SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દયાનો પરિણામ સૌથી પહેલો કરવાનો કહેલો છે. આથી દુ:ખી જીવોની દયા કરતા સુખી જીવોની દયાનું મહત્વ જૈન શાસનમાં વધારે એટલે વિશેષ કહેલું છે. • બોધિલાભ પેદા કરવા માટે સત્વ પેદા થતું નથી એનું મૂલ કારણ અનુકૂળ પદાર્થોનો રાગ છે. • અનુકૂળતામાં જેટલો રાગ કરીએ અને પ્રતિકૂળતામાં દ્વેષ કરીએ એટલી અવિરતિની પુષ્ટિ થાય છે. દ્રવ્ય દયા એટલે આહારાદિ પદાર્થો આપવાની વિચારણાઓ કરવી તે. • ભાવદયા એટલે બોધિલાભ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો તે. • જે જીવ જન્મથી ગભરાય તે જીવજ સમાધિ મરણને પામી શકે છે. ૦ જન્મ વધી ન જાય તે રીતે જીવન જીવો. • જેમ જેમ સુખની સામગ્રી વધે તેમ પોતાના આત્માની ધ્યા ખાવ તેથી સુખની લીનતા તૂટે અને જન્મ મરણની પરંપરા ઘટે. o સમાધિ મરણ એને જ પ્રાપ્ત થાય કે જે જીવોના મોક્ષે જવા માટે સંખ્યાતભવ બાકી હોય. જેના અસંખ્યાતા કે અનંતા ભવો બાકી હોય તે જીવોને સમાધિમરણ પ્રાપ્ત ન થાય. • અનુકૂળ પદાર્થને છોડવાના સંસ્કાર એજ સમાધિમરણનું કારણ છે. સમાહિ વર મુત્તમ દિત ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારાથી સ્તવાયેલા, વંદાયેલા, પૂજાયેલા એવા મને ઉત્તમ કોટિનું શ્રેષ્ઠ સમાધિ મરણ આપો. અનાદિ કાળથી જગતને વિષે પરિભ્રમણ કરતા પોતાના કર્મને અનુસારે કર્મનો ભોગવટો કરતા. કરતા જે જે સ્થાનને વિષે-જે જે ક્ષેત્રને વિષે-જે જે કાળને વિષે અને જે દ્રવ્યોને આશ્રયીને પોતાનો જીવન કાળ જીવતા જીવતા પૂર્ણ કરીને એક સ્થાનેથી બીજા સ્થાને અસમાધિરૂપે મરણ પાતમો પામતો સંસારને વિષે પરિભ્રમણ કરી રહ્યો છે. એકેન્દ્રિયપણામાં અનંતોકાળ જન્મ મરણ અસમાધિરૂપે પ્રાપ્ત કરીને પસાર કર્યો. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિયપણામાં અસંખ્યાતો કાળ એટલે કે બે હજાર સાગરોપમ જેટલો કાળ જન્મ મરણ કરીને પસાર કર્યો એ બધો જન્મ મરણ અસમાધિરૂપે જીવે પસાર કર્યા. અસન્ની પંચેન્દ્રિયપણામાં વારંવાર જન્મ મરણ કરતા કરતા અસમાધિરૂપે અસંખ્યાતોકાળ પસાર કર્યો. સન્ની પંચેન્દ્રિય રૂપે ચારે ગતિમાં જ્યાં સુધી જીવ સમજણના ઘરમાં દાખલ ન થયો હોય ત્યાં સુધી. અવિવેકને પ્રાપ્ત કરી કરીને સંખ્યાનો અને અસંખ્યાતો કાળ એમાં દુ:ખનો કાળ વધારે ને સુખનો કાળ ઓછો એ રીતે અસમાધિરૂપે જન્મ મરણ કરતા કરતા અસંખ્યાતો કાળ પસાર કર્યો. આ રીતે અસમાધિમરણ પ્રાપ્ત કરતા કરતા અવિવેકની સમજણને વિવેકરૂપે માનીને અનંતીવાર ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્ય જન્મને પ્રાપ્ત કરીને અસમાધિ રૂપે અનંતા જન્મ મરણ કર્યા. હજી પણ સમજણના ઘરમાં દાખલ થઇને વિવેકને પેદા નહિ કરીએ તો હજી પણ અસંખ્યાતા કે અનંતા અસમાધિ મરણ કરવા પડશે. જો સમાધિ મરણ જોઇતું હોય તો આત્માને સૌથી પહેલા મોહની અધતામાંથી ઢંઢોળીને જાગૃત કરીને અસમજણના ઘરમાંથી સમજણના ઘરમાં દાખલ કરવો જ પડશે કારણ કે અણસમજણના ઘરમાં Page 66 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy