Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 61
________________ સામગ્રી માટે તીવ્રભાવે પાપ કરવાનો પરિણામ અંતરમાં હતો તે પરિણામ નાશ પામી જાય છે. જ્યાં સુધી જીવો આવો વિશુદ્ધિનો પરિણામ પામ્યા નહોતા ત્યાં સુધી અનુકૂળ પદાર્થોને મેળવવા આદિ માટે ગમે તેવા પાપ કરવા પડે તો તે પાપથી ડરતા નહોતા. તીવ્રભાવે પાપ કરવા પણ તૈયાર થતા હતા, કરતા હતા તે પરિણામ આ વિશુદ્ધિથી નાશ પામી ગયા છે. આથી જીવના અંતરમાં વિશુધ્ધિનો આનંદ વધતો જાય છે. એ આનંદની અનુભૂતિથી અનુકૂળ પદાર્થોનો રાગ એ જીવને હવે તુચ્છ લાગતો જાય છે એટલે કે ભવનો રાગ ધીમે ધીમે ઘટતા ઘટતા દૂર થતો જાય છે. ભવનો અનુરાગ ન થાય એટલે સુખમય સંસાર પ્રત્યે હવે રાગ પેદા થતો નથી. જ્યાં સુધી પુરૂષાર્થ કરીને વિશુધ્ધિનો પરિણામ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી ચારે સંજ્ઞાઓને (આહાર, ભય, મેથુન અને પરિગ્રહ) આધીન થઇને પ્રાણાતિપાત આદિ પહેલા પાંચ પાપોને આધીન થઇને જીવન જીવતો હતો. એ જીવનમાં જેટલી સફળતા મળતી હતી અને એ સફળતાના કારણે અનુકૂળ પદાર્થોનો રાગ કરવા લાયક છે ભોગવવા લાયક છે. એવી વિચારણા મજબુત બનતી જતી હતી. જ્યારે જીવ પુરૂષાર્થ કરીને પાપની તીવ્રતાનો નાશ કરી વિશુધ્ધ પરિણામનો આનંદ પેદા કરતો જાય છે એનાથી સુખનો રાગ તુચ્છ લાગતા ઘટતો જાય છે એના કારણે સંજ્ઞાઓને આધીન થઇને અને હિંસાદિ પાપોને આધીન થઇને જીવન જીવવું એજ સંસાર વૃદ્ધિનું કારણ છે. આવો પરિણામ અંતરમાં મજબૂત થતાં સંજ્ઞાઓને સંયમીત કરવાનો પ્રયત્ન કરતો જાય છે એટલે કે સંજ્ઞાઓને આધીન થયા વગર જીવન જીવવાનો પ્રયત્ન કરતો જાય છે અને એ જીવન જીવવાનો જે આનંદ પેદા થતો જાય છે એની સાથે સાથ સંજ્ઞાઓની ઉપાધિનાં વિચારો નાશ પામતા જાય છે આથી સંજ્ઞાઓની આધીનતાનો જે આનંદ હતો એના કરતા સંજ્ઞા રહિત જીવનનો આનંદ વિશેષ પેદા થતા ગમતો જાય છે. • સંજ્ઞાને આધીન થઇને જીવન જીવે તો એટલો સંસારનો રાગ ઘટ્યો કહેવાય. • ભવનો રાગ ઘટે અને જે સુખની અનુભૂતિ થાય એજ મોક્ષના સુખની અનુભૂતિ છે. - સંજ્ઞાને આધીન થયા વગર આહાર કરે તેને સ્વાદ આવે પણ ઉપાધિના વિચારો ન આવે. આ રીતે તીવ્રભાવે પાપ ન કરવું અને ભવનો એટલે સખનો રાગ ન કરવો. આ બે ગણો પેદા થતાં વિશુદ્ધિ અનંતગુણ અધિક પેદા થતાં જીવન જીવતા અંતરમાં થાય છે કે અત્યાર સુધી આવું સુંદર જીવન છતાં પણ હું કેમ જીવી ન શક્યો અને એમાં પોતાનું જે જીવન જીવાયું તેને અંતરમાં ખટકતા સ્વાર્થી જીવન લાગવા માંડે છે. આથી હવે ઉચિત વ્યવહારનું પાલન કરતો કેમ થાઉં એ ભાવ પેદા થતાં પોતાની શક્તિ મુજબ ઉચિત વ્યવહારનું જીવન જીવવા પ્રયત્ન કરતો જાય છે અને એ ઉચિત વ્યવહારનું જીવન જીવતા જે આનંદ આવે છે તે કારણે સ્વાર્થી જીવન તુચ્છ લાગતું જાય છે કારણ કે સ્વાર્થી વ્યવહારનું જીવન જીવતા અનેક જીવોના વિચારોને આધીન થઇ થઇને જીવવું પડે છે અને કેટલીકવાર મનને મનાવીને પણ જીવન જીવવું પડે છે તથા ઘણું જતું કરીને પણ જીવન જીવવું પડે છે એમ લાગ્યા કરતા એના કરતા આ જીવનમાં એમાંનું કાંઇ જ નથી અને મનની પ્રસન્નતા સારી ટકી રહે છે, શરીર પણ સુખાકારી રહે છે માટે આ ઉચિત વ્યવહારથી જીવવાનો આનંદ વધતો જાય છે. • જે આત્માના સુખને જોઇને જીવે એને જ ઉચિત વ્યવહાર ફાવે. • સ્વાર્થી જીવન ક્ષણિક સુખ આપે. • ઉચિત જીવન લાંબાકાળનું સુખ આપે. ઉચિત વ્યવહારના પાલનનું પ્રત્યક્ષ ળ સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન કરે. Page 61 of 75

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75