________________
પોતાના આત્માનું કલ્યાણ સાધી જાય છે. જેમ ધન્નાજી અને શાલિભદ્રના જીવોએ આ અનશનનો સ્વીકાર
કરેલો હતો. ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા લઇને પહાડ ઉપર ચઢીને જ્યાં જગ્યા અનશન માટે ઠીક લાગી ત્યાં વિધિ મુજબ ત્રણ પ્રદક્ષિણા આપી એ પથ્થરની જમીન પન્નુ સિધ્ધ પરમાત્માઓને નમસ્કાર કરીને એટલે કે અરિહંત અને સિધ્ધની સાક્ષીએ ચાર શરણનો સ્વીકાર કરી સુકૃતની અનુમોદના કરી ફરીથી પાંચ મહાવ્રતોને યાદ કરીને દુષ્કૃતની ગર્હા કરીને ફરીથી સુકૃતની અનુમોદના કરતા કરતા પોતાના શરીરને પથ્થર ઉપર સુવડાવી દીધું એટલે કે અનશનના સ્વીકાર કર્યો આને પાદપોપગમન અનશન કહેવાય છે.
સામાન્ય રીતે સત્તર પ્રકારના મરણ મોટેભાગે મનુષ્યને આશ્રયીને જણાવેલા છે કે જેમાં મોટેભાગે જે જીવોને અણાહારીપણાનું લક્ષ્ય હોય તે જીવોને માટે જણાવેલા છે.
અણાહારીપણાનું લક્ષ પેદા કરવા માટે આહાર કરવો એ પાપ છે. જેમ જેમ આહાર કરવામાં આવે તેમ તેમ તેનાથી શરીર પુષ્ટ થાય છે. શરીરની પુષ્ટિની સાથે ઇન્દ્રિયોને પોષણ મળવાથી ઇન્દ્રિયો પણ પુષ્ટ થાય છે. શરીર અને ઇન્દ્રિયો બન્ને ભેગા થઇને અનુકૂળ આહાર આદિની ઇચ્છા કરતો કરતો પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોને વિષે ઇચ્છાથી આધીન થઇને આસક્તિ અને રાગમાં ઓતપ્રોત થતો જાય છે અને જેટલી ઓતપ્રોતતા વધતી જાય એના આનંદમાં ને આનંદમાં કાળ પસાર થતો જાય છે તેમ તેમ જીવ આહારની સંજ્ઞાનો શિકાર બનતો જાય છે અને એના જ કારણે અણાહારીપણાનું લક્ષ અંતરમાંથી નષ્ટ થતું જાય છે.
જ્યારે લાંબાકાળે રાગાદિની આધીનતાનો કાળ પસાર કર્યા પછી સમજણ પેદા થાય ત્યારે ઘણું મોડું થઇ ગયેલું હોય છે. આથી એ આહાર સંજ્ઞાને કારણે જ જીવો સમાધિ મરણને પ્રાપ્ત કરી શકતા જ નથી. આથી જે જીવોને સમાધિ મરણ જોઇતું હોય તે જીવોને પોતાનું જીવન જીવતા જીવતા આહાર એ પાપ છે. આસક્તિ અને રાગપૂર્વક કરાતો આહાર નિશ્ચે દુર્ગતિનું કારણ છે કારણ કે અણાહારીપણાના લક્ષને પેદા થવા દેવામાં વિઘ્ન રૂપ થાય છે.
આથી સમાધિ મરણ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા જીવોએ પોતાનું જીવન આસક્તિ અને રાગ વગર જેટલું જીવાય એવો પ્રયત્ન કરવો જ જોઇએ અને જ્યારે જ્યારે જેટલો કાળ અનુકૂળ પદાર્થોમાં આસક્તિ અને રાગ પૂર્વક પસાર થાય તે કાળને અધર્મનો અને પાપનો કાળ ગણાય છે. આથી આખા દિવસમાં અધર્મનો અને પાપનો કાળ જેટલો પસાર થાય એની નિંદા અને ગર્હા કરતો કરતો જીવન જીવવાનો પ્રયત્ન કરતો જાય તોજ અંતરમાં પાપનો ડર અથવા પાપની ભીરૂતા અથવા જ્ઞાનીની આજ્ઞા મુજબ પાપની પાપરૂપે ઓળખ પેદા થતી જાય તોજ પોતાની શક્તિ મુજબ પાપનો ત્યાગ થતો જાય છે. જો કદાચ અવિરતિનો ગાઢ ઉદય હોય અને પાપનો ત્યાગ ન થાય તો પણ પાપની ઓળખ પેદા થતા પાપને પાપરૂપે જાણવાનો સંસ્કાર અંતરમાં પેદા થયેલો હોવાથી અને રોજ રોજ થતા પાપની નિંદા ને ગહ્ન ચાલુ રહેલી હોવાથી તીવ્રભાવે પાપ કરવાનો સંસ્કાર નાશ પામતો જાય છે.
એ પાપની પ્રવૃત્તિ પાપ કરવાની બુધ્ધિથી પાપની આસક્તિ અને રાગપૂર્વક એ પાપ થતા ન હોવાથી આત્માને દુર્ગતિનું કારણ બનતા નથી એટલે કે પાપ કરવાનો નિષ્વસ પરિણામ કોઇ કાળે પેદા થતો નથી. પાપ ભીરૂતા ગુણ પેદા થતો જાય તોજ જીવન જીવવામાં સમાધિભાવ ટક્યો રહે છે. આ રીતે લાંબાકાળ સુધી સમાધિ ભાવપૂર્વક જીવન જીવાય તો સર્વ જીવો પ્રત્યે અંતરથી કરૂણા ભાવ પેદા થતો જાય છે.
Page 71 of 75