Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 72
________________ ઘર આદિની પ્રવૃત્તિ સાવધ એટલે પાપ વ્યાપાર રૂપ હોવાથી એમાં આનંદ આવતો નથી પણ સામાયિક પ્રતિક્રમણ દર્શન, વંદન, પૂજન આદિ નિરવધ એટલે પાપ વ્યાપાર વગરની પ્રવૃત્તિ કરવામાં આનંદ પેદા થતો જાય છે. સાવધ પ્રવૃત્તિમાં જે જે જીવોની હિંસા થયેલી હોય એ જીવોની સાથે યાદ કરીને ક્ષમાપના કરતો જાય છે અને એમ કરતા જગતના સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના કરતો જાય છે. સમાધિ મરણ મેળવવા માટે જ્ઞાની ભગવંતો એ મુખ્ય છ કારણો કહેલા છે. (૧) પાપની નિંદા અને ગહ, (૨) સર્વ જીવો પ્રત્યેની ક્ષમાપના, (૩) શુભભાવના = સારા વિચારમાં રહેવું, શુધ્ધ પરિણામમાં રહેવું, (૪) ચાર શરણનો સ્વીકાર, (૫) નવકારમંત્રનું સ્મરણ અને રટણ. (૬) અનશનનો સ્વીકાર. જ્યાં સુધી જ્ઞાનીની આજ્ઞા મુજબ પાપને પાપ રૂપે માનવાનો સ્વીકાર ન થાય ત્યાં સુધી સ્વદયાનો. પરિણામ આવે નહિ. અર્થાત પેદા થાય નહિ. સ્વધ્યાના પરિણામ વગર નિર્ધ્વસ પરિણામ આવે નહિ અને એના વગર સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના ભાવ અંતરથી પેદા થઇ શકતો નથી. ૦ સમાધિ મરણ સ્વદયા વગર ન આવે. સંસારમાં રહેલા જીવો પાપની પ્રવૃત્તિઓ અવિરતિના ઉદયના કારણે કરતા હોય છે પણ સમકીત સાથે હોવાથી રાગ-આસક્તિ પાપના સંસ્કારના દ્રઢ ન થઇ જાય એની કાળજી રાખીને કરતો હોય છે. અંતરમાં એજ ભાવના હોય છેકે ક્યારે તાકાત આવે અને આ અવિરતિનો ત્યાગ કરીને જીવન જીવતો થાઉં આ વિચારણા અંતરમાં સતત રહેલી હોવાથી એને શુભ ભાવના કહેવાય છે અને આ ભાવનાની વિચારણા લાંબા કાળ સુધી ટકાવી રાખે તો તેમાંથી શુધ્ધ પરિણામ પેદા થતા જાય અને તે લાંબા કાળ સુધી સ્થિરતા પણ પામી શકે છે. કુટુંબની સાથે રહેલો હોય કુટુંબનું પાલન કરતો હોય ભરણ પોષણ કરતો હોય તો પણ પોતાનો આત્મા શુધ્ધ પરિણામવાળી ભાવનાવાળો હોવાથી ધાવમાતાની જેમ કુટુંબની સાથે રહેવા છતાંય એટલે કે ધાવમાતા પોતાનો દીકરો રોતો હોય તો એને રોવડાવીને પણ શેઠના દીકરાને ન રૂવે એની સતત કાળજી રાખે છે, એને હસાવે, રમાડે, ખેલાવે છતાં પણ અંતરથી એનો રાગ પોતાના દીકરા પ્રત્યે હોય છે પણ શેઠના દીકરા પ્રત્યે હોતો નથી. એવી રીતે સમજીતી જીવોને, કુટુંબનું પાલન કરતો હોવા છતાં પણ અંતરથી કુટુંબ પ્રત્યે રાગ હોતો નથી પણ અંતરથી રાગ નિરવધ પ્રવૃત્તિ પ્રત્યે હોય છે એટલે કે કુટુંબને શેઠના દીકરાની જેમ અંતરથી માનીને એ ન રૂવે એની કાળજી રાખે છે અને ભરણ પોષણ કરે છે અને પોતાનો દીકરો નિરવધ પ્રવૃત્તિ રૂપે હોવા છતાં એ રોતો હોય તો પણ એને રોવડાવીને અંતરનો રાગ, નિરવધ પ્રવૃત્તિ પ્રત્યે હોય છે. આ રીતે શુભ ભાવના કરતા કરતા શુધ્ધ પરિણામ પદે કરે, ટકાવે, લાંબા કાળ સુધી સ્થિર રાખવા પ્રયત્ન કરે એ માટે પોતાની શક્તિ મુજબ દેવની ભક્તિ કરે, દેવના ગુણોનું સ્મરણ કરતો જાય અને એ દેવના ગુણો મારા પોતાના ગુણો છે એમ વિચારણા કરતો જાય. અરિહંતા પરમાત્માઓએ પોતાના દોષોને સંપૂર્ણ નાશ કરી ગુણો પેદા કરેલા છે. જ્યારે મારા ગુણો દોષોથી વર્તમાનમાં અવરાયેલા છ હું પણ એમની જેમ દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરતો જાઉં તો જરૂર મારા ગુણોને પેદા કરી શકું. આ રીતે દેવની ભક્તિ કરતા કરતા દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરવાનું મન થાય છે અને શક્તિ મુજબ દોષોને દૂર કરતો જાય છે તેમ તેમ શુધ્ધ પરિણામ વિશેષ રીતે પેદા થતા લાંબાકાળ સુધી ટકી શકે છે. આજ ખરેખર શુભ ભાવનાનું ફળ કહેલું છે. Page 72 of 75

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75