Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 47
________________ શ્રાવિકા સંઘ રૂપે ગણાશે. પાંચમો આરો પૂર્ણ થયે એકવીશ હજાર વર્ષ સુધી છઠ્ઠો આરો આવશે એમાં ધર્મ રહેશે નહિ. આ રીતે અવસરપિણી કાળના એક કોટાકોટી સાગરોપમ કાળમાં ચોવીશ તીર્થંકર પરમાત્માઓ કેવલજ્ઞાન પામીને ધર્મતીર્થની સ્થાપના કરશે. એવા કે જે ચોવીશે તીર્થંકરના આત્માઓ લોકને વિષે ઉદ્યોત કરનારા-ધર્મતીર્થના સ્થાપક-જિનેશ્વર અરિહંત થયેલા તથા પુરૂષાર્થ કરીને કેવલજ્ઞાન પામેલા એટલે કેવલી બનેલા એવા ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરું છું. બીજી-ત્રીજી-ચોથી ગાથામાં ચોવીશ તીર્થંકર પરમાત્માઓને નામથી સ્તવના કરેલી છે. તો કહે છે નામથી પણ સ્તવના કરતા કરતા જીવો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. અત્યાર સુધી નામથી સ્તવના કરીને અનંતા આત્માઓ મોક્ષે ગયેલા છે. જૈન શાસનમાં દરેક પદાર્થોનું નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ. આ ચાર નિક્ષેપા કરીને વર્ણન કરાયેલું છે. જે જીવોને વધારે નિક્ષેપો કરતા આવડતા ના હોય તો ચાર નિક્ષેપા કરીને જ્ઞાન મેળવવાનું વિધાન કહેલું છે. જેમ ભાવથી આત્મા દોષોનો નાશ કરી ગુણોની પ્રાપ્તિ કરતો કરતો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. એવી જ રીતે નામથી ચિંતન કરતા કરતા સ્થાપના રૂપે સ્થાપીને એટલે કે એમના આકારની અંતરમાં સ્થાપના કરીને તેમજ દ્રવ્યથી એટલે કે એમની ચ્યવન અવસ્થા જન્મ અવસ્થા એમની સંયમ અવસ્થા એ બધી વિચારણાઓ દ્રવ્ય રૂપે ગણાય છે. આવી રીતે નામ સ્થાપના દ્રવ્યની વિચારણા કરતા. કરતા જીવ દોષોનો નાશ કરતો કરતો ગુણોની પ્રાપ્તિ કરતો કરતો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. આ કારણથી અહીંયા લોગસ્સ સૂત્રની અંદર ચોવીશ તીર્થંકર પરમાત્માઓની નામથી સ્તવના કરેલી હોવાથી આ સૂત્રનું નામ નામસ્તવના પણ કહેવાય છે. ચોવીશ તીથરોનાં નામથી વર્ણન અને એ ચોવીશે તીર્થંકર પરમાત્માઓનાં નામોનો સામાન્ય અર્થ વિવેચન-વર્ણના” (૧) વૃષભ ભગવાન વૃષભ તેમાં વૃષ અને ભ આ બે શબ્દો થી વૃષભ શબ્દ બનેલો છે. વૃષ = ધર્મ. ભ એટલે ભાવિત કરનાર, આત્માને ધર્મથી દ્રઢ રીતે ભાવિત કરે છે માટે તે વૃષભ કહેવાય છે. જ્ઞાની ભગવંતો એ ધર્મ ચાર પ્રકારનો કહેલો છે. દાન-શીલ-તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મમાંથી કોઇપણ ધર્મનું આચરણ કરે તો તે સંસાર સાગરથી તારવાને સમર્થ થતો નથી પણ એ ચારે પ્રકારનો ધર્મ સદુધર્મ રૂપે બને તો જ સંસાર સાગરથી તારવાને સમર્થ બને છે. દાન દેવું તે ધર્મ કહેવાય. દાન દેતા દેતા બાકીની જે લક્ષ્મી રહી એનું મમત્વ ઘટાડવું એટલે કે બાકીની લક્ષ્મીનું મમત્વ ઘટાડવાનું લક્ષ્ય પેદા કરવું તે સદ્ધર્મ કહેવાય છે. જો દાન દેતા દેતા બાકી રહેલી લક્ષ્મીનું મમત્વ ઘટાડવાની ઇચ્છા ન થાય તો તે દાન સદ્ધર્મ રૂપે બનતું નથી માટે એ દાન સંસાર સાગરથી તારવાને માટે સમર્થ બનતું નથી. • કિર્તીદાન કરતા ભાવદાનની કિંમત વધારે છે. Page 47 of 75

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75