________________
વંદન સૂત્ર અથવા પ્રણિપાત સૂત્ર
સંસાર અનાદિ કાળનો છે એમ મોક્ષ પણ અનાદિ કાળથી છે. સંસારમાં જીવો અનાદિ કાલથી રહેલા છે તેમ મોક્ષમાં પણ જીવો અનાદિ કાળથી રહેલા છે. જ્યારે જ્યારે જે જે જીવોને પુરૂષાર્થથી ઘાતિ કર્મોનો નાશ થાય છે ત્યારે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ કેવલજ્ઞાની જીવો પોતાના જ્ઞાનથી સંસારને અનાદિનો જુએ છે એમ માક્ષને પણ અનાદિ કાળથી છે એમ જુએ છે અને જાણે છે અને એ જ વસ્તુ જગતને વિષે પ્રગટ કરે છે માટે સંસાર અને મોક્ષ અનાદિ કાળથી છે એમ કહેવાય છે.
છદ્મસ્થ જીવો પુરૂષાર્થ કરીને સૌ પ્રથમ સમકીતની પ્રાપ્તિ કરે છે એ સમકીતી જીવોને જે આનંદ અનુભવાય છે અર્થાત્ આનંદની અનુભૂતિ થાય છે એ આનંદને કેવલી ભગવંતો પણ શબ્દથી વ્યક્ત કરી શકતા નથી એટલે કે કહી શકતા નથી, વર્ણવી શકતા નથી. એવો આનદ સમકીત પામનાર જીવોને પેદા થાય છે આથી એમ કહેવાય છે કે જે જીવોને સમકીત પેદા થાય એ પણ પોતાના આનંદને શબ્દથી કહી શકતા નથી પણ અનુભવ કરી શક છે.
એવી રીતે અનાદિ કાલથી જગતને વિષે તીર્થંકરના આત્માઓ રહેલા છે એ આત્માઓ મનુષ્ય જન્મને પામીને પુરૂષાર્થ કરી સમકીતની પ્રાપ્તિ કરે છે અને તીર્થંકર નામકર્મ નિકાચીત કરી છેલ્લે ભવે તીર્થંકર તરીકે ઉત્પન્ન થઇ સૌ પ્રથમ સંયમનો સ્વીકાર કરે છે અને એ સંયમનો સ્વીકાર કરી નિરતિચારપણે સંયમનું પાલન કરતા જે કાંઇ પરિષહો અને ઉપસર્ગો આવે તે અપ્રમત્ત ભાવે સમાધિ ભાવ પૂર્વક સહન કરી ક્ષપક શ્રેણિ માંડી મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરી ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે અને તે ક્ષાયિક ચારિત્રના કાળમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને જગતને વિષે મોક્ષે જવાના માર્ગની સ્થાપના કરી મોક્ષમાર્ગ પ્રગટ કરે છે એ મોક્ષમાર્ગ તીર્થંકર પરમાત્માઓનું શાસન હોય ત્યાં સુધી રહે છે પછી એ માર્ગ ઝાંખો પડવા લાગે એટલે બીજા તીર્થંકર પરમાત્માઓનો જન્મ થાય એ પણ પુરૂષાર્થ કરી કેવલજ્ઞાન પામી ઝાંખા પડેલા મોક્ષમાર્ગને પ્રકાશમાં લાવે છે આ રીતે એમનાં શાસનનો કાળ હોય ત્યાં સુધી મોક્ષમાર્ગ રહે છે આ રીતે પાંચ ભરત-પાંચ ઐરવત ક્ષેત્રને વિષે ચોવીશ-ચોવીશ તીર્થંકર પરમાત્માઓ થાય છે અને સૌ મોક્ષમાર્ગની સ્થાપના કરે છે. ચોવીશે-ચોવીશ તીર્થંકરો દશ કોટાકોટી સાગરોપમ કાળ રૂપ એક અવસ૨પીણી અથવા ઉત્તરપિણી કાળને વિષે એક કોટાકોટી સાગરોપમ કાળમાં જ ઉત્પન્ન થાય છે અને ભગવાનનું શાસન રહે છે. આથી અનાદિ કાળથી મોક્ષ છે, મોક્ષમાર્ગ પણ છે, જીવો છે, જીવો કર્મોના કર્તા પણ છે, કર્મોના ભોક્તા પણ છે અને સંસારને વિષ પરિભ્રમણ કરનારા હોય છે.
તીર્થંકરના આત્માઓ જ્યારે પુરૂષાર્થથી સૌ પ્રથમ સમકીતની પ્રાપ્તિ કરે તો કોઇને કોઇ ગુરૂ ભગવંતના ઉપદેશથી જ પ્રાપ્ત કરે છે એટલે ગુરૂ ગમથી સમકીત પામે છે છતાં પણ એ આત્માઓને ક્ષયોપશમ ભાવ એવો વિશિષ્ટ કોટીનો પેદા થાય છે કે જેના કારણે એમ કહેવાય છે કે એ આત્માઓ સ્વયં પોતાની જાતે જ સમકીત પામ્યા કારણ કે દુનિયામાં પણ એમ કહેવાય છે કે બધા વિદ્યાર્થીઓને ગુરૂ એકસાથે ભણાવતા હોય છતાં પણ કોઇ હોંશિયાર વિદ્યાર્થી હોય તો તે વિદ્યાર્થીને જ્ઞાન ગુરૂ કરતા વધારે અને જલ્દી પેદા થાય તો ગુરૂ પણ કહે છે કે એ વિદ્યાર્થીને હું ભણાવતો નથી પણ એની પાસેથી હું શીખું છું એમ અહીં ગુરૂના ઉપદેશથી સમકીત પામતા
Page 13 of 75