Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 26
________________ વ્યંતરના-છવ્વીશ અપર્યાપ્તા છવ્વીશ પર્યાપ્તા = પર જયોતિષના દશ અપર્યાપ્તા દશ પર્યાપ્તા = ૨૦ વૈમાનિકના આડત્રીશ અપર્યાપ્તા આડત્રીશ પર્યાપ્તા = ૭૬ આથી ૫૦+ પર + ૨૦+ ૭૬ = ૧૯૮ થાય છે. ભવનપતિના પચ્ચીશ દેવોમાં દશ ભવનપતિના દેવો, પંદર પરમાધામીના દેવો. વ્યંતરના છવ્વીશ ભેદોમાં આઠ વ્યંતર, આઠ વાણવ્યંતર, દશ તિર્યજભક દેવો. જ્યોતિષના દશ દેવામાં સુર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ ચર એટલે ફરતા દેવો અને પાંચ સ્થિર દેવો. વૈમાનિકના આડત્રીશ દેવોમાં બાર દેવલોકના બાર, ત્રણ કિલ્બિપીયા, નવ લોકાંતિક, નવ રૈવેયક અને પાંચ અનુત્તર દેવો. આ રીતે આડત્રીશ થાય છે. આ રીતે કુલ ૨૫ + ૨૬ + ૧૦+ ૩૮ = ૯૯ થાય છે. એ અપર્યાપા ૯૯ અને પર્યાપ્ત ૯૯ = ૧૯૮ થાય છે. આ રીતે સન્ની જીવોના ૧૪+ ૧૦ + ૨૦૨ + ૧૯૮ = ૪૨૪ ભેદો થાય છે. આ રીતે કુલ ૨૨ + ૬ + ૧૧૧ + ૪૨૪ = પ૬૩ થાય છે. આ પાંચસો ત્રેસઠ ભેદોમાંથી જે જે ભેદોવાળા જીવોની અભિહયા આદિ દશ પદોથી વિરાધના કરેલી હોય તેનો મિચ્છામિ દુક્કડ મગાય છે તે દશ પદો આ પ્રમાણે. (૧) અભિયા, (૨) વત્તિયા, (૩) વેશ્યા, (૪) સંધાઇયા, (૫) સંઘક્રિયા, (૬) પરિયાવિયા, (૭) કિલામિયા, (૮) ઉડ્ડવિયા. (૯) ઠાણા ઓઠાણું સંકામિયા અને (૧૦) જીવીયાઓ - વવરોવિયા. એ દશે ગુણતાં પ૬૩૪ ૧૦= પ૬૩૦થાય. એમાં રાગથી અથવા ષથી હણ્યા હોય માટે બે એ ગુણતાં ૫૬૩૦X૨ = ૧૧૨૬૦થાય. મનથી, વચનથી અને કાયાથી હણ્યા હોય માટે ત્રણે ગુણતાં ૧૧૨૬૦૪૩ = ૩૩૭૮૦. કરવા રૂપે, કરાવવા રૂપે, અનુમોદવા રૂપે અથવા કરણ-કરાવણ-અનુમોદન રૂપે હણ્યા હોય માટે ત્રણે ગુણતાં ૩૩૭૮૦૪૩ = ૧૦૧૩૪૦ વિકલ્પો થાય. તેણે વર્તમાન કાળે, ભૂતકાળ અને ભવિષ્યકાળે એમ ત્રણ કાળથી ગુણતાં ૧૦૧૩૪૦ x ૩ = ૩૦૪૦૨૦ વિકલ્પો થાય. એમાં જાણતા અથવા અજાણતા બે એ ગુણતાં ૩૦૪૦૨૦ x ૨ = ૬૦૮૦૪૦ વિકલ્પો થાય છે. એ વિકલ્પોને છ સાક્ષીએ ગુણાકાર કરતાં છ સાક્ષીમાં (૧) અરિહંત, (૨) સિધ્ધ, (૩) સાધુ, (૪) દેવ, (૫) ગુરૂ અને (૬) આત્મા પોતાનો આત્મા. ૬૦૮૦૪ X ૬ = ૩૬૪૮૨૪૦ વિકલ્પો થાય છે. Page 26 of 75


Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75