________________
કરવા માટે ઉપસ્થિત થયેલો હોય છે.
અન્નત્ય સૂત્ર
આ રીતે જતા આવતા જે કોઇ જીવોની વિરાધના થઇ હોય તે વિરાધનાના પાપથી છૂટવા માટે જ્ઞાની ભગવંતોએ પચ્ચીશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કરવાનો કહેલો છે. ઉલ્લાસપૂર્વક ચિત્તની એકાગ્રતા અને પ્રસન્નતાપૂર્વક કાયાનો ત્યાગ કરીને અથવા પચ્ચીશ શ્વાસોચ્છવાસ કાલ સુધી કાયાને વોસીરાવીને તત્વની ચિંતવણા એટલે પદાર્થોની વિચારણા કરવામાં આવે. અત્યારે હાલ એ પચ્ચીશ શ્વાસોચ્છવાસમાં કયા પદાર્થો કેટલા પદાર્થોની ચિંતવના વિચારણા કરવી એ કાંઇ મલતુ ન હોવાથી ગીતાર્થ ગુરૂભગવંતોએ ભેગા થઇ એ કાળમાં એક લોગસ્સનો કાઉસ્સગ ચંદેસુ નિમ્મલયરા સુધીના પદ સુધીનો કરવો એવું નક્કી કરેલું હોવાથી લોગસ્સનો કાઉસ્સગ કરાય છે. લોગસ્સમાં સાત ગાથાઓ છે. એક એક ગાથાના ચાર પદો આવે છે. એક પદ બરાબર એક શ્વાસોચ્છવાસ નક્કી કરી છ ગાથાઓ થાય એટલે ચોવીશ શ્વાસોચ્છવાસ થાય છે અને પચ્ચીશમો
સાતમી ગાથાનું પહેલું પદ લેતા પચ્ચીશ શ્વાસોચ્છવાસ થાય છે. આ રીતે કાઉસ્સગ કરવા ઉપસ્થિત થયેલો છું એમ જણાવીને પોતાનું શરીર કેવા પ્રકારનું છે એ જીવ પાતે જાણતો હોય છે કારણ કે ઔદારીક શરીર એવા પ્રકારનું હોય છેકે જેમાંથી સમયે સમયે ધાતુઓ ગળતી જ હોય છે. કફ વાત અને પીત્તથી ભરેલું કયા ટાઇમે ક્યાંથી કફ, વાત અને પીત્ત નીકળે તે કહી શકાય નહિ. આથી એ શરીરના કારણે દોષોનું સેવન થઇ જાય કે જે દૂર કરવા ઇચ્છતો હોવા છતાં પણ તે દોષો દૂર થઇ શકે એમ ન હોય એવા દોષોના સેવન માટે પહેલેથી જ એની ગુરૂ ભગવંત પાસે આજ્ઞા લઇને એ દોષોની છૂટ માગે છે.
અન્નત્થ સૂત્રમાં જે જે દોષોનું વર્ણન કરેલું છે તે દોષોની છૂટ ગુરૂ ભગવંત પાસે પહેલેથી માગી લે છે કારણ કે કદાચ એ દોષોનું સેવન કરવું પડે તો એ દોષોનું સેવન કરતા પાપ ન લાગે એટલા માટે છુટ લીધેલી છે. પણ છુટ લીધેલા દોષોનું સેવન કરવું જ જોઇએ એવો નિયમ નથી કારણ કે જ્યારે જ્યારે એમાં જણાવેલા દોષોનું સેવન કરવાનો વખત આવે અને તે વખતે એ દોષોનું સેવન ન કર તો પાછળથી એના શરીરમાં કોઇપણ વિકૃતિ પેદા થતાં શરીર બગડતા આરાધનામાં વિક્ષેપ પડે છે. એ આરાધનામાં વિક્ષેપ ન પડે માટે અને શરીર અસમાધિનું કારણ ન બને તે હેતુથી દોષોની છુટ રાખેલી હોય છે. આના સિવાયના એટલે કે અન્નત્થ સૂત્રમાં કહેલા સિવાયના બાકીના જે દોષો પેદા થતા હોય એ દોષોનો ત્યાગ કરીને જ કાઉસ્સગ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. અન્નત્થ સૂત્ર સિવાયના બાકીના એકવીશ દોષો કહેલા છે. એ એકવીશ દોષોનો ત્યાગ કરીને ઉલ્લાસપૂર્વક કાઉસ્સગ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ કારણ કે એને ખબર છે કે આ કાઉસ્સગ કરવાથી અજાણતા-અનપયોગથી પાપ થઇ ગયા હોય એ પાપોથી પાછા ફરાય છે તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધવા રૂપે જે પાપો થઇ ગયા હોય તે પાપોનો નાશ આ કાઉસ્સગથી થાય છે. માટે ઉલ્લાસપૂર્વક કાઉસ્સગ કરે છે અને જો કોઇ શરીરનું કારણ હોય એટલે કે શરીરમાં રોગાદિ પેદા થયેલા હોય અને દાષોનું નિવારણ કરી કાઉસ્સગ થઇ શકે એમ ન હોય તો અંતરમાં દુઃખ રાખીને દોષનું સેવન કરીને પણ કાઉસ્સગ કરે.
એક નવકારનો કાઉસ્સગ = આઠ શ્વાસોચ્છવાસ થાય.
પચ્ચીશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ = એક લોગસ્સ.
Page 31 of 75