Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 39
________________ જે તીર્થંકર પરમાત્માઓને ભોગાવલી કર્મો ભોગવવાના બાકી હોય તે માતાની આજ્ઞાથી લગ્ન પણ કરે છે. જેઓને ભોગાવલી હોતુ નથી તેઓ એ લગ્નની ક્રિયા કરતા નથી. જ્યારે સંયમ લેવાનો કાળ પાકે છે ત્યારે એટલે કે ચોરાશી લાખ પૂર્વ વરસના આયુષ્યવાળા તીર્થકરના આત્માઓ વ્યાશી લાખપર્વ વરસ સુધી સંસારમાં જ રહેલા હોય છે. ઉચ્ચ કોટિની સુખની સામગ્રી હોય છે. કોઇપણ પ્રકારની તકલીફ કે દુઃખ એ જીવોને હોતુ નથી છતાં પણ એ સુખની સામગ્રીનો ભોગવટો આટલા લાંબા કાળ સુધી એ રીતે કરે છે કે સતત વૈરાગ્ય ભાવ ટકેલો અને વૃદ્ધિ પામતો જ હોય છે. આથી એ સામગ્રીનો ભોગવટો કરવા છતાંય સંસારમાં જન્મ મરણની પરંપરા વધે એવો કર્મબંધ થતો જ નથી. ઉપરથી આ વેરાગ્યભાવના કારણે બંધાયેલા ભોગાવલી કર્મના ઉધ્યથી ભોગવટો કરતા જાય છે અને ભોગાવલીનો નાશ કરતા જાય છે અને જ્યારે છેલ્લે એકલાખ પૂર્વ આયુષ્ય બાકી રહે ત્યારે લોકાંતિક દેવો આવીને તીર્થ પ્રવર્તાવો નાથ ! એમ કહીને દીક્ષાનો અવસર જણાવે છે આથી તીર્થકરો વાર્ષિક દાનની શરૂઆત કરે છે. એ તીર્થંકરના હાથે જે દાનને ગ્રહણ કરે એ નિયમા ભવ્ય જીવ હોય છે. આ રીતે દાના આપી સંયમ લેવા નીકળે છે. સંયમનો સ્વીકાર કરતાની સાથે અભિગ્રહ લે છેકે જ્યાં સુધી કેવલજ્ઞાન ના થાય ત્યાં સુધી જમીન ઉપર પગવાળીને બેસવું નહિ. આ અભિગ્રહ ગ્રહણ કરી કરેમિ ભંતે ઉચ્ચરે કે તરત જ ચોથું મન:પર્યવ જ્ઞાન પેદા થાય છે. | તીર્થકરો સંયમનો સ્વીકાર કરે એમાં ભંતે શબ્દ બોલે નહિ અને તે વખતે નિયમા સાતમા. ગુણસ્થાનકના પરિણામને પામે છે પછી છટ્ઠ ગુણસ્થાનક આવે છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દરેક તીર્થંકરના આત્માઓનો છદ્મસ્થ કાળ એટલે કેવલજ્ઞાન વિનાનો સંયમ પર્યાય કાળ એક હજાર વરસનો હોય છે. પછી કેવલજ્ઞાન પામે છે. આ એક હજાર વરસ સુધી ત્રીજા ભવે જે શ્રુતજ્ઞાન ભણીને સાથે લઇને આવ્યા છે તેનો-તેના પદાર્થોનો સ્વાધ્યાય રોજના એકવીશ કલાક સુધી એક હજાર વરસ સુધી કરે છે અને શરીરથી આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન પેદા કરી એમાં બરાબર આત્માને સ્થિર કરી જે પરિષહો કે ઉપસર્ગો આવે એને સારી રીતે સહન કરીને, વેઠીને જ્ઞાનના ઉપયોગમાંસ્થિર બનતા જાય છે. એમાં પૂર્વભવોમાં જે જે અશુભ કર્મો તીવ્રરસે બાંધેલા સત્તામાં રહેલા હોય છે તે એક એક પછી ઉદયમાં આવતા જાય છે અને સમતાપૂર્વક વેઠીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ભગવાન મહાવીરના આત્માએ સાડા બાર વરસ સુધીના કાળમાં, અગ્યાર અંગ ભણીને સાથે લઇને આવેલા એમાં એક પરમાણુની વિચારણા સાડાબાર વરસ કરતાં કરતાં પરિષહો અને ઉપસર્ગોને સહન કરી લેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી જેમ જેમ પરિષહ ઉપસર્ગો વધે તેમ તેમ શરીરનું ભેદજ્ઞાન વધતું જાય છે અને સ્થિર થતું જાય છે. આ રીતે સાડા બાર વરસ સુધી પરમાણુની વિચારણા કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. જ્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ તીર્થકરના આત્માઓને થાય છે ત્યારે દેવતાઓ આવીને એ સ્થાને સમવસરણની રચના કરે છે ત્યાં રહેલા મનુષ્યો, તિર્યંચો અને દેવો સમવસરણમાં આવીને દેશના સાંભળે. છે. તીર્થકરો સમવસરણને પ્રદક્ષિણા આપી નમો તિત્યસ્સ કહી પૂર્વ દિશાથી સમવસરણમાં પ્રવેશ કરી સિંહાસન ઉપર બેસે છે અને દેશના આપે છે. તે જ વખતે તીર્થંકર નામકર્મનો વિપાકોય શરૂ થાય છે. તે દેશના સાંભળવા માટે મોટે ભાગે ગણધર થવાને યોગ્ય આત્માઓ હાજર થાય છે એટલે આવેલા હોય છે. અને દેશના સાંભળતાની સાથે દેશના પૂર્ણ થતાં ભગવાન પાસે સંયમની માંગણી કરે છે અને ભગવાન સંયમ આપે છે. આ રીતે સંયમી જીવો પદા થાય છે તે ધર્મતીર્થની સ્થાપના કહેવાય છે. Page 39 of 75

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75