Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 33
________________ નહિ. જલ્દી ક્રિયા પૂરી થાય તો હું છુટું એ વિચારણા રાખીને ક્રિયાઓ કાઉસ્સગ આદિ કરવા તે શૂન્ય દોષ. (૪) દગ્ધ દોષ :- ધર્મની આરાધનાના અનુષ્ઠાનો આલોકમાં આવતી પ્રતિકૂળતાઓ-દુઃખો દૂર કરવા માટે, નાશ કરવા માટે, અંતરાયો તોડવા માટે કરે તથા આલોકમાં સુખ સંપત્તિ મલે-વધે અને સારી રીતે ભોગવાય તથા પરલોકમાં પણ અનુકૂળ પદાર્થો સારા મલે એ હેતુથી અનુષ્ઠાન કરવા કાઉસ્સગ કરવો એ દગ્ધ દોષ રૂપ ક્રિયાઓ કહેવાય છે. દગ્ધ એટલે બાળવું આત્માને એ અનુષ્ઠાનો બાળે તે દગ્ધ દોષ કહેવાય છે. આ રીતે અનુષ્ઠાન કરવાથી અનુષ્ઠાનોનું ફળ નાશ પામે છે, જીવને સંસારની વૃદ્ધિ થાય છે. અકામ નિર્જરા થાય છે અને પાપાનુબંધિપુણ્ય બંધાય છે માટે આ ચાર દોષોનો નાશ કરી અનુષ્ઠાનોનું આચરણ કરવું જોઇએ. આ ચારે પ્રકારના દોષ રહિત ક્રિયાના સૂત્રો બોલાય, સંભળાય તોજ આત્મામાં સંવર પેદા થતો જાય છે અને જીવ સંવરમાં આગળ વધતો વધતો ચિત્તની પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકે છે. આંશિક આત્મિક ગુણોનો વિકાસ કરી શકે છે. એકવીશ દોષોનું વર્ણના કાઉસ્સગ એકવીશ દોષોને વર્જીને કરવાનું વિધાન છે. (૧) સામાન્ય રીતે કાઉસ્સગ જિનમુદ્રામાં ઉભા રહીને કરવાનું વિધાન કહેલું છે. ઉભા રહેવામાં જિનમુદ્રાથી ઉભા રહેવું હોય તો આગળ ત્રણ આંગળ જગ્યા રાખવાની અને પાછળ ચાર આંગળની જગ્યા રાખીને ઉભા રહેવાનું હોય છે એને જિનમુદ્રા કહેવાય છે. આ મુદ્રા સિવાય ઉભા રહીને કાઉસ્સગ કરવામાં આવે તેને ઘોટક દોષ કહેવાય છે. ઘોટક એટલે ઘોડાની જેમ વાંકા-ચુંકા પગ રાખીને ઉભા રહીને કાઉસ્સગ કરવો તે અથવા ઉંચા નીચા પગ રાખીને ઉભો રહે તે પહેલો દોષ કહેવાય છે. (૨) લતા = વેલડી. કાઉસ્સગને વિષે શરીરને હલાવ્યા કરવું એટલે કે પગ સ્થિર રાખે અને બાકીનું આખું શરીર હાલ્યા કરે એટલે હાલમ ડોલમ થયા કરે તે બીજો દોષ. (૩) થાંભલાને અડીને ઉભા રહી કાઉસ્સગ કરવો ત. (૪) ભીંત હોય તો ભીંતની દિવાલને અડીને ઉભા રહી કાઉસ્સગ કરવો તે. (૫) માળિયું કે છત ઉપર અડે એવું હોય તો માથું અડાડીને ટેકવીને કાઉસ્સગ કરવો તે. (૬) વસ્ત્ર રહિત થઇને પોતાના ગુપ્ત અંગોને હાથથી ઢાંકીને કાઉસ્સગ કરવો તે. (૭) માથું નીચું રાખીને કાઉસ્સગ કરવો તે. (૮) પગ પહોળા કરીને કાઉસ્સગ કરવો. (૯) અવિધિથી કપડા પહેરીને કાઉસ્સગ કરવો. (૧૦) મચ્છર વગેરે જીવાત કરડે નહિ માટે શરીરને ઢાંકીને કાઉસ્સગ કરવો. (૧૧) અંગુઠા ઉપર અંગુઠો ચઢાવી કાઉસ્સગ કરવો. (૧૨) આખું શરીર ઢાંકીને કાઉસ્સગ કરવો. (૧૩) હાથમાં ચરવળો પકડતાં દાંડી આગળ રાખવાને બદલે દલીયો આગળ રાખીને કાઉસ્સગ કરવો તે. (૧૪) ચિત્તની ચંચળતા રાખીને કાઉસ્સગ કરવો તે. (૧૫) કપડાને ગુંચળું વાળીને કાઉસ્સગ કરવો તે. Page 33 of 75

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75