________________
કરનારા કહેવાય છે.
અધોલોકને વિષે એટલે મેરૂ પર્વતની સમભુતલા પૃથ્વીની સપાટીથી નવસો યોજન નીચે સુધીનો તિતિલોક કહેવાય છે એના પછી સો યોજન સુધીમાં આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના આઠ ક્ષેત્રમાંથી આઠમું કુબડી વિજય નામનું ક્ષેત્ર આવેલું છે જે અધોલોકમાં ગણાય છે ત્યાં રહેલા મનુષ્યો કેવલજ્ઞાન પામીને મોક્ષે જાય છે આથી અધોલોકમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી હોવાથી તથા એનાથી નીચે ભવનપતિના દેવો અને સાતેય નારકીના જીવો લઘુકર્મી ભવ્યો અનાદિ મિથ્યાદ્રષ્ટિ ઉપશમ સમકીત અથવા ક્ષયોપશમ સમકીત પામી શકે છે આથી એ સમકીત પમાડવામાં સહાયભૂત તીર્થંકરના આત્માઓ થતાં હોવાથી લોકને વિષે પ્રકાશ કરનારા કહેવાય છે. જ્યારે એ જીવો સમકીતની પ્રાપ્તિ કરે છે ત્યારે એ જીવોનું અજ્ઞાન સમ્યજ્ઞાન રૂપે બને છે માટે જ્ઞાનનો પ્રકાશ કરનારા કહેવાય છે.
તિર્ધ્યાલોકને વિષે - એક રાજ યોજન પહોળાઇવાળો તિર્હાલોક હોય છે. એક રાજ એટલે અસંખ્યાતા કોટાકોટી યોજન થાય છે. એ એક રાજ પહોળાઇમાં અસંખ્યાતા દ્વીપો અને સમુદ્રો આવેલાં છે તેમાં શરૂઆતના વચલા અઢીદ્વીપ અને બે સમુદ્રોને વિષે જ મનુષ્યોના જન્મ મરણ હોય છે અને તે મનુષ્યોના ક્ષેત્રો તથા બાકીના અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રોને વિષે રહેલા સન્ની તિર્યંચો અસંખ્યાતા હોય છે. તેમાં લઘુકર્મી ભવ્ય મિથ્યાદ્રષ્ટિ જીવો ઉપશમ સમકીત અને ક્ષયોપશમ સમકીત પામી શકે છે તે વખતે તેઓનું અજ્ઞાન સમ્યજ્ઞાન રૂપે બને છે. તે સમ્યજ્ઞાન રૂપી પ્રકાશ કરનારા કહેવાય છે. મનુષ્ય-ક્ષેત્રને વિષે રહેલા મનુષ્યો પુરૂષાર્થ કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. ઉપશમ સમકીત-ક્ષયોપશમ સમકીત અને મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વર્તમાનમાં કેટલાક ક્ષાયિક સમકીત પામી શકે છે તે વખતે તે જીવોનું અજ્ઞાન સમ્યજ્ઞાન રૂપે બને છે આથી લોકને વિષે પ્રકાશ કરનારા કહેવાય છે.
ઉર્ધ્વલોકમાં પાંચ અનુત્તરવાસી દેવોને ગ્રહણ કરેલ નથી એનું કારણ એ છે કે એ દેવો બધાય નિયમા સમકીતિ હોય છે અને મનુષ્યપણામાંથી સમકીત લઇનેજ ત્યાં ઉત્પન્ન થાય છે આથી ત્યાં મિથ્યાદ્રષ્ટિ દેવો ન હોવાથી નવું સમકીત પામનારા જીવો ન હોવાથી ગણતરીમાં લીધેલ નથી.
લવણ સમુદ્ર આદિ દરેક અસંખ્યાતા સમુદ્રો એક હજાર યોજન ઉંડા હોય છે તેમાં નવસો યોજન તિર્દા લોકરૂપે ગણાય છે અને બાકીના નીચેના સો યોજન અધોલોકમાં ગણાય છે આથી એ સમુદ્રોમાં પણ તિર્ધ્યાલોક અથવા અધોલોકમા રહેલા તિર્યંચો ઉપશમ સમકીત અથવા ક્ષયોપશમ સમકીત પામી શકે છે અને અજ્ઞાનમાંથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે.
આથી લોકને વિષે એટલે મનુષ્ય લોકને વિષે અથવા સમય ક્ષેત્રને વિષે અથવા પીસ્તાલીશ લાખ યોજનને વિષે અથવા બે સમુદ્ર અને અઢી દ્વીપને વિષે એવો પણ અર્થ થાય છે.
અત્યારે હાલમાં એટલે વર્તમાનમાં પાંચ ભરત, પાંચ ઐરવત ક્ષેત્રને વિષે મોક્ષ નથી પણ છેલ્લા ભગવાનનું શાસન દશે ક્ષેત્રોમાં વિદ્યમાન છે એટલે મોક્ષમાર્ગ રહેલો છે જ્યારે મહાવિદેહક્ષેત્રમાં હાલમાં પણ મનુષ્યપણું પામી આઠ વર્ષની ઉંમરનો લઘુકર્મી ભવ્યાત્મા સંયમનો સ્વીકાર કરી નવમા વર્ષે કેવલજ્ઞાન પામી શકે છે અને એ કેવલી ભગવંત આઠ વર્ષ ન્યૂન પૂર્વ ક્રોડ વર્ષ સુધી કેવલી તરીકે વિચરી મોક્ષે જાય છે. આથી મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જવાનો કાળ સદા માટેનો હોય છે. આ રીતે લોકને વિષે પ્રકાશ કરનારા - ઉદ્યોત કરનારા એવા અરિહંતોની હું સ્તવના કરું છું.
બીજું પદ – ધમ્મ તિત્શયરે જિણે
Page 36 of 75