Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 59
________________ જાય છે. કેટલાક જીવોને સામાન્ય કોટિનો આનંદ હોય તો સંખ્યાતા ભવોની વૃધ્ધિ થાય. કેટલાક જીવોને મધ્યમ કોટિનો આનંદ હોય તો અસંખ્યાતા ભવોની વૃધ્ધિ થયા કરે છે અને મોટા ભાગના જીવોને ઉત્કટ કોટિનો આનંદ ઘાતીકર્મોના રસનો હોય તો અનંતા ભવોની વૃધ્ધિ થયા કરે છે. અનાદિ કાળથી જગતને વિષે પરિભ્રમણ કરતો જીવ શુધ્ધ સ્વરૂપ વાળો હોવા છતાં કર્મના સંયોગના કારણે રાગ દ્વેષના પરિણામથી યુક્ત હોય છે. એ રાગદ્વેષના પરિણામ એ મારી વિભાવદશા છે એવી જ્યાં સુધી ખબર પડતી નથી ત્યાં સુધી આ રાગદ્વેષના અભાવ રૂપ મારું પોતાનું શુધ્ધ સ્વરૂપ આનાથી ભિન્ન કોટિનું છે એની બીલકુલ ખબર પડતી નથી. જ્યાં સુધી એ રાગદ્વેષને આધીન થઇને પ્રવૃત્તિ કરતો જાય છે તેમ તેમ સહજ રીતે પોતાના આત્માના જન્મ મરણની પરંપરા વધારતો જાય છે. જ્યારે એ પોતે પોતાના શુધ્ધ સ્વરૂપને રાગદ્વેષથી ભિન્નરૂપે છે એવું સમજતો થાય ત્યારે એ જીવને મરણથી ગભરાટ પેદા થવાને બદલે જન્મથી ગભરાટ પેદા થતો જાય છે. પોતાના આત્માને જન્મથી બચાવવાનો પ્રયત્ન કરવો એ અહિંસાનો પ્રયત્ન કહેવાય છે. અનુકૂળ પદાર્થોને રાગપૂર્વક મેળવવાની-ભોગવવાની, વધારવાની, ટકાવવાની આદિ ઇચ્છાઓ કરવી એજ વિચારણાઓને પોતાના આત્માની હિંસાનો પરિણામ કહેલો છે જેને સ્વહિંસાનો પરિણામ કહેવાય છે. આથી આ હિંસાના પરિણામથી પોતાના આત્માના જન્મ મરણની પરંપરા વધારતો જાય છે. આ વાતને બરાબર સમજીને, જાણીને વારંવાર અંતરમાં ઉતારી દ્રઢ કરવાનો પ્રયત્ન કરતો જાય તોજ પોતાના આત્માની હિંસાથી જીવ બચી શકે અને પછી અહિંસા શું છે ? કોને કહેવાય ? એ જાણીને શક્તિ મુજબ આચરણ કરતો જાય તો જ જન્મ મરણની પરંપરાથી જીવ અટકી શકે છે. આ રીતે સ્વહિંસા અટકાવી સ્વ અહિંસાનો પરિણામ પેદા કરીને એ પરિણામની જેટલી એકાગ્રતા પ્રાપ્ત કરતા જઇએ અને એની પ્રસન્નતા જેટલી વધતી જાય એનાથી અનુબંધ રૂપે બંધાયેલી જન્મ મરણની પરંપરા સત્તામાં રહેલી હોય એ નાશ પામતી જાય છે અને નવી બંધાતી જન્મ મરણની પરંપરા અટકી જાય છે. આ રીતે તીર્થંકરના આત્માઓએ ત્રીજે ભવે પ્રયત્ન કરવા માટે ઘાતીકર્મના ઉદયકાળમાં રહેલા હોવા છતાં એ ઉદય કાળને નિષ્ફળ કરતા કરતા પોતાના આત્માને અહિંસામય બનાવ્યો એ અહિંસાને ટકાવવા માટે શરીરને સંયમમય બનાવ્યું અને સાથે સાથે અહિંસા અને સંયમને પરિણામથી સ્થિર કરવા માટે શરીર પાસેથી લેવાય એટલું કામ લેવાનો પ્રયત્ન કરતા તપમય જીવન બનાવ્યું આથી એ આત્માઓએ અહિંસા-સંયમ અને તપને પોતાના આત્મામાં ઓતપ્રોત કર્યા ત્યારે બંધાયેલી જન્મ મરણની પરંપરા નાશ પામી અને નવી બંધાતી જન્મ મરણની પરંપરા અટકી શકી ત્યારે જ ત્રીજે ભવે અજન્મા બની શકે એટલે કે તીર્થંકર થઇ જગતને વિષે મોક્ષમાર્ગ મુકી અથવા અજન્માનો માર્ગ મુકીને છેલ્લા મરણને પામીને અજન્મા બની શક્યા. એટલે કે સંપૂર્ણ મરણનો નાશ કર્યો એવા ચોવીશે તીર્થંકર પરમાત્માઓ કે જેમના જરા અને મરણ સંપૂર્ણ નાશ પામેલા છે એવા મારા ઉપર પ્રસન્ન થાઓ. પસીયંત સામાન્ય રીતે વીતરાગ પરમાત્મા એવા ચોવીશે તીર્થંકરો પોત રાગ દ્વેષ અને મોહથી સર્વથા રહિત હોવાથી કોઇના ઉપર પ્રસન્ન થતા નથી તેમજ કોઇના ઉપર રોષ પણ પામતા નથી છતાં પણ ચોવીશે તીર્થંકર Page 59 of 75

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75