Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 46
________________ અસંખ્યાતા વર્ષો સુધી રહે છે અને જઘન્યથી મુકેલો મોક્ષમાર્ગ એકવીશ હજાર વર્ષ સુધી રહે છે. ૠષભદેવ ભગવાને મુકેલો માર્ગ જ્યાં સુધી અજીતનાથ ભગવાન ન થયા ત્યાં સુધી ચાલુ રહ્યો એમાં પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો કાળ પસાર થયો માટે ૠષભદેવ ભગવાનનું શાસન તેટલા કાળ વર્ષો સુધી કહ્યું અને ભગવાન મહાવીરે મોક્ષમાર્ગની સ્થાપના કરી તે એકવીશ હજાર વર્ષ સુધી રહેશે તે તપપદ. આવા અરિહંત પરમાત્માઓની હું સ્તવના કરૂં છું. ચોથું પદ ચવિસ્તૂપ કેવલી આ અવસરપિણી કાળ દશ કોટાકોટી સાગરોપમ પ્રમાણ કાળ ગણાય છે તેમાં છ આરા રૂપે કાળ માન હોય છે તેમાં પહેલો આરો ચાર કોટાકોટી સાગરોપમ પ્રમાણવાળો હોય છે. આ આરામાં પહેલા સંઘયણવાળા - ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા - ત્રણ ગાઉની ઉંચાઇની કાયાવાળા યુગલથી એટલે જોડકા રૂપે પેદા થવાવાળા મનુષ્યો હોય છે અને કલ્પવૃક્ષથી જીવનારા હોય છે. આ કાળ સુખનો કાળ હોવાથી ત્યાં મનુષ્યો પુરૂષાર્થ કરીને સમકીતની પ્રાપ્તિ કરી શકે છે પણ વિરતિને પ્રાપ્ત કરી શકતા નથી. આ મનુષ્યો મરીને દેવ થવાવાળા હોય છે. બીજા આરાનો કાળ ત્રણ કોટાકોટી સાગરોપમ પ્રમાણ હોય છે. આ કાળમાં મનુષ્યો યુગલથી ઉત્પન્ન થાય છે. બીજા સંઘયણવાળા હોય છે. । પલ્યોપમના આયુષ્યવાળા કલ્પવૃક્ષથી જીવનારા હોય છે. સમકીત સુધી પ્રાપ્તિ કરી શકે છે. મરીને દેવ થાય છે. ત્રીજો આરો બે કોટા કોટી સાગરોપમનો કાલ હોય છે. શરૂઆતથી યુગલીયા રૂપે મનુષ્યો જન્મે છે. ત્રીજા સંઘયણવાળા હોય છે, એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. કલ્પવૃક્ષથી જીવે છે, મરીને દેવ થાય છે. આ ત્રીજા આરાના સંખ્યાતા વર્ષો બાકી રહે ત્યારથી મનુષ્યો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલથી ઉત્પન્ન થાય છે અને પહેલા કુલકરથી ઉત્પત્તિ શરૂ થાય છે તે મનુષ્યોનું સંખ્યાત વર્ષોનું જ આયુષ્ય હોય છે. એટલે કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યોની ઉત્પત્તિ ચાલુ થાય છે એમ ક્રમસર છ કુલકરો થાય છે અને સાતમા કુલકર નાભિરાજા તરીકે થાય છે એમને મરૂદેવા પત્ની હોય છે. એ નાભિ કુલકરને ત્યાં પહેલા તીર્થંકર ઋષભદેવનો આત્મા ગર્ભમાં ઉત્પન્ન થાય છે, જન્મ પામે છે એ તીર્થંકરનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વ વરસનું હોય છે. અને અજ ત્રીજા આરામાં એ તીર્થંકરનો આત્મા દીક્ષા લે છે, કેવલજ્ઞાન પામે તીર્થની સ્થાપના કરે છે અને ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયા કાળ બાકી રહે ત્યારે નિર્વાણ પામે છે. એ તીર્થંકર પરમાત્માનું શાસન પચાસ લાખ ક્રોડ સાગરોપમ કાળ સુધી રહે છે. પછી બીજા તીર્થંકર પરમાત્માનું ચ્યવન-જન્મ આદિ થાય છે. આથી નેવ્યાશી પખવાડીયા પૂર્ણ થાય ત્યારે ત્રીજો આરો પૂર્ણ થાય છે. ચોથો આરો શરૂ થાય છે તેમાંથી બેંતાલીશ હજાર વર્ષ ન્યૂન એક કોટા કોટી સાગરોપમ કાળ જેટલો ચોથો આરો હોય છે એ ચોથા આરામાં બાકીના ત્રેવીશ તીર્થંકર પરમાત્માઓના પાંચે ક્લ્યાણકો થાય છે અને મોક્ષમાર્ગ પણ સ્થાપના રૂપે થતા જાય છ. ચોથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહે ત્યારે ચોવીશમાં તીર્થંકર પરમાત્માનું નિર્વાણ થાય છે અને એ ત્રણ વરસ સાડા આઠ મહિનાનો કાળ પૂર્ણ થાય એટલે પાંચમો આરો શરૂ થાય છે જે એકવીશ હજાર વરસનો હાય છે ત્યાં સુધી ચોવીશમા તીર્થંકરનું શાસન હોય છે તે વખતે પાંચમા આરાના છેડે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક Page 46 of 75

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75