતના આત્માઓમાંથી અનંતમા ભાગ જેટલા જ અરિહંતના આત્માઓ વ્યવહાર રાશીમાં આવે છે અને આચાર્ય ભગવંત જિનભદ્ર ક્ષમા શ્રમણે વિશેષાવશ્યકમાં કહ્યું છે કે વ્યવહાર રાશિમાં જેટલા જીવો છે તેના અનંતમા ભાગ જેટલા જીવોજ ત્રસપણાને પામે છે માટે જ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે- એક નિગોદના અનંતમા ભાગ જેટલા જ જીવો મોક્ષે જાય છે. ઇક્કસ નિગોયસ અનંત ભાગોય સિધ્ધિગઓ. જ્યારે પૂછો ત્યારે એટલે સદાકાળ માટે સિધ્ધિ ગતિમાં આટલા જ જીવો હોય
છે.
વ્યવહાર રાશિમાં આવેલા અરિહંતના આત્માઓ મોટા ભાગે એકેન્દ્રિયપણામાં જ રહેલા હોય છે એકેન્દ્રિયપણામાંથી મોટા ભાગે વિકલેન્દ્રિયપણાને પામતા નથી. સીધા જ પંચેન્દ્રિયપણાને-મનુષ્યપણાને પામે છે. એ રીતે મનુષ્યપણામાં આવેલા હોય અને સારોકાળ પ્રાપ્ત ન થયો હોય તો મનુષ્યપણામાંથી એકેન્દ્રિયપણામાં ભટકવા ચાલ્યા જાય છે એટલે સમકીત પામ્યા વગરના અને સમકીત પામવા માટેની યોગ્યતા પ્રાપ્ત થાય એમ ન હોય તો મનુષ્યપણામાંથી એકેન્દ્રિપણામાં જાય છે પણ વિકલેન્દ્રિયપણામાં જતા નથી.
અને
કેટલાક અરિહંત પરમાત્માના આત્માઓ ઉપશમ કે ક્ષયોપશમ સમકીત પામી શકે એવી યોગ્યતા હોય પણ એ પામતા પહેલા ભારેકર્મીતાના કારણે મિથ્યાત્વ મોહનીય કર્મનો રસ નિકાચીત રૂપે બંધાઇ ગયો હોય તો એકવાર સમકીત પામીને મિથ્યાત્વના ઉદયથી પતન પામીને એકેન્દ્રિયાદિમાં ભટકવા ચાલ્યા જાય છે.
આથી એ નિશ્ચિત થાય છે કે મોટાભાગના અરિહંતના આત્માઓ ત્રીજા ભવે સમકીત પામી તીર્થંકર નામકર્મ નિકાચના કરે છે. કેટલાક અરિહંતના આત્માઓ પોતાને ભોગવવા યોગ્ય ભારે કર્મીતાના કારણે પહેલા કોઇ મનુષ્યભવમાં સમકીત પામી વમીને સંખ્યાતા કાળે મોક્ષે જાય છે.
કેટલાક અરિહંતના આત્માઓ ભારેકર્મીપણું તીવ્ર હોવાના કારણે એકવાર સમકીત પામી વીને અસંખ્યાત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે પછી તીર્થંકર નામકર્મ નિકાચીત કરી તીર્થંકર થઇ મોક્ષે જાય છે પણ અરિહંતના આત્માઓ એકવાર સમકીત પામ્યા પછી સંસારમાં અનંતો કાળ પરિભ્રમણ કરતા જ નથી.
જ્યારે અરિહંત સિવાયના બીજા જીવો એકવાર સમકીત પામીને વમીને જઘન્યથી એક અંતર્મુહૂર્તમાં ફરીથી પામીને પણ મોક્ષે જઇ શકે છે અને ઉત્કૃષ્ટથી સમકીત પામી વમીને પહેલે ગુણસ્થાનકે આવે ત્યાં અર્ધપુદ્ગલ પરાવર્તકાળ રહી એટલે અનંતી ઉત્તરપિણી-અવસરપિણી રહી પછી મોક્ષે જાય છે. જેમ ભગવાન મહાવીર પરમાત્માનો આત્મા નયસારના ભવમાં સમકીત પામી મરીચિના ભવમાં સમકીત વમી એક કોટાકોટી સાગરોપમ કાળ એટલે અસંખ્યાતો કાળ સંસારમાં રહી મોક્ષે ગયેલો છે એ અરિહંતોનો ઉત્કૃષ્ટકાળ ગણાય છે. એથી વધારે કાળ સંસારમાં સમકીત પામ્યા પછી રહે નહિ.
મોટે ભાગે અરિહંતના આત્માઓ ત્રીજા ભવે સમકીત પામે છે ત્યારે એ આત્માઓના અંતરમાં જે આનંદ પેદા થાય છે એવો આનંદ સૌ પ્રથમવાર પેદા થયેલો હોવાથી અપૂર્વ ઉલ્લાસ પેદા થાય છે અને તેજ વખતે અંતરમાં ભાવ પેદા થાય છે કે જો મારી શક્તિ અને તાકાત હોય તો એવો પુરૂષાર્થ કરું કે જગતના સઘળા જીવોના અંતરમાં જે અનુકૂળ પદાથાના સુખનો આનંદ રહેલો છે એ સુખના રસના આનંદને
Page 41 of 75