Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 67
________________ રહેલો જીવ મોહની અંધતાને આધીન થઇને દેવ, ગુરૂ, ધર્મની આરાધના નિરતિચારપણે પણ કરી શકે છે અને અસમાધિ મરણને પામે છે. એ અસમાધિમરણથી છૂટવા માટે સમાધિમરણ પામવા માટે જીવો સન્ની. પંચેન્દ્રિય પર્યાપ્તા ચારે ગતિમાંથી કોઇપણ ગતિમાં રહેલા અનુકુળ પદાર્થો એ જ દુ:ખનું કારણ છે, હોય છે. આવી બુધ્ધિ પેદા કરીને જીવન જીવે તો જ મરણ વખતે સમાધિ મરણને પામી શકે છે. આવું મરણ એકવાર જીવ પ્રાપ્ત કરે એટલે સમાધિ મરણને પ્રાપ્ત કરે તો અને પૂર્વે બંધાયેલા કોઇ નિકાચીત કર્મો ન નડે તો સંખ્યાતા ભવમાં નિયમા મોક્ષને પામે છે. • સમાધિ મરણ આપનાર શ્રી અરિહંતો જ છે. અનુકૂળ પદાર્થોને દુ:ખરૂપ માનો તોજ સમાધિમરણ પ્રાપ્ત થાય. સત્તર પ્રકારના મરણનું વર્ણન (૧) આવિચિમરણ - આવિચિ = સમયે સમયે આયુષ્ય ઓછું થાય છે એટલે આયુષ્યનો ક્ષય થાય છે અથવા આયુષ્ય ઘટે છે કારણ કે વ્યવહારમાં કહેવાય છે કે ગયેલી ક્ષણ પાછી આવતી નથી અને આવિચિ મરણ કહેવાય છે. સમયે સમયે સુખની સામગ્રીમાં દુ:ખની બુદ્ધિ ચાલે તો આયુષ્ય જે ઘટે છે તો તે સમાધિરૂપે ઘટે છે એમ માનવાનું. સુખની બુદ્ધિથી ઘટે તો અસમાધિમરણ રૂપે ઘટે છે એમ માનવાનું. (૨) અવધિમરણ :- અવધિ એટલે મર્યાદા. પૂર્વે એટલે પૂર્વભવે જેટલું આયુષ્ય બાંધીને આવ્યા હોઇએ એટલું બધું જ આયુષ્ય ભોગવીને મરણ પામવું, ગમે તેટલી ઘાત આવે-રોગાદિ આવે તો પણ પોતાનું આયુષ્ય તૂટે નહિ અને ફ્રી પાછો રોગાદિ રહિત થઇ જાય અને બાકીનું આયુષ્ય ભોગવીને ચારે ગતિમાંથી કોઇપણ ગતિના આયુષ્યનો ભોગવટો કરવા જવું પડે તો ઉત્પન્ન થાય અને એ મર્યાદા પૂર્ણ કરી ફ્રીથી. મનુષ્યપણાને પામે તે અવધિમરણ કહેવાય છે. (3) અંતિમ મરણ :- જે ગતિમાંથી મરણ થાય એ ગતિમાં ફ્રીથી મરણ કરવા માટે જવું ન પડે એટલે કે એ ગતિનું જે છેલ્લું મરણ તે અંતિમ મરણ કહેવાય છે. (૪) બલાય મરણ :- જીવનમાં જે કોઇ વ્રત, નિયમ, પચ્ચખાણ લીધેલા હોય, લેતી વખતે ઉલ્લાસપૂર્વક લેવાઇ જાય અને પાછળથી ઉલ્લાસ નબળો પડે અને વ્રત, નિયમ, પચ્ચખાણ પ્રત્યે અરૂચિ ભાવ પેદા થતો જાય પણ લજ્જા આદિ મર્યાદાના કારણે વ્રત, નિયમ, પચ્ચકખાણ છોડી શકે નહિ તો એનાથી છૂટવા માટે મરણને ઇચ્છે આવા વ્રતભંગ પરિણામવાળા જીવોનું જે મરણ તે બલાય મરણ કહેવાય છે. (૫) વાર્ત મરણ - ઇન્દ્રિયોને આધીન થઇને પાંચ ઇન્દ્રિયોમાંથી જે જે ઇન્દ્રિયોના સુખને વિષે. અત્યંત આસક્તિ રાખીને એ સુખની પ્રાપ્તિ કરતા કરતા મળેલુ સુખ એકદમ ચાલ્યું જાય તો એ સુખના ડરથી એના વગર શું કરીશ ? કેવી રીતે જીવીશ ? ઇત્યાદિ અત્યંત આસક્તિ પૂર્વક વિચારણાઓ કરતા. કરતા મરણને પ્રાપ્ત થવું અથવા ઇન્દ્રિયોના સુખોને મેળવવા માટે ઘણા ઘણો પ્રયત્ન કરવા છતાંય એ સુખોની પ્રાપ્તિ ન થાય અને એ સુખોના અત્યંત આસક્તિના કારણે મરણને શરણ થવું એટલે મરણ પામવું તે વસાક્ત મરણ કહેવાય છે. (૬) અંતઃ શલ્ય મરણ :- કોઇ કર્મના ઉદયથી ભયંકર કોટીના દુરાચારના વિચારો પેદા થયા Page 67 of 75

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75