Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 34
________________ (૧૬) માથાને હલાવતા હલાવતા કાઉસ્સગ કરવો તે. (૧૭) હુંકારો બોલતા બોલતા કાઉસ્સગ કરવો તે. (૧૮) આંગળાના વેઢા વી વીને કાઉસ્સગ કરવો. (૧૯) આંખના ભવા ઉંચા નીચા કરી કાઉસ્સગ કરવો. (૨૦) શબ્દ બોલી બોલીને કાઉસ્સગ કરવો. (૨૧) હોઠ હલાવી હલાવીને કાઉસ્સગ કરવો તે. આ રીતે દોષ રહિત કાયાને વોસીરાવીને કાઉસ્સગ કરવા જીવ પ્રયત્ન કરતો જાય તો પોતાના આત્માને સંવર અને નિર્જરાને વિષે સ્થિર કરીને આઠેય કર્મોનો તીવ્રરસ બંધાતો હોય તો મંદ કરતો જાય છે અને બંધાયેલા તીવ્ર રસને પણ મંદ બનાવતો જાય છે અને બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ તીવ્રરસે બાંધે છે તથા સત્તામાં શુભકર્મો મંદરસે હોય તો તીવ્રરસે કરે છે આને જ જ્ઞાની ભગવંતોએ સંવર-નિર્જરા કહેલી અશુભ કર્મોને સંપૂર્ણપણે આવતા રોકવાનું કામ જીવોનું નથી કારણ કે દશમા ગુણસ્થાનક સુધી જીવો શુભ અને અશુભ બન્ને પ્રકારના કર્મોનો બંધ સમયે સમયે કર્યા જ કરે છે. એકલા શુભ કર્મો બાંધી શકતો નથી તેમજ એકલા અશુભ કર્મો પણ બાંધી શકતો નથી. આથી નિયમ એ છેકે જીવ આત્માની વિશુધ્ધિમાં આગળ વધે તેમ તેમ અશુભ કર્મો મંદરસે બંધાય અને શુભ કર્મો તીવ્રરસે બંધાય. જીવ જેમ જેમ સંકલેશમાં આગળ વધે તો એ સંકલેશથી અશુભ કર્મો તીવ્રરસે બંધાય અને તે વખતે બંધાતા. શુભકર્મો મંદરસે બંધાય છે. આથી જીવો શુભાશુભ બન્ને પ્રકારના કર્મોનો બંધ કર્યા જ કરે છે. અગ્યારથી તેર ગુણસ્થાનકમાં રહેલા જીવો એક શાતાવેદનીય શુભ પ્રકૃતિનો જ બંધ કરે છે. એ પણ સ્થિતિ અને રસ વગરની બાંધે છે. અશુભ કર્મોનો તીવ્રરસ સંકલેશથી બંધાય છે. શુભ કર્મોનો તીવ્રરસ વિશુદ્ધિથી બંધાય છે. સુખનું અર્થિપણું એને જ પાપનો વિચાર કહેલો છે. રાગ-દ્વેષની પરિણતિ (પરિણામ) એને જ જ્ઞાની ભગવંતોએ સંકલેશ કહ્યો છે. આત્મિક ગુણોનો નાશ થાય એવી તીવરસે કર્મોનો બંધ ના કરો. કાઉસ્સગ કરતા આનંદ થાય એને ટકાવવા પ્રયત્ન કરવો એજ આશ્રવને સંવર રૂપે બનાવવાનો. પ્રયત્ન કહેવાય છે એને જ પ્રત્યક્ષ ળ કહ્યું છે. ક્રિયા ક્રિયારૂપે કરવાની નથી પણ આત્માને સ્પર્શે એ રીતે ક્રિયા કરવાની છે. એક વિષય બરાબર ભણવામાં આવે તો બધા વિષયો સાંગોપાંગ બનાવી શકો. આ રીતે વીર્ષોલ્લાસ પૂર્વક કાઉસ્સગ જીવ કરે એટલે એવો ઉલ્લાસ પેદા થાય કે નમો અરિહંતાણ બોલતા બોલતા થાય કે ચોવીશે તીર્થંકર પરમાત્માઓએ પાપથી પાછા વા માટે થયેલા પાપોને નાશ કરવા માટે કેવો સુંદર માર્ગ બતાવેલો છે. જો આ માર્ગ અને મલ્યો ન હોત તો મારું શું થાત ? પાપથી હું શી રીતે પાછો ફ્રી શકત અને વિશુદ્ધિને પ્રાપ્ત કરી શકત ? આથી માર્ગ બતાવનાર એવા ઉપકારી ચોવીશે તીર્થંકર પરમાત્માની સ્તવના કરવા માટે મોટેથી લોગસ્સ સૂત્ર બોલાઇ જાય છે. આથી લખ્યું છે કે કાઉસ્સગ કર્યા પછી પ્રગટ લોગસ્સ કહેવો. Page 34 of 75

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75