Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 69
________________ કેટલાક સમકીતી જીવો અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયના ઉદયથી એટલે એ પ્રશસ્ત કાયના ઉદયથી સંયમનો સ્વીકાર કરે છે અને સમકીત સાથે હોય છે. નિરતિચારપણે સંયમનું પાલન કરી સંયમમાં મરણ પામે તો તે ભાવથી પંડિત મરણ કહેવાય છે. કેટલાક જીવો દેશવિરતિ ગુણસ્થાનકે પ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયથી સંયમનો સ્વીકાર કરી નિરતિચારપણે સંયમનું પાલન કરે તો તે સંયમમાં મરણ પામે તો તેમનું મરણ ભાવથી પંડિત મરણ કહેવાય છે. ચોથા પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને સત્તામાં સાતે કર્મોની જેટલી સ્થિતિ રહેલી હોય તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને પામે છે એ સંયમનો સ્વીકાર કરે અને એ સંયમમાં કાળ કરે તો ભાવથી પંડિત મરણ કહેવાય છે. આથી નિશ્ચિત થાય છે કે ભાવથી પંડિત મરણ પામવા માટે મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમભાવ અવશ્ય પેદા થવો જ જોઇએ એટલે મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમભાવ અથવા ક્ષાયિકભાવ પેદા થયેલો હોય તોજ સંયમ ભાવથી આવી શકે તોજ ભાવથી પંડિત મરણ પામી શકે. એકવાર જીવને પંડિત મરણ પ્રાપ્ત થાય અને સત્તામાં કોઇ ભોગવવા લાયક નિકાચીત કર્મ રહેલા ન હોય તો સંખ્યાતા ભવોની અંદર એ જીવો નિયમા સિધ્ધિગતિને પામે છે. જો સત્તામાં નિકાચીત કર્મો ભોગવવા લાયક રહેલા હોય તો અને તીર્થંકરનો આત્મા હોય તો એકવાર પંડિત મરણને પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવે મોક્ષે જાય છે અને જો તીર્થંકરનો આત્મા ન હોય તો સત્તામાં રહેલા નિકાચીત કર્મોના કારણે એકવાર પંડિત મરણ પામ્યા પછી ઉત્કૃષ્ટથી અનંતા ભવ પછી પણ સિધ્ધિ ગતિને પામે છે. અર્ધપુદ્ગલ પરાવર્ત કાળે સિધ્ધિ ગતિમાં પણ જાય છે જેમકે ચૌદપૂર્વીના આત્માઓ. (૧૧) છદ્મસ્થ મરણ ઃ- અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતા જીવો સુખની શોધ કરતા કરતા અનંતા કાળથી જે રીતે જન્મ મરણ કર્યા કરે છે તે છદ્મસ્થ મરણ કહેવાય છે કે જે મરણ જીવને સિધ્ધિગતિમાં જવા માટે કોઇકાળે સહાયભૂત થતું નથી અને ક્ષણિક સુખમાં સર્વસ્વ સુખની બુધ્ધિ રહેલી હોય છે ત્યાં સુધી એ જીવોનું મરણ જન્મ રહિત થવા માટેની ગણતરીમાં આવી શકતું નથી એને છદ્મસ્થ મરણ કહેવાય છે. અથવા પહેલે બીજે ચોથેથી અગ્યાર ગુણસ્થાનકમાં જીવો મરણ પામે છે તેને છદ્મસ્થ મરણ કહેવાય છે. ત્રીજા અને બારમા ગુણસ્થાનકે કોઇ કાળે કોઇ જીવ મરણ પામતા નથી. (૧૨) કેવલી મરણ :- છદ્મસ્થપણાના જ્ઞાનનો નાશ કરીને જીવ ક્ષાયિક ભાવે જ્ઞાનની પ્રાપ્તિ કરે ત્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ એમ કહેવાય છે. તેરમા ગુણસ્થાનકમા જીવને કેવલજ્ઞાન પેદા થાય છે પણ તેરમા ગુણસ્થાનકમાં કોઇ કાળે જીવ મરણ પામતો નથી. કેવલજ્ઞાન પામ્યા પછી મન, વચન, કાયાના યોગોનો સંપૂર્ણ નાશ કરે એટલે યોગ નિરોધ કરે ત્યારે જીવ અયોગિ અવસ્થાને એટલે ચૌદમા ગુણસ્થાનકને પામે છે ત્યારે ત્યાં જીવ વેદનીય આયુ, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મોનો નાશ કરી મરણ પામે તે છેલ્લું મરણ ગણાય છે તેને કેવલી મરણ કહેવાય છે. (૧૩) આકાશમાં મરણ :- ઝાડની ડાળીએ ફાંસો ખાઇને મરણ પામવું, ફાંસીથી લટકીને મરણ પામવું, પંખા નીચે કપડું બાંધીને લટકીને મરણ પામવું, ઝંપાપાત કરીને મરણ પામવું, દરિયામાં પડીને-દશમા આદિ માળની અગાસીમાંથી પડતુ મુકીને મરણ પામવું, કુવામાં પડીને મરણ પામવું અથવા Page 69 of 75

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75