Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 64
________________ લોકને વિષે ઉત્તમ તરીકે રહેલા અથવા ઉત્તમ તરીકે ગણાતા એવા ચોવીશે તીર્થંકર પરમાત્માઓ. મારા વડે સ્તવાયેલા છે, વંદાયેલા છે, પૂજાયેલા છે. આ રીતે પ્રસન્ન થયેલા હોય તો મને આપો- શું માગણી કરે છે ? આરૂષ્ણ બોહિલ ભ સમાવિર મુત્તમ દિતું. II. (૧) આરોગ્ય, (૨) બોધિલાભ, (૩) સમાધિ. ઉત્તમ એવી સમાધિ મને આપો. બોધિલાભ મેળવવામાં સહાયભૂત થાય એવું આરોગ્ય આપો. આરોગ્ય એટલે આત્માનું શુધ્ધ સ્વરૂપ. બોધિલાભ આપો. આરોગ્ય એટલે મોક્ષ. સંસાર એટલે રોગ. અનુકૂળ પદાર્થોનું સેવન એ કુપથ્ય કહેવાય છે. સંસાર રૂપી રોગને વધારનાર હોવાથી અને મોક્ષરૂપી આરોગ્યને પેદા કરવામાં વિઘ્નરૂપ હોવાથી. કુપથ્ય કહેવાય છે. દેવ, ગુરૂ, ધર્મની આરાધનાના અનુષ્ઠાનો આરાધક ભાવ પેદા કરીને આરાધના કરતા કરતા મોક્ષરૂપી આરોગ્ય પેદા કરવામાં સહાયભૂત થાય છે માટે એની આરાધના એટલે દેવ, ગુરૂ, ધર્મની આરાધના એ સુપથ્ય કહેવાય છે. આરાધક ભાવ માટે ક્ષમાગુણ-ઇન્દ્રિયોની સંયમતા ગુણ અને સમતા ભાવ ગુણ. આ ત્રણ ગુણ જોઇએ. આ ત્રણ ગુણ પેદા થાય અથવા પેદા કરવાનું લક્ષ્ય રાખી આરાધના કરાય તોજ એ આરાધના સુપચ્ય રૂપે બને છે. ક્ષમાં એટલે ક્રોધનો ઉપશમ. સમતા = સુખમાં વૈરાગ્ય, દુઃખમાં સમાધિ. ચોવીશ તીર્થંકર પરમાત્માઓ લોકને વિષે ઉત્તમ ગણાય છે. અહીં લોક એટલે અસુરલોક તરીકે અધોલોક ગણાય છે. મનુષ્યોની અપેક્ષાએ તિરસ્કૃલોક ગણાય છે અને સુર એટલે દેવોની અપેક્ષાએ ઉર્ધ્વલોક ગણાય છે. આ રીતે લોકથી પૂજાયેલા સદા માટે પૂજા કરાતા એવા ચોવીશે તીર્થંકર પરમાત્માના આત્માઓ લોકને વિષે ઉત્તમ ગણાય છે તથા આ ભવમાં જ પોતાના આત્મિક ગુણોને એટલે સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપને પેદા કરવાના કાર્યો પૂર્ણ કર્યા છે માટે સિધ્ધ ગણાય છે. (કહેવાય છે.) એટલે કે હવે એ ચોવીશે તીર્થંકર પરમાત્માના આત્માઓને પોતાના શુધ્ધ સ્વરૂપને પેદા કરવાનો પ્રયત્ન રહ્યો નથી આ અર્થ થાય અથવા સિધ્ધ એટલે જે જીવોના અંતરમાંથી રાગ, દ્વેષ અને મોહ અથવા અજ્ઞાન સંપૂર્ણ નાશ. થયેલા છે એવા ચોવીશે તીર્થંકર પરમાત્માઓ સિધ્ધ રૂપે ગણાય છે. આવા તીર્થંકર પરમાત્માઓ મને આરોગ્યને આપો. આરોગ્યની માગણી એ જીવો જ કરી શકે કે જે જીવોને અનાદિકાળથી પોતાને વળગેલો જે રોગ એ રોગને ઓળખીને સંપૂર્ણ રોગ રહિત થવાની ભાવના હોય એજ જીવો આરોગ્યને માગવાના અધિકારી ગણાય છે. અનાદિકાળથી. જીવને સંસાર રૂપી રોગવળગેલો છે. એ સંસાર રોગનો નાશ કરી મોક્ષરૂપી. આરોગ્ય પેદા કરવાની ભાવના થાય એ જીવોએ મોક્ષરૂપી આરોગ્ય પેદા કરવા માટે પુણ્યથી મળેલી અનુકૂળ સામગ્રી-એની આસક્તિ-એનો રાગ રાખીને જેટલું સેવન કરું છું એ મારા આત્માને માટે સંસાર Page 64 of 75

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75