Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 62
________________ ઉચિત વ્યવહારની શરૂઆત થાય એટલે અત્યાર સુધી પારકાના દોષો જોઇને આનંદ માનતો હતો. એને બદલે પારકાના ગુણો જોઇને આનંદ માનતો થાય છે અને પોતાના નાના ગુણને મોટો કરીને જોતો. હતો અને પોતામાં ગુણ ન હોય છતાં ગુણનો આરોપ કરીને બીજાની પાસે પોતાના ગુણો બોલતો હતો એને બદલે પોતાના દોષને જોવાનું મન થતું જાય છે અને એ પોતાના દોષોને દૂર કરવાનું મન થતું જાય છે. ટુંકાણમાં સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન થતાં ઉચિત વ્યવહારનું પ્રત્યક્ષ ળ અનુભૂતિ રૂપે કહેવાય છે. તીર્થંકર પરમાત્માઓની પ્રસન્નતાથી જીવને ઉપાધિ રહિત સુખની અનુભૂતિ અને એનો આનંદ પેદા થતો જાય છે. અત્યાર સુધી અનુકૂળ પદાર્થોના રાગના આનંદમાં જીવ ભયભીત થઇને જીવતો હતો કોઇ લઇ લેશે તો ? કોઇ જોઇ જશે તો ? કોઇને ખબર ન પડે એ રીતે એને રાખું ? હું લાવ્યો છું? હું કોઇને આપું નહિ. ઇત્યાદિ અનેક પ્રકારના વિચારો પેદા કરીને અંતરમાં ભય ઉત્પન્ન કરતો કરતો પોતાનું જીવન જીવતો હોય છે જ્યારે ઉપાધિ રહિત સુખની અનુભૂતિ પેદા થતાં અનુકૂળ પદાર્થોનું સુખ તુચ્છ રૂપે લાગતાં અંતરમાંથી ભય દુર થતાં જીવનિર્ભય થતો જાય છે. હવે એ સામગ્રી મલે તોય શું ? ન મલે તોય શું? એ હોય તોય જીવતા આવડે છે અને ન હોય તોય જીવતા આવડે છે. એ સામગ્રી હોય તોજ જીવન જીવાશે એ લક્ષ અંતરમાંથી નષ્ટ થતાં નિર્ભયતા પેદા થતી જાય છે અને જીવ અભય ગુણને પ્રાપ્ત કરતો જાય છે. આ અભય ગુણના પ્રતાપે જીવને પોતાના મન, વચન અને કાયાના વ્યાપારોથી આનંદ પેદા થતો જાય અને બળ વધતું જાય છે એટલે સત્વ પેદા થતું જાય છે. રાગ દ્વેષ વગરના સુખના આનંદની અનુભૂતિ એજ મોક્ષના સુખની આંશિક અનુભૂતિ કહેવાય છે. અભય ગણ પેદા થતા એટલે નિર્ભયતા પેદા થતા સખની લીનતાનો નાશ થાય છે અને જેટલે અંશે સુખની લીનતાનો નાશ થાય એટલા અંશે જ્ઞાનગર્ભિત વૈરાગ્યભાવની શરૂઆત થાય છે. આ જ્ઞાન ગર્ભિત વેરાગ્ય ભાવ સાથે રહેતા ગમે તેટલી અનુકૂળ સામગ્રી મલે, વધે, ટકે તો પણ એનાથી જીવને પાપનો. અનુબંધ પડતો નથી. આજ મોટામાં મોટો લાભ છે. જેનાથી અભય ગુણ પેદા થયો, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા થયો એમના પ્રત્યે ઉપકારની બુધ્ધિ વિશેષ રીતે પેદા થતી હોવાથી એમના પ્રત્યે ભક્તિની પ્રવૃત્તિ ખેદ રહિત એટલે કંટાળા રહિતપણે અપ્રમત્તભાવે ઉલ્લાસપૂર્વક ચિત્તના આનંદપૂર્વક અને ચિત્તની પ્રસન્નતા પૂર્વક કરવાનું મન થતું જાય છે અને અખેદ ગુણની પ્રાપ્તિ થઇ કહેવાય છે. આવા જીવોને દેવ, ગુરૂ, ધર્મની ભક્તિ કરવાનું કહેવું પડતું નથી. પોતાની શક્તિ મુજબ અખેદ રીતે ભક્તિ કરતો જ જાય છે. અખેદ રીતે થતી ભક્તિના કારણે, સંસાર પ્રધાન જીવન હતું અને ધર્મ જીવન ગૌણ રૂપે હતુ તેના બદલે ધર્મ પ્રધાન જીવન થતું જાય છે અને સંસાર ગૌણપણે બને છે. અનુકળતાને સાચવીને ધર્મ કરાય એ વૃત્તિ હતી તે નાશ પામે છે. ધર્મની ક્રિયાઓ પ્રધાન બનતી. જાય છે. અખેદ પૂર્વક દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતા બહુમાન અને આદરપૂર્વક પ્રવૃત્તિ થતાં થતાં અદ્વેષ ગુણ પેદા થતો જાય છે એટલે કે બીજાના દોષોને જોઇને અત્યાર સુધી આનંદ થતો હતો એના બદલે દોષવાળા જીવો પ્રત્યે દયાભાવ એટલે કરૂણાભાવ પેદા થતો જાય છે. આ જીવ કેવો અજ્ઞાન છે પહેલા હું પણ આવો હતો માટે એ જીવનો શું દોષ ? આથી એ જીવ પ્રત્યે દ્વેષ થવાને બદલે અદ્વેષ ભાવ પેદા થતો જાય છે. આથી બીજા જીવોના દોષો દેખાય કે તરત પોતાના ઉપર દોષોનો આરોપ કરીને બીજા જીવ પ્રત્યે દ્વેષની. બુદ્ધિ અંતરમાંથી નાશ કરતો જાય છે. Page 62 of 75

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75