Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 29
________________ માટે જેમ ઇરિયાવહિયા સૂત્ર બોલાય છે અને મિચ્છામિ દુક્કડ દેવાય છે એની સાથે સાથે જ છદ્મસ્થ જીવ હોવાથી મનથી જે કોઇ અતિચાર લાગી ગયો હોય એ અતિચારના પાપનો નાશ કરવા માટે કાઉસ્સગ કરવાનું વિધાન કહેલું છે. શલ્ય રહિત ક્રિયા કરવી તે અતિચાર રહિત ક્રિયા કહેવાય છે. અને શલ્યપૂર્વકની ક્રિયા કરવી તે અતિચાર સહિતની ક્રિયા કહેવાય છે. અભવ્ય-દુર્ભવ્ય અને ભારેકર્મી જીવોની નિરતિચાર ક્રિયા પણ નવમા ગ્રેવેયકના સુખ માટેની હોવાથી માયા સહિતની એટલે માયા શલ્યપૂર્વકની ક્રિયા કહેવાય છે અને એની સાથે સાથે એ સુખ જ ખરેખરૂં સુખ છે. મેળવવા જેવું એજ છે એવી જે બુધ્ધિ રહેલી હોય છે માટે મિથ્યાત્વ શલ્યપૂર્વકની ક્રિયા ગણાય છે. આથી એ જીવો ગમે તેટલા કાઉસ્સગ કરે તો પણ તેમાં આત્મકલ્યાણ કરવાનો હેતુ ન હોવાથી નિયમો પાપાનુબંધી પુણ્ય બંધાય છે અને નિયમો અકામ નિર્જરા કરે છે. જેમ એકેન્દ્રિય જીવો દુઃખ વેઠીને અકામ નિર્જરા કરે છે એવી રીતે આ જીવો એટલે અભવ્યાદિ જીવો કપટ સહિત ચારિત્રનું પાલન કરીને અકામ નિર્જરા કરે છે. કેટલીકવાર એકેન્દ્રિય જીવોને સુખનું ધ્યેય નિશ્ચિત ન હોવાથી દુઃખ વેઠીને અકામ નિર્જરા વધારે થાય એમ પણ બને છે જયારે આ જીવોને જાણી બુઝીને સુખનું ધ્યેય હોવાથી અકામ નિર્જરા ઓછી થાય છે. આનું નામ જ જૈનશાસન છે. લોકોત્તર મિથ્યાત્વવાળા જીવોને સમકીત પામવું દુર્લભ છે. લૌકિક મિથ્યાત્વવાળાને સમકિત પામવું સહેલું છે. દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરતા આલોક કે પરલોકના સુખની માગણી કરવી, દુઃખના નાશની ઇચ્છા કરવી એ લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. ઇતર દર્શનના દેવ, દેવી, સન્યાસી પાસે આલોકના સુખની પરલોકના સુખની માગણી કરવી તે લૌકિક મિથ્યાત્વ કહેવાય છે. જીવ પાપનું પ્રાયશ્ચિત કરતો થાય એટલે પાપને પાપરૂપે માનતો થાય, પાપભીરતા અંતરમાં પેદા થતી જાય અને એના પ્રતાપે જીવનમાં શક્તિ મુજબ પાપ ઓછું થતું જાય, જેમ જેમ પાપનો નાશ થતો જાય તેમ તેમ આત્મામાં વિશુધ્ધિ પેદા થતી જાય છે એ વિશુધ્ધિના પ્રતાપે સાચા સુખની ઇચ્છા પેદા થતી જાય છે અને એ સાચા સુખની ઇચ્છાના કારણે વિશુધ્ધિની સ્થિરતા થતી જાય છે. વિશુધ્ધિની સ્થિરતા પેદા થતા જીવના અંતરમાંથી શલ્યોનો નાશ થતો જાય છે એટલે કે ઇચ્છિત સુખો માટે માયા શલ્ય કરવાનું મન થતું નથી. મિથ્યાત્વની મંદતા થવાના કારણે મિથ્યાત્વ શલ્યનો નાશ થતો જાય છે આથી એ ઇચ્છિત સુખો માટે પોતે કરેલો ધર્મ વેચવાનું મન થતું નથી એટલે કે જો મારા તપ અને ધર્મનું ફળ મને મળવાનું હોય તો એનાથી આ મળો-આવું મળો એમ ઇચ્છિત સુખોની માગણી કરીને મેળવવાનું મન થતું નથી આથી નિયાણ શલ્ય પણ પેદા થઇ શકતું નથી. માત્ર એક એટલું વિશેષ છેકે શુધ્ધ પરિણામ પેદા કરીને સમકિત પામ્યા પછી આત્મા વિશુધ્ધિમાં રહેલો હોવા છતાં પણ એ વિશુધ્ધિ પ્રાપ્ત કરતા પહેલા નિકાચીત કર્મો બાંધેલા હોય અને એ ઉદયમાં વિશુધ્ધિના કાળમાં આવે તો તે વિશુધ્ધિને મંદ કરીને કરેલા તપ અને સંયમના ફળ સ્વરૂપે દુનિયાના ઇચ્છિત પદાર્થો માગવાનું જીવને મન થઇ જાય છે અને માગે છે અને તે પ્રમાણે મલે પણ છે પણ શાસ્ત્ર કહે છે કે નિયાણાથી મેળવેલા Page 29 of 75

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75