Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 48
________________ 0 ઇતર દર્શન ગરીબની દયા કરે જ્યારે જૈન દર્શન શ્રીમંતની દયા કરે છે. • સદ્ગતિમાં જવા માટે સરલ સ્વભાવ અને નિ:સ્વાર્થ ભાવ જોઇએ. • શીલ પાળવું તે ધર્મ અને ભોગની લાલસાઓનો નાશ કરવાની ભાવનાથી શોલ પાળવું એ સદ્ધર્મ કહેવાય છે. ૦ તપ કરવો એ ધર્મ અને ઇચ્છા વિરોધ કરવાની ભાવનાથી તપ કરવો તે સધર્મ. • શુભ વિચારો રાખીને જીવન જીવવું તે ભાવધર્મ કહેવાય અને સંસારના અનુકૂળ પદાર્થોની. વિચારણાઓનો નાશ કરવાના હેતુથી શુભ ભાવમાં શુભ વિચારોમાં રહેવું એટલે શુધ્ધ પરિણામ પેદા કરવા. માટે શુભ વિચારણાઓમાં રહેવું એ સદ્ભાવ ધર્મ કહેવાય છે. ૦ અધર્મ અધર્મરૂપે ન લાગે ત્યાં સુધી ધર્મ સદુધર્મ રૂપે બને નહિ. ૦ધર્મ કરતા કરતા સદ્ધર્મ બનાવવાનું એટલે સદ્ધર્મ મેળવવાનું લક્ષ્ય રાખો. ધર્મ જ્યારે સદ્ધર્મ રૂપે બનતો જાય ત્યારે (સદ્ધર્મ બને ત્યારે) સકામ નિર્જરા થાય પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય અને ભવની એટલે જન્મ મરણની પરંપરાનો નાશ થાય. સદ્ધર્મને વિષે આત્માને દ્રઢ રીતે ભાવિત કરનાર ચોવીશ તીર્થકરો હોવા છતાં વૃષભ દેવા ભગવાનના બન્ને સાથળને વિષે વૃષભનું ચિન્હ હતું તથા મરૂદેવા માતાએ ચૌદ સ્વપ્રને વિષે પહેલું સ્વપ્ન વૃષભનું જોયું હતું તેથી ઇન્દ્ર મહારાજાએ ખુશ થઇને એ તીર્થકરનું નામ વૃષભ રાખ્યું હતું. વૃષભ એટલે બળદ, બળદ મુશ્કેલીથી વહન કરી શકાય એવા ભારને વહન કરવામાં એટલે કે ઉપાડવામાં સમર્થ હોય છે એ પ્રમાણે પહેલા તીર્થકર મુશ્કેલીથી વહન કરી શકાય એવી ધર્મરૂપી ધુરાને વહન કરવામાં સમર્થ હોવાથી વૃષભ અથવા ઋષભ કહેવાય છે. અજીતનાથ ભગવાન ઇન્દ્રિયો-વિષય-કષાય વગેરે ભયંકર અંતરંગ શત્રુઓથી જરાય જીતાયા નહિ એને અજીત જિન કહેવાય છે. આ રીતે ચોવીસ તીર્થંકર પરમાત્માઓ અંતરંગ શત્રુઓથી જરાય જીતાતા નથી. માટે ચોવીશે. તીર્થકરોને આ વિશેષણ લાગુ પડે છે તો અજીતનાથ ભગવાનનું નામ પડ્યું એમાં જ્યારે ભગવાન ગર્ભમાં હતા ત્યારે એમની માતા વિજયા દેવી પોતાના સ્વામી જીતશત્રુ રાજાની સાથે સોગઠા બાજી રમે છે એમાં રાજા જીત્યા નહિ અને માતા જીત્યા માટે એમનું નામ અજીતનાથ રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે આવી રમતોને વિષે મોટે ભાગે પુરૂષ જ જીતે છે છતાં પણ અહીં ગર્ભના પ્રભાવથી. વિજ્યા દેવીની જીત થઇ માટે અજીત જિન કહેવાય છે. (૩) સંભવનાથ ભગવાન સં = સુખ ભવ = આપનાર (થવું) ભગવાનના દર્શન થયે છતે જીવને સુખની પ્રાપ્તિ થાય છે એથી ત્રીજા સંભવનાથ ભગવાન તરીકે કહેવાય છે. પ્રભુનું દર્શન આત્મિક અને સંસારિક બન્ને પ્રકારના સુખને આપે છે. આ અર્થથી તો દરેક તીર્થંકરના આત્માઓ સુખ આપનારા હોય છે. Page 48 of 75

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75