Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 38
________________ પોતાના વિમાનમાં સાત ડગલા ભગવાન જે દિશામાં હોય તે દિશામાં જઇને સ્તવના કરે છે પછી નંદીશ્વર દ્વીપે જઇને અટ્ટાઇ મહોત્સવ કરે છે આને ચ્યવન કલ્યાણકની ઉજવણી કહવાય છે. સમકીતી એવા ઇન્દ્ર ગર્ભમાં રહેલા ભગવાનના આત્માને સમાધિમય જુએ છે અને સ્વાધ્યાયમાં મગ્ન જૂએ છે માટે અહોભાવ વધતો જાય છે તથા હવે જગતમાં અનેક જીવોના ઉધ્ધાર કરનારા આત્મા. જન્મ પામીને અનેક જીવોનો ઉધ્ધાર કરશે એ આનંદમાં ઉજવણી કરે છે. ગર્ભસ્થિતિનો કાળ પૂર્ણ થતાં જન્મ પામે છે અને મોટાભાગના તીર્થકરના આત્માઓ ચોરાશી લાખપૂર્વ વરસના આયુષ્યવાળા તરીકે જન્મ પામે છે કારણ કે મોટાભાગના તીર્થકરના આત્માઓ. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામે છે અને ત્યાં દરેક તીર્થકરોનું આયુષ્ય ચોરાશીલાખ પૂર્વ વરસનું હોય છે. જ્યારે કેટલાક આત્માઆ દશ કોટાકોટી સાગરોપમનો અવસરપીણીનો કાળ અને દશ કોટી કોટી સાગરોપમવાળો. ઉત્સરપિણીનો કાળ એ દરેક કાળમાં એક એક કોટા કોટી સાગરોપમ કાળમાં ચોવીશ-ચોવીશ તીર્થંકર પરમાત્માઓ પેદા થાય છે તેમાં અવસરપીણી કાળમાં પહેલા તીર્થકરનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વનું હોય છે અને બાકીના તીર્થકરોનું ક્રમસર ઘટતું ઘટતું છેલ્લા તીર્થકરનું વ્હોંતેર વર્ષનું ચ હોય છે. ઉત્સરપિણી કાળના એક કોટાકોટીસાગરોપમ કાળમાં ચોવીશ તીર્થંકરો થાય છે તેઓનો આયુષ્ય અવસરપિણી કાળના તીર્થકરો કરતા ઉંધા ક્રમે હોય છે. આથી દશ કોટાકોટી સાગરોપમ કાળે એક ભરત ક્ષેત્રમાં ચોવીશ તીર્થંકરો થાય. પાંચ ભરતના એકસોવીશ અને એવી રીતે પાંચ એરવતના એકસોવીશ તીર્થંકરો એમ બસો ચાલીસ તીર્થંકરો થાય છે. તેમાં દશ તીર્થકરોનું એટલે કે દશે ક્ષેત્રના પહેલા તીર્થકરોનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વનું હોય જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં એક લાખ પૂર્વ વર્ષના આયુષ્યકાળે વીશ તીર્થકરો એક સાથે ઉત્કૃષ્ટ આયુષ્યથી પેદા થતા જાય છે. આથી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તીર્થકરો સદા માટે અધિક હોય છે. એક ક્ષેત્રમાં બે તીર્થકરો હોતા નથી. કેવલજ્ઞાન પામેલા ઘણા જીવો એક સાથે હોય છે. ઇન્દ્ર મહારાજાને ગર્ભમાં રહેલા તીર્થકરો પ્રત્યે અહોભાવ પેદા થાય છે એમાં મુખ્ય એ ભાવ આવે છેકે દેવલોકમાં અસંખ્યાતા વર્ષો સુધી સુખનો કાલ પસાર કર્યો અને આ ગર્ભનો દુ:ખનો કાળ પેદા થયો છે છતાં પણ આવી વેદનામાં કેવી ઉચ્ચ કોટિની સમતા રાખીને મસ્ત રહી શકે છે. આથી આવા અહોભાવથી સ્તુતિ કરવાનો ભાવ પેદા થાય છે અને સ્તુતિ કરે છે. તીર્થકર નામકર્મનો પ્રદેશોદય બારમાં ગુણસ્થાનકના અંત સુધી રહે છે. તેરમાં ગુણસ્થાનકે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ તીર્થકર નામકર્મનો વિપાકોય ચાલુ થાય છે. જાય છે એ મારું નથી અને મારું છે એ જતું નથી. આ વિચારણા ચોવીસે કલાક રાખવાની છે તોજ વેરાગ્ય ભાવ આવે. જ્યારે ભગવાન જન્મ પામે છે ત્યારે ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય છે અને ઇન્દ્ર મહારાજા દરેક દેવોને આદેશ કરે છેકે ભગવાનનો જન્મ થયો છે. એમનો જન્મોત્સવ કરવા માટે મેરુપર્વત ઉપર સોને આવવાનું છે એમ આદેશ કરે છે અને ઇન્દ્રમહારાજા પોતે જ્યાં તીર્થંકરનો આત્મા છે ત્યાં આવી પાંચ રૂપ કરી ભગવાનને લઇને મેરૂ પર્વત ઉપર જાય છે ત્યાં ઠાઠથી જન્મોત્સવ કરી ભગવાનને માતા પાસે મુકીને નંદીશ્વર દ્વીપે જઇ અટ્ટાઇ મહોત્સવ કરે છે. આ બધું તીર્થકર નામકર્મ નિકાચનાના પ્રદેશોદયથી સ્વાભાવિક રીતે બન્યા જ કરે છે. Page 38 of 75

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75