Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 53
________________ લોક અને અલોકને જે જુએ છે. એટલે કે લોકને વિષે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય આ પાંચે અસ્તિકાયને જે જૂએ છે તેમજ સમયે સમયે પગલાસ્તિકાયના પુગલો જીવાસ્તિકાયના જીવો એક એક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા રહેલા હોય છે તે સમયે સમયે પરાવર્તન પામતા જાય છે. એ પરાવર્તીત થતા જીવોને અને પુગલોને જુએ છે. ભૂતકાળમાં જીવ અને પુદ્ગલોના પર્યાયો પરાવર્તીત થયેલા હતા એને પણ જૂએ છે અને જાણે છે. ભવિષ્યમાં જીવોના અને પુદ્ગલોના અનંતા પર્યાયો પરિવર્તીત થશે એને પણ જૂએ છે અને જાણે છે તેમજ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાસ્તિકાય એના અરૂપી પ્રદેશો એ દ્રવ્યમાં ને દ્રવ્યમાં પરાવર્તીતા થયા કરે છે એને પણ જૂએ છે અને જાણે છે આ રીતે પાંચ અસ્તિકાય દ્રવ્ય અને છટ્ટો કાળ દ્રવ્ય એ છએ દ્રવ્યોને જુએ છે અને જાણે છે તેણે લોક જોયો અને જાણ્યો કહેવાય છે તથા આલોકને વિષે આકાશાસ્તિકાયના પ્રદેશો અનંતા રહેલા છે એને પણ જૂએ છે અને જાણે છે. આ રીતે લોક અને અલોકને જે જૂએ છે અને જાણે છે એથી પાર્શ્વ કહેવાય છે. આ અર્થથી તો દરેક તીર્થંકર પરમાત્માઓ લોક અને અલોકને જૂએ છે અને જાણે છે માટે બધા એક સરખા થાય છે. બીજા અર્થમાં માતાએ પોતાની શય્યામાં અંધકારમાં સાપ જોયો એથી તીર્થંકરનું નામ પાર્થ કહેવાય છે અથવા પાર્થ તીર્થકર જે જ્ઞાનનો પ્રકાશ લઇને આવ્યા છે એટલે કે ત્રણ જ્ઞાનથી સહિત ચ્યવન પામેલા છે અને અનુપમ એવા ત્રણ જ્ઞાન રહેલા છે એ ત્રણ જ્ઞાનના બળેજ ચામું મનપર્યવજ્ઞાન પ્રાપ્ત કરશે અને પુરૂષાર્થ કરીને એ ત્રણ જ્ઞાનના યોગે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરશે અને લોકાગ્રે પહોંચશે માટે પોતાના જ્ઞાનથી જ લોકની નજીકમાં રહેલા હોવાથી પાર્થ કહેવાય છે. આ રીતે દરેક તીર્થંકરના આત્માઓ દેવલોકમાંથી કે નરકમાંથી ચ્યવન પામીને મનુષ્યલોકમાં માતાના ગર્ભમાં આવે છે ત્યારે અનુપમ એવા ત્રણ જ્ઞાનથી યુક્ત જ હોય છે તેમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ત્રીજે ભવે જેટલું પ્રાપ્ત કરેલું હોય એટલું હોય છે. • ભણેલા સૂત્રોનું પરાવર્તન કરવાથી મતિજ્ઞાન વધે સ્થિર થાય, ક્ષયોપશમ ભાવ વધે અને એ મતિજ્ઞાનના ક્ષયોપશમ ભાવથી શ્રતજ્ઞાન સ્થિર થાય અને ભવાંતરમાં સાથે આવે. • કંટાળો આવે તે પ્રમાદ કહેવાય છે. - આત્માનું હિત-અહિત જણાવે તે જ્ઞાન કહેવાય. બાકીનું અજ્ઞાન કહેવાય છે. • પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન તે જઘન્ય શ્રુતજ્ઞાન કહેવાય છે. (૨૪) મહાવીર સ્વામી ભગવાન ચોવીશમાં જિન જન્મથી જ એમનું રૂપ, એમનું બળ, એમનું જ્ઞાન, એમનું ચારિત્ર એટલે સ્થિરતા ક્રમસર વધતા જ જાય છે માટે વર્ધમાન કહેવાય છે. આરીતે તો ચોવીશે પરમાત્માઓનું રૂપ, બળ, જ્ઞાન, ચારિત્ર વધતા જ હોય છે માટે બધા એક સરખા ગણાય છે. બીજા અર્થમાં તીર્થંકરનો આત્મા માતાના ગર્ભમાં આવ્યો ત્યાર જ્ઞાનકુલ હાથી, ઘોડા, ભંડાર, કોઠાર, નોકર, ચાકર, રત્નો વગેરે ક્રમસર વધતા જ જાય છે માટે એમના પિતાએ વર્ધમાન નામ પાડ્યું છે. આ રીતે ચોવીશે તીર્થંકર પરમાત્માઓ એમના નામથી સ્તવના કરવા માટે જે નામથી કરાતી સ્તવના ઉપયોગપૂર્વક સમજણ પૂર્વક અને સંવેગનો અભિલાષ પેદા કરવાની ઇચ્છાથી તેમજ પેદા થયેલા Page 53 of 75

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75