Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 70
________________ કોઇપણ શસ્ત્રના ઘાથી મરણ પામવું તે આકાશમાં મરણ કહેવાય છે. (૧૪) ગુર્દા મરણ :- મરણ પામેલા હાથી વગેરેને કલેવરમાં પ્રવેશ કરીને મરણ પામવું તે જેમકે જે તિર્યંચ જીવોને આહારની અત્યંત આસક્તિ રહેલી હોય એવા જીવો સમડી, ગીધ વગેરે પક્ષીઓ માંસની લોલુપતાના કારણે હાથીના ગુદાના ભાગમાંથી માંસ ખાવા અંદર પ્રવેશ કરે અને પેટ ભરીને બહાર આવે. આવી રીતે વારંવાર કરતા કરતા કોઇકવાર ગુદાનો ભાગ સંકોચાઇ જાય તો એમાંને એમાં મરણ પામે તેને ગુઘ્ધ મરણ કહેવાય છે. (૧૫) ભક્ત પરિજ્ઞા મરણ :- આહાર પાણીનો ત્યાગ કરતા કરતા જે જે મરણ થાય તેને ભક્ત પરિજ્ઞા મરણ કહેવાય છે. અત્યારે આ કાળમાં એક એક ઉપવાસનું પચ્ચક્ખાણ કરાવીને અનશન કરાવી શકાય છે. ગીતાર્થ ગુરૂ ભગવંતોને સામો જીવ અનશન માટે યોગ્યલાગે તો રોજ એક એક દિવસ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરાવતા કરાવતા અનશનનો સ્વીકાર કરાવે એ અનશનનો સ્વીકાર કરાવ્યા પછી ગીતાર્થ ગુરૂ ભગવંતોની જવાબદારી વધી જાય છે અને એ રીતે અનશન કરાવતા અનશન કરનાર જીવને અસમાધિ થાય, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિણામ પેદા થતા જાય અથવા કષાયની તીવ્રતા પેદા થતી જાય તો એ જીવને પારણું કરાવવામાં આવે છે કારણ કે તપ કરાવતા કરાવતા સામા જીવોના અંતરમાં આશ્રવનો નિરોધ-કષાયનો ત્યાગ-રાગાદિ પરિણામની મંદતા થવી જોઇએ તેમજ ભગવાનની આજ્ઞા મુજબ તપ કરાવવાનું વિધાન કહેલું છે. આમાંથી કોઇપણ બાબતમાં ભિન્ન રૂપે જણાય તો તપ ઓછો કરાવીને અનશન છોડવી પણ દેવાય છે માટે ગીતાર્થ ગુરૂભગવંતોની જરૂર પડે છે. આ અનશન સર્વવિરતિવાળા જીવો છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા અને કેવલી ભગવંતો આ અનશનનો સ્વીકાર કરી શકે છે આને ભક્ત પરિજ્ઞા મરણ કહેવાય છે કારણ કે આહાર પાણીનો ત્યાગ કરતા કરતા અંતરમાં અણાહારીપણાનું લક્ષ સ્થિર થતુ જાય છે. ચિત્તની પ્રસન્નતા વધતી જાય છે. સંવરમાં રહેલા પોતાના આત્માનો આનંદ પેદા થતો દેખાય અને સાથે સાથે કર્મોની નિર્જરા એટલે કે અશુભ કર્મોની નિર્જરા વિશેષ રીતે થતી જણાય ત્યારેજ સમાધિ મરણ રૂપે ગણાય છે અત્યારે આ કાળમાં અનશન કરાવવાનો નિષેધ છે. (૧૬) ઇંગિની મરણ :- ઇંગિની = સંજ્ઞા તેના ત્યાગપૂર્વકનું મરણ. મરણના છેલ્લા ટાઇમે પોતાને ખબર પડી જાય તો તે વખતે પોતાની જેટલી ભૂમિ ખુલ્લી રાખવી હોય એટલે સંથારા જેટલી જગ્યા અથવા હરવા ફરવા જેટલી જગ્યા ખુલ્લી રાખીને બાકીની બધી જગ્યાનો તેમજ દ્રવ્યનો મન, વચન અને કાયાથી ત્યાગ કરીને બીજા બધા સચેતન કે અચેતન પદાર્થોમાંથી રાગાદિ પરિણામનો નાશ કરીને-ક્રોધાદિ કપાયોનો નાશ કરીને-મારાપણાનો ત્યાગ કરીને તથા પોતાના શરીરનો પણ મમત્વ બુધ્ધિથી ત્યાગ કરીને જે અનશનનો સ્વીકાર કરાય તેને ઇંગિની મરણ કહેવાય છે. આ મરણથી કોઇ નિકાચીત કર્મો ભોગવવાના બાકી ન હોય તો સંખ્યાતા ભવોમાં સિધ્ધિગતિમાં જીવ જાય છે. (૧૭) પાદપ મરણ અથવા પાદપોપ ગમન મરણ :- પાદપ એટલે વૃક્ષ ઝાડની જેમ અનશનનો સ્વીકાર કરીને શરીર જે આસને રહેલું હોય જે સ્થિતિમાં પડેલું હોય એજ સ્થિતિમાં શરીરને રાખીને આત્માની એકાગ્રતામાં લીન થવ તેને પાદપોપ ગમન અનશન કહેવાય છે. આ અનશનનો સ્વીકાર જીવ ત્યારે જ કરી શકે કે શરીર પ્રત્યેનું ભેદજ્ઞાન એટલે કે શરીર એ હું નથી પણ હું એટલે આત્મા છું આવી સ્થિરતાપૂર્વકનું જ્ઞાન પેદા થાય ત્યારે જ જીવ આવા અનશનને સ્વીકારી શકે છે. આ અનશન છઠ્ઠા ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકમાં રહેલા જીવો સ્વીકાર કરીને Page 70 of 75

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75