Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 28
________________ તેમ તેમ જીવનમાં જે પાપો થયેલા છે એ પાપથી પાછો ફર્યો એની શુધ્ધિનો આનંદ પેદા થતો જાય છે. આ રીતે શુદ્ધિ કરતા કરતા ઉપયોગથી કે અનુપયોગથી જે પાપ પોતાના જાણવામાં આવેલું ન હોય એવું જે પાપ થઇ ગયું હોય એ પાપની શુદ્ધિ માટે તસ્સ ઉત્તરી સૂત્ર ઉલ્લાસપૂર્વક બોલાઇ જાય છે કારણ કે પાપની શુધ્ધિનો જે આનંદ પેદા થયો એના પ્રતાપે અંતરમાં બીજા કોઇ પાપ રહી ન જાય એને માટે તસ્સ ઉત્તરી સૂત્ર બોલાય છે માટે આ સૂત્રને ઇરિયાવહિયા સૂત્રનું ઉત્તર સૂત્ર કહેવાય છે. આત્મા અનાદિકાલથી પાપથી મલીન થયેલો છે તે આત્મા પોતાના પાપોને ઓળખીને તેની નિંદા અને ગહ કરીને તે પાપરૂપી આત્માનો નાશ કરીને સંવરને વિષે પુરૂષાર્થ કરીને સ્થિર થાય છે અને પ્રાયશ્ચિત કહેવાય પ્રાયઃ એટલે પાપ અને ચિત્ત = શુદ્ધિ મલીન એવો આત્મા મલીનપણાનો નાશ કરીને શુધ્ધ બને છે તેને પ્રાયશ્ચિત કહેવાય છે. આવા પાપના પ્રાયશ્ચિત રૂપે પચ્ચીશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ કરવામાં આવે છે. ઇર્યાસમિતિ પૂર્વક ચાલતા ચાલતા પગ ઉપાડ્યો અને જીવ દેખાય તોય એ જીવ ઉપર પગ મૂકીને જાય તો પણ પાપ લાગતું નથી જો તે વખતે પગ ન મૂકે અને શરીરનું બેલેન્સ ન રહે અને શરીર ગબડી પડે તો ઘણાં જીવોની હિંસાનું પાપ લાગે છે આથી ઉપાડેલો પગ મુકીને આગળ ચાલવું એને અહિંસક પરિણામ અંતરમાં રહેલો હોવાથી અને હિંસાનો ભાવ ન હોવાથી એ જીવ મરી જાય-કિલામણા પામે તો પણ પાપ લાગતું નથી. અને ઇર્યાસમિતિ વગર ચાલતા ચાલતા કોઈ જીવ ન મરે તો પણ હિંસાનું પાપ લાગે છે. મારાથી કોઈ જીવને દુઃખ થઈ ગયું હોય તો તેના પ્રાયશ્ચિત રૂપે જ ઇરિયાવહિયા સૂત્ર બોલવાનું છે. જગતના સઘળાય જીવો સુખના જ ઇચ્છુક છે. મારા સુખ માટે કોઈ જીવને દુઃખ થાય એમાં મારે શું? આ વિચારણાને જ્ઞાની ભગવંતો શલ્ય (કપટ) કહે છે. આપણે બીજાને કહીએ તો ચાલે પણ કોઈ આપણને ન કહે એને જ કપટ કહેવાય છે. સંસાર નિમિત્તને આધીન થયા એટલા સંવરથી જીવો ખસ્યા કહેવાય છે. અનુકૂળ પદાર્થોનું અર્થિપણું એનેજ જ્ઞાની ભગવંતોએ મોટામાં મોટું કપટ એટલે શલ્ય કહેલું છે. આત્માથી પર જેટલા પદાર્થો એની ઇચ્છા એનું નામ કપટ, કપટ કહેવાય, માયા કહેવાય, શલ્ય કહેવાય આ બધું આમાં આવે છે. આનાથી જ દુર થવાનો પ્રયત્ન કરવાનો છે. અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો અને ભારેકર્મી જીવો કપટરહિત ક્રિયા જ કોઇપણ વાર કરી શકતા નથી. કારણ કે તેઓ સુખના અર્થિ છે. જે ક્રિયાઓ કરે છે તે નવમા રૈવેયકના સુખને માટે કરે છે. મોક્ષનો અભિલાષા હોતો નથી માત્ર સુખનોજ હેતુ હોય છે. લઘુકર્મી ભવ્યાત્મા જીવોજ માયા રહિત અથવા કપટ રહિત થઈનેજ ક્રિયા કરતા હોય છે. છોડવાલાયક પદાર્થોને ગ્રહણ કરવા લાયક માને તેને મિથ્યાત્વ શલ્ય કહેવાય છે. ભગવાને જે છોડ્યું એ છોડવા માટે હું ઉલ્લાસપૂર્વક કાઉસ્સગ કરું છું તોજ સકામ નિર્જરા થાય. જ્ઞાની ભગવંતો કહે છે કે જીવને ચાલતા જે કાંઇ વિરાધના થયેલી હોય છે એ વિરાધનાના પાપથી છૂટવા Page 28 of 75

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75