Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 35
________________ લોણરસ સૂત્ર આ સૂત્ર અનાદિકાળથી વિદ્યમાન છે. એમાં વિશેષતા એટલી છે કે અત્યાર સુધીમાં અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી પસાર થયેલો છે એ દરેક કાળને વિષે લોગસ્સ સૂત્રની પહેલી પાંચમી છઠ્ઠી અને સાતમી ગાથા શાશ્વતી હોય છે. માત્ર બીજી-ત્રીજી અને ચોથી ગાથાને વિષે અત્યારે વર્તમાનમાં આ અવસરપિણી કાળના આ ભરત ક્ષેત્રના એટલે જંબુદ્વીપના ભરત ક્ષેત્રના કાળના ચોવીશ તીર્થકરોના નામોનું વર્ણન છે. એમ બાકીના ચાર ભરત અને પાંચ એરવત ક્ષેત્રને વિષે વર્તમાન ચોવીશીમાં થયેલા તીર્થકરોના નામો હોય છે. આ રીતે દરેક ઉત્સરપિણી અને અવસરપિણીકાળના ચોવીશ. તીર્થકરોના નામો બીજી-ત્રીજી-ચોથી ગાથામાં જાણવા. બાકીની ચાર ગાથાઓના જે શબ્દો છે તે શબ્દો પ્રમાણે દરેક વખતે ગાથાઓ હોય છે માટે આ સૂત્ર એ અપેક્ષાએ અનાદિકાળનું કહેવાય છે. આ લોગસ્સ સૂત્રમાં ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તવના હોવાથી ચતુર્વિશતિ સ્તવ સૂત્ર નામ પણ કહેલું છે. આ અવસરપિણી કાળમાં આપણા નિકટના એટલે નજીકના ઉપકારી ચોવીશ તીર્થંકર પરમાત્માઓ થયેલા છે એ તીર્થંકર પરમાત્માઓએ આપણા સૌના આત્માના ઉત્થાન માટે માર્ગ મુકેલો છે એથી એમની સ્તવના કરતા આત્મકલ્યાણમાં આગળ વધી આત્મકલ્યાણ સાધીએ તોજ ચોવીશે તીર્થંકર પરમાત્માઓની કરેલી સ્તવના આપણા આત્માને માટે સાર્થક થાય. જો આ સ્તવના કરવા લાયક સૂત્ર બોલતા કે એનો કાઉસ્સગમાં ચિંતન કરતા જો આત્મકલ્યાણની ભાવના ન હોય એની વિચાર સરણી પણ પેદા ન થાય તો ઉપકારીઓની સ્તવના લદાયી થતી નથી. આ સૂત્રનું નામ લોગસ્સ સૂત્ર રાખવામાં આવ્યું છે એનું કારણ આ સૂત્રની પહેલી ગાથા લોગસ્સા શબ્દથી શરૂ થાય છે માટે લોગસ્સ સૂત્ર નામ રાખવામાં આવ્યું છે. પહેલું પદ – લોગસ્સ ઉજાગરે લોકને વિષે ઉધોત કરનારા લોકને વિષે એટલે ત્રણ લોકને વિષે ઉર્ધ્વલોક, તિષ્ણુલોક અને આધોલોકને વિષે ઉધોત કરનારા એટલે પ્રકાશ કરનારા, શેનો ? જ્ઞાનનો પ્રકાશ કરનારા. આથી ત્રણે લોકને વિષે તીર્થંકર પરમાત્માઓ. પ્રકાશ કરનારા કહેલા છે. ઉર્ધ્વલોક એટલે મહાવિદેહ ક્ષેત્રના બરાબર મધ્યભાગમાં મેરૂ પર્વત રહેલો છે એની સપાટી દશા હજાર યોજન પહોળી છે. ઉંચાઇમાં નવ્વાણુ હજાર યોજન ઉંચો છે અને જમીનમાં એક હજાર યોજન છે એમ એક લાખ યોજનનો કહેવાય છે. એ મેરૂ પર્વતની સપાટીથી નવસો યોજન ઉંચાઇએ એટલે ઉંચાઇ સુધી તિરસ્કૃલોક કહેવાય છે. એ નવસો યોજનની બહારનો ભાગ ઉર્ધ્વલોકની શરૂઆત રૂપે ગણાય છે એટલે ત્યાંથી ઉદ્ગલોકની શરૂઆત થાય છે. એ નવસો યોજનની ઉપર મેરૂપર્વતને વિષે નંદનવન વગેરે વનો આવેલા છે ત્યાં રહેલા મનુષ્યો અને તિર્યંચો પુરૂષાર્થ કરીને ઉપશમ સમકીત અથવા ક્ષયોપશમ સમકીતની. પ્રાપ્તિ કરે ત્યારે તેઓનું શ્રુતઅજ્ઞાન શ્રુતજ્ઞાન રૂપે બને છે એ રીતે ઉધોત કરનારા ગણાય છે. અથવા ઉર્ધ્વલોક એટલે જ્યાં સુધી સન્ની પર્યાપ્તા મિથ્યાદ્રષ્ટિ જીવો ઉત્પન્ન થતાં હોય ત્યાં સુધીનો સમજવો એટલે કે વૈમાનિકના દેવોમાં નવમા ગ્રેવેયક સુધીના દેવોમાં જે લઘુકર્મી ભવ્યાત્મા મિથ્યાદ્રષ્ટિ દેવો હોય છે તે પુરૂષાર્થ કરીને ઉપશમ સમકીત કે ક્ષયોપશમ સમકીત પ્રાપ્ત કરી શકે છે માટે લોકને વિષે ઉધોતા Page 35 of 75

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75