________________
ઇર્યાપથિકી રૂપે થતો કર્મબંધ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ રૂપે જ બંધાય છે પણ સ્થિતિ અને રસરૂપે બંધાતો નથી.
કષાયથી થતો કર્મબંધ સ્થિતિ રૂપે બંધાય છે તે જઘન્યથી એક અંતર્મુહૂર્તની સ્થિતિ બંધાય છે. મોહનીય કર્મની જઘન્ય સ્થિતિ નવમા ગુણસ્થાનકે એક અંતર્મુહૂર્તની બંધાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મની એક અંતર મુહૂર્તની દશમા ગુણસ્થાનકે જઘન્ય સ્થિતિ રૂપે બંધાય છે. વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની બંધાય છે તથા નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની દશમાં ગુણસ્થાનકે બંધાય છે. આ કષાય પ્રત્યયિકી અથવા સંપરાય પ્રત્યયિકી કર્મબંધ કહેવાય છે.
એવી જ રીતે લેશ્યા સહિત કષાયથી મોહનીય કર્મનો જઘન્ય રસબંધ નવમાં ગુણસ્થાનકે બંધાયા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો જઘન્ય રસબંધ દશમાં ગુણસ્થાનકે બંધાય છે. વેદનીય-નામ અને ગોત્ર કર્મનો ઉત્કૃષ્ટ રસબંધ દશમાં ગુણસ્થાનકે બંધાય છે. આગળના ગુણસ્થાનકમાં કષાય ન હોવાથી જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કે રસબંધ થતો નથી. માત્ર ત્રણ સમયની સ્થિતિવાળા કર્મ બંધાય છે. પહેલા સમયે બંધાય, બીજા સમયે વેદાય અને ત્રીજા સમયે નાશ પામે છે.
આ રીતે તીર્થંકરના આત્માઓ કર્મને રજ અને મલરૂપે ભોગવીને સંપૂર્ણ ક્ષય કરી રજ અને મલા રહિત થયેલા ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારા ઉપર પ્રસન્ન થાઓ. સમકીતિનું મન મોક્ષમાં હોય શરીર સંસારમાં હોય છે.
પણિ ર મરણા
મનુષ્યપણામાં રહેલા જીવોનું શરીર એ દારિક પુદ્ગલોનું બનેલું હોવાથી દારિક શરીર કહેવાય છે. આ શરીર ચાર અવસ્થાવાળું હોય છે.
(૧) બાલ્યાવસ્થા (૨) યુવાવસ્થા (૩) પ્રૌઢાવસ્થા અને (૪) વૃધ્ધાવસ્થા
(૧) બાલ્યાવસ્થા - આ અવસ્થામાં રહેલા જીવોને ખોરાક લેતા લેતા મોટેભાગે શરીરની પુષ્ટિ થતાં શરીરની વૃદ્ધિ થતી જાય છે અને શરીર પુષ્ટ થતું જાય છે. જે જીવો રોગાદિ સહિત જન્મ પામ્યા હોય અથવા શરીર નબળું લઇને જન્મ્યા હોય એમના શરીરની પુષ્ટિ થતી નથી.
(૨) યુવાવસ્થા :- ગમે તેવો ખોરાક આ અવસ્થામાં જીવો ખાય તો પણ તે ખોરાકને પચાવવાની શક્તિ તથા પચાવીને બલ અને વીર્યને વધારવાની શક્તિ સહજ રીતે પ્રાપ્ત થતી જાય છે.
(૩) પ્રૌઢાવસ્થા :- આ અવસ્થા આવે ત્યારે પાચન શક્તિ નબળી પડતી જાય છે એના કારણે શરીરનું બળ અને શક્તિ ઘટતી જાય છે તથા બીજા અનેક પ્રકારના રોગોની ઉત્પત્તિની શરૂઆત થતી. જાય છે.
(૪) વૃધ્ધાવસ્થા :- આમાં પાચન શક્તિ એકદમ નબળી પડતા આખું શરીર બળ અને શક્તિ રહિત થતા જર્જરિત થતું જાય છે અને રોગાદિ પેદા થયા હોય તેનો પ્રતિકાર કરવાનો એટલે સામનો કરવાની શક્તિ ન હોવાથી રોગાદિથી ઘેરાઇ વળે છે.
તીર્થકરના આત્માઓને પહેલું સંઘયણ હોય, સારામાં સારું શરીર બળ હોય, શરીરની તાકાત પણ સારામાં સારી હોય તો પણ પ્રૌઢાવસ્થામાં અને વૃધ્ધાવસ્થામાં શરીરના થાકોટાનો અનુભવ થતો જાય છે.
Page 57 of 75