________________
બાલ્યાવસ્થા અને યુવાવસ્થા એ બે શરીરનું બળ શક્તિ અને શરીરની કાંતિ વધારવામાં સહાયભૂત થાય છે.
પ્રૌઢાવસ્થા અને વૃધ્ધાવસ્થામાં શરીરનું બળ, શક્તિ અને કાંતિ ઘટતી જાય છે.
આથી જ્યારથી મનુષ્યના શરીરમાં શરીરનું બળ ઘટવા માંડે ત્યારથી એ જીવને માટે પ્રૌઢાવસ્થા અને વૃધ્ધાવસ્થા શરૂ થાય છે તેને જરારૂપે કહેવાય છે. આ જરાનો જેમને સંપૂર્ણ નાશ કર્યો છે એવા ચોવીશ
તીર્થંકર પરમાત્માઓ મારા ઉપર પ્રસન્ન થાઓ અને મારી જરાનો નાશ કરો.
તીર્થંકરના આત્માઓ પોતાના આયુષ્યની છેલ્લી જીંદગી વૃધ્ધાવસ્થા રૂપે હોવાથી કેવલજ્ઞાન પામેલા હોવા છતાં ચાર ઘાતીકર્મમાંથી કોઇપણ ઘાતીકર્મનો ઉદય ન હોવા છતાંય અઘાતી કર્મના ઉદયના પ્રતાપે શરીર ક્ષીણ થતું જાય, સંઘયણ બળ ઘટતું જાય એના કારણે શરીરને થાક લાગવાથી એને આરામ આપવા માટે એટલે કે થાક દૂર કરવા માટે શરીરને આડુ પાડવા માટે સમવસરણની અંદર દેવ છંદા નામનો ભાગ હોય છે. તેમાં શરીરને આરામ આપવાને માટે જાય છે અને કેવલજ્ઞાન પામ્યા પછી પોતાના શરીરને ટકાવવા માટે રોજ એકવાર આહાર આપે છે. કેવલજ્ઞાન પામતા પહેલા ગમે તેટલો તપ કરેલો હોય એ કેવલજ્ઞાન પામ્યા પછી કરવાનો હોતો નથી. છેલ્લે જ્યારે મોક્ષે જવાનો કાળ નજીક આવે ત્યારે પોતાના અઘાતિ કર્મોને ખપાવવા માટે જે રીતે ખપવાના હોય તે રીતે જ્ઞાનથી જોઇને એટલા દિવસનું અનશન કરે છે આથી એ નિશ્ચિંત થાય છે કે દશપૂર્વી-ચૌદપૂર્વી-વિશિષ્ટ અવધિજ્ઞાની-વિશિષ્ટ મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની જીવોને તપ કરવાનો હોતો નથી. અમને તો માત્ર જે જીવોને ઉપદેશથી લાભ થતો હોય એ પ્રમાણે ઉપદેશ આપીને પ્રતિબોધ કરવાનો હોય છે પણ રોજ એકવાર આહાર વાપરવાનો હોય છે. એટલે એકાસણું કાયમ કરવાનું હોય છે.
સં = સમ્યક્ પ્રકારે યમ = પાંચ મહાવ્રત તેનું નામ સંયમ કહેવાય છે.
સંયમ એટલે પોતાના પાપમય જીવન પ્રત્યે અણગમો પેદા થાય અને પાંચ મહાવ્રતના જીવન પ્રત્યે ગમો પેદા થાય તેને સંયમ કહેવાય અને સંયમ જીવન ગમે છે એમ કહેવાય.
• બાલ્યાવસ્થા આદિ ચારેય અવસ્થામાં રાગાદિ વગર જીવન જીવવું તેનું નામ જરા રહિત જીવન જીવ્યા કહેવાય. જરાનો ત્યાગ કર્યો કહેવાય.
૭ આપણા જ્ઞાનનો ઉપયોગ આપણા માટે કરવાનો છે. એ બીજાને માટે કરીએ છીએ એ જ મોટામાં મોટો દુર્ગુણ છે.
વજ્રસ્વામીજી એ બાલ્યાવસ્થામાં જ રડી રડીને પોતાની માતાનો રાગ છોડાવ્યો. જીવન આત્માને જોઇને જીવો. શરીરને જોઇને જીવો નહિ.
જે જ્ઞાન ભણ્યા છો તેનું પરાવર્તન કર્યા કરો તો ઘડપણમાં અસમાધિ નહિ થાય. * ગુણોને મેળવવા પ્રયત્ન કરો તો જ શરીરનો રાગ ઘટે.
મરણા
ચોવીશે તીર્થંકર પરમાત્માઓએ મરણનો પણ સંપૂર્ણ નાશ કર્યો છે. મરણના નાશની સાથે જન્મનો નાશ આવી જ જાય છે.
જ્યાં સુધી જીવોને ઘાતીકર્મોનો ઉદય હોય છે ત્યાં સુધી જન્મ મરણ થયા જ કરે છે. ઘાતી કર્મના ઉદયમાં જીવોને જેટલો રસ વધે-એમાં આનંદ પેદા થતો જાય તેમ તેમ જન્મ મરણની પરંપરા રૂપ વૃધ્ધિ થતી
Page 58 of 75