Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 27
________________ એટલે કે છત્રીશ લાખ અડતાલીશ હજાર બસો ચાલીશ વિકલ્પોમાંથી કોઇપણ વિકલ્પથી આખા દિવસ દરમ્યાન જીવની હિંસા થઇ હોય તો તેનાથી પાછા ફરવા માટે એટલે તે પાપથી પાછા ફરવા માટે અને ફરીથી એ પાપ ન થાય એની કાળજી રાખવા માટે મિચ્છા મિ દુક્કડં આપુ છું એટલે કે એ મારા પાપા, મિથ્યા થાઓ અથવા એ મારા પાપો નાશ પામો એ ભાવ રાખીને ઇરિયાવહિયા સૂત્ર બોલવાનું છે અથવા એ ભાવ પેદા કરવા માટે આ સૂત્ર વારંવાર બોલવાનું કહેલું છે. આ રીતે આ સૂત્ર બોલતા બોલતા સારોકાળ હોય અને લઘુકર્મી આત્મા હોય તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. આ સૂત્રના શબ્દો આવા ભાવથી બોલતા બોલતા અત્યાર સુધીમાં અનંતા જીવો મોક્ષે ગયેલા છે. મહાવિદેહ ક્ષેત્રમાંથી વર્તમાનમાં સંખ્યાતા જીવો મોક્ષે જઇ રહેલા છે અને ભવિષ્યમાં અનંતા જીવો મોક્ષે જશે. એ સૂત્ર આજે બોલવા મલ્યું છે, સાંભળવા મળ્યું છે, સમજવા અને ચિંતન ક૨વા મળ્યું છે તો વર્તમાનમાં જો એકાગ્રતાપૂર્વક બોલવામાં આવે અને જીવ લઘુકર્મી હોય તો ચાર થાતી કર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા કરીને ક્ષયોપશમ સમકીત પામે-દેશવિરતિપણું પામે-સર્વવિરતિપણું પામે અપ્રમત્તભાવ એટલે સાતમા ગુણસ્થાનકને પામી શકે છે. સકામ નિર્જરા કરી શકે છે. પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી શકે છે અને જન્મ મરણનો ભુક્કો બોલાવી શકે છે અને સંખ્યાતા ભવોમાં મોક્ષ નક્કી કરી શકે છે. વિચાર કરો કે આ પાંચમા આરામાં તથા હુંડા અવસરિપણી કાળમાં કે જે કાળ અનંતી ઉત્સરપિણી-અવસરપણી પછી આવે છે એવો કાળ અત્યારે પ્રાપ્ત થયેલો છે. એવા કપરા કાળમાં કે જે કાળમાં ભગવાનના શાસનમાં મોટા ભાગના ભારેકર્મી અને વક્ર તથા જડ જીવો આરાધના કરનારા પાકવાના છે એ કાળમાં મહાપુરૂષોએ પ્રાણના ભોગે આ સૂત્રોને સાચવી સાચવીને આપણા સુધી પહોંચાડ્યા છે તો એ સૂત્રો બોલતા, સાંભળતા અંતરમાં આનંદ આવવાને બદલે નારાજી પેદા થતી જાય. બીજા બોલે તો આનંદ પેદા થતો જાય કે હાશ ! આપણે બચી ગયા ઇત્યાદિ અનેક પ્રકારના વિચારો કરી એ સૂત્રો પ્રત્યે અવગણના પેદા કરીએ તો એ સૂત્રો આપણા આત્માને માટે લાભદાયી કઇ રીતે બની શકશે ? એ વિચારણીય રૂપે લાગે છે ખરૂં ? જે ઇરિયાવહિયા સૂત્ર જો ઉપયોગ પૂર્વક બોલવામાં આવ તો જરૂર લઘુકÇપણાને પ્રાપ્ત કરાવે છે તો પણ પ્રત્યે આદરભાવ કેટલો ? બહુમાન ભાવ કેટલો ? એનો વિચાર કરીએ છીએ ખરા ? આ રીતે જાણી વિચારી આ સૂત્ર પ્રત્યેની વિચારણા કરતા થઇએ અને લઘુકર્મી બનીને ચારે ઘાતી કર્મોનો ક્ષયોપશમભાવ પેદા કરી ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ જરૂર કરીએ એવો ભાવ રાખીને આ સૂત્રોનો વારંવાર ઉપયોગ કરતા થઇએ એ અભિલાષા. એ સૂત્ર તરસ ઉત્તરી સૂત્ર આ રીતે ઇરિયાવાહિયા સૂત્ર ભાવપૂર્વક બોલતાં આત્મા પોતે અશુભ આશ્રવોથી રહિત થતો જાય છે એટલે કે બંધાતી અશુભ પ્રકૃતિઓને અલ્પરસે બાંધતો જાય છે અને બંધાતી શુભ પ્રકૃતિને તીવ્રરસે બાંધતો જાય છે કે જે શુભ પ્રકૃતિઓનો રસ ઉદયમાં આવીને આત્માને આત્મિક ગુણો પેદા કરવામાં સહાયભૂત થાય છે. સંવર અને નિર્જરાને પેદા કરવામાં સહાયભૂત થતાં થતાં ચિત્તની પ્રસન્નતા પેદા કરાવવામાં તથા ચિત્તની પ્રસન્નતામાં આગળ વધવામાં સહાયભૂત થતો જાય છે. આ રીતે જેમ જેમ સંવરમાં ચિત્તની સ્થિરતા થતી જાય છે Page 27 of 75

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75